પ્રકરણ :15
પ્રેમ અંગાર
જાબાલી ઇશ્વાનાં વિવાહ નિમિત્તે મુંબઈ આવ્યા પછી વિશ્વાસ પ્રસંગ અને કામમાં વ્યસ્ત રહ્યો. એ આસ્થાને મોબાઈલ દ્વારા વાત કરતો રહેતો અને મેસેજથી અહીંની બધી જ ઘટના – વાત જણાવતો રહેતો. ગઈ કાલે ફંકશન ખૂબ સરસ રીતે પુરુ થઈ ગયું. બધા જ ખૂબ ખુશ હતા. બધા થાકીને મોડા સુધી આરામ કરતાં હતાં વિશ્વાસની આંખ ખૂલી ગયેલી એણે ફોન લઈને એમાં આસ્થાને મેસેજ એક કવિતારૂપે લખવા શરૂ કર્યું.
“પડી રાતને ઊભરાયું તોફાન વ્હાલનું દીલમાં
વ્હાલી આસ્થાને કરીને યાદ શરમાયું દીલમાં
ચાંદ જેમ રમતો વાદળીઓમાં તેમ રમાડું દીલમાં
કરી યાદ મુલાકાતો તમારી ઘણી રડાવ્યું દીલમાં
ખૂબ તડપીને વિરહમાં તમારાં તડપાવ્યું ખૂબ દીલમાં
કરી કરી યાદ તમને ના સહેવાય ના રહેવાય દીલમાં
કેમ કરી વિતાવું પળો નથી સમજાતું કારણ દીલમાં
તમે આવી જાવ પાસે મારી કરાવી લો મિલન દીલમાં
દેહથી દેહ શ્વાસથી શ્વાસ મિલાવી કરાવો ઠંડક દીલમાં
વિના તમારા હવે નહીં જીવાય હવે બસ વસી જાવ દીલમાં
આ જીવમાં જીવ પરોવી શ્વાસ જોડી જીવી જાવ દીલમાં”
આસ્થાને મોબાઈલમાં કવિતારૂપી પ્રેમ વ્યક્ત કરતાં કરતાં વિશ્વાસની આંખો નમ થઈ ગઈ લાગણીઓના પુરમાં તણાઈ રહ્યો એને થયું ફોન કરી લઉં નહીં રહેવાય સવારનો સમય છે કાકુથ સાથે ધ્યાન યોગમાં હશે પછીથી કરું છું કહી એ પણ યોગ કરવા બેઠો.
એટલામાં જાબાલી આવી વિશ્વાસને કહે “કાલે રાત્રે અમે એક પ્રોગ્રામ નક્કી કર્યો છે આપણે બધા જ હમણાં બહાર ફરવા જવા નીકળીએ છીએ.” વિશ્વાસ કહે “ક્યાં એકદમ ? કોણ-કોણ બધા ? જાબાલી કહે તું કાલે પપ્પા સાથે ઘરે ગયો પછી મેં ઇશ્વા અંગિરાએ નક્કી કર્યું કે આજે ફરવા જઈશું આપણે ચાર જણા જ સવારથી નીકળી જઈશું ખંડાલા ત્યાં એક રાત્રી રોકાણ અને પરમદિવસે પાછા. વિશ્વાસ કહે આવું કેવી રીતે શક્ય છે ? તમારા લગ્ન નથી થયા વિવાહ થયા છે આમ કેવી રીતે ? જાબાલીએ અટકાવવા કહ્યું ભાઈ અહીં એવું કંઈ નથી ફરવા જવાનો રીવાજ છે બધા જાય છે અને આપણા પેરેન્ટ્સને વિશ્વાસ છે જ. એ લોકોને પણ આવવા કહ્યું પરંતુ પપ્પા અને મનહરકાકાએ ના પાડી અને કહ્યું તમે છોકરાઓ જઈ આવો બને તો રાત્રે પાછા આવી જજો. પણ દાદા દાદીએ રોકવાના હોય એ ના જણાવશો. વિશ્વાસતો વિચારમાં જ પડી ગયો. ક્યાં રાણીવાવ ગુજરાત અને ક્યાં આ મુંબઈ ? અહીંનું કલ્ચર એજ માણસોમાં સાવ ભિન્ન ? પછી અંદરખાને કંઈક ગમ્યાનો અહેસાસ થયો બંધનમુક્ત શ્વાસ લેવાનો એહસાસ... એણે તરત જ હા પાડી દીધી સારું ભાઈ મામાએ હા પાડી હોય તો મને કોઈ વાંધો જ નથી. વિધિની વિચિત્રતા કઇ તરફ ઇશારો કરી રહી છે ?
