jyare dil tutyu Tara premma - 33 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 33

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 33

એકપળમાં બધું જ વિખરાઈ ગયું ને રીતલની આખ ખુલી તેનો આખો પરિવાર તેની સામે ઊભો હતો ને તે સોફા પર સુતેલી હતી. તેને સમજાણું નહીં કે થોડીકવાર પહેલાં શું બન્યું ને તે અહીં. તે ફટાફટ ઊભી થઈ રવિન્દનો હાથ પકડતાં બોલી " રવિન્દ આપણે તો તમારા ઘરે જવાનું હતું ને ??" બધાની આંખોના આશું રુકી ગયા ને નજર રીતલ પર સ્થિર હતી.

"તમે લોકો મને આવી રીતે કેમ જુવો છો હું ઠીક છું." તે ઊભી થઈ ચાલવા લાગી. પોતાના પરિવારની સામે જોયું તો તેની આંખો હજું પણ રડતી હતી. તે કંઈ પણ બોલ્યા વગર જ રવિન્દની સાથે ચાલવા લાગી. અહીં શું બન્યું ને તે કેમ પડી તેની કોઈ જ ચર્ચા ન થઈ ને તે એમ જ શાંત મને આગળ વધી. ગેટ સુધી બધા બહાર આવ્યાં ને ત્યાં જ ઊભા રહીયાને રીતલ તેના નવા ઘરે ગ્ઈ. આખો ખમોશ બની બધું જ જોતી રહી ને કંકુપગલા ની રસમ પુરી થઈ. ઘામઘુમથી તેનું આ ઘરમાં સ્વાગત થયું પણ તે હજી પણ ખામોશ હતી. સાયદ થાકના કારણે!!! તેની આ હાલત થઈ ગઈ એમ માની બધાએ તેને રૂમમાં જવા દીધી.

આખો જ રુમ ફુલોની સુગંધથી મહેકતો હતોને સાથે મીણબત્તીની રોશનીથી જળહળતો પણ હતો. તે અંદર પ્રવેશી. પણ, મન હજુ ભારીખમ હતું. રવિન્દના ઈતજારમાં તે બેડ પર જ્ઈ બેઠી. થોડીકવાર થતાં જ રવિન્દ ત્યાં આવ્યો તેની તબિયત પુછતાં તે પણ રીતલની બાજુમાં બેસી ગયો. રીતલને દવાની ગોળી આપી ને સાથે કેસર વાળું દુધ આપી તે ત્યાંથી ઊભો થ્ઈ બહાર બાલકનીમાં જતો રહયો. રીતલ પણ તેની પાછળ ગઈ.

"રવિન્દ, મને કંઈ થયું છે??? મને સમજાતું નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે. આમ લાગે છે હું એકદમ ઠીક છું ને બીજી બાજુ મારુ શરીર ભારે પણ લાગે છે. મારુ આમ પડી જવું.... " તેનાથી વધારે ન બોલાણું ને તેની આંખો રડી પડી

"રીતલ, કમોન તને કંઈ નથી થયું. ડોકટરે કહ્યું આ થાક ના કારણે બન્યું, બાકી કંઈ નથી. ચલ તું અંદર કપડાં બદલી દે આપણે સુઈ જ્ઈ્એ કેમકે હજું ધણી રસમ પુરી કરવાની છે ને કાલે સાંજે આપણે અહીંથી જવાનું પણ છે."

"તમે જુઠ બોલી શકો પણ તમારી આખો જુઠ ના બોલી શકે તમે મારાથી કંઈક ચુપાવો છો ને?? "

"તારી કસમ બસ, હવે માની કે હજુ પણ નહીં માને "

" તો તમારો ચહેરો આટલો ફિકો કેમ પડી ગયો છે. તમારે તો ખુશ થવું જોઈએ કે હું હંમેશા માટે તમારી સાથે રહેવા આવી ગઈ."

" તારી આ હાલતને જોઈ હું થોડો ગભરાઈ ગયો હતો કે તને કંઈક થઈ જશે તો..!!! તારી વગર કેવી રીતે જીવીશ!! ને તે જ પળે અજીબ વિચારોએ મને ઘેરી વાળ્યો ને હું તને સંભાળવાની જગ્યાએ મારામાં ખોવાઈ ગયો. બસ આ જ વાતનું દુઃખ મને લાગે છે કે તારી મુશ્કેલ ધડીમાં હંમેશા હું તારી મદદ કરવાને બદલે મારુ વિચારુ છું. ખરેખર રીતલ હું કેટલો સ્વાર્થી છું."

"હમમમ સ્વાર્થી તો તમે છો.....!!! અત્યારે જ જોવોને મારી તબિયત ખરાબ છે ને તમે મારી પાસે બેસવાની જગ્યાએ અહીં બાલકનીમાં આવી ગયા."

"સોરી..." મજાકના મૂડમાં ચડેલ રવિન્દે રીતલને ઊંચકીને બેડ પર બેસાડી "બોલો મેડમ તમારી શું સેવા કરુ? પગ દબાવું કે ગળું?"

