Facts... in Gujarati Philosophy by Maitri Barbhaiya books and stories PDF | Facts...

Featured Books
Categories
Share

Facts...

હવે આપણી પાસે સંબંધો ઓછા થતા જાય છે એનું એક કારણ એ પણ છે કે ગેરસમજ.સંબંધોમા ગેરસમજ ઉભી થવી તે બહુ સહજ બાબત છે પણ એનો મતલબ એ તો નથી કે આપણે સીધો સંબંધ જ કાપી નાખીએ ‌.ગેરસમજ સૂલઝાવી પણ શકાય છે પણ આપણે એને ઉકેલવા નથી માંગતા આપણા અહમને કારણે.પણ જો અહમ કરતા આપણા માટે સંબંધ મહત્વનો હોય તો ગેરસમજણ દૂર કરવાની પહેલ આપણે કરીએ.સામેવાળી વ્યક્તિ દર વખતે પહેલ કરે એ જરૂરી નથી.જો સંબંધ સચવાતો હોય તો આપણે પહેલ કરીએ એમાં નુકસાન નથી.બાકી આમ તો આપણે આપણા અહમને કારણે સંબંધો ખોતા જ‌ઇશુ અને જે વ્યક્તિ એવું વિચારતી હોય છે કે આપણે તો એકલા રહી લ‌ઈશુ, આપણને કોઈની જરૂર નહીં પડે તો એ વ્યક્તિ પણ અંદરખાને કોઈનો સાથ ઝંખતી હોય છે પણ એ બહાર તો કોઈને નહીં કહેતી હોય કે તમે થોડીક ક્ષણ તો વિતાવો મારી જોડે.જોવુ હોય તો જોઈ લેજો તમે જે વ્યક્તિ સતત એકલી હોય છે એની પાસે ઘણી વાતો હોય છે કરવા માટે પણ એ સંબંધમાં એટલી ઠોકરો ખાઈ ચૂક્યો હોય છે તેથી એને સતત એવું લાગે છે કે હવે તો એકલા રહેવું સારું કારણ કે કોઈ સાથે રહીને પણ એને નથી સમજવાનું.પહેલાના સમયમાં સંબંધો એટલા માટે જળવાઈ રહેતા હતા કારણ કે લોકો એકબીજાની આમાન્ય જાળવવાનું જાણતા હતા,એ લોકો ક‌ઇ જગ્યાએ ઝૂકી જવું અને ક‌ઈ વાત પકડી રાખવી એ બખૂબી જાણતા હતા અને હવે એવું નથી.હવે તો આપણે નાની અમથી વાતમાં તરત જ જવાબ વાળી દ‌ઈએ છીએ અને હવે આપણે લોકોને સમજવા માટે નહીં એમને જવાબ આપવા માટે જ સાંભળીએ છીએ.પહેલા તો લોકો એકબીજાની ભાવના, પરિસ્થિતિને સાંભળતા અને સમજતા પણ હતા.પણ હવે તો આપણે એટલા વ્યસ્ત છીએ કે શાંતિથી બેસીને કોઈની ભાવના સમજવી જ નથી.આપણે આપણી ભાવના વ્યકત તો કરવી છે પણ બીજાની ભાવનાનું સન્માન નથી કરવું.કોઈ ગેરસમજ હોય તો બેસીને દૂર નથી કરવી કારણ કે એમાં આપણને એવું લાગે છે કે મારા આત્મ-સન્માનને ઠેસ પહોંચશે.તો જરા વિચારો આપણા માટે શું અગત્યનું છે, સંબંધ કે આપણું આત્મ-સન્માન??

ક્યારેક આનાં કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે.આપણે જેની સાથે નિયમિત પણે વાત ન કરતા હોઈએ એવા લોકો માટે આપણે એમની Top Prioritiesમા હોઈએ છીએ અને આપણી નજીકની વ્યક્તિ સાથે રોજ-બરોજ વાત કરતા હોવા છતાં આપણને એમની કદર નથી હોતી.સંબંધો જો જાળવવા હશે તો સામ-સામે બેસીને વાતો કરવી પડશે.બધુ કાંઈ સોશ્યલ મીડિયા ઉપર નહીં ઉકેલી શકાય.સંબંધ ન રહેવાના એ પણ કારણ છે કે આપણે જેવી ગેરસમજ ઉભી થાય એવું તરત જ પોતાના જોડે પારકા જેવો વ્યવહાર કરવા લાગીએ છીએ અને સોશ્યલ મીડિયા પર બંધાયેલા સંબંધો સાથે આપણે પારકા હોવા છતાં પોતાના હોય એમ વ્યવહાર કરીએ છીએ.કોઈ પણ વસ્તુ એકતરફી નથી હોતી એમ સંબંધ પણ દ્વિમુખી હોવો જોઈએ.કોઈ પણ સંબંધમાં વાત કરવાની આતુરતા બંને પક્ષેથી હોવી જોઈએ એવી જ રીતે કોઈ પણ નાની-મોટી ગેરસમજણ ઉકેલવાની ઉત્સુકતા પણ બે પાસેથી સરખી જ હોવી જોઈએ.નહી તો એવું ન થાય કે એક સંબંધ નિભાવે રાખે અને બીજાને કદર જ ન હોય.જ્યા કદર ન હોય ત્યાં સંબંધ જન્મતો કે વિકસતો નથી.આપણે નવા-નવા સંબંધોમાં ઉમેરો કરવા માંગીએ છીએ પણ એ દરેક સંબંધ આપણે બખૂબી નિભાવી નથી શકતા માટે જ સંબંધ ઓછા હશે તો ચાલશે પણ એને નિભાવવો બહુ જરૂરી છે કારણ કે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે જ્યાં આપણને બીજાની જરૂર હોય.એક ગેરસમજ ન ઉકેલવાથી એક સારી વ્યક્તિ આપણે ગુમાવી દ‌ઈએ છીએ!!