Limelight - 35 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૩૫

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૫

પોલીસ ઇન્સ્પેકટરે કામિનીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું એ જાણી રસીલીના દિલમાં પણ ફડકો પેઠો હતો. પોતે એકમાત્ર આ કેસની જાણકાર હતી. કામિનીએ તેના જ પતિ પ્રકાશચંદ્રની હત્યા કરી એમાં પોતાનું અદ્રશ્ય સમર્થન હતું. એ વાતને તેણે છુપાવી હતી. પોલીસને ક્યાંક કોઇ બાબતે શંકા ઊભી થશે તો પોતે પણ ભોગવવું પડશે એ સમજતી હતી. પણ અત્યારે પોતે હિંમત હારવા માગતી ન હતી. અને આપત્તિમાં આવેલી પોતાના જેવી બીજી સ્ત્રીને મદદ કરવાનો પોતાનો ધર્મ હતો. આખી દુનિયામાં કોઇ એવું ન હતું જે તેમની મદદ કરી શકે. તેમણે પોતાની સમસ્યાને પોતે જ સુલઝાવવાની હતી. તે કામિનીને મજબૂત બનાવવા પ્રયત્ન કરવા લાગી. "બહેન, તમે ચિંતા ના કરશો. એવા કોઇ પુરાવા કે સાક્ષી નથી જે પ્રકાશચંદ્રની હત્યા થઇ છે એ સાબિત કરી શકે. શંકા તો કોઇના ઉપર પણ થઇ શકે. તમે ડર્યા વગર પોલીસને જવાબ આપજો. તમારી પ્રકાશચંદ્રની હત્યા કરવાની આખી યોજના ફુલપ્રૂફ હતી. તમે આબાદ ખેલ પાર પાડ્યો હતો. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ પ્રકાશચંદ્રને જન્મ દિવસે જ મૃત્યુ મળશે એવી કલ્પના નહીં હોય. તમે બધું બરાબર ગોઠવીને કર્યું હતું. એમાં શંકાને કોઇ અવકાશ નથી. આ કેસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણાવત પાછો ખોલી રહ્યો છે કે બીજું કોઇ કારણ છે તમને બોલાવવાનું પહેલાં એ જાણી લો....."

રસીલીની વાતથી કામિનીમાં હામ આવી હોય એમ બોલી:"રસીલી, તું મારી સાથે છે ત્યાં સુધી મને કોઇ ચિંતા કે ડર નથી. તેં જાણેઅજાણે મને સાથ આપ્યો છે અને આપતી રહીશ એવો મને વિશ્વાસ છે. તું શરૂઆતથી જ મારા પડખે રહી છે એનું જેટલું અહેસાન વ્યક્ત કરું એટલું ઓછું છે. પોલીસના સવાલોથી જો કોઇ મુસીબત ઊભી થશે તો હું તને જણાવીશ. આપણે સાથે બેસીને તેનો ઉકેલ લાવીશું. અત્યારે કલ્પના કરીને દુ:ખી થવાની જરૂર લાગતી નથી. મેં હત્યા કરતા પહેલાં ઘણું બધું વિચારી લીધું હતું. આવી ઘણી પરિસ્થિતિઓ આવવાની શક્યતા હતી જ. એટલું સારું છે કે મારા અને પ્રકાશચંદ્રના નજીકના કોઇ સગાવ્હાલા નથી એટલે તેમના તરફથી કોઇ સમસ્યા તો નથી..."

રસીલીએ ઘડિયાળમાં નજર નાખી કહ્યું:ચાલો, હવે તનમનથી સ્વસ્થ થઇ જાવ. એક કલાકમાં તમારે પોલીસ મથકમાં પહોંચવાનું છે. મારે પણ હવે નીકળવું પડશે...."

રસીલીને સાકીર ખાનનો મેસેજ યાદ આવ્યો એટલે ઊભી થઇ ગઇ. કામિની તેને હેતથી ભેટી પડી. રસીલીએ તેની પીઠ પર હાથ ફેરવ્યો અને જવા માટે નીકળી.