"અહીં મારવા માટે લાવ્યા છો?????"

"તારી જેવી પરીને મારી મારે શું જેલમાં જવું છે....!!!" તકલીફ, દર્દ, બિમારી બધું જ ભુલાઈ ગયું ને રવિન્દ- રીતલ એકબીજામાં ખોવાઈ ગયાં. થાકના કારણે નિદર જલ્દી આવી ને સવાર વહેલું થયું.

હંમેશાં જ લેટ ઊંઠતી રીતલ આજે જલ્દી ઊંઠી મંદિરની આરતીમાં તે હાજર થ્ઈ બધાના જાગયા પહેલાં જ તેને આરતીની બધી જ તૈયારી કરી દીધી ને બધા આવતા જ આરતી શરૂ થઈ ગઈ. તેની બેટીની એકસફર પુરી થઈ ને બહુંની બીજી સફર શરૂ થઇ. ડાઈંનિગ ટેબલ પર નાસ્તો કરવા આખો પરિવાર સાથે બેઠો ને રીતલ પણ તેમની સાથે બેઠી. નાસ્તાની સાથે વાતો પણ શરૂ થઈ ગઈ હતી.

"રીતલ બેટા હવે કેવી છે તબિયત તારી???રાજેશભાઈના સવાલ પર રીતલે માથું જ હલાવ્યું ને વાતો એમ જ ચાલતી રહી આજનો દિવસ હતો ખાલી તેની પાસે આ લોકો સાથે રહેવાનો પછી તો તેની દુનિયા રવિન્દ ને રવિન્દની દુનિયા તે . આજની બધી જ રસમો પુરી થઈ. સંસુરાલની બધી જ રસમો પુરી કરયા પછી તે તેના ભાઈ-ભાભી સાથે ઘરે ગ્ઈ આખા દિવસની કેટલી બધી વાતો ભેગી થઈ તે ભાભીને બતાવ્યા પછી તેના મનને શાંતિ થઈ. મમ્મી પપ્પા સાથે થોડી વાતો કરી ત્યાં જ જમવાનું તૈયાર થયું ને તે રવિન્દ આવતા તેમના પરિવાર સાથે જમવા બેસયાં. બધું જ બદલાઈ ગયું એકદિવસમાં તેવું તેને મહેસૂસ થતું હતું પણ આ છેલ્લી મુલાકાત તે રડી ને નહોતી કરવા માંગતી ખબર નહીં કેમ તેને એવું લાગતું હતું કે હવે આ તેની છેલ્લી મુલાકાત છે જયારે જિંદગી તો હજુ બહું લાબી છે.

તે બંનેને છોડવા આખો પરિવાર એરપોર્ટ પર હાજર હતો. લંડનમાં જ્ઈ એક પ્રોજેક્ટ પૂરો કરી ત્યાથી હનિમુન માટે પણ જવાનું હતું બધું જ પ્લાનિંગ પહેલાંથી જ તૈયાર હતી. પ્લેન આવતા બંને પરિવારને મળી રીતલ- રવિન્દ લંડાનની ઉડાન પર નિકળી ગયા. એકપછી એક બધું જ છુટી રહ્યું હતું. પહેલાં ઘર પછી શહેર ને હવે આ ભારત દેશ પણ. એકનું સપનું પૂરું થઈ રહ્યું હતું ને બીજાનું સપનું તુટી રહ્યું હતું. પોતાનો પરીવાર બધું જ એકી સાથે છુટી ગયું ને પ્લેન લંડન એરપોર્ટ પર આવી ઊભું રહ્યું ને રીતલના વિચારો પણ તુટયાં.

એક અલગ લાગતી દુનિયામાં રીતલનો પ્રવેશ થયો ને તેની જિંદગી બદલી રહી છે. તેવું તેને મહેસૂસ થયું. પહેરવેશથી લઇ ને અહીની રહેણીકરણી પણ અલગ હતી પણ તેની સાથે રવિન્દ છે એટલે કોઈ ટેશન ન હતું.

"રવિન્દ, આપણે થોડાક દિવસ તો હોટલમાં જ રહેવું પડશે ને અહીં નવું ઘર ગોતવામાં સમય પણ લાગશે....!!!" તેના શબ્દો પુરા પણ થયા ન હતા ને પાછળથી કોઈ બીજો અવાજ આવ્યો

"રીતલ હું હજૂ અહીં જીવું છું આ્ઈમીન રહું છું" પિન્ક હાફ સ્કર્ટ ને છોટ ટીશટૅમાં તે એકદમ મસ્ત દેખાતી હતી. રીતલની નજર તેના પર સ્થિર થઈ ને તે તેને જોતી રહી.


*************************************

કોણ હતું તેની પાછળ ને શું રિતલ તેને ઓળખતી હતી ? એક નવી સફેરની શરૂવાત કેવી હશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તૂટ્યું તારા પ્રેમમાં ( ક્રમશ: )