Be Pagal - 12 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૧૨

Featured Books
Categories
Share

બે પાગલ - ભાગ ૧૨


જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
બીજો દિવસ સવારે ૧૧ વાગ્યે.
રુહાન, જીજ્ઞા, મહાવીર, રવી અને પુર્વી દરેક મિત્રો અમદાવાદ ફરવાનો પ્રોગ્રામ બનાવે છે. લાલદરવાજાની સિદી સૈયદની જાળીથી ફરવાની શરૂઆત કરે છે. અમદાવાદનુ ખાવાનુ, પીવાનુ , સાયન્સ સીટી વગેરે જગ્યાએ દરેક મિત્રો ફરે છે અને પોતાની જાતને રિલેક્સ કરે છે. સિટી બસનુ ટ્રાફિક વગેરે દરેક મિત્રો ખુબ એન્જોય કરે છે. આમ આખો દિવસ અમદાવાદની દરેક જગ્યા અને ખાવા-પીવાની ચીજ વસ્તુથી લઈને દરેક વસ્તુઓને એન્જોય કરતા કરતા આખો દિવસ પસાર કરે છે. આ આખા દિવસ દરમિયાન જાણવા જેવી અને થોડીક રુહાન અને જીજ્ઞા માટે ડરાવની વાત એ હતી કે વડોદરામાં જે વ્યક્તિ રુહાન અને જીજ્ઞાનો પીછો કરીને એમના ફોટા પાડતો હતો એજ વ્યક્તિ અહીં અમદાવાદ પણ આવી ચુક્યો હતો અને આખા દિવસ દરમિયાન બંનેના સાથે ખુબ ફોટા પાડ્યા પરંતુ હજુ સુધી એ રહસ્ય જ હતુ કે આ વ્યક્તિ કોણ છે અને તેનો ફોટા પાડવા પાછળનો ઉદ્દેશ્ય શુ છે. આમ બધાય મિત્રો એક ખુબજ સરસ અને શાંતિ વાળો દિવસ પસાર થાય છે.
વેકેશન પુર્ણ થાય છે. જીજ્ઞા અને પુર્વી ફરીથી હોસ્ટેલ આવી જાય છે.
છ મહિનાનો સમય પસાર થાય છે. આ છ મહિના દરમિયાન રુહાન, જીજ્ઞા અને બાકીના મિત્રોએ નાટક સ્પર્ધામાં ભાગ લેવા માટે ખુબ તૈયારીઓ કરી લીધી હતી. આમ છ મહિનાના દિવસો પસાર થતા દરમિયાન રુહાન મનીષભાઈના ઘરે જીજ્ઞાની લખેલી બુક લેવા માટે જાય છે. પરંતુ ત્યા મનીષભાઈના પત્ની દ્વારા જવાબ મળે છે.
દિકરા એ બુક રજીસ્ટર કરાવવા માટે જ ઘરેથી નિકળ્યા હતા પરંતુ દિકરા પછી તો તુ જાણે જ છે કે શુ થયુ... બોલતા બોલતા મનીષભાઈના પત્ની રડવા લાગે છે.
રુહાન ત્યાથી ચાલ્યો જાય છે. રુહાન એ બુક શોધતા શોધતા પોલીસ સ્ટેશન પહોચે છે અને જાણે છે કે એમની કારમાથી કોઈ બુક મળી છે. પરંતુ રુહાનને ત્યાથી પણ નિષ્ફળતા મળે છે. જીજ્ઞાને રુહાન જાણી જોઈને નથી કહેતો કે બુક ગાયબ છે. કેમકે રુહાન જાણતો હતો કે જો જીજ્ઞાને સચ્ચાઈની ખબર પડશે તો તેની અસર સીધી જ નાટક સ્પર્ધા પર થશે અને એ સ્પર્ધાની અસર જીજ્ઞાના સ્વપ્ન પર. એટલે દરવખતે રુહાન જીજ્ઞાને બુકના સવાલને કોઈ આડો અવડો જવાબ આપીને ટાળી દેતો.
હવે નાટક સ્પર્ધાની શરૂઆત થાય છે. પ્રથમ રાઉન્ડમાં ૧૦ ટીમો પાર્ટીસીપેટ કરે છે અને એમાથી કોઈ એકને ડાયરેક્ટ ચુઝ કરીને રાજ્ય લેવલની સ્પર્ધામાં કોલેજ તરફથી મોકલવામા આવશે.
