ek di to aavshe..! - 11 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | એક દી તો આવશે.. - ૧૧

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

એક દી તો આવશે.. - ૧૧

સપના વેચીને બાળકો ને ખુશ રાખે છે
દર્દ દિલમાં દબાવી હસતું મુખ રાખે છે..
પોટલા સુખના એ ખોલી ને રાખે છે
બા સાડલાના છેડે બાંધી દુઃખ રાખે છે...

સહુ મિત્રો નો આભાર...!
એક દી તો આવશે...
ભાગ - ૧૧..

સાંજનો સમય થઈ ગયો હતો.
બાપ્પાના વિસર્જન ની લાંબી લાઇન હતી..શેઠ અને બીજા લોકો બાપ્પા ની પ્રતિમા સાથે કતાર માં જ હતા...જબરજસ્ત મેદની ઉમટી પડી હતી.. મુંબઈકરા માટે આજે ઉત્સવ જ નહિ બલ્કે મહાઉત્સવ હતો..એવું લાગતું હતું કે જાણે આખી મુંબઈ આજે દરિયા કિનારે એકઠી થઈ ગઈ હતી...લોકો અવનવા કોડ ગણવેશ માં શોભી રહ્યા હતા..અવનવી વેશભૂષા સહુ નું ધ્યાન કેન્દ્રિત કરતી હતી..ડિજિટલ વાંજિત્રો..દેશી નાસિક ઢોલ.. શરણાઈ...ને બ્યુગલો..બાપ્પા ની રાજશી ઠાઠ સવારી માં ચાર ચાંદ લગાવતા હતા...બચ્ચાં પાર્ટી પણ.. ગળામાં લટકાવેલ ફાઇબર નાં એ ઢોલ ને આજે ફોડી નાખે એટલી હદે જોર જોરથી વગાડી અનેરો આનંદ લઈ રહ્યા હતા...ચારેકોર..બાપ્પા નાં જયજયકાર નો ધ્વનિ...સમુદ્ર નાં મોજાઓ ને વારંવાર અથડાઈ ને પાછા પાડતો હતો... મરાઠી માનુષ આજે હિલ્લોળે ચડ્યું હતું..નવ યુવક,યુવતી ની સાથે આધેડ બાઈ, પુરુષો પણ મસ્તી થી મરાઠી સોંગ પર નાચી રહ્યા હતા..ભીડ ને પહોંચી વળવા અલગ અલગ ધાર્મિક સંગઠનો કાર્યરત હતા..

બીજી બાજુ ટેમ્પો માં બેઠેલા શેઠ નાં છોકરાઓ સાથે અમુ પણ આવો અલૌકિક મેળો જોઈ આનંદ માં આવી ગયો હતો..ક્યાંય જોરથી આવતા મૃદંગ,ઢોલ...નગારા નાં આવજો સાથે ટેમ્પો માં જ તાલ મેળવવાની કોશિશ કરતા કરતા ઉતેજીત થઇ નાચી રહ્યો હતો..છોકરાઓ પણ અમુ નાં આવા નૃત્ય થી ખુશ થઈ એને વધારે પારો ચઢાવતા હતા...ને વધુ જોરશોર થી નચાડી મોજ માણી રહ્યા હતા.

શેઠ અને બીજા લોકો ને આવવામાં સમય વધુ થઈ ગયો હતો..શેઠ ની નાની પોત્રી એની દાદી પાસે જવા જીદે ચડી હતી..અને જોરથી રડી રહી હતી.. અમુએ.. એ નાનકી માં ગીતા ને જોઈ શાંત કરવા પ્રયાસ કર્યો..પણ એ વધુ ને વધુ અક્કડ બનતી ગઈ..ને આખા ટેમ્પા ને માથે લઈ લીધો..બીજા છોકરાઓ પણ એક એક કરતા નાનકી ની જેમ રડવા નું ચાલુ કરી નાખ્યું....અમુ..પણ આ બધાને રડતા જોઈ પોતાના ચહેરા ને રડમસ થતો રોકી ન શક્યો...પણ થોડીક કઠિનાઈ કરી..સહુ .એ શાંત કરવા પ્રયત્ન કર્યો..પણ કોઈ એક નું બે નાં થયું ... છેવટે..એના નાના મગજ માં એક પ્રકાશ થયો.... એણે સહુ ને શાંત કરતા કહ્યું ..કે સહુ રડવાનું બંધ કરો તો હું દાદા અને દાદી ને બોલાવી આવું...!!!
છોકરાઓ શાંત થયા..અમુ ને ટેમ્પા માંથી ઉતારવાની શેઠે નાં કહેલી હતી..છતાંય છોકરાઓ ને શાંત કરવા માટે એણે ઉતરવાનું વિચાર્યું...એકવાર ફરીથી સહુ ને શાંત થયા જોઈ વિચાર બદલ્યો...પણ છોકરાઓ વળી પાછા નાનકી ની પાછળ પાછળ રડવા નું ચાલુ કર્યું...
હવે અમુ ને નીચે ઉતરવું જ પડે તેમ હતું...નીચે જતાં પહેલાં સહુ ને કહ્યું હું દાદી ને બોલાવી ને આવું ત્યાં સુધી કોઈ રડતા નહિ અને નીચે પણ નાં ઉતરતા....નહિતર વિમલ દાદા મારો સપાટો બોલાવી નાખશે....!!
અમુ નાં સપાટા વાળા શબ્દ થી બચ્ચા પાર્ટી રડતા રડતા હસી પડી..અમુ નીચે ઉતર્યો...

