Madelo prem - 10 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | મળેલો પ્રેમ - 10

Featured Books
Categories
Share

મળેલો પ્રેમ - 10

રાત્રી નો સમય હતો. બસ વડોદરા તરફ આગળ વધી રહી હતી. કાનજી ઊંઘી ગયો હતો. રાહુલ ને શ્રુતિ ની યાદમાં ઊંઘ નહોતી આવી રહી. રાહુલ વિચારી રહ્યો હતો કે, શું શ્રુતિ ના પિતા માની જશે? શ્રુતિ મારી સાથે આવશે? શ્રુતિ ને કઈ રીતે ત્યાં થી લઈ આવીશ? હોસ્ટેલ વાળા પકડી નહીં લેને? શું શ્રુતિ ને કોલેજમાં થી જ સાથે લઈ લઉં?


આવા કેટલાય વિચારો કર્યા બાદ , અંતે રાહુલ ઊંઘી ગયો. વડોદરા બસ સ્ટેશન પર બસ ઉભી રહી. રાહુલ અને કાનજી બંને ઉતર્યા.


"એય , કાના! હોસ્ટેલ નું નામ યાદ છે ને?"


"હોસ્ટેલનું તો નહીં! પરંતુ, કોલેજ નું નામ યાદ છે. અહીં થી આપણે રીક્ષા પકડી અને નીકળીએ."


આમ, બંને મિત્રો રીક્ષા પકડી અને આગળ વધવા લાગ્યા. કોલેજ ત્યાં થી પાંચ એક કિમિ દૂર હતું. અંતે તેઓ શ્રુતિ ની કોલેજ પાસે પહોંચ્યા. કોલેજ વિધાર્થીઓ થી ભરાયેલી હતી.


"આટલા વિધાર્થીઓ માં શ્રુતિ હે કેમ શોધવી?" કાનજી એ કહ્યું.


"અરે, મળી જશે. ફિકર નોટ". રાહુલ એ જવાબ આપ્યો.

આમ, બંને કોલેજમાં જઈ અને શ્રુતિ ને શોધવા લાગ્યા.

"કાના! તે કહયું હતું કે, શ્રુતિ ગર્લ્સ હોસ્ટેલમાં છે. પરંતુ , અહીં કોલેજમાં તોહ છોકરાઓ પણ છે?"

"ગર્લ્સ હોસ્ટેલ! ગર્લ્સ કોલેજ નહીં! બંને અલગ હોય ટોપા."


રાહુલ અને કાનજી બંને કોલેજના ગાર્ડનમાં ઉભા હતા. અચાનક પાછળ થી અવાજ આવી.

"રાહુલ? તું? તું જ છે ને?"


આ વાક્યો સાંભળી રાહુલ એ પાછળ ની તરફ જોયું. તે જાણતો હતો કે, આ અવાજ શ્રુતિનો જ છે.

"શ્રુતિ! હા! હું જ છું."

આમ, બંને એકબીજાને ભેટી પડ્યા. આ જોઈ કાનજી શર્માયો.


"ઘણા દિવસો બાદ મળી છો. તારા વગર શું હાલત હતી મારી, તને ખબર છે? તારા વગર કેમ જીવવું? એ વિચારો કરી રહ્યો હતો. શ્રુતિ તું જ મારું જીવન છે. તું જ મારો પ્રેમ છે. ( રાહુલ એ એક ગુલાબ નો ફૂલ કાઢ્યો) શ્રુતિ હું તને પ્રેમ કરું છું. દુનિયા ભલે આપણી વિરુદ્ધ હોય. પરંતુ, આપણને કોઈ અલગ નહીં કરી શકે."


"રાહુલ! હું પણ તને પ્રેમ કરું છું. પરંતુ, મારા પિતા આ પ્રેમ વિરુદ્ધ છે. આપણે કંઈ નહીં કરી શકીએ."


"તને મારી પર વિશ્વાસ છે ને? જો, હોય તો ચાલ મારી સાથે. આપણે તારા પિતા ને પ્રેમ થી સમજાવીશું. જો, એ મને મારી નાખશે ને? તોય પણ મને કંઈ ફેર નહીં પડે. તારી માટે હું જીવ આપવા તૈયાર છું."


"રાહુલ! ગામમાં પરત ફરવાની જરૂરત નથી. આપણે ભાગી અને લગ્ન કરીશું. કોર્ટ મેરેજ કરીશું. આમ, તેઓ આપણે હાથ પણ નહીં અડાડી શકે."


"ના, શ્રુતિ! ભાગી ને લગ્ન નથી કરવા. આપણે ગુનોહ થોડી કર્યો છે. તારા પિતા ની પરવાનગી લઈ અને લગ્ન કરીશું."


"રાહુલ! એ બાબત અશક્ય છે. મારા પિતા કોઈ પણ શરતે નહીં માને. લગ્ન તો ભાગી ને જ કરવા પડશે."

"શ્રુતિ! તારા પિતા ને હું સમજાવીશ. પરંતુ, ભાગી ને લગ્ન નથી કરવા".


"અરે, કોલેજ ના બગીચામાં ઉભા શો. આ ઘર નહીં આપણું. મન ફાવે એમ બગીચામાં બોલાય?"


"અરે, પ્યાર કિયા તો ડરના ક્યાં?" શ્રુતિ એ કહ્યું.


કાનજી મનોમન વિચારવા લાગ્યો કે, "બાપા આતા બેઉ જણ પ્રેમમાં ઘેલા થયા. હવે, આ બેઉ વચે હું ફસાણો."


"રાહુલ! ચલો અહીંથી. નહિંતર ઓલો આપણે જોઈ જશે."


"કોણ શ્રુતિ?"


"એજ, જેની માટે મને આ કોલેજમાં મુકી છે. નામ રઘુ છે. આપણા પાસે ના ગામના સરપંચ નો પુત્ર. મારા પિતા તેની સાથે મારા લગ્ન કરાવવા માંગે છે. માટે જ મને આ કોલેજમાં મૂકી છે."

"રઘુ? હા ઓરખ્યો તા ખરો. એ ઈયા? ઈતા હાવ ગાંડા જેવો શે. એક લાકડી લઈ અને જમીન માં ખાડો કરાવે. પછી એક બોલ લે અને એહે ખાડામાં જાવા દે. આવી ગાંડા વિડાઈયું હોય?"


"અરે, કાનીયા! એ રમત ને ગોલ્ફ કહેવાય. લે, એ પણ ગોલ્ફ રમે? એની વાતો ને છોડી ને ગામ તરફ નીકળીએ."


આમ, તેઓ ગામ જવા માટે બસમાં બેઠા.

"એય કાનીયા! ત્યાં જો કાલુ કાકા."

"એય, હા યાર! આ જોઉં ગો તો ગા. આને તા ખબર જ શે કે, શ્રુતિ વડોદરા હોસ્ટેલમાં શે. હવે હું કરવું?"

આમ, રાહુલ શ્રુતિ ને લઈ તો આવ્યો પરંતુ, ગામ સુંધી પહોંચી શકવાનો છે? શું થવાનું છે આગળ? એ બધું જ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