રસીલીના ગયા પછી પોલીસ સ્ટેશન જવા તૈયાર થતી કામિનીના મનમાં સજ્જડ બંધ કરેલા દરવાજામાંથી પ્રવેશી જતા સૂર્યના કિરણોની જેમ ફરી વિચારો આવવા લાગ્યા. કામિનીએ પોતે હત્યા કરી એનું આખું રીહર્સલ મનમાં કરી લીધું. ક્યાંય કોઇ કચાશ જણાતી ન હતી. પોલીસ તેને કોઇ મુદ્દે ક્રોસ કરે એવી શક્યતા દેખાતી ન હતી. પણ આ તો પોલીસ છે, તેના હાથ લાંબા હોય છે. જો ભૂલેચૂકે પણ કેસ ફરી ખૂલશે તો રાજીવ સાથે આવતીકાલે દુબઇ જવાનું શક્ય બનશે નહીં. રાજીવ આ વાતથી અજાણ છે. જો પોલીસ પ્રકાશચંદ્રની હત્યા થઇ હોવાની અને એ માટે પોતાના પર શંકા વ્યક્ત કરશે અને એ વાતની રાજીવને જાણ થશે તો એ મને છોડી દેશે? મેં રાજીવને વાત ન કરીને ભૂલ તો કરી નથી ને? પણ એ મને આ વાત જાણ્યા પછી સ્વીકારી શકશે? વિચારોના વાવાઝોડામાં વૃક્ષ જેવી મજબૂત બનવા માગતી કામિની ફરી હચમચી ઊઠી અને મનથી અસ્વસ્થ થઇ ગઇ. ત્યાં તેનો ફોન રણક્યો. "રાજીવનો ફોન તો નહીં હોય ને? તે અત્યારે મને બોલાવશે તો હું કેવી રીતે પોલીસ પાસે જઇશ?" એમ વિચારતી કામિનીએ જોયું તો રસીલીનો ફોન હતો. તેણે તરત ઉપાડી લીધો. રસીલીએ કોઇપણ ઔપચારિકતા વગર કહ્યું:"બહેન, પોલીસ આડીઅવડી વાત કરી ભેરવવાનો પ્રયત્ન કરે તો ગભરાતા નહીં. મેં મારા એક વકીલને વાત કરી દીધી છે. તમને જરાપણ આંચ આવવા નહીં દે. તમે બેફિકર થઇને પોલીસ પાસે જાવ....જરૂર પડશે તો વકીલને બોલાવી લઇશું...."

રસીલીના ફોન પર મળેલા આશ્વાસનથી કામિનીમાં જાણે જોમ આવ્યું. તે સ્ફૂર્તિથી તૈયાર થઇને પોલીસ સ્ટેશન જવા જાતે કાર લઇને નીકળી.

***

કામિનીને આશ્વાસન આપ્યા પછી રસીલીને પોતાને દિલમાં સારી લાગણી થઇ રહી હતી. કામિનીની માનસિક સ્થિતિ તે સમજી ગઇ હતી. અત્યારે તેની પરીક્ષાની ઘડીમાં સાથ આપવાની જરૂર હતી. રસીલી હવે કામિનીના પ્રકરણમાંથી બહાર આવીને સાકીર વિશે વિચારવા લાગી. સાકીરે પણ તેને એક કલાકમાં નવા ફ્લેટ પર બોલાવી હતી. સાકીર સાથે તેણે દોસ્તી વધારી હતી. પણ સાગરે તેના વિશે વાત કરી એ પછી તેને એમ થયું કે સાકીર સાથે દોસ્તી કરીને તે આગ સાથે તો રમી રહી નથી ને? તે પોતાની કાયાના કામણથી સાકીરને વશ કરીને કામ કઢાવી રહી છે. સાકીર તેના તોફાની જોબન પર ગાંડાની જેમ ફીદા છે. તેણે મોંઘો ફ્લેટ લઇ આપ્યો છે અને તેની દરેક ઇચ્છા પૂરી કરે છે. તેણે બસ એની એક જ ઇચ્છા પૂરી કરતા રહેવાનું છે. ઘણા દિવસથી તે તડપી રહ્યો હશે. આજે તેનો સખત મેસેજ હતો. કોઇપણ સંજોગોમાં હાજર થવાનું હતું. આજે ગોરંભાયેલો મેઘ અનરાધાર નહીં સાંબેલાધાર વરસે એમ તૂટી પડવાનો છે એ રસીલી જાણતી હતી.

