kathaputli - 13 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 13

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

કઠપૂતલી - 13


13

ડુમ્મસની હદમાં આવતી પોલિસ ચોકીના ઈન્ચાર્જને જાણ કરી મર્ડરનો ગુનો નોંધાયો હતો. છતાં આ કેસ ઓલરેડી એક જ પરંપરાગત મર્ડરોને અનુસરતો હોઈ ખટપટિયાએ પોતાની રીતે ઈન્વેટિગેશન જારી રાખ્યુ હતુ.

પુરૂષોત્તમદાસની કારને ખટપટિયા અને જગદિશ ધારી ઘારીને જોઈ રહ્યા હતા.. ગાડીના આગળના મેઈન ગ્લાસ પર રક્તથી કઠપૂતલી લખાયુ હતુ.

ગાડીની પડખે જ પુરૂષોતમની લાશ પડી હતી.

જમીન પર થયેલો લિસોટો અને લોહીના ડાઘ જોઈ એવુ લાગતુ હતુ. જાણે લાશને ઝાડીમાંથી ખેચીને લવાઈ હતી.

એના ગળાની નસ કપાઇ ગઈ હતી..

આગળનો શર્ટનો ભાગ લોહીથી ખરડાઈ ગયો હતો. એની આંખો પહોળી થઇ ગઈ હતી.

ખટપટિયા ત્યાં લગી જોઈ આવ્યો જ્યાં એનુ મર્ડર થયુ હતુ.

એક ગુછ્છાદાર ઘમઘોટ વિલાયતી બાવળ ઓથે રક્તનો મોટો ઘબ્બો હતો.. જાણે ખાબોચિયુ ભરાઈને સૂકાઈ ગયુ હતુ.

પુરૂષોતમના ફેમિલીને બોલાવી લેવામાં આવ્યુ હતુ. એની વાઇફે લાશને ઓળખી લેતાં જ રોકકળ મચાવેલી.

એણે શાંત પાડીને એનાં બે યુવાન સંતાનો અને સાસુ સસરા સાથે ધરે મોકલી દેવાઈ.

ડેડબોડી લઈ જતી સિવિલની વાન બોલાવી લાશને પોસ્ટમોટમ માટે રવાના કરી દેવાઈ.

પુરૂષોત્તમ એક બિલ્ડર હતો.

એ 35 વર્ષનો લંબગોળ ચહેરો ધરાવતો પુરૂષ હતો. એની હડપચી પર સહેજ વાગેલાનુ નિશાન હતુ.

ખુબજ ધાતકી રીતે છેતરીને હત્યા થઈ હતી.

કેમકે એને પ્રતિકાર કરવાનો મોકો પણ મળ્યો નહોતો..

"સર મને લાગે છે .. પુરૂષોત્તમે ડ્રીંક લીધુ હોવુ જોઈએ.. બાકી સાવ આમ મૂંગા જાનવરની જેમ વધેરાઈ ન જાય ..!

"બની શકે છે.. પોષ્ટમોટમ ના રિપોર્ટ પછી ખબર પડે...!"

"તમને તો ખબર જ હતીને સર કે આનુ મર્ડર થવાનુ છે તો ખૂનીને રોક્યો કેમ નઈ..?"

જગદિશ પોલિસની કાર્યવાહીની નાકામી અને નાલેશીથી અકળાયો હતો.

ખટપટિયાએ જગદિશ સામે આંખો તરેરી. કારણકે પુરૂષોતમની કારને ઈસ્પે. વૈભવ બારીકાઈથી જોતો હતો. ક્યાંક એ આ બધુ ન સાંભળી જાય..

'પછી હેડક્વાર્ટર પર વાત કરીશ..!'

ખટપટિયાએ જગદિશ સામે આંખ મિચકારી..

જગદિશ મૂંગો થઈ ગયેલો.

એ સમયે એક અન્ય કાર આવીને ત્યાં થોભી.

કારમાંથી ઉતરતા યુવાનને જોઈ ખટપટિયાનાં ભવાં સંકોચાયાં. જ્યારે જગદિશના પગ તળેથી ઘરતી સરી ગઈ જાણે..!

એ સમિર હતો.. એની પારદર્શક આંખો અને બેપરવાહ ચહેરો જાણે પોતાની કાચબા ગતીની હાંસી ઉડાવી રહ્યો હોય એમ ખટપટિયાને લાગ્યુ.

"હેલ્લો સર..!"

એણે ખટપટિયા સામે સ્મિત વેર્યુ.

"તમે અહીં..?"

ખટપટિયાએ જાણી જોઈ અજ્ઞાનતા ઓઢી લીધી.

"હા..! તમને કહ્યુ તો ખરૂ સર હું ડિટેક્ટિવ છું અને આ કેસ શરુથી ગૂંચવાતો જાય છે..

