Khoufnak Game - 1 - 1 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 1 - 1

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

ખોફનાક ગેમ - 1 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

  • અદભૂત પગલાં
  • ભાગ - 1
  • “અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?”

    “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...”

    “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી.

    “એ હેડ્યા... જાય છે. આગળ હાલ... બુન ઝટ પગ ઉપાડ મારી માવડી....”

    “હાલ્ય.... હાલ્ય...” કહેતાં રૂખી તેની પડોશી રામી સાથે સેઢે જવા રવાના થઈ.

    તે મહેસાણા જિલ્લાનું નાનું ગામ હતું. ઉનાવા લગભગ ચાર સો ખોરડાનું ગામ.

    સૂર્ય આથમી ગયો હતો. ધીરે ધીરે તરફ અંધકાર છવાતો જતો હતો. ટન.... ટન.... ટન.... ગાયનાં ધણ સીમમાંથી ગામ તરફ પાછાં ફરી રહ્યાં હતાં અને તે ગાયોના ગળામાં બાંધેલ ઘંટડીઓનો મધુર રણકાર ગુંજતો હતો. તેની સાથે જ મંદિરમાં ઠાકોરજીની આરતીનો મધુર ઝનકાર પણ વાતાવરણમાં ભક્તિ અને શુદ્ધતા ફેલાવતો હતો.

    ગામનાં મકાનો હજી દેશી નળિયાંવાળા જ હતાં. હજી ગામને શહેરનો રંગ લાગ્યો ન હતો. દેશી નળિયાંવાળા મકાન, મકાનું મોટું આંગણું, તેને ફરતે કોટડી અને લાકડાનો દરવાજો, દરવાજા બહાર માટી અને ગોબરનાં લીંપણવાળો ઓટલો, ટોડલા પર ટમ.... ટમ... બળતો કાચંનો બલ્બ, હજી થોડા સમય પહેલાં જ ગામમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ચાલુ થયો હતો.

    ગામના રસ્તા હજુ કાચા હતા. ડામર રોડ બનાવવાનુ વિચારાઈ જ રહ્યું હતું પણ ચારે તરફ સુંદર લીંમડા અને વડનાં ઘટાદાર ઊગેલા વૃક્ષો ગામની શોભ વધારતાં હતાં.

    ગામના પાદરે મોટી વડવાઈ હતી. તે વડના વૃક્ષના થડ પર મોટો ગોળાકાર ઓટલો બનાવેલો હતો. પાદરથી ઓતરાદે એક મોટું તળાવ આવેલું હતું, તળાવની પાળ પર ઘટાદાર વડનાં વૃક્ષો ઊગેલાં દેખાઈ રહ્યાં હતાં.

    ટેહુંક... ટેહુંક.... ટેહુંક... મોર ટહુકી રહ્યો હતો.

    પાદરના ઓટલે ગામના લોકો બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને દેશી બીડીના દમ ભરી રહ્યા હતા.

    પ્રકૃતિની ગોદમાં બનેલું તે ખૂબ જ રળિયામણું ગામ હતું.

    ગામના લોકો લગભગ ખેતી પર જ નભતા હતા. કેટલાય પાસે જમીનો હતી અને ખેતી કરતા હતા અને જેમની પાસે જમીન ખેતરો ન હતાં, તેઓને તે લોકો મજૂરી પેટે રાખતા. ખેતરમાં કામ કરાવતાં અને મજૂરી આપતા. ખૂબ જ સંપીલું અને ખાધેપીધે સુખી તે ગામ હતું.

