જો ખુદને પારખી જવાય.
ખુદથી તો દૂર થતું જવાય.
જો હવાને સ્પર્શી જવાય.
તેનાથી વિખુટા પડી જવાય.
કવિરાજથી હવે હાંફી જવાય.
ઝરણા અને પથ્થર માફક થાય છે
અમુક સંબંધો આમ જ ઘવાય છે.
સારું હોય ભલેને કેટલું પણ ગીત,
તે જમાના પ્રમાણે જ ગવાય છે.
બીજાને સહારે હવે કેટલા દિવસ,
તે તો પોતાનાથી જ છવાય છે.
અંતરની વેદના કોઈને ના કહેશો,
બહારથી ફક્ત વાતો જ વવાય છે.
સમજવો હોય તો ગઝલ સમજો,
પ્રતીકથી તો આટલું જ કહેવાય છે.
જ્યારે સાથ તમારો છોડી જશે.
તમારો આ બધો ભ્રમ તૂટી જશે.
કાંઈ કરવું હોય તો સમયસર કર,
નહિ તો કોઈ મુશ્કેલી આવી જશે.
જિંદગી જીવી હોય તો જીવી લે,
નહિ તો મનની મનમાં રહી જશે.
અજમાવી જો કોઈ દિવસ પ્રેમ,
સપનાઓ તો હાથમાં થઈ જશે.
હરપળ તું નવી નવી જીદ ના કર,
નહિ તો તે પણ પુરી થઈ જશે.
આવે છે મજા આને લીધે જ સામટી,
મુશ્કેલીઓ છે જિંદગીમાં ખૂબ સામટી.
એક ને ઉકેલું ત્યાં બીજી આવી જાય,
ખૂટતી નથી આ મથામણ છે સામટી.
ભરાતો નથી આ સાગર આમ ને આમ,
તેની પાછળ છે આ નદીઓ સામટી.
એટલા માટે જ ઘણા સફળ થઈ જાય છે,
તેની પાછળ મહેનત હોય છે ખૂબ સામટી.
વિચાર સિવાય કાઈ નથી આમાં તો પ્રતીક,
તેને લીધેજ આ ગઝલ લખી શકે છે સામટી.
દબાવવી હોય તો પોતાની જાતને,
ખીલી રહેલા ફૂલને તું અટકાવામાં
એવું જ હોય તો શરત લગાવીએ,
ચાલી રહેલી સારી વાત અટકાવામાં.
વિસ્તરતા નભ સાથે આમ ખેલ કર,
પણ વરસતી વાદળીઓને અટકાવામાં.
જિંદગી પોતાની છે,તો જીવી લઈએ,
આમ બીજાને લીધે તેને અટકાવામાં.
સમજી જવાય આ જિંદગીનો કોયડો,
બસ કોઈદી તેના સાદુંરૂપને અટકાવામાં.
પોસાય તેવું જ કાર્ય કર,
તું ખોટનો ધંધો છોડીદે.
વધવું જ હોય આગળ,
તું ખોટા બહાનને છોડીદે.
આ પરિસ્થિતિ ને અનુસર,
તું વધુ વિચારવાનું છોડીદે.
થઇ જશે પ્રગતિ તારી પણ ,
તું ખરાબ સંગતને છોડીદે.
કિંમત વધારવી હોય તારે,
તું ખોટું માન દેવાનું છોડીદે.
મનને હવે મક્કમ કરી લેવું છે,
ખુદને હવેથી પારખી લેવું છે.
સહન બહુ કર્યું બીજાના માટે,
હવે આ બધું જ મૂકી દેવું છે.
ખોટા વિચારોને માત દેવી છે,
આજ હવેથી કરવા જેવું છે.
દુઃખ હવે તો ક્યાં સુધી સહિશ,
પોતાના માટે થોડું જીવી લેવું છે.
જે છે તે બધુજ કહી દેવું છે મારે,
ખોટી ઝંઝટમાં પડવું મૂકી દેવું છે.
તું પણ સૌની જેમ જીતી જઇશ,
બસ શરત લગાવવાની હિંમત કર.
તું પણ સૌની જેમ સફળ થઇશ,.
તેના માટે થોડો થોડો સમય ભર.
તું પણ સૌની જેમ આગળ જઇશ,
બસ આ ઘેટાના પ્રહવાથી તું તર.
તું પણ સૌની જેમ ઉંચુ જોઈ શકીશ,
બસ ચોક્કસ સમયે મસ્તકને ધર.
પ્રતીક ડાંગોદરા