હું મીસિસ મીરાં વતી તમારી પણ હેલ્પ જ કરી રહ્યો છું..!"

"ઓહ.. આઈ સી..!"

ખટપટિયાને સમિરનુ આગમન રૂચ્યુ નહોતુ એ એણે કળાવા દીધુ નહી..

"કેવી રીતે જાણ્યુ..મર્ડર વિશે..?"

"શુ સર તમે પણ બાલિશ સવાલ કરવા લાગ્યા..!"

જે ઠમઠોર સુધી પહોચીં જાય એ આખી લીંકને પકડી શકે પણ સમજાતુ નથી ક્યાં કાચુ કપાયુ છે..

તમારી ઝડપ બાજ જેવી હોવી જોઈતી હતી. જે પોતાના શિકાર પર અગાઉથી જ ટાંપીને બેઠો હોય..!"

સમિરે જાણે કે ખટપટિયાની કાર્યપ્રણાલી પર ટોન મારેલો.

પણ ખટપટિયા જરાય વિચલિત નહોતો.

એક રહસ્યમય મૂસ્કાન એના યહેરા પર થીરકતી હતી.

"ચાલો હેડક્વાર્ટર પર ત્યાં નિરાંતે વાત થશે..! કદાચ તમે અમારી હેલ્પ કરી શકો એમ લાગે છે..!"

ત્યાર પછી ખટપટિયા ઈસ્પે વૈભવ સાથે થોડી ઈમ્પોર્ટન્ટ વાતચિત કરી નીકળી ગયો.

બુલેટ સૂરત સીટી તરફ ભાગી રહ્યુ હતુ.

ત્યારે જગદિશે ખટપટિયાને કહ્યુ.

"સર આ સમિર કંઈ આપણા કરતાં બે ડગલાં આગળ લાગે છે..!"

હા, ખટપટિયાએ કબુલ્યુ.

એ આપણને નખશિખ ઓળખી ગયો છે.

એ મીંરાં પ્રત્યેના આવેગને લીધે એને ગળે તો લગાવી લે છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા પારખી આપણને જણાવી પણ દે છે કે પોતે મીરાંનો પ્રેમી છે.. કંઈ સમજાય છે જગદિશ..?"

હા સર...! એ સમજી ગયો હતો કે સાહેબની ચાર આંખો એના પર મહેરબાન હશે.. ! જગદિશે એવી રીતે જવાબ આપ્યો કે ખટપટિયાને હસવુ આવી ગયુ.

"સર તમને નથી લાગતુ ખૂનીએ પુરૂષોત્તમને ફોન કરી ડૂમ્મસ બોલાવ્યો હોય અને એનો નંમ્બર..?"

"પ્લાનિંગથી જે મર્ડર કરતો હોય એ આવી ચૂક ન કરે.. એણે બીજા કોઈના નંબરથી પુરૂષોતમનો કોન્ટેક કર્યો છે..

મે જાણી લીધુ છે.. અને એ ગઈકાલે પણ પુરૂષોતમને મળેલી .. પણ કદાચ એ મારા કરતાં બે કદમ આગળ નીકળી ગઈ.

આપણે પુરૂષોતમને એની હત્યા થવાની છે એવી જાણ કરતા તો ખૂની વાર કરવા બહાર જ ન આવતો.. અને જાણ ન કરી તો પણ..?!" ખટપટિયા આગળનુ વાક્ય ગળી ગયો.

હું પુરૂષોત્તમ પર મીટ માંડી ઉભો રહ્યો.

અને એ પુરૂષોત્તમને કાલે મળેલી નઈ..

બટ એક નાનો છોકરો કંઈક ચબરખી જેવુ એને પકડાવતો ગયેલો.

એનુ રહસ્ય હવે જ સમજાયુ.

જરૂર એ મર્ડરરનો કોઈ છૂપો મેસેજ હશે..

હા, એમજ હતુ..

મારી જેમ ડિટેક્ટિવ મહાશય પણ એક ખૂણે ઉભા હતા.

મતલબ કે એ પણ પુરૂષોત્તમના કોલ પર નજર રાખી રહ્યા હતા.

બહુ ફાસ્ટ છે એ ડિટેકટિવનો બચ્ચો..!"

યસ સર..!

ખટપટિયા બૂલેટ ભગાવતો રહ્યો.

ધીમી વરસાદી ઝરમર શરૂ થઈ ગઈ હતી.

વરસાદમાં ભીંજાવાનુ એને ગમતુ નઈ..

છતાં અણધાર્યો વરસાદ છેતરી જતો.

જેથી એનુ મન એક અસિમ ઉદાસી તળે દટાઈ જતુ.

(ક્રમશ:)