થિયેટરમાં લોકો અલગ અલગ નાટકો જોવા માટે બેસી ગયા હતા. જજ પણ પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા હતા. ધીરે ધીરે સ્ટેજ પર નાટકોની શરૂઆત થાય છે. નાટક શરૂ થતા પહેલા એ નાટકોના નિર્દેશક અને લેખકનુ નામ બોલવામાં આવે છે. આમ ધીરે ધીરે નવ નાટકો સમાપ્ત થાય છે. છેલ્લુ નાટક જીજ્ઞા અને તેમના દોસ્તોનુ હતુ. આ સ્પર્ધા હવે થોડી રસપ્રદ બની ગઈ હતી કેમકે આગળના નાટકોએ ખુબ જ સારૂ પરફોર્મન્સ કર્યુ હતું. હવે સ્ટેજ પરથી અનાઉન્સ થાય છે.
આગલા નાટકનુ નામ છે ડિયર સિસ્ટર મને માફ કરી દે. આ નાટકના લેખક છે જીજ્ઞા (અટક સાથે જીજ્ઞાનુ પુરૂ નામ બોલે છે) અને એના નિર્દેશક છે રુહાન (અટક સાથે રુહાનનુ પુરૂ નામ બોલે છે)
નાટકની શરૂઆત થાય છે. નાટકની સ્ટોરી ટુકમા કહુ તો આવી કઈક હોય છે. અમદાવાદમાં એક નાનકડી ૮ વર્ષની છોકરીનો બલાત્કાર થઈ જાય છે. તેના ન્યાય માટે છોકરીઓ સેફ્ટી માટે સંસ્થા ચલાવતા કોલેજીયન છોકરાઓ આ બલત્કારીઓને સજા અપાવવા માટે આંદોલન ઉપાડે છે. ધીરે ધીરે આંદોલન દરમિયાન ખબર પડે છે કે આમા સરકારના કોઈ મંત્રીના સગા વહાલાનો જ હાથ છે. એટલે આ આંદોલન જોશથી ચાલે છે. ભ્રષ્ટ નેતા દ્વારા આંદોલનકારી- ઓ પર ખુબ જ ઝુલ્મ કરવામાં આવે છે. અને અંતે તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરીને મારી નાખવામાં આવે છે અને આપણી આંધળી પ્રજાને કઈ જ ખબર નથી પડતી. જવાનોના મોત બાદ તેમના દરેક સાથી મિત્રો એક મૌન રેલી કાઢે છે અને એ રેલીની ટેગ લાઈન હતી કે ડિયર સિસ્ટર મને માફ કરી દે હુ આ સિસ્ટમ સામે હારી ગયો. અહી આ ખુબ જ સરસ નાટકને અટકાવી દેવામાં આવે છે અને છેલ્લે જીજ્ઞા ત્યા બેઠેલા લોકોને સંદેશ આપે છે.
તમે કદાચ વિચારતા હશો કે આ નાટકનો અંત આમ અધુરો કેમ ? તો અધુરો એટલા માટે કે રીયલ જીવનમાં પણ આવા ઘણા બધા બલાત્કારો થાય છે. અમે તો આઠ વર્ષની દિકરીનો બલાત્કાર બતાવ્યો પરંતુ હકીકતમાં તો આઠ મહિનાની દિકરીના પણ બલાત્કાર થાય છે અને તે બધી કહાનીનો પણ અંત તો અધુરો જ છે તેમને પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો...જીજ્ઞાએ કહ્યું.
તો આમ અમારી આ કહાનીનો અંત તમારે લખવાનો છે. જે તમે કા તો એ પિડિતાઓને ન્યાય અપાવીને લખો અથવાતો ભ્રષ્ટ નેતાઓને જીતાડીને નક્કી તમારે કરવાનુ છે. જય હિંદ જય ભારત...રુહાને આટલો સંદેશ આપી પોતાનુ નાટક પુર્ણ કર્યુ.
નાટક અને પાછળના એ બહુમૂલ્ય સંદેશ પુરા થતા જ આખા થિયેટર હોલ તાળીઓના ગળગળાટથી ધ્રુજી ઉઠે છે.
રુહાન અને જીજ્ઞા અને તેમની ટીમની ખુબ પ્રશંસા થાય છે.
સમય જતા હવે પરિણામ નો સમય આવે છે. ત્રણ જજની ટીમમાંથી એક જજ સ્ટેજ પર આવે છે અને પરીણામની અનાઉન્સમેન્ટ કરે છે.
