( ગયા ભાગમા જોયું કે, વિવેક સાથે આવેલી યુવતીએ એક બેબીસીટર હોય છે. વિવેક હોય તો અવની ત્યાંથી તરત જ જતી રહે છે. આવુ બે કે ત્રણ વાર બને છે. આખરે પીઠીનાં દિવસે અવની એ રોહનને કોઈની સાથે વાત કર્તા સાંભળે છે કે, તેં કોઈ પ્લાન બનાવે છે. અને કોઈને ફ્લાઇટ દ્વારા બોલાવે છે. આ વાત અવની સાંભળી જાય છે...હવે આગળ..)
***
રોહનને આવી રીતે ત..ત...ફ..ફ.. કરતો જોઇને મને તો બોવ જ આશ્ચર્ય થયુ. છતા મે તેને રૂમાલ બતાવીને કહ્યુ કે,
" યે તુમ્હારે લિયે તૌલિયા લેકે આયી થી. કહીં તુમ્હારા ફોન ખરાબ ન હો જાઇએ ઇસી લિએ. "
રોહન ત્યારે તો કાઈ ન બોલ્યો અને જતો રહ્યો. મને આમ તો રોહન પર પુરો ભરોસો હતો છતા પણ રાજવીની જીંદગીનો સવાલ હતો. આથી મે એ વિષયમા તપાસ કરવાનું નક્કી કર્યું.
મે Mr. બેદીને ફોન કરીને રોહનની એ તારીખની કોલ ડિટેઇલ્સ કઢાવી લીધી. સાંજે 5 વાગ્યા સુધીમા તો રોહનની કોલડિટેઇલ્સ મારા હાથમા હતી. એ સમયે એનાં કોઈ બિઝનેસ પાર્ટનરનો ઓસ્ટ્રેલિયાથી કોલ હતો એટલે મને નિરાંત થય. બાકી કોઈ રાજવીની જીંદગી સાથે રમી જાયએ હુ બિલકુલ પણ સહન ન કરી શકુ.
**
રાત્રે ભોજન બાદ મહેંદીની રશમ રાખેલી છે. એટલે બધાં શમીયાનાં ગોઠવાય ગયા હતાં.શમિયાનામાં જ આ રશમ હતી. બધાં જ રેડી થઈને આવી ગયા હતાં. શરૂઆત રાજવીથી થય. તેની દુલ્હન મહેંદી સાચે જ ખુબ સરસ હતી. આંટી એ એમ જ કહ્યુ કે,
" રોહનનું નામ એવી રીતે લખો કે ખુદ રાજવી પણ ગોતી ન શકે...!! "
પણ રોહનનું નામ ન ગોતી શકે એ રાજવી શેની...?!! રાજવીએ તરત જ નામ ગોતીને મને કાનમા કિધુ. અમે બંને ખુબ જ હસ્યાં. રાજવીનાં મેરેજ હોયને મારા હાથમા મહેંદી ન હોય એવું તો બને જ નહીંને..? મને આમ તો આવુ બધુ ન ગમે પણ રાજવી સામે મારુ કાઈ ચાલે નય એટલે મે પણ થોડી ડિઝાઇનર મહેંદી મુકાવી. ત્યાં તો આશ્કા આવીને કહેવા લાગી કે ,
" મારે પણ હાથમા મહેંદી મુકાવી છે.."
રોઝી તરત જ તેની પાછળ આવી. અને આશ્કાને સમજાવતા બોલી કે,
" આશુ મેડમ તમારેએ ન મુકાય. જુઓ એમાંથી કેટલી ખરાબ સ્મેલ આવે છે..? એનાંથી તો આપણાં કપડા પણ બગડે. "
આશ્કાએ તો હઠ લીધી કે,
" ગમે તેં થાય મારે મહેંદી મુકવી જ છે.."
