Murder ek kahani - 1 in Gujarati Crime Stories by અંશતઃ. ગોસાઇ ભરતવન books and stories PDF | મર્ડર એક કહાની - ભાગ-૧

Featured Books
Categories
Share

મર્ડર એક કહાની - ભાગ-૧

તે સમયે કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બહુજ ભીડ હતી, તે સમયે લોનાવાલા માં કોઈ સરકારી ભરતી હશે!!

પ્લેટફોર્મ ની બેન્ચ પર, વેઇટિંગ રૂમમાં, જ્યાં પણ જુવો જુવાન ચેહરા જોવા મળતા હતા.

"યાત્રીગણ કૃપીયા ધ્યાન દે, ગાડી નંબર ૧૧૨૫૬...ચેન્નાઇ એક્સપ્રેસ પ્લેટફૉર્મ નંબર ૩ પે ખડી હે."

જાહેરાત થતાં લોકો ફટાફટ પોતાનો સામાન લઈને, પટ્રીઓ ઉપર ઉતરી ગયા અને પ્લેટફૉર્મ નંબર ૩ ઉપર ઉભેલી ટ્રેનમાં ચડવા લાગ્યા. મુંબઈથી ચેન્નાઇ જતી આ ટ્રેનમાં આમ તો રિઝર્વ ટીકીટ વાળા જ યાત્રીઓ ચડતા હતા, પણ વચ્ચે લોનાવાલા હોવાથી બુકિંગ ન મળ્યું હોય એવા લોકો પણ ચડવા લાગ્યા હતા.

સ્લીપર ડબ્બામાં તો દરવાજા પાસે પાંચ પાંચ લોકો ફસાઈને ઉભા હતા, બુકિંગ વાળા મુસાફરો પણ ન ચડી શક્યા એવી પરિસ્થિતિ હતી.
એસી ફર્સ્ટ ક્લાસના કમપાર્ટમેન્ટ મા માહોલ કંઇક અલગ હતો,
લાલ ફર્શ વાળી પહોળી સીટ પર મુસાફરો આરામથી સુઈ ગયા હતા.
એમાંની એક A3 માં એક વિન્ડો સીટ પર બેઠા હતા અમરીશ અસ્થાના, ઉમર હશે કોઈક પંચાવન સાઈંઠ વર્ષ. ચેહરો એકદમ હર્યોભર્યો , અને ભરાવદાર મૂછ, પેટ થોડું નીકળેલું અને કાંડાના એક ભાગમાં કંઇ વગેલાનું નિશાન!!!!!!

સફેદ જબ્ભા ઉપર બદામી રંગની કોટી પહેરેલ અમરીશ અસ્થાના એક સિનિયર ક્રિમીનલ સાઈકોલોજિસ્ટ અને પ્રોફેસર પણ હતા, એમને એક પુસ્તક પણ લખ્યું હતું.

અસ્થાના સાહેબ વિંડોના કાચની બહાર પ્લેટફોર્મ પરના મુસાફરોને એકદમ ધ્યાનથી જોઈ રહ્યા હતા.

" ક્યાંથી આવી જાય છે બ્લડી નોનસેન્સ"
તે અંગ્રેજી અખબારનું પાનું ફેરવતા બોલ્યા.
તે લક્ઝરી ડબ્બામાં ફકત ચાર લોકોને બેસવાની જગ્યા હતી.
પણ બાકીના ત્રણ લોકોનો પણ કોઈ પતો નહોતો.

થોડા સમય માં ટ્રેન ચાલવા લાગી અને પ્લેટફોર્મ પરથી આવતી આવજો હવે ધીરે ધીરે ઓછી થઇ રહી હતી. બોટલમાંથી બે ઘૂંટ પાણી પી અને નજર બહાર કરી તો જૂના પુરાણા ડબ્બા , ક્રોસિંગ પાસે ઉભેલી ટેક્સી,અને હરિયાળી વાળા પર્વતો દેખાઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ દરવાજો ખોલતા, અસ્થાના સાહેબે જબકી ને જોયું.

"હેલો"
એક ચાલીશ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિએ કહ્યું તો અસ્થાના સાહેબે હસીને જવાબ આપ્યો.

