The dark secret - 17 - Last Part in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૭ ( અંતિમ પ્રકરણ )

The Author
Featured Books
Categories
Share

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૭ ( અંતિમ પ્રકરણ )

આસ્થા જોસેફ તરફ જોતા બોલી," પ્લીઝ, મને સાચું કહો. શું તમે મારી મમ્મી ની જાન લીધી હતી."
" હા " જોસેફ એ ધીમા અવાજે કહ્યું.
" પણ શું કામ ? તમે તો તેને કેટલું ચાહતા હતા !!" આસ્થા એ રડતાં રડતાં કહ્યું.
" તને બચાવવા માટે મારે રોઝી ની હત્યા કરવી પડી." જોસેફ એ કહ્યું.

" એટલે મમ્મી મને મારવા માંગતી હતી ?" આસ્થા એ આધાત થી પુછ્યું.

" હા આસ્થા.. તું જ અપશુકનિયાળ છો. તારા આવ્યા પછી જ બધા ની જિંદગી ખરાબ થઈ ગઈ." શૈલા એ ગુસ્સામાં કહ્યું.

" આસ્થા, એની વાત પર ધ્યાન ન આપ. રોઝી તને બહુ જ પ્રેમ કરતી હતી. પણ.." જોસેફ એ વાત અધુરી મુકી દીધી.

" પણ શું ?" આસ્થા એ પુછ્યું.

" મહેશ ના મૃત્યુ પછી રોઝી ને ખુબ આધાત લાગ્યો હતો. તેણે મહેશ ને જ પ્રેમ કર્યો હતો. પણ આ માણસે ક્યારેય તેની કદર નહોતી કરી." જોસેફ એ મહેશ સામે આક્રોશ થી જોતા કહ્યું.

" મને એટલો જ પ્રેમ કરતી હતી તો પછી મારી હત્યા શું કામ કરી ?" શૈલા એ ગુસ્સા થી કહ્યું.

" રોઝી એ જાણી જોઈને મહેશ ની હત્યા નહોતી કરી પણ તે આસ્થા, તને બચાવવા માંગતી હતી. મહેશ તને મારવા માટે ખુબ જુનુની થઈ ગયો હતો. રોઝી એ તને બચાવવા મહેશ ના માથા પર કુહાડી મારી દીધી. જે ખુબ ઉંડી લાગતા તે મરી ગયો. રોઝી ત્યાર પછી ખુબ જ રડી હતી. તેણે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવતો હતો પણ તને જોઈને તે જીવી રહી હતી. રોઝી ને તને હું મારી સાથે લઈ જવા ઈચ્છતો હતો પણ રોઝી આ ઘર છોડીને જવા તૈયાર ન હતી." જોસેફ એ કહ્યું.

