Jawabdari - 2 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | જવાબદારી - ભાગ ૨

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

જવાબદારી - ભાગ ૨

આગળ


તેની જવાબદારી પ્રત્યે કોઇ ભાન જ રહ્યું નહોતું.
એક દિવસ તેના મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો અને ત્યારે જ રસ્તામાં તેનુ એક્સિડન્ટ થયુ હતુ.
જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તેના દિવ્યા માટે પરીસ્થીતી એટલી ખરાબ બની હતી કે માત્ર ભાડાની આવક પર ઘર ચાલતુ. આજથી વિસ વર્ષ પહેલાં તે ૩૦૦૦ રૂપિયાની ભાડાની આવક પર ઘર ચલાવતી તેમા આકાશનો અને તેની મોટી બહેન વંદનાનો ભણવાનો ખર્ચો, ઘર ચલાવવા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ બધુ મેનેજમેન્ટ કરતી
કોઈ મેનેજમેન્ટની ડીગ્રી મેળવ્યા વગર પણ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા દિવ્યાઘરનુ વ્યવસ્થિત ધ્યાન રાખતી.
તેની જીદંગીનો ધ્યેય એટલે આકાશ અને વંદનાને ભણાવવા કેમ કે તેની પાસે બિજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો.
જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તેના મોટા ભાઈ રાકેશ જોશી દિવ્યાને આ ઘરમા પણ રહેવા દેવા માંગતા નહોતા કારણ હતુ માત્ર મકાનનો અડધો ભાગ.
રાકેશે તેને એક ઓફર કરેલી કે વંદના અને આકાશને અમે સાચવી લઈશુ તુ તારા પિયર પાછી ચાલી જા. પણ દિવ્યા જાણતી હતી કે મારા ગયા પછી વંદના કે આકાશની કાળજી રાખવામાં આવશે નહીં એટલે તેણે અહી રહેવાનો નિર્ણય લીધો.
રાકેશ દિવ્યાને કોઈ પણ કાળે અહી રહેવા દેવા માંગતો નહોતો તેથી તેણે બિજો પ્લાન બનાવ્યો
દિવ્યાના ભાઈ કિશનને ઘણુંબધું દિવ્યાની વિરૂધ્ધ કહ્યુ અને તેને પણ રાકેશે એ પ્રસ્તાવ આપ્યો જે દિવ્યાને આપ્યો હતો
પણ કિશન માટે તેના ભાઈ બહેનના લોહીના સંબંધ કરતા ગામમાં પડેલી તેની ઈજ્જત વધારે મહત્વની હતી એટલે તેણે તેની બહેનને સાથ-સહકાર આપવાને બદલે ઝધડો પણ કર્યો
દિવ્યા પર તેની કોઇ અસર વર્તાઈ નહી તે એક બેસ્ટ મોમની ભુમિકા નીભાવતી હતી.
દિવ્યાએ આકાશ અને વંદનાની સ્કૂલ અક્ષરદિપ વિઘાલયના પ્રિન્સિપાલ અનીલ કાકલોતરને તેના ઘરની આર્થિક સ્થિતિનુ વર્ણન કર્યું હતું અનીલે તેમને મદદ કરવા વચન આપ્યું હતુ.
તેમણે સ્કુલના ચેરમેન બીપીન શર્મા સાથે તેના વિશે વાતચીત પણ કરી હતી
તેમણે બંને બાળકોની અડધી ફી માફ કરી દીધી હતી
અજીબ કહેવાયને જ્યારે કોઇ પોતાના જ આપણાથી દુર થઈ જાય ત્યારે અજાણ્યા લોકો આપણી મદદે પહોંચી જતા હોય છે કુદરત નો આ નિયમ બધા માટે એકસમાન છે.
દિવ્યા સાથે આવુજ કાઈક થયુ હતુ . જ્યારે તેમણે રાકેશની વાત ના માની ત્યારે તેમણે દિવ્યાને હેરાન કરવાના બિજા ઘણા પ્રયોગ કર્યા.
