#
સાવ સાચી ઘટના થી પ્રેરિત
બધાને થશે કે હવે જમાનો બદલાયો ના દીકરા દીકરી ના ભેદ ભુસાયા નથી શું જરૂર બેટી બચાવો ના કેમ્પેઇન ની તો બહુ કઠોર રીતે કહું છું કે નગ્ન હકીકત એ છે કે હજી દીકરી ના જન્મ ને વધાવવા ના વાંધા છે હજી કહેવાતા ઉચ્ચ સમાજ માં લોકો ને દીકરો જ જોઈએ છે હજી લોકો દીકરી પરણી ચાલી જશે ના ગાણા ગાઈ છે આ તો સમજીએ કે તુંડે તુંડે મતિ ભિન્ન પણ પોતાની દીકરી ને વહાલ ન કરનાર મૂરખ અને અભાગી સ્ત્રી મા શબ્દ નહિ વાપરું કારણ મા તો મમતા વરસાવે મા મમતા માં દીકરા દીકરી ના ભેદ ન લાવે મને દયા નથી આવતી એ સ્ત્રીઓ ની જે દીકરી ને હજી ભાર ગણે છે મને તો ગુસ્સો આવે છે કે આટલી સરસ સોગાત ને કેમ તરછોડા ય એના કરતાં તો એની મા એ એને જ જન્મ ન આપ્યો હોત તો? બાળક ને જન્મ અપેક્ષા સાથે થોડો આપવાનો હોય...
છ દિવસ ની દીકરી માતા ને સમજાવતો પત્ર
મા... મારો શું વાંક
દીકરી તરીકે જન્મ લીધો. એ તો પરમાત્મા ના હાથ ની વાત છે મેં અરજી તો મોકલાવી ન હતી કે તું મને જન્મ આપ. તો કેમ આવું ઓરમાયું વર્તન કરે છે? શું મોટા મોટા શબ્દો લોક લાજે વાપરતી હતી કે આપણે દીકરો દીકરી એક સમાન, મારા જન્મને વધાવવાની જગ્યા એ તે તો પોક મૂકી રડવાનું ચાલુ કર્યું. મને પણ થયું મા મારો જન્મ થયો છે કે મૃત્યુ આ સમજાતું કેમ નથી.
આજે મારી છઠી છે મા કહેવાય છે ને કે વિધાતા લેખ લખવા આવે પણ આ વિધાતાને ખબર નથી કે મારા લેખ તો કાળી સ્યાહીથી મારા કહેવાતા ઉચ્ચ કુળના કુટુંબીજનો દ્વારા બોલી બોલી ને તારા મન માં મારા માટે નફરત રૂપી ઘર કરી ગયા છે. દીકરી આવી એના કરતાં દીકરો આવ્યો હોત તો, આ તો દીકરી પરણી જશે અને તમે પાછા એકલાં.મા એક વાત કે તો તું તારી બુઢાપાની ફિક્સ ડિપોઝિટ તરીકે બાળક ઈચ્છતી હતી? હે મા તું તો દીકરી છો જ કોઈની અને વહુ પણ ક્યારેય પપ્પા એ નાના નાની સાથે ખરાબ વર્તન કર્યું? મા એક વહુ તરીકે તું જરૂર પડે સહારો બની જ ને દાદા દાદીનો પપ્પાને તો એવી ક્યારેય ખબર જ ન પડી.
મા તને ખબર છે વિધાત્રી શું લખવા આવી છે કે હું ખૂબ ભણીશ અને આગળ જતાં એક બહુ મોટી વૈજ્ઞાનિક બનીશ મારું નામ દેશ વિદેશમાં ગુંજશે મને એવોર્ડ મળશે ત્યારે તારું નામ હું ગર્વ થી લેવા માંગુ છું તું મારી સામે જ નહિ જોવે મારી સાથે ઓરમાયા જેવું વર્તન કરીશ તો હું પણ તારી સગી દીકરી કેમ બનીશ?
મા તું પણ કોઈની દીકરી છો એ તો સમજ આજ થી ૨૫ વર્ષ પહેલાં જો નાની એ સમાજ ની આડી અવળી વાતો સાંભળી તને દૂધ પીતી કરી હોત કે ગર્ભમાં જ મારી નાખી હોત તો? (#MMO) કારણ ત્યારે તો આ બધી વસ્તુ સહેલાઇ થી બની શકે એમ હતી અત્યાર જેવું નથી પણ એવું ન કર્યું અને તને જન્મ આપી ભણાવી ને તું મારી સાથે અન્યાય કરે છે એવું નથી લાગતું? મા મારે પણ તારું નામ ગર્વ થી લેવું છે ....
મારે સમાજના એ લોકો ને કહેવું છે દીકરા દીકરી ના ભેદ કરોમાં તમારા મનનું ઝેર બીજા ના જીવનમાં ઘોળોમાં દીકરી કે દીકરો બને એક જ સમાન છે માત્ર શારીરિક ફેરફાર છે તમારી મા ન જન્મી હોત તો તમે તમારા બાપના ખોળે રમી ન શકત..