Y
જાબાલીની કાર મુંબઈ-પૂના હાઇવે પર દોડી રહી છે. ટાર્ગેટ છે ખંડાલા ઘાટ. જાબાલી અને વિશ્વાસ આગળ બેઠા છે. ઇશ્વા અને અંગિરા પાછળ. વિશ્વાસ કહે ! ભાઈ જરા ઝડપ ધીમી રાખો તમે ખૂબ ઝડપથી આગળ જઈ રહ્યા છો. જાબાલી કહે આપણે બને એટલા વહેલાં ખંડાલા પહોંચી જઈએ એવું જ થાય. ઝડપની પણ મજા છે ઇશ્વા કહે તમે ઢોળાવો ચઢવાનાં શરૂ થાય તો મને આગળ... વિશ્વાસ તરત જ સમજતાં બોલ્યો અરે ભાભી તમે આગળ જ આવી જાવ... હવે તો ભાભી થઈ ગયા છો... ભાઈ ગાડી સાઇડમાં કરો હું પાછળ જતો રહું આમેય ઊંચા નીચા ઢોળાવો મને... અને જાબાલીએ ગાડી સાઈડ કરી... ઈશ્વા આગળ બેઠી વિશ્વાસ પાછળ જાબાલીએ ફરી ડ્રાઈવ કરવાનું ચાલુ કર્યું.
વિશ્વાસનાં મનમાં ઊંડે ઊંડે કંઇક ખટકી રહ્યું હતું અને આજનાં દિવસમાં અંદરથી કંઈ ગમી રહ્યું નથી એ વિવાહ પતાવી તરત જ રાણીવાવ પાછા જવાનું નક્કી કરીને આવેલો. માઁ એ પણ કહ્યું સવારે ભલે બે દિવસ વધુ રોકાઈ જઇએ દિકરા જો તને અનૂકૂળ લાગે તો. મેં હા જ પાડી દીધી. મારું મન પણ ફરવા વિચલીત હતું પણ આ વાતાવરણમાં આસ્થા ખૂબ જ યાદ આવી રહી હતી. એ એને હદયમનમાં યાદ કરી રહ્યો હતો આંખો નમ થઈ રહી હતી.. એનું અસ્તિત્વ જ આસ્થામય થઈ ગયું. અંગિરાની નજર વિશ્વાસ ઉપર પડી કહે “આટલા સરસ વાતાવરણમાં તમે કેમ આટલા ઉદાસ ? શું વિચારોમાં.... ?” આટલું તોફાની રોમાની વાતાવરણ છે અને તમે?આગળની સીટમાં બેઠેલાને તો યાદ પણ નથી કે પાછળ કોઈ બેઠું છે. દીદી મારી ખાસ સખી છે બહેન કરતાં વધુ મારી ફ્રેન્ડ છે અને એકબીજા વિના રહી જ ના શકીએ અને જુઓ અત્યારે તો... જુદા જ આસમાનમાં વિહરે છે...
