થોડા દિવસો પહેલાની વાત છે..! અમારી સોસાયટીમાં જ રહેતા અમારા પડોશી એવા આશા આંટી ઘરે આવ્યા, પોતાના 11 વર્ષના પુત્ર નીત ના બર્થડે ની પાર્ટીનું આમંત્રણ આપવા, "આઠ - સવા આઠે આવી જજો બધા..! કોઈ ગિફ્ટ કે કશું ન લાવતા..! અને ટાઈમ એ પહોંચી જજો..!"
"સારું, સમયસર આવી જઈશું..!"
સામાન્ય રીતે આપણા મતે બર્થ ડે પાર્ટી હોય શુ ?
એક મસ્ત મજાનું કેક, સુંદર મજાનો નાસ્તો, ઘણા બધા મિત્રો , ગિફ્ટસ અને ડી જે ની ધમાલમાં નાચતા મિત્રો...!! બોલે તો પાર્ટી ઝીંદબાદ !
"અરે રે ! સવા આઠનું કીધું તું, આ તો સાડા આઠ થઈ ગયા, અડધો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો હશે..!"
મોડું થઈ જતા, હું ફટાફટ તૈયાર થઈને અંદાજીત સાડા આઠ પછી તેમના ઘરે પહોંચ્યો.
ચાલીસ - પચાસ જેટલા લોકોના ચપ્પલ બહાર પડેલા હતા, અને અંદરથી આછો પાતળો અવાજ પણ આવી રહ્યો હતો, એટલે થયું, હજુ પૂરું નથી થયું, એટલા બધા પણ મોડા નથી. હા..હા..!
અંદર જતા મને એક અલગ જ અનુભૂતિ થઇ, મેં કહ્યું, "આ શુ?" બધા મિત્રો નીચે પલાંઠી વાળીને બેઠા હતા અને ફિલ્મી ગીતો ને બદલે પ્રાર્થના ચાલુ હતી..! હું પણ તેમાં જોડાઈ ગયો. પ્રાર્થના બાદ બધા ઉભા થયા, અને આંટી એક થાળીમાં ૧૨ મીણબત્તી લઈ આવ્યા. મને થયું , હવે કેક માં લગાવીને સળગાવશે ને ફૂંક દઈને સેલિબ્રેશન પૂરું...!!
પણ અહીં મારી ગણતરીથી તદ્દન ઊલટું જ હતું..!! ૧૨ મીણબત્તીઓ તો આવી..!
પરંતુ થાળીમાં ગોઠવીને, નીત દ્વારા એક એક કરીને પેટાવવામાં આવી.અને ત્યારબાદ કેકમાં પણ આવેલી મીણબત્તીઓ પેલી થાળીમાં જ ગોઠવીને પેટાવી દીધી..!! પણ તેને ફૂંક મારીને બુઝાવી નહિ..!!
આપણે જે રીતે બર્થ ડે સમયે રાજકુમાર ફૂંક મારે , ત્યારે તાળીઓથી happy birth day to you નું ગીત ગુન ગુણા વીએ છીએ, પણ ત્યાં જ્યારે નીત મીણબત્તીઓ પેટાવતો હતો..ત્યારે લોકો બર્થ ડે ની ધૂન ગાઈ રહ્યા હતા..!
હા...આ બધું જોઈને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ. એક પળ માટે તો હું પણ વિચારતો થઈ ગયો કે સાચે આ રીતે પણ જન્મ દિવસ ઉજવાય છે ?
મને પહેલા તો લાગ્યું કે આંટી એ આ બધો પ્લાન કર્યો હશે, પેલા છોકરાએ તો જીદ કરી હશે કે આવું ન હોય..!
મેં નીત ની આંખોને જાણવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આંખોમાં કશું છુપાતું નથી..! ખુશી અને ગમ બન્ને દેખીતી રીતે જ દેખાઈ આગે છે..! પણ તેની આંખમાં હરખ સાથેના ખુશનુમા ચિત્રો જ હતા..!
આપણી ભારતીય સંસ્કૃતિમાં ખુશીના પ્રસંગોએ દીવો પ્રકટાવી અજવાળું ફેલાવવામાં આવે છે , નહિ કે તેને બુજવીને ..!! આપણી સંસ્કૃતિની બધી બાબતો કાંઈક ને કૈક સંદેશો આપતી જ હોય છે , પણ આપણે ઘણી વખત સંસ્કૃતિને જાળવી પણ નથી શકતા , પણ આવા લોકો નો સંસ્કૃતિ પ્રત્યે આદર જોઈને , ખરેખર ગર્વ થાય છે કે ના, હજુ પણ આપણે ત્યાં આવા લોકો છે...!!
હા..! આપણી સંસ્કૃતિ હજુ પૂર્ણતઃ વિસરાઈ નથી, તે છે, તે હજુ જીવે છે , અને કદાચ નાના તો નાના અંશે, જીવતી પણ રહેશે જ..!
આ લોકો તથા આપણી સંસ્કૃતિને મારા શત શત નમન...!!
~એ જ "ભોમિયો"...
અહીં એક વાત ખાસ જણાવા જેવી કે આ લઘુકથાના પાત્રો અને ઘટનાઓ કશું જ "કાલ્પનિક નથી" !
તમારા પ્રતિભાવો સારા ને નરસા બિન્દાસ રીતે કોમેન્ટ બોક્સમાં મેં મેસેજમાં જણાવી શકો છો.
ઉપરાંત આ લઘુકથા તમને કેવી લાગી તે તમે મને મેઈલ પણ કરી શકો છો,
Email - akki61195@gmail.com