Kashi - 8 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 8

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કાશી - 8

પેલી નાગ કન્યા શિવાને ખેંચી કોઈ ગલીઓ માંથી અને આડા અવડા રસ્તા માંથી એક મહેલ ની નીચે ભોંયરામાં લઈ ગઈ શિવો તો હજીએ એને તાકિ તાકિને જોઈ જ રહ્યો હતો... એટલામાં ત્યાં બીજો નાગ આવ્યો.. અને એક નાગણ પણ આવી ... થોડી જ પળોમાં ત્યાં આંગણીને વેઢે ગણાય એટલા નાગ નાગણ અને બાળ નાગ આવ્યા શિવો તો બોલ્યા ચાલ્યા વિના ત્યાં ઉભો હતો. પણ ડર એની આંખોમાં જરાય ન્હોતો.. ના તો એના હ્રદયના ધબકારા વધ્યા હતાં.... એ બધાને જોયે જતો હતો.... અને ભોંયરાનું નિરીક્ષણ કરે જતો હતો .. ભોંયરાની એક બાજુ રસોઈ કરવાના માટીના વાસણ એક બાજુ વિશાળ મોટી જગ્યામાં સૂવાની વ્યવસ્થા હતી અને જરૂર પ્રમાણે થોડી એવી વસ્તુઓ હતી.
શિવાની સામે બધા ટીકી ટીકીને જોઈ રહ્યા હતાં. એટલામાં પેલી નાગણ આવી અને શિવાના ગળા આગળ તલવાર રાખી અને શિવો કોણ છે... ? ક્યાંથી આવ્યો...છે..... ? જેવા સવાલો પૂછવા લાગી....
શિવો હસવા લાગ્યો અને બોલ્યો..
" તમે આ તલવાર ન લીધી હોત છતાં હું સત્ય જણાવી દેત આ તમારા હાથ ધ્રુજી રહ્યા છે... " પાછો શિવો હશી પડ્યો...
બન્ને વચ્ચે સંવાદ ચાલતો હતો બાકી નીરવ શાંતિ છવાયેલી હતી.
" તમે નાગ લોક ના નથી તમારામાંથી મનુષ્યના જેવી ગંધ આવે છે.... તમે કોણ છો... ?"
શિવો ચમક્યો પણ ચહેરા પર એ જ શાંત ભાવ હતાં .એ પોતાના મૂળ રૂપમાં આવ્યો અને બોલ્યો.
" મારો ઈરાદો તમને દુ:ખ પ્હોચાડવાનો ન્હોતો હું મનુષ્ય છું પણ એક નાગના વચન ને બંધાઈને આવ્યો છું ..."
ભીડ માંથી એક નાગ પેલી નાગણ પાસે ગ્યો અને બોલ્યો.....
" કસ્તુરી.... મને આ માણસ સારો લાગે છે.... ! પેલી નાગણે એને બોલતો અટકાવ્યો અને હાથના ઈશારે બધાને ત્યાંથી જવાનું કિધું.... બધા એક દમ શિસ્તમાં આવ્યા હતાં તેમ ચાલ્યા ગયાં... શિવો વિચારતા ત્યાં એક બાજટ જેવું આશન હતું એના પર બેઠો....
કસ્તુરી ત્યાં આવી ... અને શિવા સામે બેઠી... થોડા રાણી જેવા રૂઆબથી બોલી... " તમારી વાત તમે કહી શકતા હોવ તો કહો... "
" હું નાગ લોકને નુકશાન પહોંચાડવા નહીં પણ એક નાગની અંતિમ ઈચ્છા એને આપેલો વાયદો પૂરો કરવા આવ્યો છું એનાથી વધુ હું કંઈ કહી શકુ એમ નથી... "
" ઠિક છે... પણ જે દિવસે તમે ગુનામાં આવ્યા એ દિવસે તમને પૂછ્યા પેલા માથું વાઢી નાખીશ ... અને તમે અહીં જ્યાં ત્યાં બહાર ના ફરશો અહીં નો નવો રાજા રાક્ષસ છે.. તમને જીવતા નઈ મૂકે.. તમે અહીં રહી શકો છો... મને કોઈ વાંધો નથી.. "
શિવાએ વિચાર્યુ કે આ નાગણ સારી છે કહી દઉ બધુ પણ... એણે પોતાની જાતને રોકી અને પોતે થોડો સમય અહીં રહીં જતો રહેશે એવું એણે કસ્તુરી નામની નાગણને જણાવ્યું....
બન્ને વચ્ચે વાતો ચાલતી હતી ત્યાં એક નાગ હાફડો ફાફડો દોડી આવ્યો.... એ ખૂબ જ દુ:ખી જણાયો... એકી બૂમે બોલી ગ્યો... " કસ્તૂરી..... બેટા..નાગબાળની બલી ચડે છે ... રોકીલો... " બે હાથ જોડીએ ઘૂંટણીએ પડ્યો...
કસ્તૂરીએ એ નાગને ઉભો કર્યો એ આધેડ ઉંમરનો નાગ હતો... ગભરાયેલો હતો એને શાંત થવા દિધો....
" કોણ ચડાવે છે બલી .... " કસ્તૂરી એ ચિંતા સાથે પૂછ્યું..
" કોણ હોય.... તું જાણે જ છે... એ નીચ નરાધમ.... "પેલો વૃધ્ધ નાગ બોલ્યો.એના આંખોમાં ગુસ્સો હતો..
" મારે પૂછવું તો ના જોઈએ પણ હું તમારી મદદ કરી શકુ એમ છું." શિવો વચ્ચે જ બોલ્યો..
" એ નાગ લુચ્ચો છે... જોતા જ મારી નાખશે.... શું કરુ સમજાતું નથી... "કસ્તુરી ચિંતામાં બોલી....
" હું ભૂવો છું... તમારા લોકમાં એને શું કહે એ ખબર નથી પણ હું ભૂતો સાથે વાતો કરું છુ.... હું તાંત્રિક વિદ્યાપણ જાણું છું. .. હું પુરો પ્રયત્ન કરીશ એ બાળકોને બચાવવાનો.." શિવાએ મદદની રીતે જણાવ્યું..
" હજી બે દિવસની વાર છે.. બલી માં હજી નાગબાળને બંધી બનાવ્યા છે... એમના મા - બાપને નજર કેદ કર્યા છે.... જે શરણે નથી થ્યા એમના જ બાળની બલી ચડે છે... "વૃધ્ધે નાગે કહ્યું.
" શરણે ન થયેલા એતો બધા આપણા જ ..... અહીં રહેતા એ જ નાગ...." કસ્તૂરી રડી પડી...હવે શું કરીશું કાકા...
" તમે હિંમત રાખો હું મદદ કરીશ.... તમે મને વિશ્વાસ મૂકી જણાવો... અને હું ગુનો કરુ તો એ જ ઘડીએ મને મારી નાખ જો ..શિવાએ બન્ને ને વિશ્વાસ અપાવતા કહ્યું...
ક્રમશ:...