જાબલી ઇશ્વા તો ચાલુ ડ્રાઈવીંગે પણ જોણે એકબીજામાં જ મસ્ત વ્યસ્ત હતા. ઇશ્વાના હાથ જાંબાલીને વીટળાઈ રહેલાં સ્પર્શનો આસ્વાદ માણતા, કારમાં ચાલતા રોમેન્ટીક ગીતા સાથે પોતાની મસ્તીમાં આનંદ લઈ રહ્યા હતા. વિશ્વાસે એમને જોઈ કહ્યું “એમનો આ ઉત્તમ સમય છે લૂંટવા દોને એમને એમનો આનંદ... એમને એમનો સમય આપી દઈએ. કહીને બારીની બહાર જોવા લાગ્યો. એ પણ ગતિના સ્વરોમાં પોતાનો સ્વર મેળાવી ગાઈ રહ્યો આસ્થાને જ યાદ કરતો રહ્યો એનાં મનચક્ષુ સામે આસ્થા આવી ગઈ અને એને બસ યાદોમાં પરોવી પ્રેમ જ કરતો રહ્યો....”
તમે બધાં જ તમારામાં વ્યસ્ત... મારે શું કરવાનું આમ ફરવા સાથે લાવ્યા છો કે સામાન ઉચકવા કે તમારું ધ્યાન રાખવા ચાકર ? અંગિરા બૂમ પાડી ઉઠી... ઇશ્વા એકદમ જાણે ધ્યાનભંગ થઈ કહ્યું અરે અંગી કેમ આવું બોલે ? તારી કંપનીમાં વિશ્વાસભાઈ તો છે જ ને ? હવે આપણે થોડી વારમાં પહોંચી જ જવાનાં પછી આપણે ખૂબ એન્જોય કરીશું જાબાલી કહે “વિશુભાઈ શું વિચારોમાં છે ? અંગિરાને કંપની આપને ભાઈ ? એ અમારો જીવ લેશે નહીંતર....”
વિશ્વાસ કહે હા હું કંપની જ આપી રહ્યો છું પણ અહીંયા દશ્યો જોઈને વતતની યાદ આવી ગઈ. અંગિરા કહે તમે અતિશય લાગણીશીલ છો કેમ આમ ? પુરુષો સરવાળે ખૂબ દ્રઢમનોબળવાળાઅને નઠોર હોય છે. વિશ્વાસ કહે દ્રઢમનોબળ મજબૂત મન અને નઠોરમાં ખૂબ ફેર છે. પોતાનું વતન પોતાના લોકો જમીન-ખેતરવાડી મિત્રો એક જણસ જેવો હોય છે એ યાદ આવે જ અને આવા વાતાવરણમાં તો ખાસ દીલની અંદર ઊતરી જાય અને આપણી નજીકનાં તો સાવ... કહી એનું ગળું જ ભરાઈ આવ્યું આંખો નમ થઈ ગઈ અંગિરા કહે વિશ્વાસને જોઈ – સોરી સોરી મારો કહેવાનો અર્થ... તમે તો ઇમોશનલ થઈ ગયા. અંગિરા વિચારામાં પડી ગઈ... થોડું અટકીને બોલી... તમારા જેવો સ્વભાવ કાશ બધાનો હોય તમે ખૂબ જ લાગણીશીલ અને કેરીંગ છો. દૂર વાંસના ઝૂંડ અને લાલા રંગના લચી પડતા ફૂલો જોઈને જાબાલી બોલી ઉઠ્યો અરે આવી ગયું ચાલો થોડીવારમાં આપણે હોટલ પહોંચી જઈશું હવે સામે બીજી ગાડીઓ દેખાઇ રહી છે જાંબાલીએ હોટલનાં પોર્ચમાં જ કાર ઊભી રાખી બધાને ઉતારીને થોડેક આગળ કાર પાર્ક કરી. હવે બીજા સહેવાણીઓ પણ દેખાઈ રહ્યા હતા.
વિશ્વાસ કહે “ભાઈ આપણે મોડા પાછા જ જવાનું હોય તો ફ્રેશથવા સામાન મૂકવા એક રૂમ જ રાખો... જાબાલી કહે ‘વિશુ બે રૂમ જ રાખું છું પછી ના મળે તો?ભાઈ નિશ્ચિંત રહે હવે અહીં આનંદ મજા કરવા આવ્યા છીએ બસ બધુ ભૂલીને એન્જોય કર. વિશ્વાસ કંઈ બોલ્યો નહીં સંમતિમાં ડોકું ધુણાવીને જાબાલી સાથે રીશેપ્શનમાંથી ફોર્માલીટી પતાવી ચાવી લઈને રૂમમાં આવ્યા. બધો સામાન મૂક્યો. જાબાલી કહે બધા ફ્રેશ થઈ જાવ અડધો જ કલાકમાં પછી બહાર આવી જાવ. અંગિરા, ઇશ્વા એક રૂપમમાં ગયા જાબાલી વિશ્વાસ બાજુમાં રહ્યા.