    ગામની આજુ-બાજુ સીમમાં આવેલાં ખેતરોમાં જ્યારે રાત્રીના ઈલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવતી ત્યારે લોકો સાંજનું વાળુ કરી ખેતરે પાણી વાળવા જતાં. રૂખી અને રામી પણ ખેતરે પાણી વાળવા માટે જઈ રહી હતી. રામીનો વર લાખો અને રૂખીનો ભી ભચો તેઓથી થોડા આગળ નીકળ્યા હતા. લાખો અને ભચો ભાઈબંધ હતા. બંને વાતો કરતા, બીડી પીતા-પીતા ખેતર તરફ જઈ રહ્યા હતા. તેઓથી થોડે પાછળ રૂખી અને રામી આવી રહ્યાં હતાં.

    ખેતર લાખાનું હતું. ભચો અને તેની બેન ખેતરમાં મદદ કરવા માટે જતાં અને તેના બદલામાં લાખો તેમને સારું વળતર આપતો.

    થોડીવારમાં જ તેઓ ખેતરે પહોંચી ગયા, ઈલેક્ટ્રિકસિટી સપ્લાય ચાલુ થઈ ગયો હતો. લાખાએ સબમર્સિબલ પંપને ચાલુ કર્યો. ખેતરમાં એક તરફ બોર બનેલો હતો. તેમાં સબમરસિબલ મોટર મૂકેલી હતી. તે એક નાનો ઓરડો બનેલ હતો. તેની બાજુમાં પાણીનો પંફ અને પંપમાંથી નીકળતા પાણી મે એક મોટો અવાળો બનાવેલ હતો.

    થોડીવારમાં જ અવાળામાં પાણી ભરાઈ ગયું, એટલે સૌ પાવડા હાથમાં લઈને ખેતરમાં બનાવેલ ક્યારાઓમાં પાણી વાળવા માટે કામે લાગી ગાય.

    ઉનાવા ગામની સીમમાં ચારે તરફ ગામ લોકોના ખેતર હતાં.

    ખેતરો પૂરાં થતાં આગળ ગાઢ જંગલ શરૂ થતું હતું.

    ધોળે દિવસે તમે જંગલમાં ચાલ્યા જાવ તોય સૂર્યનો પ્રકાશ તમને જોવા ન મળે તેવું તે ગાઢ જંગલ હતું. વાંસ, સાગ, પીપળા અને નીલગીરીનાં વૃક્ષો ચારે તરફ ફેલાયેલાં હતાં. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ તે જંગલ લગભગ પંદરથી વીસ કિલોમીટરના એરિયામાં હતું. આ આખું જંગલ નદી રૂપેણના તટ પર આવેલું હતું.

    જેમ-જેમ સમય વીતતો ગયો, તેમ તેમ જંગલનો નશ થતો ગયો. રૂપેણ નદીનું તે તરફનું વ્હેણ પણ સુકાતું ગયું.

    જંગલો કાપી અને કોંકીટના જંગલો ઊભાં કરી. માનવજાત સૃષ્ટિના નિયમ વિરુદ્ધનું કામ કરી રહી છે અને તેનાં માઠાં ફળ પણ આપણને ભોગવવાં પડે છે.

    રૂખી અને રામી વાતો કરતી-કરતી પાણીના ક્યારા બનાવી રહી હતી અને ભચો પાવડાથી પાણી વળી રહ્યો હતો. લાખો પંપ પાસે બનાવેલા પાણીના વેકળામાં પડેલો કચોર હાથેથી સાફ કરી રહ્યો હતો.

    લગભગ દસ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. ચારે તરફ ગાઢ અંધકાર ફેલાયેલો હતો. હમણાં જ વરસાદ આવશે. તેવો ઉકળાટ વાતાવરણમાં ફેલાઈ ગયો હતો. થોડી-થોડી વારે પૂર્વ દિશામાં વીજળીનો ઝબકારો પણ થઈ રહ્યો હતો.

    ટપ... ટપ... ટપ ધીરે-ધીરે પાણીના બુંદો ધરતી પર ટપકવા લાગ્યાં.

    ટેહૂંક.... ટેહૂંક... ટેહૂંક... અચાનક મોરલો ટહૂકી ઊઠ્યો.

