Avaaj - 1 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | અવાજ - 1

Featured Books
Categories
Share

અવાજ - 1

પ્રકરણ -1

નિદ્રામાં છુ કે તંદ્રામાં, જાગૃત છું કે મૂર્છિત, જીવિત છું કે મરેલો, સાચું કહું તો હું કઈ જ નથી. બસ જીવતા જીવતા મરી રહ્યો છું કે પછી કે મરી મરી ને જીવી રહ્યો છુ. બ્રહ્માંડ અંગે માણસ કેટલું જાણે છે? બ્રહ્માંડ શું છે? આંખ બંધ કરતાં દેખાતો અંધકાર? મારા પિતા કહેતા કોઈ પણ પદાર્થ મારતો નથી. બસ તે એક આકાર માંથી બીજો આકાર ધારણ કરે છે. જેમ રસાયણ શાસ્ત્રમાં બે રસાયણના મિશ્રણથી એક નવો રસાયણ જન્મ લે છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જીવન અને મરણ સુધીની સફર ખેડે છે. તારાઓ પણ જન્મે છે. અને મૃત્યુ થાય છે. સૃસ્ટિનો આજ નિયમ છે. તમે કણ જોયા છે? જે દરેક પળે આપણી આસપાસ જ હોય છે. સ્પૂર્ણ અંધકાર પછી પ્રકાશના કોઈ લીસોટામાં આપણે તેને જોઈ શકીએ છીએ! આપણી આસપાસ ઘણું છે. જે આપણે નરી આંખો વળે નથી જોઈ શકતા. તેના માટે સૃસ્ટિના નિયમો તોડવા પડે છે. પોતાના બંધન અને માન્યતાઓ તોળવી પડે છે. કઇ એવું કરવું પડે છે. જે ગેલેલીયો,એડિશન, ન્યુટન નથી કરી શકયા.આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદ અને પાયથાગોરસ નિયમોથી પણ આગડ કોઈ જ નિયમ નહિ તે સિદ્ધાંત ને આધારે બધુ સિદ્ધ કરવું પડે છે. બ્રહ્માંડ ફકત અંધકાર નથી. બ્રહ્માંડ લાખો, કરોડો, કે અરબો કે આપણી કલ્પનાથી પણ બહાર અણુઓનો ,ઉર્જાનો ભંડોળ છે. માનવ હજુ આકાશી વીજળી સુધી નથી પહોચ્યો એ વીજળીના લીસોટાને કેદ નથી કરી શક્યો! “ તું તારી એક અલગ દુનિયા બનાવજે! “ મારા પિતાના આ શબ્દ આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યા હતા. નાશા માટે વર્ષો સુધી તેને કામ કર્યું. તેણે એવી શોધ કરી હતી જે દુનિયાથી આજસુધી અજાણ હતી-છે. તેની એક એવી શોધ જે વોટ્સેપ,ફેસેબુકથી પર હતી. મોટામોટા રડાર મશીનોનો કોઈ જ જરૂર નોહતી, ન તેને આટલા વર્ષોમાં કઇ કર્યું હોય, એક એવી કોમ્યુનિકેશન સિસ્ટમ મારા પિતા ડેવલોપ કરવા ઈછતા હતા. જે વિશ્વને એક અલગ જ સોગાદ આપત, એક નવી ક્રાંતિની શુરુવાત થઈ હોત.તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યા. મારા પિતાએ છેલ્લા સમયે મને કહ્યું હતું. તારા માટે સંપતિ,ધન હું વારસામાં ન આપી શક્યો, પણ હું કઈ એવું આપવા જઈ રહ્યો છુ. તે પ્રુથ્વી પર આજ દિન સુધી કોઈ પિતાએ તેના સંતાનને આપ્યું નહિ હોય! મારા પિતા જતાં જતાં કહી ગયા, હું તને જે આપીશ તે તારે જાતે જ મેળવવાનું છે.

