(ગયા ભાગમા તમે જોયું કે...રાજવી અને રોહનનાં મેરેજ માટે અવની જયપુર પહોંચે છે.ત્યાં જઇને તેં રાજવી માટે મેરેજની શોપિંગ કરે છે.બીજ દિવસે તેમનાં પ્રીવેડિંગ ફોટોશુટ માટે તેમની સાથે જાય છે. એનાં પછીનાં દિવસે ઇવેન્ટમેનેજર ત્યાં પહોંચે છે. તેંને જોઇને ત્રણેયને ઝટકો લાગે છે કારણ કે તેં બીજુ કોઈ નહીં પણ વિવેક હોય છે. એનાં થી મોટો જટકો એ વાતનો લાગે છે કે એક ચાર કે સાડા ચાર વર્ષની છોકરી વિવેકને ડેડી કહેતાં ભેટી પડે છે...તેની ટેક્ષી માંથી એક યુવતી બહાર આવે છે...હવે આગળ....)
***
હજી તો અમે કાઈ સમજીએ એ પહેલાં જ એક યુવતી ટેક્ષી માંથી બહાર આવતાં જ વિવેકને કહે છે કે,
" સર, આશ્કામેમ માનતા જ ન હતાં...એટલેનાં છૂટકે એમને અહીં લાવવા પડ્યા."
વિવેક બોલ્યો,
" કાઈ વાંધો નય."
વિવેકે બધાંને પરિચય આપતાં કિધુ કે,
" she is Aashka... my life...my love..my daughter..."
બે ક્ષણ તો કોઈને શુ બોલવું એ જ ન સુજ્યું. પછી રોહન બોલ્યો,
" She is very pretty..લગતા હે વો અપની મમ્મા પર ગયી હે...? "
વિવેક બોલ્યો,
" હા એ એના મમ્મી પર ગય છે.."
આ શબ્દો બોલતા સમયે વિવેકનાં ચહેરા પર એક અજીબ દર્દ ઉભરાઈ આવ્યુ. એક અલગ જ બેચેની એની આંખમાં જોવા મળી. છતા તેં સ્વસ્થ થયને આશ્કાને બધાંનો પરિચય આપતાં બોલ્યો કે,
" આશુ બેટા, એ હે રોહન અંકલ ઓર એ રાજવી આંટી ઉન કિ દો દિન બાદ શાદી હે."
આશ્કાએ મારી તરફ જોઇને કિધુ કે,
" એ આંટી કોન હે પાપા..? "
વિવેક કાઈ બોલેએ પહેલા જ રાજવી આશ્કાની એકદમ નજીક જઇને બોલી કે,
" વો આપકે પાપા કિ બહુત અચ્છી દોસ્ત હે..આપ ઉનકોં અવની આંટી બૂલા શકતેં હો. "
આશ્કા મને જોઇને બોલી કે,
" ઇસ આંટી કોં કહી પે દેખા હો એસા લગતા હે...? "
હુ વિચાર મા પડી કે આજે 10 વર્ષે હુ વિવેકને મળું છું અને આ એની છોકરીએ મને જોઇ હોય એ કેમ બની સકે..? મને ખબર ન પડી કે, મારે શુ બોલવું એમ..? આખરે રોહન બોલ્યો કે,
" અરે વિવેક આશ્કા અકેલિ આયિ હે...ઉસકી મમ્મા કહાં હે...?"
ત્યાં જ પેલી બેબીસીટર બોલી,
" madam is no more. "
રોહન બોલ્યો ,
" I'm very sorry vivek.."
વિવેક બોલ્યો,
" It's ok Rohan.."
રાજવી આશ્કા પાસે જઇને બોલી કે,
" આપ મેરે સાથ દોસ્તી કરેંગે...? "
આશ્કા એ વિવેક સામે જોયું. વિવેકે આંખોથી મૂક પરમિશન આપી એટલે એટલે આશ્કા રાજવી પાસે ગઇ અને એને ભેટી પડી. રાજવીએ વિવેકને કહ્યુ કે,
" આજથી આશ્કા મેરેજ પૂરા થાય ત્યાં સુધી મારી સાથે જ રહેશે હો તને વાંધો ન હોય તો.."