થોડા સમયમાંજ બધા ફ્રેશ થઈને બહાર ગાર્ડન સાઈટ આવ્યા. હોટલનું લોકેશન એકદમ ઊંચાઈ ઉપર હતું ત્યાંથી નીચે સર્પાકારે જતો રસ્તો-લીલાછમ મેદાનો વૃક્ષો દેખાઈ રહ્યા હતા ખૂબ જ સરસ જગ્યા હતી. અહી આવીને દુનિયાની બધી જ જગ્યાઓ ભૂલી જવાય એવું જ હતું.
જાબાલી, વિશ્વાસ, ઇશ્વા, અંગિરા સાથે ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવ્યા જાબાલીએ કહ્યું આ બે દિવસ મારા તરફથી મારા ભાઈ મિત્ર વિશુને ખાસ પાર્ટી અને સાથે સાથે મારી ઇશ્વા અને સાલી સાહેબ અંગિરા માટે જ કહીને વેઇટર બોલાવી સલાડ સ્નેક્સ ઓર્ડર કર્યા. અંગિરા કહે હું તો સ્ટ્રોબેરી જ્યુસ વીથ આઇસ્ક્રીમ લઇશ અહીનીં ખાસ આઈટમ. ઇશ્વા કહે મારે કંઈ જ નહીં જોઈએ ખાલી થોડા સ્નેક્સ લઈશ. અંગિરા કહે વાહ ઇશુ કહેવું પડે તું તો અત્યારથી જ ધરાઈ ગઈ અને આંખ મારી ઇશ્વા કહે એમ ડાહી એવું નથી પણ કાલનું હેવી ડીનર હજી જાણે પેટમાં જ છે. જાંબાલીએ વિશ્વાસને પૂછ્યું “ભાઈ તું સ્નેક્સ સાથે શું લઈશ શોફ્ટ ડ્રીંક, જ્યુસ, બીયર શું લઈશ ?’ વિશ્વાસ કહે ના ભાઈ ના આપણે સોફ્ટ ડ્રીંક ચાલશે. બીજું નહીં ફાવે. જાંબાલી કહે અરે બીયરમાં શું વાંધો છે ? વિશ્વાસ કહે જીદગીમાં ક્યારેય... નથી વિચાર્યું પીધું મને નહીં ફાવે. જાંબાલી કહે ઓકે હું બીયર મંગાવું અને તારા માટે રેડવાઈન મંગાવું આતો લેડીઝ પણ પીએ એમાં દારૂ જેવું કંઇ નથી. આટલે દૂર આવ્યા છે. મારા જીવનનો ખૂબ આનંદનો દિવસ છે. દરેક વસ્તુ જીવનમાં એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ મેં આદત પાડવા નથી કર્યું પછી તારી મરજી. વિશ્વાસ કહે ભલે ભાઈ તમને ઠીક લાગે મંગાવો મને કંઇ થાય સંભાળી લેજો.
અંગિરા કહે મારા માટે પણ રેડવાઈન સ્મોલ કહેજો ને જીજુ બધા સાથે જ એન્જોય કરીએ દીદી પણ લેશે. જાંબાલે કોઈનાં જવાબની રાહ વિના જ બધા માટે ઓર્ડર કરી દીધો સાથે ગરમ સ્નેક્સ-ચકાના બધું જ ફરીથી લખાવ્યું.
પ્રકરણ : 15 સમાપ્ત અહીં વિશ્વાશ અંગિરા વચ્ચે પ્રેમ પરોવાશે ?.