" મિસિસ ડીસોઝા રોઝી નું ધ્યાન રાખતા હતા. પણ રોઝી ની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. રોઝી એકલી એકલી વાતો કરવા લાગી હતી. તેને ચારે તરફ મહેશ દેખાવા લાગ્યો હતો. ડોક્ટર ની દવા ની પણ તેના પર કોઈ અસર થતી ન હતી. તે મહેશ ની હત્યા માટે પોતાને જવાબદાર માની ને રડતી રહેતી હતી. થોડા સમય આવું ચાલ્યું પણ પછી ઘીમે ઘીમે રોઝી સ્વસ્થ થઈ ગઈ . પછી તેનું વર્તન એકદમ સામાન્ય થઈ ગયું હતું.
મારા ને રોઝી સિવાય કોઈ ને ખબર ન હતી કે મહેશ જીવતો હતો ને તેનું મૌત રોઝી ના હાથે થયું હતું.‌બધા ને મેં એવું જ કહ્યું હતું કે રોઝી ડીપ્રેશન માં આવીને આવું કરતી હતી. પણ થોડા સમય પછી રોઝી એકદમ નોર્મલ થઈ ગઈ.
મને થયું હવે બધું બરાબર છે. પણ કોને ખબર હતી કે આ તો તુફાન પહેલા ની શાંતિ હતી.
હું એક દિવસ સવારે રોઝી ને તને મળવા આવ્યો હતો. રોઝી તે દિવસે બહુ ખુશ હતી. તેણે મારું સ્વાગત કર્યું. મેં તેની સાથે ઘણી વાતો કરી. મેં મારા મમ્મી એ આપેલું ક્રોસ બેગ માંથી કાઢીને તેને આપતા કહ્યું ," રોઝી.. આ મમ્મી એ તારા માટે મોકલાવ્યું છે." રોઝી ક્રોસ જોઈને થોડી ગભરાઈ ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે ક્રોસ મારા હાથ માંથી ન લેતા . મને ટેબલ પર રાખવાનું કહ્યું. મને ખુબ નવાઈ લાગી. રોઝી ને જિસસ માં બહુ વિશ્વાસ હતો. એટલે તેનું આ વર્તન મને ન સમજાયું. હું ત્યારે ક્રોસ રાખીને જતો રહ્યો.‌
બપોરે હું ફરી થી ઘરે આવ્યો ત્યારે ઘર નો દરવાજો ખુલ્લો હતો. રોઝી તેના રૂમ માં હતી. તે અરીસા ની સામે જોઈને બોલી રહી હતી કે મહેશ.. મને માફ કરી દે...આઈ એમ સોરી..આઈ લવ યુ.. ને થોડી વાર માં તેણે ટેબલ ના ખાના માંથી છરો કાઢ્યો ને બોલી..આજે રાત્રે કામ થઈ જશે.. તેણે છરો પાછો ટેબલ ના ખાના માં રાખી દીધો.
હું આ જોઈને ગભરાઈ ગયો ને તરત જ ત્યાંથી નીકળી ગયો. મેં રાત્રે આવવાનું નક્કી કર્યું. રાત્રે હું જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર માં કોઈ ન હતું. ઘર અંધકાર માં ડુબેલુ હતું.‌હુ બગીચા તરફ ગયો . ત્યારે આવી જ અમાસ ની રાત હતી. બગીચા પાસે ના રૂમ માંથી પ્રકાશ આવી રહૃાો હતો. રૂમ નો દરવાજો બંધ હતો. મેં જરા ધક્કો માર્યો તો તે આંચકા સાથે ખુલ્લી ગયો. અંદર નું દ્રશ્ય જોઈને મારા રુંવાટા ઉભા થઈ ગયા.
રોઝી એ ચારે બાજુ મીણબત્તી સળગાવીને રાખી હતી ને વરચે કુંડાળા માં તું સુતી હતી. તારા કપાળ માંથી લોહી નીકળી રહ્યું હતું . રોઝી ના હાથ માં મોટો છરો હતો. રોઝી ના વાળ ખુલ્લા હતા ને આંખો લાલ ધુમ હતી.તેણે પહેરેલા સફેદ રંગ ના કપડા પર લોહી ના થોડા છાંટા પડયા હતા. તેણે તારા માથા પર મારીને તને બેભાન કરી દીધી ને હવે તારા પર છુરા થી પ્રહાર કરવા જતી હતી ત્યાં જ હું પહોંચી ગયો.
મેં રોઝી ને ધક્કો માર્યો ને તારા થી દુર કરી નાખી. મેં રોઝી ને થપ્પડ મારી ને કહ્યું," આ બધું શું કરે છે !! તારી દીકરી ની હત્યા કરે છે!!"
થોડી વાર રોઝી મારી સામે તાકતી રહી પછી રડી પડી. તેણે મારો કોલર પકડતા કહ્યું," જોસેફ , મહેશ ની આત્મા મને શાંતિ થી નહીં રહેવા દે. ને તે આસ્થા ને જીવતી નહીં રાખે. પ્લીઝ, મને ને આસ્થા ને બચાવી લે."
મેં રોઝી ને ગળે લગાવી ને કહ્યુ," હું તને ને આસ્થા ને કંઈ નહીં થવા દઉં." ત્યાં રોઝી એ મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો.
તેણે ચીસ પાડી.તેની આંખો ચકળવકળ થઈ રહી હતી. તે ગુસ્સામાં બોલી," હું આજે આસ્થા નો જીવ લઈને રહીશ."
તે છરો લઈને આસ્થા તરફ જવા લાગી ત્યાં મેં તેનો પગ પકડીને તેને જમીન પર પાડી દીધી. રોઝી પોતાને છોડાવા પ્રયત્ન કરવા લાગી. મેં તેને મજબુતી થી પકડી રાખી હતી. તેનું આખું શરીર અક્કડ થઈ ગયું હતું. તેને વધારે વાર રોકવી મુશ્કેલ હતી. તે ચીસો પાડી રહી હતી.
મેં તેનું નામ પુકારતા કહ્યું," રોઝી.. પ્લીઝ હોશ માં આવ."