અલાર્મ વાગતા આંખ ખુલ્લી ગઈ, લગભગ છેલ્લા એક વર્ષથી આ સપનું મને નિયમિત આવત્તું હતું. પિતા રોજ સપનામાં આવી મને તેના કહી ગયેલા શબ્દ યાદ અપાવતા હતા. પણ તેની વાતો મૂર્ખતા ભરી હતી. તેના સહકર્મીઓ મને કહેતા,તેનું ચસકી ગયું હતું. પપ્પાના ખૂબ જ સારા મિત્ર ચિરંજવી અંકલ પણ કહેતા હતા. રામનારાયણ ઘણા સમયથી ખૂબ જ વિચિત્ર વાતો કરતો જેથી તેને નોકરીથી કાઢવામાં આવ્યો. અમારા માટે ખાસ મારા માટે ઈન્ડિયામાં રહવું સરળ નોહતું, પપ્પાના ગયા પછી, હું એકલો થઈ ગયો.

મને એકને એક સપનું રોજ કેમ આવે છે, શું કારણ હોય શકે? મારા પિતા સફળ વિજ્ઞાની હતા. મે હજુ જીવનમાં કઈ જ ઊખાડયું નોહતું. પિતાનો સપનું હતું હું સાઇટીસ્ટ બનું,પણ હું વિજ્ઞાનના શિક્ષક સિવાય કઈ જ બની ન શકયો. મને મારા પિતા જેમ થવું પણ નોહતું. તેના નામે ઘણી શોધો પેટેન્ટ છે. ઘણા બધા એવોર્ડ સાથે એક ખાસ એવોર્ડ પણ છે.મૂર્ખ,ધૂની,પાગલ રામનારાયણ , માફ કરજો ડો.રામનારાયણ !

વોર્મ હૉલ, ટાઈમ લેપ જાણો છો છો શું છે? એક શોર્ટકર્ટ, હા એક શોર્ટકર્ટ! એક આકાશ ગંગામાંથી આકાશગંગામાં જવાનો રસ્તો, એક એવો રસ્તો જે, પ્રકાશની ગતિથી પણ પહેલા પોહચાળે, પપ્પા શું આ સંભવ છે? કે ફકત તમારું ઈમેજીનેશન, ચલો માન્યું કે વોર્મહોલ જેવુ છે તો તેનો આકાર કેવો હશે તેને ક્યાં શોધીશું? તેની અંદર કેવી રિતે જઈશું!

અરીસા સામે તે ઊભો ઊભો વાતો કરી રહ્યો હતો, તે સિવાય તેની પાસે કોઈ ચારો હતો ખરો ?

****

“હૈ, અમિત, શું પોગ્રામ છે આજ રાતનો?” નિહારિકાએ કહ્યું. નિહારિકા શર્મા, તેની સાથે બી.એડમાં ભણતી પણ કોઈ ખાસ પરિચય કેળવ્યો નોહતો. પણ શાળામાં સાથે એક વર્ષની નોકરી દરમિયાન વાતચીતના સંબધ હતા. મોટા ભાગના સ્કૂલ કાર્યકમોમાં ખૂણે ખાંચે એકલા જોવા મળતા!

“કઈ ખાસ નહિ.”

“તો આજરાત તું અમારે ત્યાં જમવા આવને?”

“તમારે ત્યાં! આજે કઈ ખાસ છે? “

“નહિ, કઈ ખાસ તો નથી પણ આજે મારૂ ફૂલ ફેમિલી એકસાથે ડિનર કરશે, તું આમપણ એકલો છે. તો અમારે ત્યાં આવી જજે” નિહારિકા એક શ્વાસે બધુ બોલી ગઈ.

“તને તો ખબર છે, મને એકલું જ ફાવે છે. મને આ બધુ નથી ગમતું.”