કોલર વાળી ટેશર્ટ અને ઢીલું જિન્સ પેહરેલ એ માણસ પાસે પૈડાં વાળી ટ્રોલી બેગ હતી, ટ્રોલી બેગને સીટ નીચે સરકાવી અને એકદમ સામેની સીટ પર બેસી ગયો.
મોટો શ્વાસ છોડીને એ બેસી ગયો, અને ખભા પર લટકાવેલી બેગ ને નીચે મૂકી એમાંથી એક કાગળ અને એક પેન કાઢી અને કંઇક લખવા લાગ્યો.
અસ્થાના સાહેબ એ માણસને કંઇક વધારે ધ્યાનથી જોઈ રહ્યા હતા. જેવી રીતે ઓળખવાનો પ્રયાસ કરતા હોય તેમ.
એમને જોયું તો એ માણસ પેન ને ઉલટી કરીને ઝટકા મારતો હતો, પેન રોકાઈને ચાલી રહી હતી. તે એમના કાગલોને ઉથલાવી અને કોઈ ખરાબ કાગળ શોધતો હતો કે તેના પર પેન ચલાવી અને ઠીક કરી શકે.

" આમાં ટ્રાય કરો"

અસ્થાના સાહેબે અખબાર એમના તરફ લંબાવતા કહ્યું.

"ઓહ્ થેંક યુ"
કહીને એ હસ્યો અને અખબાર પર પેનથી કંઇક લખવા લાગ્યો.

પેન હજું પણ રોકાઈ ને ચાલી રહી હતી.

"લાવો મને આપો" હાથ લંબાવીને અખબાર અને પેન લેતાં અસ્થાના સાહેબ પેન ને જમણા હાથે ઝટકવા લાગ્યા.

અને અખબાર ઉપર કંઇક લખતાં બોલ્યા " લો હવે આ ચાલવા લાગી, કોઠા સુજ આખરે કામ આવે છે"

ગર્વથી હસતા કલમ પાછી આપી અને કામમાં વ્યસ્ત થઈ ગયા.

અસ્થાના સાહેબ ફરી એકવાર એમને ઘ્યાનથી જોતાં રહ્યાં.!!!!
ટ્રેન શહેરની બહાર નીકળી ગઈ હતી. બારીની બહાર લીલાંછમ ખેતરો અને ભુરું આકાશ દેખાતું હતું.

"તો ક્યારે આવ્યા ઓમાન થી ?"

અસ્થાના સાહેબે ચેહરા પર શરારત ભરી અંદાઝથી પૂછ્યું,
તો તે માણસ ના મસ્તિસ્ક પર ઉદગાર ભાવથી જોવા લાગ્યો. અને કહ્યું
" જી ઓળખો છો મને, તમને કઈ રીતે ખબર કે હું ઓમાન થી આવું છું.??"

" તમારી બેગ પર લાગેલી ટ્રાવેલ ટેગ ને જોયું અને અંદાજો લગાવી દીધો."

અસ્થાના સાહેબે હસીને જવાબ આપ્યો.

"જી"

પોતાની બેગ ને નીચે સરકાવી અને બોલ્યો.

"યુ આર સ્માર્ટ મિસ્ટર , અસ્થાના !!!!"

હવે આ હેરાની અસ્થાના સાહેબ ના ચેહરા પર દેખાતી હતી.

"અરે, આપને મારું નામ કઈ રીતે ખબર, હમ... મને ક્યારનું થતું હતું કે મે ક્યાંક તમને જોયા જરૂર છે, પણ કઈ યાદ નહિ આવતું.!!"
અસ્થાના સાહેબ થોડી હેરાની થી પૂછ્યું.

ત્યારે તે માણસ હસ્યો અને કહ્યું " ૯૯ ટકા લોકો પેન ચલાવવાની કોશિશ કરતી વખતે પોતાનું જ નામ લખતાં હોય છે"

"ઓહ્......" અસ્થાના સાહેબ હસ્યા તો, સામેની સીટ પર બેઠેલો વ્યક્તિએ એક હાથ લંબાવતા કહ્યું " વિકાસ.... વિકાસ યાદવ, ઓમાનમાં બિઝનેસ કરું છું, ઑફિસિયલ ટ્રીપ પર આવ્યો હતો.