વિવેક બોલ્યો,
" આરે આશુ તારી પાસે રહે એમા મને શુ પ્રોબ્લેમ હોય. પરંતું આ રોઝી હંમેશા આશ્કાની આસ પાસ જ રહેશે હો. કેમ કે આશુનાં આખા દિવસનું ટાઈમટેબલ તેને ખબર હોય છે..."
અને રાજવી બોલી,
" કાઈ વાંધો નય. તમારી શરતો અમને મંજુર છે.."
અને અમે બધાં મલકાઈ ગયા. રોહને વિવેકને કિધુ કે,
" Vivek you also came as a event manager but please do not work very hard. You are my friend. You enjoy the marriage. You attempt a marriage like my friend."
વિવેક પણ જવાબ આપતાં બોલ્યો કે,
" જરુર દોસ્ત, યે ભી કોઈ કહેને કિ બાત હે..? "
પછીએ બન્ને વાતોએ વળગ્યા. હુ અને રાજવી આશ્કાને લઇને હોલમા આવ્યાં. અહીં આંટી એકલા જ બેઠા હતાં. આ નાની એવી ઢીંગલીને જોઇને બોલ્યા કે,
" તમે આ કોની ઢીંગલી ને લઇ ને ફરો છો...? "
અને આશ્કાની સામે જોઇને બોલ્યા કે,
" અરે, બેટા યંહા આઓ...યે લો ચોકલેટ. તુમ્હારા નામ ક્યાં હે..? "
આશ્કા ઠાવકુ મો કરી ને બોલી કે,
" નહીં આંટી મે ચોકલેટ નહીં ખાતી.."
આંટી ને પણ નાના છોકરાં જોડે રમત કર્તા સારી રિતે આવડે છે, એટલે એમણે પણ ચાલુ કર્યું,
" oh good girl , ઇસે લિયે અબ આપકા નામ તો બતાઓ.."
આશકા : " My name is Aashka.."
હવે વારો અમારો હતો...
" તમે કિધુ નઈ કે આ કોની છોકરી છે એમ...? "
હુ કાઈ બોલુંએ પહેલા જ રાજવીએ જવાબ આપી દિધો,
" મમ્મીએ અમારો જુનો દોસ્ત વિવેક નય..? પેલો 11- 12માં વાળો આ એની છોકરી છે. "
આંટી એ પણ હવે સવાલોનો મારો ચલાવ્યો,
" એ અહીં ક્યાંથી..? એ તો અચાનક ગાયબ નોતો થય ગ્યો...? "
રાજવીએ આંખથી મારી બાજુ ઇસરો કરીને આંટીને કહ્યુ કે,
" મમ્મી બધુ એક સાથે જ પૂછવાનું છે તારે...? "
હવે મારો વારો હતો એટલે આંટી મારી બાજુ ફરીને બોલ્યા કે,
" અવની તારા મમ્મી ક્યારે પહોંચે છે હવે..? "
મે આજ્ઞાકારી છોકરીની જેમ જવાબ આપ્યો કે,
"મમ્મી- પપ્પા અને બહેન બન્ને બપોરે 2 વાગ્યા આજુબાજુ પહોચી જશે. "
આંટી : " આવે એટલે મારી પાસે જ મોકલજે તારા માટે ની જ્વેલરી તમને આપવાની છે એટલાં માટે.."
me : " જરૂર આંટી ભુલ્યા વગર તેમને કહી દઈશ. "
અમે આશ્કાને લઇને ત્યાંથી નીકળી ગયા.
**
આજે 3 વાગ્યા સુધીમા તો બધાં ગેસ્ટ આવી ગયા વધું તો ન હતાં પરંતું ઓછાં પણ ન કહી શકાય. મમ્મી આવી એટલે સીધી મે તેને આંટીની પાસે મોકલી. મમ્મીએ રૂમમા ચેક ઈન કર્યું પછી અમે બધાં સાથે જ નીચે બેઠા. ત્યાં વિવેક આશ્કાને લઇને આવ્યો. હુ થોડી વાર ત્યાં બેસી. પછી કોઈ બહાનું કરીને ત્યાંથી નીકળી ગય.
