jyare dil tutyu Tara premma - 34 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 34

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 34

"આમ ધુરી ધુરી ને શું જુવે છે ?? મારા કપડાંમા કોઈ ખરાબી છે...!!!! ને હોય તો પણ ભલે...કેમકે , લોકોની સાથે ચાલવા માટે વેશ બદલવો જરુરી છે." તે પોતે જ સવાલ કરતી હતી ને પોતે જ તેનો જવાબ પણ આપતી હતી.

"રોબિતા, સવાલનો જવાબ તારે જ આપવો છે તો તું સવાલ શું કામ પુછે છે..!!!!" રીતલનો પક્ષ લેતા રવિન્દ તરત જ બંનેની વચ્ચે ટપકી પડયો. એકબીજાને ગળે મળ્યા પછી રવિન્દ અને રીતલ તેમની સાથે તેમની ઘરે ગયા.

કેટલા દિવસનો થાક તેમના ચહેરા પર સાફ સાફ દેખાતો હતો. પણ, રોબિતા સાથે વાતચીત કર્યા પછી તે થકાન થોડી ઉતરી ગઈ હતી. આટલી મોટી બિઝનેસ વુમન હોવા છતાં તેમના ચહેરા પર ઘમંડની એકપણ રેખા ન હતી. તેમની લાઈફમાં આવેલા બદલાવે તેને ઘણી બદલી તો દીધી હતી પણ ખાલી પહેરવેશથી. બાકી તો તેને તેના સંસ્કારને હંમેશા જાળવી રાખ્યા. સમયની સાથે લોકોને બદલવું જોઈએ તે વાતમાં માનનારી રોબિતા પોતે તો આટલી બદલી ગઈ હતી સાથે તેમની આસપાસની દુનિયા પણ તેમને બદલીને રાખી હતી.

જમવાના ટેબલ પર જમવાનું તૈયાર હતું ને રોબિતા તે લોકો સાથે જમવા બેઠી ઘરના સમચાર પુછતાં પહેલાં તેમને તેમની મમ્મી વિશે પૂછયું જે હાલ રવિન્દના ઘરે છે. બાકી બધાના ખબર અંતર પુછયા ને તે રીતલ સાથે તેમના લગ્નની વાત કરવા લાગી ત્યાં જ વચ્ચેથી રવિન્દ બોલ્યો-

"રોબિતા હું તારાથી બહું જ નારાજ છું."

" મે તને કંઈ પૂછયું...???"

"ના, હું તને બતાવું છું...."

"સોરી રીતલ હું તમારા મેરેજમાં ન આવી શકી પણ આ્ઈ પ્રોમીસ તમારી સાથે હનિમુન કરવા જરુર આવી"

"આ્ઈ યુ મેડ.....!!!! તું...... અમારી સાથે હનિમુન ????"

"યુ મેડ રવિન્દ. હું કોઈ કબાબમા હડી થવા નથી આવવાની મારા પતિ દેવ સાથે આવી."

"તો પણ રોબિ તુ કયા ને અમે કયા...!!!"

"સાથે આવવું ન હોય તો ના પાડી દેને આમ બાયુની જેમ રોવા શું બેઠો...." રીતલને હવે તેની વાતો પર હસ્વુ આવી રહયું હતું. જમવાનું બાજુ પર રહી જતું ને બંનેની મોજ મસ્તી વધતી જતી હતી. તેની વચ્ચે રીતલને પૂછવું હતું કે જીજાજી કયા છે પણ તેને વાતનો ત્યાં જ રહેવા દીધીને તે બંનેની મસ્તીમાં તે પણ સામેલ થઈ ગઈ. એક કલાકે જમવાનું પુરુ થયું ને તે લોકો આરામ કરવા રૂમમાં ગયા.

"રીતલ આ બધું અજીબ લાગતું હશે ને તને?? મને પણ પહેલાં એવું લાગતું જયારે હું અહીં નવો આવેલો ત્યારે તો રોબિતા પણ ન હતી અહીં ને મારે એકલા જ આ સફરે ચાલવાનું હતું. પછી તો રોબિતા આ શહેરમાં આવીને મને તેની સાથે કામ મળ્યું એટલ મજા આવવા લાગી તને પણ મજા આવશે થોડાક સમય પછી જયારે તુ પણ તારુ કામ શરૂ કરી."

"રવિન્દ હું ખુશ છું તમારી સાથે. મને કોઈ દેશ સાથે મતલબ નથી મારે તમારી સાથે મતલબ છે. તમે મારી જિંદગી છો. આ દુનિયામાં આપણે કંઈ પણ જગ્યાએ રહીએ પણ હંમેશા સાથે રહીએ તે વધારે ઈન્પોટન છે. શું તમે મારો સાથ અડધેથી છોડી તો નહીં દો ને??? " રીતલના ડરામણા ચહેરા પર રવિન્દની નજર સ્થિર થઈ ગઈ જે સવાલ રીતલે તેને પુછ્યો તે શબ્દનો સીધો મતલબ તો તે જ થયો ને કે રીતલને રવિન્દ પર હજૂ પણ ભરોસો નથી.