"ઓહ્ ... અચ્છા.." અસ્થાના સાહેબે હાથ લંબાવીને બોલ્યા.

" અમરીશ અસ્થાના, એઝ યુ નો, ક્રિમીનલ સાયકોલોજિસ્ટ, અને પ્રોફેસર છું. કલ્યાણ કોલેજ.""

" અમરીશ...... અસ્થાના..." વિકાસે હાથ પકડેલી અવસ્થામાં નામ વાગોળ્યુ.

" તમે, એજ ક્રિમીનલ સાયકોલોજિસ્ટ તો નથી ને, જેમણે એક પુસ્તક લખ્યું છે, " THE PERFECT MURDER" , ઇસ ધેટ યુ?"

અસ્થાના સાહેબ ગર્વથી ચેહરો હલાવતા કહ્યું " જી હા , તમે વાંચ્યું છે ?"
" જી, નહિ મે વાંચ્યું તો નથી પણ, એમના વખાણ બહુજ સંભળાય છે, બહુ બધા મિત્રો આ પુસ્તક વિશે વાત કરતાં હતા." વિકાસે જવાબ આપ્યો.

" એક માણસ કે જેમની પત્નીનું અફેર કોઈ બીજા પુરુષ સાથે થઈ જાય છે , અને એમનો પતિ બહુજ ચાલાકીથી એ માણસનું મર્ડર કરી નાખે છે, આવુજ કંઇક છે ને?"

વિકાસે સાંભળેલી વાત કહી.

અસ્થાના સાહેબ પોતાની બદામી કોટી સરખી કરતાં પાછળની તરફ લંબાવતા કહ્યું " જી, સાચું સાંભળ્યું છે"

"ઓહો....ગ્રેટ ટુ મીટ યુ.." વિકાસે ફરી હાથ લંબાવીને બોલ્યો.

" ખરેખર હું થ્રિલર નોવેલ નો ખુબ શોખીન છું, મને ખુબ આવી નોવેલ વાંચવી ગમે છે. ઇન્ફેકટ, હું ખુદ એક નોવેલ લખવા જઇ રહ્યો છું, બહુબધી નોવેલ વાંચી છે મે , અરે મારા મિત્રે મને તમારી નોવેલ સઝેસ્ટ પણ કરી હતી, કમનસીબે ક્યારેય મોકો ન મળ્યો કે તમારી નોવેલ વાંચી શકું.""
વિકાસે દિલગીરી વ્યકત કરતા જણાવ્યું.

" શું તમે જાણો છો કે, તેમાં જે કહાની છે તે ખરેખર મારા જીવનની યાદગાર ઘટના છે, હું જાણું છું કે મેં જ મારી પત્નીના આશિક નું મર્ડર કરી નાખ્યું, અને એટલું પરફેકશન થી કર્યું કે આજ સુધી એ કેસને કોઈ ક્રેક નહિ કરી શક્યું." અસ્થાના સાહેબ પોતાની નોવેલ બતાવતા બોલ્યા.

" હા, તો તમે શું કહો છો?"

" હું તો કંઈ નહિ કહેતો , બસ ચૂપ રહું છું, પણ ઇનકાર પણ નથી કરતો, જુવો વિકાસ સાહેબ મારું એક માનવું છે કે, કરપશન હોય કે પછી કત્લ, જો કરવા વાળા એટલા પર્ફેકશન થી કરે કે એમનું પકડાઈ જવું નામુમકીન હોય, તો ... તો હું એમનું ટેલેન્ટ કહું છું.""

અસ્થાના સાહેબ જોશમાં આવી ગયા અને પગ ઉપર પગ ચડાવી અને બોલ્યા " અરે આવડી મોટી પોલીસ ફોર્સ છે, ઇન્વેસટીગેટિંગ એજન્સી છે, ડિટેક્ટિવ છે. એટલા લોકોને ફેલ કરી શકે તો આતો આર્ટ કેહવાય ને..હા હા હા..""

" એટલે આ કિતાબ સાચી છે?" વિકાસે પૂછ્યું તો એમની વાત કાપતા અસ્થાના સાહેબ બોલ્યા " સાચી છે કે ખોટી , એમનો ફેંસલો લોકો કરશે, અરે આપ કરો."