રોઝી ના હાથ મેં પકડી લીધા હતા ને રોઝી આ સાંભળી ને એકદમ શાંત થઈ ગઈ. મેં તેના હાથ છોડી દીધા. ત્યાં રોઝી એ મારો હાથ પકડી લીધો ને કહ્યું," જોસેફ.. પ્લીઝ મને મુક્ત કરી દે. મારું શરીર મારા વશ માં નથી. હું મારા જ હાથે મારી દીકરી ની હત્યા કરી નાખીશ. પ્લીઝ મને મારી નાખ."
" નહીં.. રોઝી.. તું હિંમત રાખ. બધું બરાબર થઈ જશે." મેં ભીની આંખે તેને કહ્યું. તેનો હાથ હજી મારા હાથ માં હતો. ત્યાં જ રોઝી ના ચહેરા પર ના ભાવ બદલાઈ ગયા. તેણે મારા હાથ માં તેના નખ ખુચાવી દીધા ને મને જોર થી ધક્કો મારી દીધો.
હું ફર્શ પર પડી ગયો. રોઝી નું જુનુન હવે ખુબ વધી ગયું હતું. તે સીધી આસ્થા તરફ ધસી ગઈ. તેના હાથ માં છરો હતો. હું ઝડપ થી ઉભો થયો ને રોઝી ને પકડી લીધી. તેણે છરા થી મારા હાથ પર પ્રહારો કર્યા. મને પેટ માં મુક્કો મારી લીધો. તે કોઈ રીતે કાબુ માં નહોતી આવતી. હું પીડા થી કણસતો ફર્શ પર પડ્યો હતો.
ત્યાં રોઝી એ અટ્ટહાસ્ય કરતા કહ્યું," આજે મને કોઈ નહીં રોકી શકે." તેના આંખ માં પાગલપન હતું. તે રોઝી નહીં પણ કોઈ બીજી જ વ્યક્તિ લાગી રહી હતી. તે તારી તરફ આવી. તને મારવા જતી હતી ત્યાં મને ફર્શ પર પડેલી લાકડી દેખાય . મેં તે ઉપાડી લીધી ને મેં રોઝી ના માથા પર મારી દીધી. તે ત્યાં જ ઢળી પડી. તેના હાથ માંથી છરો પડી ગયો.
હું તને હાથ માં ઉઠાવીને બહાર જવા જતો હતો. ત્યાં તેણે મારો પગ પકડી લીધો. મેં જોયું તો રોઝી બોલી," પ્લીઝ જોસેફ.. મારી નાખ મને.. નહીં તો આસ્થા નહીં બચે."
હું ગડમથલ માં ઉભો હતો. ત્યાં રોઝી ના ચહેરા પર ના ભાવ બદલાઈ ગયા. મેં મારો પગ છોડાવી લીધો ને દુર ઉભો રહ્યો. મેં તને જમીન પર સુવડાવી દીધી. રોઝી જમીન પર થી ઉભી થઈ. તે અજીબ રીતે હસી રહી. તેણે લોહી ની ઉલટી કરી નાખી.. ધીમે ધીમે આસ્થા તરફ આવી રહી હતી.‌ તેની આંખો માં રાની પશુ જેવી ચમક હતી. મેં જમીન પર પડેલો છરો ઉઠાવ્યો. રોઝી નું આ સ્વરૂપ અલગ જ હતું. તે તે રોઝી ન હતી જેને હું જાણતો હતો.
તે શિકારી પોતાના શિકાર ને જોવે તે રીતે આસ્થા તરફ જોઈ રહી હતી. મેં રોઝી ને કહ્યું," આસ્થા તારી દીકરી છે.‌" પણ રોઝી ના મગજ પર જુનુન સવાર હતું.‌
તેણે આસ્થા નું ગળું પકડી લીધું ને મેં રોઝી ના હાથ માં છરો મારી દીધો પણ તેને કોઈ અસર ન થઈ. તે પાગલ ની જેમ હસતી રહી. મેં રોઝી ને આસ્થા થી દુર કરવાની કોશિશ કરી પણ તે આસ્થા ને છોડી જ નહોતી રહી. અંતે મેં રોઝી ના પીઠ માં છરો હલાવી દીધો. રોઝી ચીસ પાડીને તરફડીયા ખાતી જમીન પર પડી ગઈ.
મને એક પળ તો સમજાયું નહીં કે શું થયું ? પણ પછી હું ખુબ રડયો. મેં રોઝી નું માથું ખોળામાં લઈ લીધું. રોઝી ના અંતિમ શ્વાસ ચાલી રહૃાા હતા. તેણે મારી સામે એક સ્મિત કર્યું ને પછી મરી ગઈ.
‌. હું રડી પડ્યો. મેં મારા જ હાથે મારા પ્રેમ ની હત્યા કરી નાખી. હું બધવાઈ ગયો. મારા હાથ લોહી થી ખરડાયેલા હતા. હું રોઝી રોઝી કરતો બહાર નીકળી ગયો ને બગીચા માં જઈને ક્યારે બેભાન થઈ ગયો તે મને પણ યાદ નથી.
ત્યાર પછી મારી માનસિક હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. મેં મારા જ હાથે મારી સૌથી પ્રિય વ્યક્તિ ની હત્યા કરી નાખી હતી. જ્યારે જ્યારે મને તે રાત યાદ આવતી ત્યારે ત્યારે હું હિંસક ને જુનુની થઈ જતો હતો. મારું મન ને શરીર મારા વશ માં રહેતા ન હતા. આટલા વર્ષો થી હું આ બોજો લઈને ફરી રહૃાો છું.
પણ આસ્થા, તને જોયા પછી મને નવી ઉમ્મીદ જાગી. મને મિસિસ ડીસોઝા એ તારા આવવાની વાત કરી હતી. પણ એમના મૃત્યુ ના સમાચાર જાણ્યા પછી હું બહુ હતાશ થઈ ગયો હતો.
તે દિવસે તું મને મળવા આવી ત્યારે એક પળ તો હું તને રોઝી સમજી બેઠો પણ પછી મને અહેસાસ થયો કે તું મારી દીકરી આસ્થા છે. મને તે રાત્રે રોઝી સપનાં માં આવી હતી ને તેણે મને કહ્યું હતું કે તારી જાન ને ખતરો છે. એટલે હું તને બચાવવા અહીં આવી ગયો."
જોસેફ એ આંખો ઝુકાવતાં કહ્યું.