અમે અહીં આજે ૧૦ નાટકો જોયા અને અમને બધા ખુબ જ પસંદ પણ આવ્યા. અને આનંદ થયો કે આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેનુ આવનારૂ ભવિષ્ય ખુબ જ ઉજવળ છે. વધારે સમય ન લેતા જેની જીત થઈ છે તે નાટકનુ નામ છે. (અહીં તમે પણ જાણો જ છો કે જીત કોની હશે એટલે સસ્પેન્સ ન વધારતા) ડિયર સિસ્ટર મને માફ કરી દે ટીમ રુહાન એન્ડ જીજ્ઞા. ખુબ તાળીઓ થઈ જાય આ ગ્રુપ માટે કે જે હવે રાજ્ય લેવલે આપણી કોલેજને રિપ્રેઝેન્ટ કરશે...જજે પરિણામ આપતા કહ્યુ.
આજે ફરીથી જીજ્ઞા ખુબજ ખુશ હતી. રુહાન, જીજ્ઞા, પુર્વી, રવી દરેક મિત્રો આજે ખુબ જ ખુશ હતા. જીજ્ઞાની આખમા આ પ્રથમ સફળતા જોઈને આસુ આવી ગયા હતાં.
આમ ફરીથી જીજ્ઞા અને રુહાનની ગાડી પાટા પર આવી ચુકી હતી. બસ ખાલી બંનેની ગાડીનો પ્રેમનો ડબ્બો હજુ સુધી જોડાયો નહોતો. પરંતુ કદાચ ધીરે ધીરે એ પણ જોડાઈ જ જશે.
નાટક સ્પર્ધાના બે દિવસ બાદ.
સવાર નો સમય જીજ્ઞા અને પુર્વી બંને કોલેજ જવા નિકળે છે. બધુ ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બંને કોલેજના રસ્તાની વચ્ચે આવતા એક કોફી શોપમાં કોફી પીવા માટે જાય છે. જીજ્ઞા અને પુર્વી બંને કોફીનો ઓર્ડર આપે છે અને કોફી ટેબલ પર પહોચે છે. બંને કોફી પીવાની શરૂઆત કરે છે.
જીજ્ઞા ચાલ આપણે આ કોફી મુવમેન્ટને થોડો મજેદાર બનાવીએ...પુર્વીએ કહ્યું.
મતલબ...જીજ્ઞાએ સામે સવાલ કરતા કહ્યું.
મતલબ કે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ... પુર્વીએ કહ્યું .
હં ઓકે ચાલ...જીજ્ઞાએ પરમીશન દેતા કહ્યું.
પણ હા ઓનેસ્ટીથી જવાબ દેવાનો અને બંને વારાફરતી એક બીજાને પુછીશુ. બધા જ જવાબ હૃદય ઉપર હાથ મુકીને દેવાના. મતલબ જુઠ નહીં બોલવાનુ.
ઓકે ચાલ શરૂઆત તુ કર... જીજ્ઞાએ કહ્યુ.
ઓકે તો પહેલો પ્રશ્ન. ફેવરિટ જગ્યા...પુર્વીએ પ્રથમ પ્રશ્ન પુછતા કહ્યુ.
ગોવાનુ કુદરતી સૌંદર્ય...જીજ્ઞાએ જવાબ આપતા કહ્યું.
ઓકે હવે તારો વારો...પુર્વીએ કહ્યું.
ઓકે તો...તારી ફેવરિટ ડિસ...જીજ્ઞાએ પુર્વીને સવાલ પુછતા કહ્યું.
મસાલા ઢોસા...પુર્વીએ જવાબ આપતા કહ્યું.
યોર ટર્ન...જીજ્ઞાએ કહ્યું.
પુર્વી તારા માટે...પુર્વી.
ઓલવેઈઝ હેલ્પીંગ સિસ્ટર...જીજ્ઞા
ઓકે રવી તારા માટે ...પુર્વીને ફસાવવા માટે જીજ્ઞાએ કહ્યું.
ઓન્લી ફ્રેન્ડ... પુર્વીએ કહ્યું.
રુહાન તારા માટે મમ્મી કસમ ખાઈને બોલજે...સામે પુર્વીએ જાણી જોઈને એવો સવાલ પુછ્યો કે જેનો જવાબ કદાચ જીજ્ઞા આપવાની જ નથી.