સીટ પર રાખેલી બેગ માંથી પુસ્તક કાઢયુ અને વિકાસ સામે ધરતા બોલ્યા " અરે વાંચો અને કહો કે આ પરફેક્ટ મર્ડર છે કે નહિ???"
વિકાસ આ પુસ્તકને ઉલટ પલટ કરીને જોઈ રહ્યો હતો, જેમાં કવર પેજ પર એક લોહીથી લથબથ લાશ અને ચાકૂ હતું.
ઉપર નામ લખ્યું હતું " ઘ પરફેક્ટ મર્ડર"
નીચે લેખકનું નામ લખ્યું હતું " અમરીશ અસ્થાના"

વિકાસે જવાબ આપ્યો " બહુ બધા પુસ્તકો વાંચ્યા , થ્રિલર નોવેલ નો વાચક હોવાના નાતે એક વાત તો જરૂર કહીશ કે " નો મર્ડર ઇસ પરફેક્ટ"

" નહિ..નહિ..નહિ..જે મે આ પુસ્તકમાં લખ્યું છે એ પરફેક્ટ જ છે, અને એનાથી વધારે સારો ઉપાય હોયજ ના શકે મર્ડર કરવાનો."

" હું નહિ માનતો" વિકાસે કહ્યું તો અસ્થાના સાહેબ ની ભ્રુકુટી ચડી ગઈ.

એ કંઇક કહેવા ગયા ત્યાજ દરવાજા પર કંઇક અવાજ થયો એટલે ધ્યાન તે તરફ ખેંચાયું , કાળા કોટ પહેરેલ ટીટી લીસ્ટ માં ટિક કરતાં બોલ્યો " અમરીશ અસ્થાના"

" જી , જી હું છું."

"અને હું વિકાસ યાદવ" વિકાસે પોતાનું નામ જણાવ્યું તો એમને લિસ્ટમાં ટિક લગાવતા આઈડી કાર્ડ વિશે પૂછ્યું.

" તમારી પાસે આઈડી કાર્ડ છે?"

વિકાસે ખિસ્સામાં હાથ નાખ્યો તો બોલ્યો
" ના ના ઠીક છે રાખો."
" આભાર સાહેબ"
વિકાસે અસ્થાના સાહેબ ના ચેહરા પર નજર કરી તો એમને એ રીતે ઘુરી રહ્યા હતા કે એમના મગજ મા કોઈ વિચાર ગૂંગળાઈ રહ્યો હોય.

"વૉટ હેપન"

વિકાસે હસતા હસતા પૂછ્યું તે પાછા સીટ પર બેસી અને એક ઢીલો હાથ પોતાના સાથળ પર મારતાં બોલ્યા.

" વિકાસ સાહેબ ચાલો એક રમત રમીએ"
" કઈ રમત"
"અરે તમે કહો છો ને કે નો મર્ડર ઇસ પરફેક્ટ, તો ચાલો હું તમને ચેલેન્જ કરી છું, કહાની સંભળાવું " ધ પરફેક્ટ મર્ડર" સાંભળી અને કહેજો કે તે મર્ડર પરફેક્ટ હતું કે નહિ.અને જો ન હતું તો તમે લખત તો કઈ રીતે લખત??
" અરે તમે જો મને ક્રિટીક બનાવવા માંગતા હોય તો ઠીક છે,"

સ્ટેશન આવવાનું હતું અને ચહલ પહલ વધી રહી હતી, સામે સામે બેઠેલા બે વ્યક્તિ ની વાતો હવે દિલચસ્પ થવા લાગી હતી.
તે નહોતાં જાણતા કે જે ખેલ એ રમવા જઇ રહ્યા છે એમનું પરિણામ કેટલું ખતરનાક આવશે.

શું છે કહાની આ મર્ડર ની જાણવા માટે મારો આગળ વાંચતા રેહજો.
અને પ્રતિભાવ જરૂરથી આપજો..
બીજો ભાગ જલ્દી મૂકીશ...આપ આપના પ્રતિભાવ મને 8780931156
પર પણ આપી શકો છો .