    સબમર્સિબલ મોટરની ઓરડીની બહાર ઉપરના ભાગમાં નાનો લેમ્પ બળી રહ્યો હતો અને તેનો પીળો આછો પ્રકાશ ચારે તરફ ફેલાયેલો હતો.

    અચાનક વરસાદનું એક ઝાપટું આવ્યું.

    વરસાદ ચાલુ થતાં તરત ઈલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ થઈ ગયો.

    તેને લીધે ચારે તરફ ગાઢ અંકાર છવાઈ ગયો.

    રૂખી અને રામી પાણીના બનાવેલા ક્યાર પાસે ઊભી હતી.

    ભચો પણ તેમનાથી થોડે દૂર ઊભો હતો.

    લાખો સબમર્સિબલ પંપ વાળી ઓરડી પાસે ઊભો હતો.

    કોઈ કશું વિચારે તે પહેલાં અચાનક આકાશમાં એક પ્રકાશનો ઝબકારો થયો. સૌની નજર તે તરફ મંડાઈ.

    આકાશમાં થયેલ પ્રકાશનો ઝબકારો કોઈ ઉલકા ધરતી તરફ આવી રહી હોય તેમ ઝડપથી તેઓના ખેતર તરફ ધસમસતી નીચે આવી રહી હતી. ઝલહળતો તે પ્રકાશ પુંજ તે જ ગતિ સાથે નીચે ઊતરવા લાગ્યો.

    સૌ આશ્ચર્ય સાથે એક નજરે તે તરફ જોઈ રહ્યાં હતાં.

    અને પછી સૌનું આશ્ચર્ય દહેશતમાં ફેલાઈ ગયું.

    ધરતી પર ઊતરતો પ્રકાશ પુંજમાં એક કાળી આકૃતિ નીચે ખેતરની તરફ આવવા લાગી.

    રૂખી અને રામી તો ગભરાઈ જ ગયાં.

    તે એક કાળો દૈત્યાકાર માનવ આકાર હતો. તેના પૂરા શરીરમાં ભયાનક રૂવાંટી હતી. ચહેરો એકદમ વિકરાળ હતો. મોટી ગોળ લાલચોળ કોલસાના અંગારા જેવી આંખો, ભચો જ્યાં ભો હતો તેનાથી લગભગ 200 ફૂટ દૂર તે માનવ આકાર ધમ્મ.... અવાજ સાથે જમીન પર ઊતર્યો. લગભગ પંદર ફૂટની ઊંચાઈવાળો દૈત્યાકાર તે માનવ આકાર હતો.

    ‘ֺબાપ રે....’ ભચાના હાથમાંથી પાવડો છટકીને નીચે પડ્યો. તેની આંખો ચકળ વખલ થવા લાગી.

    રૂખી અને રામીની આંખે દહેસતથી ફાટી ગઈ અને બંને બે ભાન થઈ ક્યારામાં જ પછડાઈ, લાખો તો તેઓની પહેલાં જ ગભરાટમાં બેભાન થઈ પાણીના હોજની બહાર ઢળી પડ્યો હતો. તેણે ક્યારેય આવું દૃશ્ય જોયું ન હતું.

    ભચાના હાથ-પગ ધ્રૂજવા લાગયા અને ધીરે ધીરે આંખો પર અંધકાર છવાઈ ગયો. તે પણ પાણીના ક્યારાની પાળ પર પટકાયો.

    વરસાદ ધીરે ધીરે પડી રહ્યો હતો. રે તરફ ફેલાયેલા ગાઢ અંધકારમાં ગારાથી લથપથ અને વરસાદના પાણીમાં પલળતા બેભાન હાલતમાં સૌ પડી રહ્યાં. ચારે તરફ નિરંતર ગાઢ સન્નાટો છવાયેલો હતો.

    ભયાનક અંધકારભર્યા વાતાવરણમાં પછી શુ થયું તે કોઈનેય ખબર ન હતી.