મારી પાછળ જ રાજવી પણ આવી. એણે મને પુછ્યું,
" અવની શા માટે આવી રીતે ત્યાંથી આવી ગય? "
આંટી, મમ્મી અને રોહન ત્યાં જ બેઠા હતાં. આથી મે રાજવીને કહ્યુ કે,
" મને કોણજાણે કેમ વિવેક હોય ત્યાં મને રહેવું નથી ગમતું. મને ત્યાંથી નીકળી જવાનું જ મન થતુ. વિવેકને બોવ બધાં સવાલો પૂછવાનું મન થાય.છે પણ આશ્કાને જોઇને બધુ મનમાં જ રહી જાય છે ."
તો રાજવીએ મને કહ્યુ કે,
" અવની...યાર ક્યાં સુધી...."
મે એને એમ જ ઉદાસ થતા કહ્યુ કે,
" બસ રાજવી. મારે ઘણાબધા સવાલો પુછવા હતાં તેને પણ હવે એ બધાંનો કાઈ મતલબ નથી માટે તુ પણ એ વાતને જવાદે."
હુ જતી હતી ત્યાં જ રોહન મને સામે મળ્યો. એણે મને તો કાઈ ન પુછ્યું પણ રાજવી ને પુછ્યું કે,
" અવની એશા ક્યુ કર રહી હે ? "
રાજવીએ કિધુ કે,
" અવની હજી પણ વિવેકને એટલો જ પ્રેમ કરે છે પણ આશ્કાને લીધે હવે કહી શકતી નથી. "
રોહન એટલું જ બોલ્યો,
" બસ ઠીક હો જાયેગા. "
**
સાંજે ડિનર બાદ બધાં બહાર બનાવેલા શમીયાનાં બેઠા બેઠા વાતો કર્તા હતાં. હુ, રાજવી, રોહન, મમ્મી અને પપ્પા, આંટી અને અંકલ અમે બધાં એક જ શમીયાનાંમા બેઠા હતાં. જુની જુની વાતો ઉખેળી હતી. એવાંમાં આંટી પુછી બેઠા કે,
" અવની હવે તારે ક્યારે કંકુ નાં કરવા છે..? "
વાત હસી મજાકમાં ચાલતી હતી ઍટલેમે પણ કહી દીધું કે,
" છોકરો મળે એટલે તરત જ. "
આ સાંભળીને મમ્મી બોલી,
" તમે જ સમજાવોને આ છોકરીને...અમે તો કહી કહીને થાક્યા છીએ. કાઈ કેટલા ય છોકરાં બતાવ્યા પણ એને ગમતા જ નથી. શુ કરવું તમે જ કહો ને...? "
આંટી જવાબ દેતા બોલ્યા કે,
" તમે નાહક ની ચિંતા કરો છો. એનાં ભાગ્યમાં હસે એવું સમય આવ્યે મળી જ જશે. "
આવી વાતો ચાલતી હતીત્યાં જ વિવેક આવ્યો. હવે બધાંનાં સવાલોનાં તિરનો સામનો એને કરવાનો હતો.
" કેમ છે તુ..? "
" ક્યાં છે તુ..? "
" અત્યારે શુ કરે છે તુ..?"
" ઘરે કેમ છે બધાં..? "
એક ધારદાર સવાલ રાજવી એ પુછી લીધો,
" ક્યાં ગાયબ થય ગ્યો હતો આમ અચાનક...? "
વિવેકે બધાંનાં સવાલોનાં જવાનતો આપી દીધાં પણ તેને રાજવીનાં સવાલનો જવાબ દેવો અઘરો પડ્યો...એ હજી બોલવા જ ગયો કે,
" એમા એવું હતુ ને કે.."