"તને શું લાગે હું તને અહીં એકલી મુકી દેવા માટે લાવ્યો છું!! રીતલ આવું કંઈક કરવું હોત તો હું પહેલા જ કરી લેત તારી સાથે આવા લગ્નના નાટક કરી મારો સમય ન બગાડત "

"રવિન્દ હવે તમારો ચહેરો આયના સામે જુવો તો કેવો રોતલ જેવો લાગે છે."

"તને આ સમયે પણ મજાક દેખાય છે"

"હમમમ........ ગુચ્ચો આવતો હશે ને તમને મારા???"

"ના, પ્યાર ઉભરાઇ છે."

"ખરેખર રવિન્દ હું બહું જ નસીબ વાળી છું કે મારી જિંદગી તમે બનીને આવ્યાં."

"પણ, હું નસીબદાર નથી. કેમકે, મારી પત્ની હંમેશા રોમાન્ટિક મુડને ખરાબ કરે છે. તેવી બીબી કોને ગમે????"

"ઓ.....તો પતિદેવને અત્યારે રોમાન્સ કરવાના મૂડમાં છે. પણ તેમની પત્નીને નિદર આવે છે." રવિન્દના ગાલ ઉપર એક હળવી કીસ કરી તે બેડ ઉપર સુઈ ગઈ. રવિન્દ પણ તેમની બાજુમાં જ્ઈ સુઈ ગયો. બે-ત્રણ કલાકની નિદર લીધા પછી તે ઉઠયા તો સાંજ થઈ ગઈ હતી.

આજનો દિવસ તો રોબિતાના ઘરે જ પુરો થયો. બીજા દિવસે સવારે રવિન્દ રોબિતા સાથે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો ને રીતલ એકલી જ આ ઘરમાં આખો દિવસ બોરિંગ થતી બેઠી રહી. રાતે પણ રવિન્દ થાકી ગયો એટલે બહાર જવાનો મોકો ન મળ્યો ને બીજો દિવસ પણ એમ જ પુરો થયો. રીતલને હર ધડી પોતાના પરિવારની યાદ આવતી. તે વિચારો વચ્ચે વિચલિત થતી જતી હતી ને રવિન્દ પોતાના કામમાં વ્યસ્ત બની જતો. હજુ તો તેમના લગ્નને એક અઠવાડિયું પણ પુરુ થયું ન હતું ને અત્યારથી જ આવી હાલત.

"રવિન્દ આમ આખો દિવસ મને ઘરે બેસવું નથી ગમતું. હું બોરિંગ થઈ જાવ છું!! જો મને તમે અહીં ડોર્ઇગ નો સામાન લાવી આપો તો હું બહાર ગાડૅનમાં બેસી ડોર્ઇગ તો કરી શકું ને??? ""

" રીતલ થોડાક દિવસની તો વાત છે ત્યાં સુધી તું આરામ કરને...!!!"

" આરામનો સવાલ નથી રવિન્દ હું અહીં એકલા બેઠા બેઠા કંટાળી જાવ છું મારે સમય નીકળવા તો કંઈક કરવું પડે ને!! તમે તો આખો દિવસ રોબિતા દીદી સાથે ચાલ્યા જાવ પછી હું એકલી...... તમે કયારે આવો તેનો પણ ભરોસો નહી. ં "

" રીતલ પ્લીઝ...!!!! આપણે તે વાત વિશે પછી કયારેક વાત કરીશું ??? અત્યારે હું તારી કોઈપણ મદદ નહીં કરી શકું. " રવિન્દને આટલું જ બોલતા તેની આખોમાં આશું છલકાઈ ગયાં. તે કંઈ બોલે તે પહેલા જ રવિન્દ ત્યાથી જતો રહયો ને તે એમ ત્યાં કંઈ પણ બોલ્યા વગર શાંત બેઠી રહી

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

કેવી અજીબ હોય છે ને બે લોકોની જિંદગી લગ્ન પહેલાં તેના વિશે બધું જ વિચારવાનો સમય ને લગ્ન પછી...... રીતલ અને રવિન્દની જિંદગી પણ કંઇક આવા સંજોગોમાં ગૂંચવાઈ ગઈ ત્યારે શું રીતલ રવિન્દની વાત ખોટી સમજી તેની સાથે લડી પડશે કે ગુચ્ચો કરશે?? શું તેની આ વાત તેમના લગ્ન જીવનમાં કોઈ મુશકેલી ઊભી કરશે કે પ્રેમની લાગણી બંનેની લાઈફને કયારે તુટવા નહીં દે...... તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)