    લગભગ બાર વાગ્યાના સમયે વરસાદ બંધ થયો.

    વરસાદ બંધ થતાં લાખાના ખેતરની થોડે દૂર ખેતરમાં કામ કરતા લોકો જેઓ ઘરે જવા માટે વરસાદ બંધ થવાની વાટ જોતા હતા તેઓ લાખાના ખેતરમાંથી પસાર થયા.

    સૌથી આગળ ચાલતા માણસના હાથમાં એવરેડીની ચાર સેલવાળી બેટરી હાથમાં હતી. તે આમ-તેમ ટોર્ચને હલાવતો ચારે તરફ ટોર્ચનો પ્રકાશ વેરતો ચાલી રહ્યો હતો.

    ‘અરે... આ તો લાખો છે. લાખો... લાખો બેભાન નીચે પડ્યો છે. એલા એય સૌ અહીં આવો,’ તેની પાછળ આવતા લોકોને સાદ પાડતાં તે ટોર્ચના પ્રકાશમાં લાખાને જોઈ રહ્યો.

    સૌ દોડી આવ્યા.

    તપાસ કરતાં લાખાના બેભાન દેહથી થોડે દૂર પાણીના ક્યારાઓ પર ભચાનો અને રૂખી, રામીના દેહ પણ બેભાન હાલતમાં મળી આવ્યા.

    સૌએ ભેગા મળીને તેઓના બેભાન દેહને ઉઠાવ્યા અને ખેતરના ગેટ પાસે આવેલ વડના ઓટલા પર સુવડાવ્યા અને તેઓ આ બેભાન લોકોને હોસ્પિટલમાં પહોંચાડવાનો વિચાર કરી રહ્યા હતા.

    અચાનક લાખાનો બેભાન દેહ સળવળ્યો.

    હાથ-પગ પછાડતો લાખો ધીરે ધીરે ભાનમાં આવતો જતો હતો.

    ‘એ ભૂત... એ ભૂત... મારી નાખ્યો બાપલા...’ લાખો ભાનમાં આવતાં જોર.... જોરથી ચિલ્લાવા લાગ્યો.

    ત્યાં એકઠા થયેલા લોકોએ માંડ માંડ સમજાવીને તેને શાંત પાડ્યો અને પાણી પિવડાવ્યું.

    ‘એલ્યા લાખા શું થયું....?’ ચ્યેમ આમ બી જ્યાસો....?’ તેમાંની એક વ્યક્તિએ પૂછયું.

    અને પછી લાખાએ આમતેમ નજર ફેરવી ચારે દિશાએ જોઈ લીધું કે પેલો કાળો છાંયો ક્યાંય નથીને અને પચી બીતાં બીતાં આગળ પૂરી વિગત કહી.

    ‘એલ્યા... ભૂત-બૂત ના હોય. તમને લોકોને ભ્ર્મ થયો હશે, એક જણ હસતાં હસતાં બોલ્યા.

    ‘ના....ના... સોમા મારી માવડીના હમ...’

    ‘ત્યારે હેંડો આજુબાજુ ફરી વળી તપાસ કરીએ, એ ગ્યો ચ્યાં....’

    ટોળામાંનો એક જણ બોલ્યો અને ત્યાં એકઠા થયેલાંમાના ચાર જણ હાથમાં લાકડીઓ અને કોશો લઇને આજુ-બાજુ તપાસ કરવા ચાલ્યા. બે જણ બનેલા બનાવની જાણ કરવા તાત્કાલિક સરપંચના ઘરે દોડ્યા અને બાકીના ત્રણ જણા લાખા અને બેભાન રૂખી, રામી અને ભચા પાસે રોકાયા.

    બનાવની જાણ થતાં જ સરપંચ ભીખાભાઇ તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા.

    ગામમાં ભણેલા માણસો બે જ, એક સરપંચ અને બીજો જમાદાર.

