જુહુની બીચ પાસેની હોટેલ રમાડામાં બધા ફ્રેન્ડ્સ ભેગા થાય છે. સારા રેડ સ્લીવલેસ એલાઈન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, અને રાજને ગળે મળીને કહે છે રાજ thanks, thank you for this wonderful surprise. સવારે મને લાગ્યું તું મારો birthday ભૂલી ગયો, but You just made my day. I Love you so much..ત્યાંજ... વચ્ચે રાજનો ફોન રણકે છે , રાજ ફોન રિસિવ કરે છે અને અવાજ સાંભળીને એના ચહેરા પર ચમક આવી જાય છે અને એ વાત કરવા સાઈડમાં જતો રહે છે.
"હેેલો રાજ, પિયા હિયર..I am sorry, હુંં તને
કહેેેતા ભૂલી ગઈ હતી, આજે મારા મમ્મી અનેેે પપ્પા આવ્યા છે તો હુંં કોલેજ આવી ન હતી, તારે રાહ જોવી પડી હશે, Its ok piya..I can understand..રાજેે જવાબ
આપ્યો..અને હજી એક વાત કાલથી મારી રાહ ન જોઇશ. બાકી detail માં હું તને મળીને કહીશ..બાય...કહીને પિયા ફોન કટ કરે છે. પિયાનો સામેથી ફોન અવ્યાની ખુશીમાં રાજ ઘેલો થઇ જાય છે અને સારાને ઉંચકીને તેેને કહે છે I love You my sweet heart, happy birthday.રાજ
કોઈ દિવસ આ રીતે ફીલિંગ વ્યક્ત નથી કરતો
પણ આજે એનું આ રુપ જોઈ સારા ખુશખુશાલ થઈ
જાય છે. અરે યાર અમારા જેેવા ગરીબોના Birthday ની તો કોઈને કઇ વેલ્યુ જ નથી..મિલન મજાકમાં કહે છે. બધા પાર્ટી એન્જોય કરે છે. રાજ પિયા સાથે ફોનમાં વાત થવાથી ખુશ છે અને મિલન સારા ખુશ હોવાથી ખુશ છે..અને બાકી બધા રમાડા હોટેલમાં મળેેેલ Party થી ખુશ છે.
પિયા અને ખુશી અને બધા પરિવારજનો પિયાનો સામાન ફેરવે છે અને સાંજે હોટેલમાં સાથે જમીને રાતની ટ્રેનમાં જ પિયાના મમ્મી પપ્પા નીકળી જાય છે. અશોકભાઈ અને રમીલા બહેન સ્મિતાબેન અને રસિકભાઈને બાહેંધરી આપે છે કે એ પિયાનું ખુશીની જેમ જ ધ્યાન રાખશે. આભારવશ થઈને સ્મિતા બહેન અને રસિકભાઇ વિદાઈ લે છે . એ બંનેના જવાથી પિયા થોડી દુઃખી છે પણ સુરજ અને ખુશી તેને સંભાળી લે છે.
બીજા દિવસે કોલેજ કેન્ટીનમાં રાજ પિયાને મળે છે પણ સારાની હાજરીમાં વાત નથી કરી શકતો પણ વાત કરવા અધીરો બની જાય છે. એ જોઈને મિલન વાત સમજીને સારાને કોઈ બહાને ત્યાંથી દૂર લઇ જાય છે. પિયા રાજને મળીને કહે છે કે એ હવેથી ખુશીના ઘરે રહે છે...તે અહીં એકલી છે અને તેના મમ્મી-પપ્પા નડિયાદ રહે છે. રાજને આ જાણીને ખુશી થાય છે કે પિયા અહીં એકલી છે પણ એ હવે તેની સાથે કોલેજ આવી અને જઇ નહીં શકે એ વાતથી દુઃખી છે.
સુરજ તો જાણે આસમાનમાં ઉડવા લાગ્યો હતો કેમકે એને જે જોઈતું હતું એ મળી ગયું. એની પ્રિય પિયાના દર્શન હવે તે સવાર સાંજ અને તે પણ એના જ ઘરમાં કરી શકવાનો હતો.
ધીરે ધીરે કોલેજમાં રાજ અને પિયાની મૈત્રી વધતી જાય છે , ખુશી અને પિયા પણ એના ગ્રુપમાં ભળી જાય છે પણ સારા insecure ફિલ કરે છે અને મિલન દર વખતે સારાને સંભાળવાની કોશિશ કરે છે જેથી રાજને કોઈ problem ન થાય પણ એ ચક્કરમાં એ પોતે જ ક્યારે સારાની નજીક આવી ગયો એની એને પોતાને પણ ખબર ન રહી. સારાનું બિન્દાસ્ત પણુ અને અલ્લડ પણુ એને ગમતું હતું. અને એક વાતથી એ નિશ્ચિન્ત હતો કે રાજને તો પિયા ગમે છે માટે એ સારા અને રાજની વચ્ચે નથી આવી રહ્યો પણ સારાને કઇ રીતે પોતાના દિલની વાત જણાવવી એ ચિંતા એને કોરી ખાતી હતી કારણકે...સારા રાજને પાગલોની જેમ પ્રેમ કરતી હતી.
પ્રેરણા ગ્રુપનો મોરચો રાજે સંભાળી લીધો હતો અને એ તમામ પ્રકારે પિયાની એમા મદદ કરતો..આમ રાજ પોતાના માટે પિયાના દિલમાં સોફ્ટ કોર્નર બનાવી લે છે..આમ પણ પિયા સુંદર હોવાની સાથે ભણવાથી લઇ બધી વાતોમાં પારંગત હતી એટલે રાજ તેના પર દિવસે ને દિવસે વધુ મોહિત થતો જતો હતો. ખુશી એક બેસ્ટ ફ્રેન્ડને છાજે તેમ પિયાની રાજ સાથે વધતી નિકટતાની વાત પોતાના સુધી જ રાખે છે એટલે સૂરજને ક્યારેય આ વાતની ખબર નથી પડતી. એ પિયાનો એક સારો મિત્ર બનીને રહે છે. પિયા એને માત્ર સારો મિત્ર માને છે અને સુરજ પિયાને પ્રેયસી માને છે. બસ તેને propose કરવા યોગ્ય સમયની રાહ જુએ છે.
ખુશી પણ પ્રેરણા ગ્રુપમાં મિલનની પાર્ટનર હોવાથી મિલનને દિલ દઈ બેસે છે.
આમ એક પ્રણય ચતુષ્કોણ રચાય છે.....જેમાં ખુશી મિલનને પ્રેમ કરે છે, મિલન સારાને પ્રેમ કરે છે, સારા રાજને પ્રેમ કરે છે અને રાજ પિયાને..પણ કોઈ એકબીજાને કઈ કહેતું નથી બસ યોગ્ય સમયની રાહ જુએ છે...હજી પિયાના દિલમાં શુ છે એ કોઈને ખબર નથી....સુરજ પણ પિયાને પ્રેમ કરે છે...તો આ બધા માંથી કોનો પ્રેમ મંઝિલ સુધી પહોંચશે એ જાણવા વાંચતા રહો...પ્રણય ચતુષ્કોણ.
ક્રમશઃ