આ બધામાં દિવ્યાના સસરા અનીલભાઈ કે તેના સાસુ ગીતાબેન પણ તેનો સાથ નહોતા આપતા તે બંને પણ રાકેશ બાજુ બોલતા હદ તો ત્યારે થઈ જ્યારે તેના સસરા દિવ્યાને મારવા તેની પાછળ દોડતા, તેનો જેઠ રાકેશ તેને ગાળો આપતો, તેની જેઠાણી ઉર્મિલા તેને મારતી, રાકેશનો દિકરો અવિનાશ રાત્રે તેના ઘરનો પાવર કાપી નાખતો, અવિનાશની મોટી બેન મિનાક્ષી તેના કાકી જોડે ઝઘડતી.
આકાશ અને વંદના કાઈ બોલી નહોતા શકતા તે હજુ ઘણા નાના હતા તે સમયે આકાશ ચાર વર્ષનો અને તેની બેન છ વર્ષની હતી. દિવ્યા આ બધુ ચુપચાપ સહન કરતી. તે તેના બાળકોને દરરોજ ઘરની નજીક આવેલ બેઠકજી એ લઈ જતી. ત્યા ગાયોની સેવા કરતી. જેનાથી તે પોતાની ઘરની વાત ભૂલી મન સ્થિર રાખવાનો પ્રયત્ન કરતી.
આકાશ અને વંદના ત્યા આવેલા બગીચામાં તેમના મિત્રો સાથે રમતા.
દરરોજ સાંજે આરતી થયા બાદ તે ઘરે આવી જતા.
આકાશ ભણવામાં થોડો નબળો હતો તેથી ઘણી વાર વંદના તેમને મદદ કરતી.
બંને એક જ સ્કૂલમાં ભણતા હતા એટલે ક્યારેક કોઈ શીક્ષક આકાશની ફરીયાદ વંદનાને કરતા અને તે ઘરે આવીને તેના મમ્મીને કહેતી અને આકાશને માર પડતો.
ઘણી વાર તો એવુ પણ થતુ કે દિવ્યા બિજાનો ગુસ્સો આકાશને મારવામાં ઉતારતા.
આકાશ તે સમયે એટલો બધો સમજુ નહોતો તે તેના મમ્મીથી રીસાઈ તેની સાથે વાત પણ નહોતો કરતો
નાનપણમાં આવેલા તાવને કારણે તેના એક હાથ અને પગ કામ નહોતા કરતા તેને પોલીયોની અસર થઈ હતી.
મગજના રક્તકણોનુ પ્રમાણ સાવ ઓછા હતા એટલે માથુ દુખવાની, ભુલી જવાની ટેવ હતી.
તે ઘણી વાર લેસન કરતો નહી, તેની પાસે જે સ્ટેશનરી હોય તે ખોઈ નાખતો તેથી દિવ્યા તેને ઠપકો પણ આપતી.
ક્યારેક તે કોઇની મજાકનો શીકાર બની જતો
વાત ત્રીજા ધોરણની છે જ્યારે તેના ક્લાસમાં સાથે ભણતા ચિરાગે તેને ખોટી રીતે ફસાવ્યો હતો.
ચિરાગ અને આકાશ બંને સારા મિત્રો જ હતા પણ ચિરાગ માત્ર આકાશનો ઉપયોગ કરતો તે હોશિયાર હતો પણ આકાશને મદદ નહોતો કરતો તેમ છતા આકાશને તે બેસ્ટ ફ્રેન્ડ લાગતો તે સાવ ભોળો હતો
આકાશ કદી છોકરી સાથે બોલી પણ નહોતો શકતો તે ખુબ શરમાળ સ્વભાવનો હતો જ્યારે ચિરાગ હોશિયાર હતો એટલે બધા તેની સાથે સામેથી વાતો કરતા
એક દિવસ અચાનક આકાશના ક્લાસમાં ભણતી નિયતિએ આકાશ વિશે પ્રિન્સિપાલને રજુ કરી : આકાશે મને આઇ લાઈક યુ કહ્યુ
આકાશને તો તે સમયે તેનુ ગુજરાતી પણ નહોતી ખબર
પ્રિન્સિપાલ અનીલ તેના ક્લાસમાં આવ્યા અને કાઈ પણ જાણ્યા કે પુછ્યા વગર તેને બધાની વચ્ચે એક તમાચો મારી દિધો અને કોઇ વાક વગર નિયતીની માફી પણ મંગાવી
થોડા દિવસ પછી ખબર પડી આ બધા પાછળ ચિરાગનો જ હાથ હતો તેણે જ આ બધુ કરાવેલ જાણી જોઈને.
ત્યાર પછી આકાશ તેની સાથે બોલતો પણ બંધ થઈ ગયો.