આસ્થા બોલી," મારી મમ્મી મને જ મારવા તૈયાર થઈ ગઈ હતી ?"

" હા, તેનું કારણ હું છું. રોઝી ના શરીર ને મેં વશ માં કર્યું હતું. તે મારા વશ માં હતી. મેં મારી આત્મા ને અહીં જ કેદ કરી લીધી હતી. મારા ઈશારે રોઝી આ બધું કરી રહી હતી. પણ તે રાત્રે જોસેફ વચ્ચે આવી ગયો પણ આજે હું મારી ઈચ્છા પુરી કરીને રહીશ." શૈલા એ કહ્યું ને તે આસ્થા તરફ આગળ વધવા લાગી.‌
તે હજી આસ્થા સુધી પહોંચે તે પહેલાં ગોળી ચાલવાનો અવાજ આવ્યો ને શૈલા ના હાથ પર એક ગોળી લાગી ગઈ.‌
શૈલા ના ચહેરા પર દર્દ ના કોઈ ભાવ ન હતા. ગોળી અમર એ ચલાવી હતી. અમર રૂમ માં દાખલ થયો ને તેણે શૈલા ની સામે જોતા કહ્યું," સરન્ડર થઈ જા."
શૈલા એ હસતા કહ્યું," ચલાવ ગોળી પણ મને કોઈ ફરક નહીં પડે.મરશે તો શૈલા મરશે "
" નહીં અમર, પ્લીઝ ગોળી ન ચલાવતો." આસ્થા એ કહ્યું. શૈલા એ આસ્થા ના ગળા પર છરો રાખતા કહ્યું ," બંદુક મને દઈ દે."
અમર એ બંદુક દઈ દીધી. શૈલા નું ધ્યાન અમર તરફ જ હતું.
ત્યાં જોસેફ એ બેધ્યાન શૈલા પર હુમલો કર્યો ને શૈલા એ તેની પાસે રહેલો છરો જોસેફ ને મારી દીધો.‌જોસેફ તરફડીયા ખાતો ત્યાં જ પડી ગયો.
આસ્થા ની ચીસ નીકળી ગઈ. તે " પપ્પા.." કહેતી તેમની પાસે ગઈ. જોસેફ નું મૃત્યુ થઈ ગયું હતું.