અને હુ ઊભી થઇને જતી રહી. મને એની કોઈ વાતો નોતી સાંભળવી. મને હવે એની કોઈ વાતો સાંભળવામા રસ રહ્યો ન હતો. મને આવી રીતે ત્યાંથી ઉઠીને આવી જતા જોઇને બધાંને આશ્ચર્ય જરુર થયુ. પણ હકીકતએ જ હતી કે હુ ત્યાંથી નીકળી ગઇ હતી.હુ મારી રૂમમાં આવીને સુતી. કહેતાં કે વિચારોમાં ખોવાણી....અને મને ક્યારે ઉંઘ આવી ગય એની મને જ ખબર ન રહી..!
**
સવારે ગણેશસ્થાપના અને પીઠીનો કાર્યક્રમ એક સાથે હતો. ગણેશ સ્થાપના સવારે 8 વાગ્યાનાં મુરતમા હતુ તો પીઠી 10 વાગે હતી. એટલે એમ કે અમારે 2 વાર ડ્રેસ ચેંજ કરવાનાં. એક તો આમે ય મને આવા ડ્રેસ ગમતા નહોતા અને એ પણ હવે દિવસમા 2 થી 3 વાર ચેંજ કરવા પડે એટલે માથાનો દુખાવો હતો મારા માટે તો.
એક તો આમે ય આ બધુ મને ઓછું ગમે. પીઠી માટે મમ્મીએ મારા માટે પણ યલો કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો. અને રાજવી અને આંટી મને જોઈને નવાઈ જ પામી ગયા. રાજવી યલો ચોલીમાં કોઈ પરીથી કમ નોતી લાગતી. ફૂલો માંથી બનાવેલી જ્વેલરી એણે પહેરી હતી. આંટીએ રાજવીની સાથે મારી પણ નજર ઉતારી. રોહન પણએ પીતાંબરમા સાચે જ ખુબ સરસ લાગતો હતો.
પેલા રોહનને પીઠી લગાડવામાં આવી પછીએ જ પીઠી રાજવીને લગાવવામાં આવી. અમે પીપરનાં પાનથી તે બન્નેને પીઠી લગાવતા હતાં. રાજવી મને છોડે ખરી..! તેણે મને પણ પીઠી લગાવી. વિવેક પણત્યાં જ હતો. તે સમયે સમયે મારી સામું જોઇ લેતો હતો. મને થતુ કે હવે શુ બાકી છે વિવેકને...? એણે મેરેજ કરી લીધાં. આવી ફુલ જેવી છોકરી છે એની. તો હવે એને મારા પ્રત્યે શુ લાગણી બાકી છે...?
આવી હસી મજાક ચાલુ હતીત્યાં જ રોહનને કોઈનો કોલ આવ્યો. ફોન પર નામ જોઇને તેં બધાંને excuse me કહીને બહાર જતો રહ્યો. મને યાદ આવ્યુ કે એનાં હાથ પીઠી વાળા બગડ્યા હતાં તેનો ફોન પણ બગડશેએ, વિચારીને હુ નાનો ટુવાલ લઇને તેની પાછળ ગય. એ કોઈને કહી રહ્યો હતો કે,
" અભીતક તો સબ હમારે પ્લાન કે મુતાબીક હી ચલ રહા હે. આપ અગલિ ફ્લાઇટ પકડ કે યહાં પર આ જઇએ મેને સબ ઈંતજામ કર દિયા હે. મને સબકો હમારા પ્લાન બતા દિયા હે. "
એ અચાનક મારી બાજુ ફર્યો. મને જોઇને એનાં ચહેરા પર નો રંગ ઊડી ગયો. જાણે એની કોઈ ચોરી ન પકડાઈ ગય હોય. મને જોઈને એને શુ બોલવુંએ ખબર ન પડી છતા એ બોલ્યો,
" અ...અ... અવની તુમ... તુમ.. તુમ યહાં પે ક્યાં કર રહી હો...? "
(ક્રમશ**)
*************************************
એવી તો કઇ વાત છે જે રોહન બધાં થી છુપાવીને રાખેલી છે..? વીવેક કોઈ શડયંત્ર તો નથી રચી રહ્યોને...?? આખરે તેણે શુ પ્લાન બનાવ્યો છે અને તેમાં કોણ કોણ સામેલ છે એ હુ તમને આવતાં ભાગમા જણાવીશ...