Adrashya - 4 in Gujarati Horror Stories by Anjali Bidiwala books and stories PDF | અદ્રશ્ય - 4

Featured Books
Categories
Share

અદ્રશ્ય - 4

આગળ જોયું કે રોશનીએ રાહુલને એક નાગ સાથે વાત કરતાં જોઈ છે પણ રાહુલની વાત પરથી તે પોતાનો ભ્રમ હશે એવું માની લે છે. રોશનીના સાસુ-સસરા એક મોટાં સંત પાસે જવાના છે.

રાત્રે પાર્ટીમાંથી રોશની અને રાહુલ ઘરે આવતા હતા ત્યારે સાસુનો ફોન આવ્યો.

રોશની : "હા મમ્મી"

સાસુ : "રાહુલ સામે છે......? , એને ફોન આપ."

રોશની : "હા"

રાહુલ : "બોલો મમ્મી, ત્યાં કોઇ તકલીફ નથી ને...?"

મમ્મી : "ના દિકરા, તું કેમ છે...?"
રાહુલ : "હા મમ્મી, હું અને રોશની સારાં છે."

મમ્મી : "તું મારી રોશનીનું ધ્યાન રાખજે.......અમારા આવવા
સુધી તું એની સાથે જ રહેજે."

રાહુલ : " હા મમ્મી, ચિંતા ના કરો."

મમ્મી : " રોશનીને ફોન આપ."
રાહુલ રોશનીને ફોન આપે છે.

સાસુ : "રોશની, તું હમણાં ક્યાં છે?"

રોશની : "મમ્મી, કારમાં......ઘરે જઈએ છે."

સાસુ : "તે સંતની વાત રાહુલને નથી કરીને.....?"

રોશની : "ના.."

સાસુ : "સારું કર્યું.....હવે સાંભળ, અમે સંત પાસે ગયા હતાં
પણ એમણે અચાનક કંઈ કામ આવી જતાં અમને
મળી શક્યા નહીં.......એમના એક શિષ્યએ કહ્યું
કે સંતએ કહયું છે કે તારે(રોશનીએ) આજે રાતે
રાહુલ પર નજર રાખવાની છે અને રાહુલને ઘરની
બહાર જવા દેવાનો નથી... તું આટલું ધ્યાન રાખજે..
અમે કાલે સંતને મળીએ... પછી તારી સાથે
વાત કરું."

રોશની : "હા જરૂર.."

રોશની ફોન મુકે છે. રાહુલ અને રોશની ઘરે જઈ સુઈ જાય છે.

રાહુલ સુતેલો છે .રોશની રાહુલ પર નજર રાખે છે. સવાર પડી રાહુલ હજી સુતેલો જ હતો.રોશની તેનાં કામે લાગી ગઈ અને રાહુલ તૈયાર થઈ રોશનીને કહ્યા વગર ઑફિસે જવા નીકળી ગયો.

બીજી બાજુ હરિદ્વારમાં રાહુલનાં માતા-પિતા સંતને મળવા ગયાં છે.

સંત : આવો , બેસો.

રાહુલનાં પિતા : તમે તો બરાબર ગુજરાતી બોલો છો ને....!

સંત : હું ગુજરાતનો જ છું.......મેં તમને અહીં એક જરૂરી કામ માટે બોલાવ્યા છે.

રાહુલનાં પિતા : " હા જરૂર.....કહો....શું વાત છે.."

સંત : "તમારો પુત્ર તમને અને એની પત્નીને છોડીને જતો રહેશે...."

રાહુલની મમ્મી : "આ શું કહો છો....કેમ અમને છોડીને જતો રહેશે?"

સંત : " હા, આ સત્ય છે.....જયારે તમે મંદિરમાં ઉભા હતાં ત્યારે મને એવું લાગ્યું કે તમને કંઈક તકલીફ પડવાની છે....પછી મેં ધ્યાન કરીને જોયું તો તમારા પુત્ર વિશે જાણ થઈ.....તમારી વહુને પણ શક છે જ , પણ તે માનવા તૈયાર નથી."

રાહુલની મમ્મી : "રોશનીને શક.......પણ એણે મને આ બાબતે કંઈ જ વાત નથી કરી."

સંત : "રોશનીને ફોન કરીને પુછો પહેલાં......."

રાહુલની મમ્મી રોશનીને ફોન કરે છે.

રોશની : બોલો મમ્મી...

રાહુલની મમ્મી: રોશની...અહીં સંત કહે છે કે તને કોઈ કારણસર રાહુલ પર શક છે....શું એ સાચું છે?

રોશની : "હા, મમ્મી.....પણ એનો કોઈ મતલબ નથી....એ તો મારો ભ્રમ હતો."

રાહુલની મમ્મી: " ભ્રમ...કેવો ભ્રમ?

રોશનીએ આટલાં દિવસોમાં બનેલી બધી ઘટનાઓ જણાવી દીધી.

રાહુલની મમ્મી : રોશની..., હું તને થોડી વાર પછી ફોન કરું.

રાહુલની મમ્મી ફોન મુકી દે છે અને સંતને બધી ઘટના જણાવે છે.

સંત : હું જાણું છું.....એટલે જ મેં તમને ફોન કરવા કહ્યું.

રોશનીની મમ્મી : "ભુલ મારી જ છે....રાહુલ નાનો હતો ત્યારથી જ એક સપનું એને હેરાન કરતું હતું...પણ અમે મજાકમાં લઈ લેતા હતાં......ખબર ના હતી કે એક સપનું આમ હકીકતમાં અમારી સામે આવી ઊભું રહી જશે."

સંત : "સપનું.....?"

રાહુલનાં પિતા: "હા સપનું., તેને સપનામાં ઘણાં બધા નાગ દેખાતા હતાં.....તેમાંથી એક નાગ એક સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો દેખાય છે.

ક્રમશ........