અમુ એ આજુબાજુ નજર કરી શેઠ કે કોઈ દૂર સુધી દેખાયું નહિ... એણે થોડુ આગળ જઈ શેઠ ને શોધવા વિચાર કર્યો..ને એકવાર ફરીથી છોકરાઓને જણાવી નીકળી પડ્યો...એ મહા મેદની માં...આટલી બધી ભીડ જોઈ અમુ હેરાન થઈ ગયો... એણે આટલા બધાં લોકો તો કોઈ જગ્યા જોયા નહોતા...
પોતપોતાના ગણપતિ બાપ્પા ની પ્રતિમા ની ફરતે વર્તુળ કરી ગરબા, નાચ કરતા લોકો અમુ નું ધ્યાન કેન્દ્રિત કરતા હતા..અમુ પણ આવો જલસો જોઈ થનગનાટ કરતો..આગળ ને આગળ જ વધી રહ્યો હતો..ભીડ માં ને ભીડ માં કઈ જગ્યા ટેમ્પો પાર્ક કરેલ છે..તે અમુ નાં મગજ માં થી ભુલાઈ ગયું હતું..પણ હવે તે એક જ શોધ માં હતો...વિમલ દાદા ની...!!
અમુ ભીડ ને કાપતો કાપતો..ને નૃત્ય, વેશભૂષા અને મહાકાય ગણપતિ બાપા ની મૂર્તિ જોતો જોતો...સાંજ ના આછા આછા અંધકાર માં પડતી કોઈ પંડાલ ની રોશની થી કદમ કદમ ભરતો.... છેક દરિયા કિનારે આવી ગયો હતો...

દરિયા માં ઉઠતા તોફાની મોજા..આજે બાપ્પા ને આવકારવા ઘમંડ સાથે મસ્તીએ ચઢયા હતા..ને કિનારા સુધી આવી લોકોને વગર ઓળખાણે પાણી ની વાછટ નાં ઝપટે પલાળી રહ્યા હતા...

અમુ એ આજે પ્રથમ વાર દરિયા નાં દર્શન કર્યા હતા...એ આટલો વિશાળ દરિયો જોઈ એકદમ ગભરાઈ ગયો હોય તેવું લાગ્યું.. તેણે પોતાની નજર દરિયા નાં પાણી થી હટાવી લીધી...ને શેઠ નાં શોઘ માં લાગી ગયો...ત્યાં જ દૂર દરિયા કાંઠે એક આધેડ પુરુષ..પર તેની નજર પડી...તે બૂમો પાડતો એ પુરુષ ની તરફ ભીડ માં જગ્યા કરતો દોડ્યો...પણ..સામે થી ઘેઘૂર દરિયા નાં મોજા ઓ નાં પ્રવાહ ને આવતો જોઈ ગભરાઈ ગયો..અને દરિયા થી નજર હટાવી પુર ઝડપે પાછું વળી દોડ્યો...અમુ ગભરાઈ ગયો હતો..બસ રડતો રડતો પુર જોશ માં દોડી રહ્યો હતો...

એ નાદાન કદાચ એવું સમજતો હશે કે ..દરિયો મારી પાછળ પડ્યો..છે..!!

આભાર મિત્રો...!!
બસ કર યાર...(સંવેદન પ્રેમ સ્ટોરી)
જરૂર વાંચો..

અને...કઈક કહો..હો..

હસમુખ મેવાડા..