રુહાન નામ સાંભળતા જીજ્ઞા થોડાક ઢીલા અવાજે અચકાતા સાચુ બોલવા જતી હતી જે રુહાન માટે તેના હ્દયમા હતુ. પુર્વી પણ બેસબ્રીથી તમારી જેમ જ રાહ જોઈ રહી હતી કે હવે તો જીજ્ઞા પણ કહી જ દે કે એ પણ રુહાનને પ્રેમ કરે છે. પરંતુ જીજ્ઞા બોલે ત્યા તો કહાનીમાં વધુ એક ટ્વીસ્ટ આવી ગયો. જીજ્ઞા અને પુર્વીની હોસ્ટેલથી પુર્વીના પિતાનો ફોન-કોલ આવે છે અને પુર્વી ફોન ઉઠાવે છે. પુર્વીને ફોન-કોલ આવવાથી જીજ્ઞા એક અઘરા સવાલનો જવાબ દેવાના ચક્કરમાથી બચી જાય છે અને રાહતનો શ્વાસ લે છે.
હાલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. કઈ કામ હતુ...પુર્વીએ ફોનમાં પપ્પાને કહ્યું.
પુર્વી થોડાક ક્ષણ પોતાના પિતા સાથે વાત કરે છે. પુર્વીના ચહેરાના થોડાક હાવભાવ બદલાઈ જાય છે અને થોડિક ચિંતામાં આવી જાય છે. પુર્વી ફોન મુકે છે.
જો પુર્વી હવે ગેમ પુરી અને હા શુ કહેતા હતા મામા... જીજ્ઞાએ કહ્યું.
પુર્વી એના પિતા પાસેથી મળેલ સમાચારથી ખુબ જ સોકમાં હતી ખબર નહીં કે એવા તે શુ સમાચાર છે. જીજ્ઞા તેના મો પાસે ચપટી વગાડે છે અને પુર્વીને વિચારોની નિદ્રામાંથી જગાડે છે.
હેલ્લો પુર્વી ક્યા ખોવાઈ ગઈ...ચપટી વગાડતા વગાડતા જીજ્ઞાએ પુર્વીને કહ્યું.
હં...અ કઈ નહીં. પપ્પા હોસ્ટેલ આવ્યા છે અને આપણે બંનેને અત્યારે ત્યા જવાનુ છે અને ત્યાથી ઘરે જવાનુ છે...પુર્વીએ કહ્યું.
પણ કેમ આમ અચાનક ઘરે જવાનુ મતલબ...જીજ્ઞાએ કહ્યુ.
કોઈ પુજા બુજા છે એવુ કંઈક કહેતા હતા ચાલને આમેય હજુ નાટક સ્પર્ધાને હજુ વાર છે ને ...પુર્વીએ જીજ્ઞાનો હાથ ઝાલીને ટેબલ પરથી ઉભા કરતા કરતા કહ્યુ.
ઓકે બાબા ચાલ...જીજ્ઞાએ કહ્યું.
બંને કોફી શોપનુ બીલ ચુકવીને જલ્દીથી હોસ્ટેલ પહોચે છે અને જીજ્ઞાના મામાને મળે છે અને પછી ત્રણેય કારમાં ઘરે જવા નિકળી જાય છે.
આમ પુર્વી અને જીજ્ઞાને પુર્વીના પિતા ઘરે લઇ જાય છે. ઘરે પુજા હતી પરંતુ જીજ્ઞાના મનમાં વારંવાર એક જ સવાલ ગુંજતો હતો કે પુર્વી અને મામા આમ કારમા ચુપ ચાપ કેમ છે ? અને બંનેના ચહેરા પર ચિંતાની રેખાઓ કેમ દેખાઈ રહી છે. કદાચ આ જ સવાલ તમારા પણ મનમાં હશે કે આમ અચાનક ઘરે લઇ જવાનો મતલબ શુ? તો હુ તમને એટલુ જણાવી દઉં કે જે કોઈ પણ ઘટના બનવાની છે એ રુહાન અને જીજ્ઞાની લાઈફને ફરીથી ખુબ જ દુઃખદ અસર કરવાની છે.
શુ આ ઘટનામાં સંજયસિહનો કોઈ હાથ હોય શકે ? કે પછી પેલા ફોટા પાડવા વાળો વ્યક્તિ અને જીજ્ઞાના પિતા બંનેના જીવનમા કોઈ ભુચાલ લાવવાના છે. જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો. અને તમે પણ વિચારો કે ઘરે એવુ શુ થયુ છે ?

તમારો ખુબ ખુબ ધન્યવાદ મને દિલભરીને તમારો પ્રેમ અને સહકાર આપવા બદલ. આમજ તમારો પ્રેમ અને સહકાર આપતા રહેજો.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।

NEXT PART NEXT WEEK
BY:- VARUN SHANTILAL PATEL