અંતે આંટી બોલ્યા,
" રોઝી શા માટે છોકરીને ચીડવે છે ? એને મુકવા દે અને તુ પણ થોડી મહેંદી મુકી જ લે. "
રોઝી બોલી,
" ના ના આંટી મારાથીન મુકાય. નહીં તો આશ્કા મેડમનું ધ્યાન કોણ રાખે..? "
ત્યાં તો મમ્મી બોલ્યા,
" અરે બેટા તુ ખાલી હથેળી મા જ મૂકાવજે એટલે આંગળીઓ વડે તુ કામ કરી શકે. અમારી છોકરીનાં મેરેજ હોયને કોઈનો હાથ કોરો રહી જાય એ અમને ન ગમે હો. "
આખરે આશ્કા અને રોઝી બન્નેએ મહેંદી મુકાવી. ખરી મુસીબત તો હવે હતી. એ પણ ખાલી મારે જ. રાજવીને તો કાઈ પ્રોબ્લેમ ન હતો. " હમ્પટીં શર્મા કી દૂલ્હનીયા " નાં વરુણની જેમ રોહન તેની આગળ પાછળ ઘુમતો. પણ મારી આગળ પાછળ કોણ ફરે..?
" વિવેક છે ને.."
આવો એક વિચાર આવીને જતો રહ્યો મારા મન માંથી...મે તરત જ મારી જાતને સંભાળી. મારા મનમાં જ એક વંટોળ ઉભો થયો...
" આ શુ વિચાર આવી ગયો મને. હુ આવી વિચારી જ કેમ શકુ..? એ ધોખેબાઝ છે. એને મારી કાઈ પડી નોતી....હુ એનાં વિશે આવુ વિચારી જ કેમ શકુ...? "
જે હોય તેં અત્યારે તો હુ ખાલી રાજવીનાં મેરેજને ઇન્જૉય કરવા માગું છું. બાકી કોઈ ટેન્શન મારે નથી જોતવું...કોઈ પણ જાતનું ટેન્શન...
હુ તો બસ હવે પાણી પીયને સુવા જવા ઇચ્છતી હતી. મે પેલા તો રોઝીને મળવાનું નક્કી કર્યું કારણ કે...એ એક જ એવી હતી જે મને પાણી પીવરાવિ શકે. રોઝી મને ત્યાં ટેબલ પાસે જ મળી ગય. તે પોતે પણ પાણી પીવા માટે આવી હતી. મારી હાલત એ સમજી ગય અને મને પાણી પીવા મા મદદ કરી પણ મને કે એને સરખું ફાવતું ન હતુ માટે પાણી વડે મારા કપડા ભીના થયા.
બાજુ નાં ટેબલ પર વિવેક આશ્કાને લઇને બેઠો હતો. તેણે આશ્કાને કિધુ કે,
" આશુ બેટા આંટીને પાણી પીવા મા હેલ્પ કરો જાવ. "
એ સારી રીતે જાણતો હતો કે હુ એનાં હાથે પાણી ન પીવ એટલે જ એણે આશ્કાને મોકલી. મે આશ્કાને કહ્યુ,
" તારા હાથ ની મહેંદી ક્યાં ખોવાઇ ગય એ તો કહે મને.."
એ એક એડલ્ટની જેમ બોલી કે,
" તમને હેલ્પ કરવા માટે મે એને જવા દીધી.."
ત્યાં જ વિવેક આવ્યો અને આશ્કા ને કહ્યુ કે,
" આશુ બેટા ચાલો હવે સુવા નો સમય થય ગ્યો છે. "
આશ્કા બોલો,
" એક મિનીટ ડેડી. "
પછી એ મારી સામે જોઇને બોલી કે,
" આ તો એ જ આંટી છે ને જેની પેઇન્ટિંગ તમારાં બેડરૂમમા છે..? "
વિવેક મારી સામે અછડતિ નજર નાખીને બોલ્યો કે,
" આશુ બેટા એ બધી વાતો કાલે કરશું. ચાલો હવે સુવા નો સમય થય ગ્યો છે. "
હુ મારા રૂમમાં જઇને સુવા મથતી હતી. પણ વિવેક અને આશ્કાની વાત મારા મગજ માંથી ખસતી જ ન હતી. હુ વારે વારે એ જ વિચારતી હતી કે, મારી પેઇન્ટિંગ અને એ પણ વિવેકનાં બેડરૂમ માં...? આખરે એ બને કઇ રીતે...?
**
સવારે છ વાગે મારી આંખ ખુલી. રાત્રે વિચારતા વિચારતા હુ ક્યારે સુઈ ગય એની મને પોતાને જ ખબર ન રહી. આજે તો આંટીએ મેરેજ સફળતા પુર્વક પાર પડે એ માટે માતાનો ભંડારો રાખ્યો હતો. મમ્મી નાં આગ્રહને વશ થઇને મે સાડી પહેરી હતી. હા એને સાંભળવી મુશ્કેલ જરૂર હતી !