“ઠીક છે.” કહેતા તે ઊભી થઈ દરવાજા સુધી પોહચી ગઈ,તેની પીઠ હજુ પણ દરવાજા તરફ જ હતી.કઈ કહેવાનું બાકી હોય તેમ તે અટકી ‘ હું જાણું છૂ તું નહીં આવે, પણ તું એ પણ જાણે છે તું આવીશ તો મને ગમશે !”

જૂના જમાનામાં જમીનદારનો બંગલો હોય તેવો જ બંગલો હતો. ગેટ પાસે સિકિયોરિટી ગાર્ડ તો નોહતો પણ હોવો જોઈતો હતો. કદાચ મોટી મૂછવાળા બે સિકિયોરિટી ગાર્ડહોટ તો, વધુ ઠાઠ લાગત પણ હવેલી પર કોઈ જાતની અસર થાત ખરી? મે પોતાની સાથે જ વાત કરવાનું ચાલુ રાખ્યું હવે લીના ઉપરના ઓરડાઓમાં લાઈટો બંધ હતી. એક મોટું ગાર્ડન હતું. ગાર્ડનમાં લોન પાથરી હતી. લોન પર એક ટિપાઈ, એક જુલો હતો. ટિપાઈ પર કપ-રકાબી હતા. જે અમીરોની સાંજ કેવી હોય ચાળી ખાતા હતા.

આલીશાન ડાયનીનિંગ રૂમ, અને ભવ્ય ડાઈનિંગ ટેબલ, કોઈ રાજ પરિવાર આહાર લઈ રહ્યું હોય તેવું લાગતું હતું. એક સાથે પચીસ-ત્રીસ લોકો જમી શકે તેવી વ્યવસ્થા હતી, આઠ સભ્યો સિવાય બાકીની ખુરશીઓ ખાલી હતી. હું પાંચ સો વર્ષ પાછળ પોહચી ગયો!

મારા આગમનથી નિહારિકા ઊભી થઈ ગઈ, તે ખુશ હતી કે આઘાતમાં, કે આઘાત સાથે ખુશીમાં!

મૈં બધા તરફ જોઈ સંસ્કારી નમસ્તે કર્યું. કદાચ નિહારિકાને તેની કલ્પના નોહતી. તેણે મારો પરિચય કરાવ્યો. ભોજન પછી હું તેનો ઓરડો જોવા માટે ઉપર તરફ સીડીઓ વડે આગડ વધી રહ્યા હતા.

“તારૂ ઘર જોઈને નથી લાગતું, કે તારે જોબની જરૂર છે.” અમિત નિહારિકા તરફ જોયા વગર જ કહ્યું.

અમિત હજુ ઘરના નકસીકામને બારીકીથી જોઈ રહ્યો હતો. ઘરનું રાચરચીલું ખૂબ જ અદ્ભુત હતું. “લોકો ફકત પૈસા માટે જ જોબ કરતાં હોય છે?” નિહારિકાએ કહ્યું.

“મારા કેસમાં તો આવું જ છે. લોકોની મને ખબર નથી!” કહેતા તે રહસ્યમય રીતે હસ્યો.

“પણ મારા કેસમાં એવું નથી. હું જોબ મારા નિજાનંદ માટે કરું છું. મારી ખુશી માટે કરું છૂ. “

વાતો કરતાં કરતાં અમે બીજા માળે આવી ગયા હતા. મોટો હૉલ કોઈ રાજમહેલના પ્રાગરણ જેવા લગતા હતા. વચ્ચે વિશાળ જુમર જગમગી રહ્યો હતો.દીવાલો પરના રંગો અને ચિત્રોમાં મોર અને બીજા પક્ષીઓના રંગબેરંગી ચિત્રો ખૂબ જ આકર્ષક લગતા હતા.

“ખૂબ જ સુદર ! આ હવેલી તારા દાદાએ બંધાવી છે?”