રસીલીની મનોમન થયેલી તોફાની આગાહી સાચી પાડતો હોય એમ સાકીર તેના ફ્લેટમાં આવવાની રાહ જોઇને જ બેઠો હતો. અને રસીલીએ ફ્લેટમાં પ્રવેશ કર્યો કે તરત જ તેને બંને હાથોમાં ઊંચકી પગથી દરવાજાને ધક્કો મારી સીધો હોલના સોફા પર લઇ ગયો અને હળવેકથી મૂકી તેના હોઠને ક્યાંય સુધી ચૂમતો રહ્યો. રસીલી કંઇ બોલવા જતી પણ સાકીર તેને બોલવા જ દેતો ન હતો. રસીલી સમજી ગઇ કે બેડરૂમ સુધી જવા જેટલી પણ તેનામાં ધીરજ નથી. સાકીરે તેને સૂચના જ આપી દીધી:"અત્યારે કોઇ વાત નહીં...માત્ર સાથ આપવાનો..."

એક કલાક પછી રસીલીને સાકીરે છોડી. બંને લોથપોથ થઇને સોફામાં પડ્યા હતા. સાકીરની મર્દાના છાતી હાંફતી હતી. પણ સાકીરનો શબાબ માટેનો નશો જાણે ઉતરવાનું નામ લેતો ન હતો. તેનો હાથ રસીલીના નાજુક અંગોને ભરડો લેતો ફરતો રહેતો હતો. રસીલી પણ રમકડું બની ગઇ હતી. અંગડાઇઓ લેતી તે બિંદાસ રીતે સાકીરને ખુશ કરી રહી હતી. આટલો કિમતી ફ્લેટ ખરીદવાનું તે સપનામાં પણ વિચારી શકતી ન હતી. સાકીર તેની સાપની જેમ વળ ખાતી કમનીય કમર પર હાથ ફેરવતા બોલ્યો:"રસીલી, તને ઘણા સમય પછી જોઇને હું પાગલ બની ગયો હતો. તારું આ કાતિલ રૂપ મને ઘણા દિવસથી સપનામાં દેખાતું હતું. તારી આ કમર પરના કંદોરાની જેમ આખો દિવસ બંધાઇ રહું એમ થાય છે..." કહી સાકીરે તેના શરીરથી રસીલીનો અજગર ભરડો લીધો. રસીલી સહેજ ગૂંગળાઇ. પણ ચૂપ રહી. રસીલી સાકીરને હવે બરાબર ઓળખી ગઇ હતી. તે સાકીરને અત્યંત ખુશ કરીને પોતાનું કામ કઢાવવા માગતી હતી.

"હવે બોલું?" રસીલીએ પ્રેમથી તેની પકડ ઢીલી કરાવતાં કહ્યું.

"બોલ..બોલ..." સાકીરે તેનાથી અળગા થતાં કહ્યું.

"સાકીરજી, આપકે સાથ મજા આતી હૈ. આપને તો હમારા દિલ લૂંટ લિયા હૈ. આપ હમ પર ઐસા પ્યાર બરસાતે હૈ કી બારીશ ભી શાયદ યે સોચતી હોગી કી મૈં ધરતી પર ઇતના નહીં બરસતી હોગી..."

"રસીલી, તેરા અંદાજ તો શાયરાના હૈ..."

"આપકા યારાના જો હૈ!"

"હા, તો આજ સે તું યહીં રહેગી..."

"પહલે ફ્લેટ તો દેખ લૂં..."

"દેખને કી ક્યા જરૂરત હૈ. પતિ-પત્ની બરસોં કી મહેનત કે બાદ જો ઘર બનાતે હૈ વૈસા તેરે લિયે રેડી કીયા હૈ! મેં ઔર થોડી દેર તુમ્હે દેખના ચાહતા હું..." કહી સાકીર રસીલીના રસભર્યા નૈનનક્શથી લઇ પગની પાની સુધીની તોફાની જવાનીને આંખો ભરીને જોવા લાગ્યો.