હુ તૈયાર થયને નીચે હોલમાં ગઇ જયા માતાનો ભંડારો રાખ્યો હતો. મને જોઈને બધાંનાં ચહેરા ખુલ્લા જ રહી ગયા હતાં. આંટી તો તરત જ મારી નજીક આવીને મને કાજલનું ટીલું કાનની પાછળ કર્તા બોલ્યા કે,
" ભગવાન તને બધી બુરી નજરથી બચાવે.."
હુ શરમાઈને નીચે જોઇ ગય. રાજવી મારી પાસે આવીને બોલી કે,
" માય માય...!! શુ લાગી રહી છે તુ..!! "
પછીએ મારા કાનમા બોલી કે,
" તુ કૈક કેટલાને આજે મજનુ બનાવીશ હો...શુ સેક્સી લાગી રહી છે તુ..?! "
મે એની સામે આંખો બતાવી. ત્યાં રોહન પણ આવ્યોને બોલ્યો કે,
" અવની તુમ આજ કિસકોં ઘાયલ કરને વાલી હો, યે તો બતાઓ..? ક્યાં લગ રહિ હો તુમ..?! "
રાજવી એ રોહનની સામે જોયું, રોહન તરત બોલ્યો,
" મગર તુમ અવની સે જ્યાદા સુંદર લગ રહિ હો. "
બધાં હસવા લાગ્યા. વિવેક ત્યાં દુરથી જ અમારાં બધાંની વાતો સાંભળતો હતો. એણે મારી સામું જોયું પણ કાઈ રીએક્શન ન આપ્યું. મને બોવ વિચિત્ર લાગ્યું.
માતાનાં ભંડારામા ભજન-કીર્તન પૂરાં બે કલાક ચાલ્યા. બધાંએ ઢોલક, ખંજરી અને કરતાલ લઇને બોવ બધા ભજન ગાયા. મારા માટે આ બધુ નવું હતુ એટલે મને તો થોડી મજા આવી પરંતું હુ સાડીમા હવે કંટાળી ગઇ હતી. હવે ચેંજ કર્યા વગર ચાલે તેમ ન હતુ.
હુ હજી તો દાદર ચડીને મારા રુમની પાસે પહોચી જ હતી ત્યાં વિવેક આવ્યો અને બોલ્યો,
" અવની એક મિનીટ મારી તારી સાથે વાત કરવી છે. "
me: " વિવેક મને લાગતું કે આપણી વચ્ચે વાત કરવાનું કાઈ બાકી રહિ ગયુ હોય. "
વિવેક : " અવની પ્લીઝ એક જ મિનીટ. આજે બોવ વર્ષે હુ તારી સાથે વાત કરવાની હિંમત ભેગી કરી શક્યો છું. માટે એક જ મિનીટ."
me : " મારે તારી જેવા ભાગેડુ અને ધોખેબાઝ સાથે કોઈ વાત નથી કરવી. તુ જઇ શકે છે."
વિવેક: " અવની હુ માનુ છું કે મારે અચાનક જવાનું થય ગયુ પણ હુ ભાગેડુ નથી. અને મે તારી સાથે કોઈ દગો નથી કર્યો. "
me: " તેં કોઈ દગો નથી કર્યો એમ...? તો આશ્કા વિશે તારું શુ માનવું છે..? તો હુ એમ માની લવને કે આશ્કા તારી છોકરી નથી. "
વિવેક: " અવની પ્લીઝ આશ્કા વિશે કાઈ ન બોલીશ. આશ્કા મારી છોકરી છે. તેં મારા લોહીનું ટીપું છે. તેં મારા વીર્યનો અંશ છે. પણ... સાથે સાથેએ પણ એટલું જ સાચું છે કે , મે તારી સાથે કોઈ દગો નથી કર્યો."
(ક્રમશ**)
**************************************
આ વિવેક શુ બોલી ગ્યો..?? આશ્કા તેની છોકરી છે, તેનાં લોહી નું ટીપું છે છતા પણ તેણે અવની સાથે કોઈ દગો નથી કયો એ કેમ બની શકે..? અવની વિવેકની એ વાત સમજી શકશે કે નય..? હકીકત શુ છે..? હવે આગળનાં ભાગ મા શુ થશે..?