“નહી આ હવેલી મારા દાદાજીના પિતાજીએ બંધાવી છે. લગભગ એકસો પચાસ વર્ષ પેહલા,મારા પરદાદા મોટા જમીનદાર હતા.”

“વાવ તું એક રજવાડી કુટુંબની સભય છે, તે જાણીને ખૂબ જ ખુશી થઇ શાળામાં બધાને કહીશ....”

“મહરબાની કરીને એવું ના કરજે, તે મને કામ નહીં આપે , અને દર રવિવારે મારા ઘરને મ્યુજિયમની જેમ જોવા આવશે!” કહેતા તે હસી ગઈ, તેના વાળની એક લટ વારંવાર પવનમાં આગળ આવી જતી હતી. નિહારિકા, તેને પાછળ લઈ જવાનો મિથિયા પ્રયાસ કરતી. અમે હવે અગાસી પર આવી ગયા હતા. લગભગ ચાર માળની આ હવેલી જે હેરિટેજ જગ્યા હતી. શહેરથી દૂર એક વિરાન બીચથી બસ સો મીટર દૂર, હનીમૂન માટે પરફેક્ટ પ્લેશ, પુનમનો સ્પૂર્ણ સફેદ ચાંદ, ભરતીમાં ઉછાળા મારતા સફેદ દૂધ જેવા મોજા, નિસબ્દ શાંતિ હતી.

“માફ કરજો, હું ખલેલ તો નથી પોહચાડતો ને?”

“ શું તમે પણ દાદાજી.” નિહારિકા શરમાઈ ગઈ.

“ શું થયું યંગમેન, ડાઈનિંગ ટેબલ પર પણ ચૂપ અને અહી પણ ?”

“ દાદૂ આ આવો જ છે.”

“તે નથી બોલતો પણ તેની આંખો બોલે છે.” કહેતા તે મૂછમાં હસ્યા. “તારી ફેમિલીમાં કોણ કોણ છે?”

“મારી મમ્મી હું નાનો હતો ત્યારે જ ભગવાને વ્હાલી થઈ ગઈ હતી, મારા પિતાને કેન્સર હતો. તેનો અવસાન થયો ત્યારે હું ફકત પંદર વર્ષ નો હતો. ઈશરોમાં કામ કરતાં મારા પિતાના એક મીત્રએ મને સાંચવ્યો. નાશામાંથી પપ્પાને કાઢ્યા ત્યારે ઈન્ડિયા લઈ અવાવમાં પણ તેઓ ખૂબ જ મદદ કરી, અફસોસ હવે તે પણ દુનિયામાં નથી.” તેની આંખના ખૂણા ભીના થઈ ગયા.

“અમે તને દુખી કરવા નોહતા માંગતા! “

“ઇટ્ર્સ ઓકે દાદાજી મારા પિતા એમ પણ કહેતા કે કોઈ મરતું ફકત આકાર બદલે છે.”

“તારા પિતા વૈજ્ઞાનિક થઈ આવું બધુ માનતા ?”

“તે ફકત માનતા નહી, તેને બધુ સિદ્ધ કરીને બતાવ્યુ હતું. પણ નાશા તેને સમજી જ ના શકી હું પણ નહિ!”

“શું નામ છે તારા પિતાજીનું? “

“ રામનારાયણ રાવ ”

“ધી રામનારાયણ રાવની વાત કરે છે તું?” નિહારિકા હરખથી ઉછડી પડી.

“તને ખબર છે મારૂ સપનું પણ વિજ્ઞાની બનવાનું છે.”

“તેના માટે પાગલ બનવું પડે “ તે હસતાં હસતાં બોલ્યો.

રાત વધી ગઈ હતી. કાળા ઘંઘોર વાદળો પાછાળ ચાંદ લૂકાચૂપ્પી રમતો હતો.

‘મારે હવે જવું જોઈએ નહિતર તું પણ ભીંજાઇ જઈશ!”

ક્રમશ