રસીલીને થયું કે આ તો ખરેખર પાગલ છે. તે આખરે ઊભી થઇ. સાકીર સોફા પર જ પડી રહ્યો. રસીલી એક પછી એક રૂમ જોઇ આવી. બંગલા જેવો વિશાળ ફ્લેટ હતો. અને દરેક રૂમ બધી રીતે સુવિધાજનક હતો. કોઇ વસ્તુ ખરીદવાની જરૂર ન હતી. રસીલીને થયું કે તેને તો લોટરી જ લાગી ગઇ. પણ સાકીરની આટલી બધી મહેરબાની ક્યાંક મોંઘી તો નહીં પડે ને?

તેણે સાકીર સમક્ષ ફ્લેટના વખાણ કર્યા અને આભાર માન્યો.

"તું સ્વર્ગ જેવું સુખ આપતી હોય તો મારે તને સ્વર્ગ જેવું ઘર તો આપવું પડે ને!" સાકીર ગુજરાતીમાં અલગ અંદાજમાં બોલ્યો એ સાંભળી રસીલી હસી પડી. પછી સહેજ ગંભીર થઇને પૂછી બેઠી:"સાકીરજી, તમારી ફિલ્મો ચાલી રહી નથી. તો પછી આટલું બધું ધન ક્યાંથી આવે છે?"

"બેબી, તું એશ કર. એ જાણવાની તારે જરૂર નથી. ફિલ્મો ઓછી મળે કે ઓછી ચાલે તો પણ હું ગરીબ થવાનો નથી. તારી કોઇ સુવિધા ઓછી નહીં થાય. તું જલસા કર..." કહી સાકીર ખંધુ હસ્યો.

રસીલીએ આ વાત તેની મનની ડાયરીમાં નોંધી લીધી. અને એ વિશે પછી વિચાર કરવાનું નક્કી કર્યું. તેને સાકીર પર શંકા ઊભી થઇ ચૂકી હતી.

***

કામિની પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે ઇન્સ્પેકટર રાણાવત તેની રાહ જોઇને જ બેઠો હોય એમ બોલી ઉઠ્યો:"આવો..આવો...બેસો...."

રાણાવતે પિયુન પાસે પાણી મંગાવ્યું. પછી પિયુનને પંદર મિનિટ પછી કોફી મોકલવાનું જણાવી મૂળ વાત પર આવી ગયો અને ગંભીર થઇ બોલ્યો:"મેડમ, તમને અહીં સુધી તકલીફ આપી. પણ પ્રકાશચંદ્રની આત્મહત્યા બાબતે તમારું અંતિમ નિવેદન લેવાનું છે. શું તેમની આત્મહત્યા એ ખરેખર આત્મહત્યા હતી કે પછી..."

ઇન્સ્પેકટર રાણાવતનો અધ્યાહાર રહેલો સવાલ સાંભળી કામિની ચમકી ગઇ. તે વિચારી રહી. તેને જે વાતનો ડર હતો એ જ સવાલ સામો આવ્યો હતો. પોતાને હત્યારી તો આ ઇન્સ્પેક્ટર કોઇ સંજોગોમાં સાબિત કરી શકવાનો નથી. પણ એ આરોપને કારણે તેની હવે પછીની જિંદગી મુશ્કેલ બનશે એનું શું?

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૬૨૦૦ થી વધુ રેટીંગ્સ ધરાવતી 'લાઇમ લાઇટ' ના આ પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેકટરે પ્રકાશચંદ્રની આત્મહત્યા હોવા બાબતે શંકા વ્યક્ત કરી તેની પાછળ ખરેખર કોઇ કારણ હશે? શું પ્રકાશચંદ્રનો કેસ ફરી ખૂલશે? કામિનીનું રાજીવ સાથે દુબઇ જવાનું શું થશે? રસીલીને સાકીર ખાન માટેની શંકા શું કરાવશે? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી અને ૨૦૦૦૦ થી વધુ રેટીંગ્સ ધરાવતી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદક યુવાનીથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે એ કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***