    ઉનાવા ગામનો તલાટી ભણેલ ખરો પણ તે દૂરના ગામનો હતો અને અઠવાડિયામાં બે જ વખત ગામમાં આવતો. વ્યક્તિ તરીકે માણસ સારો એટલે સરપંચ ચલાવી લેતો.

    ઘટના સ્થળ પર બેઠેલા લોકોની અને લાખાની વાત સાંભળીને સરપંચને ઘણું આશ્ચર્ય થયું તેનું પણ એક કારણ હતું.

    ઉનાવા ગામની પાસે જ ગાઢ જંગલ શરૂ થતું હતું અને વર્ષો પહેલાં એમ કહેવાતું હતું કે તે જંગલમાં અવાર-નવાર અશ્વત્થામાને ફરતા લોકોએ જોયેલાના ઘણા દાખલા હતા.

    ભગવાન પરશુરામ હનુમાનજી અશ્વત્થામા, ભરથરી અજર અમર છે તેમ પુરાણોમાં કહેવામાં આવે છે. આમ તો અશ્વત્થામા નર્મદાના કિનારે વિચરતા હોય તેવું કહેવામાં આવ્યું છે. નર્મદાનું ઉદ્દગમ સ્થાન અમરકંટક છે. ત્યાંથી નર્મદા પ્રગટ થઇ જંગલો, પહાડોની વચ્ચે પસાર થતી આગળ વધે છે. નર્મદાની પરિક્રમામાં જતા લોકો નર્મદાના કિનારે કિનારે જંગલો અને પહાડો વચ્ચેની પસાર થઇને આગળ વધે છે. વચ્ચે વચ્ચે ભયાનક જંગલો આવેલાં છે. આ જંગલોમાં આદિવાસીઓ રહે છે. જેઓ આપણા શિક્ષિત સમાજથી ખૂબ જ પાછળ પડતા છે. હજી પણ ઘણા આદિવાસીઓ વૃક્ષોના પાંદડાં વીંટીને ફરતા નજરે ચડે છે. ઘણા ખાલી નાની પોતડી પહેલીને ફરતા હોય છે. તેઓનો ધંધો પશ્ચિમમાં જતા એકલ-દોકલ લોકોને લૂંટવાનો, હાથમાં તીર કમઠાં લઇને જ ફરતા હોય છે. જેવો કોઇ યાત્રાળુ મળે કે તરત કમાન પર તીર ચડાવી સામે ઊભા રહી જાય અને ઘણી વખત તો લૂંટવાની સાથે કપડાં પણ ઉતારી લે, છતાં પણ તેઓ માનવ છે. અને તેઓના પસાર થતાં કોઇપણ માનવીને તેઓ ત્યાંથી ભૂખ્યો જવા દેતા નથી. ભલે દિવસના તેને લૂંટી લીધો હોય પણ અતિથિ દેવો ભવ:સમજી રાત્રીના પ્રેમપૂર્વક ભોજન કરાવીને જ તેઓ આગળ જવા દે છે. મકાઇના રોટલા અને દાળ, જંગલનું વન-ભોજન જરૂર પસાર થતા યાત્રીને મળે છે.

    આ નર્મદાના કિનારે ગાઢ જંગલોમાં ઘણી વખત અશ્વત્થામા એ લોકોને દર્શન આપ્યાં છે. હવે રામ જે ગુજરાતના ઉનાવા પાસે આવેલા જંગલમાં અશ્વત્થામા કેવી રીતે દર્શન આપતા હશે, પણ આસ્થા એ સૌથી મોટી વસ્તુ છે. ઇશ્વર અને તેનું સ્વરૂપ એટલે કુદરત, તેનાં સ્વરૂપ નિરાળાં છે, જેને કોઇ સમજી શક્યો નથી.

