Samay na aatapata - 1 in Gujarati Adventure Stories by Mahi Joshi books and stories PDF | સમય ના આટાપાટા - 1

Featured Books
Categories
Share

સમય ના આટાપાટા - 1

દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી ઠંડી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ શહેર થી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર 60 -65 વરસ નો વૃદ્ધ છે તો તેને યોગ્ય લાગયું એડ્રેસ બતાવ્યું અને બેસી ગઈ ટેક્સી ચાલવા લાગી આજ તે તેના જોબ પર હાજર થવા આવી હતી દિલ્હી માં એક બેન્ક ની જોબ તેને મળી હતી અને કાલે હાજર થવાનું છે આજ ની રાત તો હોટેલ માં કાઢવાની છે પછી કાલથી કંઇક બીજી વ્યવસ્થા કરવાની હતી ટેક્સી ટર્ન મારી ને એક અવાવરૂ ગલી માં આવી તે સાથે જ પ્રીત ને પણ ફાળ પડી કે આ ડ્રાઈવર ક્યાંક ખોટી જગ્યા એ તો નઈ લઈ જાય ને ડ્રાઈવર દેખાવ માં તો સીધો સાદો લાગતો હતો વૃદ્ધ હતો પણ આજકાલ કોઈ નો ભરોસો કરવા જેવો નઈ તેને પાપા ના શબ્દો યાદ આવ્યાં ટેક્સી હજુ આગળ ચાલી રહી હતી પ્રીત આસપાસ ના દૃશ્યો જોઈ રહી હતી તેણે હોટેલ ઓનલાઇન બુક કરાવી હતી રિવ્યૂ રેટિંગ વગેરે બધું જ ચેક કર્યું હતું પણ કંઇક મિસ્ટિક થઈ કે શું ?એક ઝાટકા સાથે ટેક્સી ઉભી રહી સામે વેલકમ હોટેલ માં થી એક માણસ બહાર આવ્યો અને સામાન ઉપાડવા લાગ્યો પ્રીત સીધી રિસેપ્શન કાઉન્ટર પર જઈ ને રજીસ્ટર માં નામ એન્ટ્રી કરી રૂમ ન .૪૦૮ માં જઈ ને તેના સામાન માં થી એક કવર કાઢી ને મૂક્યું બરાબર ચેક કરી લીધું અને પાછું બેગ ના ખાના માં સાંભળી ને મૂક્યું કાલે સવારે અહી થી આગળ નો પ્લાન વિચારી લીધો અને ટુવાલ લઈ ને બાથરૂમ માં ઘુસી અંદર શાવર ચાલુ કરી ને નાહી રહી હતી એટલામાં તેને રૂમ માં કોઈ આવ્યું હોવાનો અહેસાસ થયો આ પ્રિત હળવેક થી દરવાજો. ખોલી ને જોયું કોઈ તેના સામાન ને ફનફોડતું હતું તેની પીઠ દેખાતી હતી પ્રીત મોકા નો ફાયદો ઉઠાવી અને તરત બહાર નીકળી તેના બે પગ વચચે કચકચાવી ને લાત મારી તે ત્યાજ ફસડાઈ પડ્યો પછી પ્રિતે જલ્દી થી કપડાં પહેરી તેની સામે આવી ....
પ્રીત : કોન હો તુમ હિન્દી માં જ પૂછ્યું પેલો બોલવાની પોઝિશન માં ન હતો તે એમ જ કણસતો બેઠો રહ્યો તે પ્રીત ને જોઈ જ રહ્યો આવી સુંદર અને સીધી સાદી દેખાતી છોકરી આટલી ખતરનાક પણ હોઈ શકે તે માની સકતો ના હતો તેણે ઈશારા થી પાણી માંગ્યું પ્રીત ને પણ લાગ્યું કે આટલું જોર થી માર્યું તે બરાબર નથી કર્યું માટે પ્રિતે આપ્યું તે પાણી પી ને સ્વસ્થ થયો પછી તેણે પોતાની વાત સરું કરી
મારું નામ જય ભાટિયા છે હું આમ તો મુંબઈ નો છું પણ હાલ માં અહી દિલ્હી માં જ રહી છું મને એવી બાતમી મળી છે કે તું આઈ મીન તમે આજ રાત ની ટ્રેન માં આવો છો અને ....
પ્રીત : આગળ બોલ ?
જય : તમારી પાસે એક કાગળ છે જેમાં અહી ની કોઈ જગ્યા નું સરનામું છે જ્યાં એક ટાઈમ મશીન છે
પ્રીત : તું માને છે કે આવી કોઈ વસ્તુ બની છે ?
જય : કેમ નઈ આખ્ખી દુનિયા ને ખબર છે કે પ્રોફેસર બોહરા મરતા પહેલા એક એવું મશીન બનાવી ગયા છે કે જેમાં તમે બેસી ને સમય ની પેલે પાર જઈ સકો છો પણ મરતા પહેલા તે મશીન એવી કોઈ જગ્યા એ છૂપાવી દીધું છે જે કોઈ ને ખબર નથી એ મશીન મેળવવા માટે કઈ કેટલાય લોકો તેની પાછળ છે અને તું એમાનીજ કોઈ એક છો ..
પ્રીત : એ કેમ ખબર કે હું તે મશીન પાછળ જ છું ?
જય : મને એ પણ ખબર છે કે પ્રોફેસર બોહરા તારા મામાં થાય છે .કેમ કે પ્રોફેસર ને કોઈ પરીવાર ન હતો તે તો બધા જ ને ખબર છે તેમને માત્ર એક ધર્મ ની બહેન હતા જે તમારા માતા હતા તે વખતે જ્યારે તેમની પાછળ શેટ્ટી ના માણસો પડ્યા હતા ત્યારે તેમણે એક ચિઠ્ઠી પોસ્ટ કરી હતી જેમાં તમારા માતા નું સરનામું હતું જે મે પોસ્ટ ઓફિસ માં ખુદ જોયેલું
પ્રીત : એ શક્ય નથી અને જો એવુ જ હતુ તો આંમ છુપાઈ ને મારા રૂમ માં આવવાનો શું મતલબ છે? તમે બધુ જ જાણતાં હોય તો અહિ શું કરો છો?
જય: ઍ બધુ હુ તમને નહિ કઈ શકુ કેમ કે હુ મજબૂર છુ
આ બધી વાતો દરમ્યાન જય સ્વસ્થ થયો હતો.... એક ગ્લાસ પાણી મળશે? પ્રીત પાણી લેવા અંદર ગઈ તે દરમિયાન જય ઍ ફટાફટ તેના ટેબલ પર પડેલી પિસ્તોલ છુપાવી દીધી
પ્રિતે પાણી આપ્યુ તે એક ઝાટકે પિય ગ્યો અને ........... માફ કરશો પણ વધુ બીજા ભાગ માં
જો આપને આ નવલકથા પસંદ આવે તો જરૂર થી લાઈક કરી ને કોમેન્ટ કરજો જેથી કોઇ ભુલ હોય તો સુધારી શકાય અને આપના રશ ને જાળવી શકાય આભાર....