    ગામના સરપંચ ભીખાભાઇએ પહેલું પગલું એ ભર્યું કે પોતાના ગાડામાં બળદને જોડાવ્યા ને લાખાને તથા બેભાન ભચો રૂખી અને રામીને તરત હોસ્પિટલ રવાના કર્યા, સાથે બે માણસોને પણ ડોક્ટર પર ચિઠ્ઠી લખી મોકલાવ્યા, લાખો ઘણો ગભરાઇ ગયો હતો તેથી તેને વધુ પૂછપરછ કરવી ઉચિત ન સમજી, સવારના બધી તપાસ કરશું, કહી સરપંચ અને બાકીના બધા ગામ તરફ જવા લાગ્યા.

    સવારના હજી સૂર્યનારાયણે દર્શન આપ્યાં ન હતાં. વાતાવરણમાં આછો ઉજાસ ફેલાયેલો હતો. આકાશમાં વાદળો છવાયેલા હતાં. મંદ-મંદ ઠંડો પવન વાઇ રહ્યો હતો.

    સવારના છ વાગ્યાના સમયે સરપંચ જમાદાર નરેશભાઇ સોલંકીને લઇને રાત્રે બનેલી ઘટના સ્થલે પહોંચ્યા.

    ‘સરપંચ સાહેબ...આ લોકો ખોટા છે. તેઓને ભ્રમ થયો હશે. કોઇ ઉલ્કા પડી હશે. તેના પ્રકાશમાં રાત્રીના અંધકારમાં આકાશમાંથી કોઇ માનવી ઊતર્યાનો તેઓને ભાસ થયો હશે. બાકી આ મારા હાળા બીકણ છે. ખોટા બી મર્યા હશે,’ સરપંચની પૂરી વાત સાંભળ્યા પછી જમાદાર સોલંકી બોલ્યો.

    ‘જમાદાર સાહેબ...જે હોય તે પણ આપણે તપાસ તો કરવી પડશે ને...? દૂધનું દૂધ અને પાણીનું પાણી’’ થઇ જાય. એટલે સંતોષ...’ ચાલતાં-ચાલતાં જમાદાર તરફ મોં ફેરવી સરપંચ ભીખાભાઇ બોલ્યા.

    ‘હા...હા...સરપંચ સાહેબ આપણે તપાસ તો પૂરી કરશું જ...’ જમાદારે કહ્યું.

    બંને વાતો કરતાં-કરતાં લાખાના ખેતરે પહોંચ્યા. સરપંચે રાત્રીના ઘટના સ્થળે પહોંચેંલ બાજુના ખેતરમાં કામ કરતાં બે જણને પણ સ્થળ પર બોલાવ્યા હતાં. તેઓ સરપંચ પહેલાં જ લાખાની વાડીએ બેઠા હતાં.

    ‘જુઓ જમાદાર સાહેબ...લાખો અહીં બેભાન થઇને પડેલો હતો.’ સબમર્સિબલ પંપની ઓરડી સામે આંગળી ચીંધી બતાવતાં એક જણ બોલ્યો.

    ‘અને સાહેબ...ભચો, રૂખી અને રામી અહીં ક્યારામાં પડ્યાં હતાં.’

    ‘હાં...તમે અહીંથી પસાર થયા ત્યારે તેઓ બેભાન હતા...?’ જમાદારે પૂછ્યું.

    ‘હા...સાહેબ ચારે જણ બેભાન અવસ્થામાં જ અહી પડ્યા હતા...’ એક જણ બોલ્યો.

    ‘તે સિવાય આજુ-બાજુમાં કાંઇ જોયું...? કોઇ જાનવર કે કોઇ માણસ...કાંઇ પણ...?’

    ‘ના...સાહેબ અમે રાત્રીના જ આજુબાજુ તપાસ કરી હતી. અમને એવું લાગ્યુ હતું કે કોઇએ આ ચારેને માર મારીને અહીં બેભાન હાલતમાં ફગાવી દીધા છે.’

    ***