આસ્થા એ ગુસ્સામાં જોતા કહ્યું," તે આ શું કર્યું ?"
" આજે જે કોઈ તારા ને મારા વરચે આવશે તેની આવી જ હાલત થશે." શૈલા એ કહ્યું.
તેણે અમર ને બંદુક બતાવતા કહ્યું," તું અંદર રૂમ માં જા."
અમર રૂમમાં ગયો. શૈલા એ રૂમ નો દરવાજો બંધ કરી દીધો.‌
તેણે આસ્થા તરફ બંદુક તાકતા કહ્યું," હવે કોઈ નહીં આવે તારા ને મારા વરચે."
આસ્થા એ આંખો બંધ કરી દીધી ને મન માં બોલી," મમ્મી.."
ત્યાં જ જોર થી પવન ફુંકાવા લાગ્યો. બધી વસ્તુઓ પડવા લાગી. શૈલા ના હાથ માંથી બંદુક પડી ગઈ. આસ્થા એ જોયું તો એક સફેદ પડછાયો તેને દેખાયો તેણે આસ્થા ના પગ પાસે ઈશારો કર્યો ને તે અદશ્ય થઈ ગઈ.‌
આસ્થા એ પગ પાસે જોયું તો તેના નાનપણ નો ઢીંગલો પડ્યો હતો. તેને અચાનક ચમકારો થયો કે આ ઢીંગલો તેને તે રૂમ માંથી મળ્યો હતો. તેને બહાર લાવ્યા પછી જ બધી ધટનાઓ બનવા લાગી હતી.
આ ઢીંગલા માં જ મહેશ ની આત્મા કેદ હતી. તેણે ઢીંગલો ઉઠાવ્યો ને તે કીચન તરફ ભાગી.
શૈલા પણ તેની પાછળ જવા ગઈ. પણ રોઝી ની આત્મા તેને રોકવા પ્રયત્ન કરવા લાગી. આસ્થા એ ઝડપ થી તે ઢીંગલા પર કેરોસીન છાંટયું ને માચિસ ની સળી સળગાવી ને તેને આગ લગાવી દીધી.
શૈલા ની ચીસો ઘર માં ગુંજી ઉઠી. તે બેભાન થઈને ઢળી પડી ને તેના શરીર માંથી એક કાળો પડછાયો નીકળી ને હવા માં અદશ્ય થઈ ગયો.
આસ્થા જમીન પર બેઠા બેઠા રડી રહી હતી ત્યાં રોઝી ની આત્મા તેની પાસે આવી.
તેના ચહેરા પર સ્મિત હતું. તેણે સ્નેહ સભર આંખો થી આસ્થા ની સામે જોયું ને તેની સાથે જોસેફ પણ ઉભો હતો. બંને એ આસ્થા સામે સ્મિત કર્યું ને હવા માં વિલીન થઈ ગયા..
આસ્થા એ અમર ને રૂમ‌ માંથી બહાર કાઢ્યો. તે તેને ભેટી પડી. મોહિત પણ બેભાન હાલતમાં શૈલા ના રૂમ માંથી મળી આવ્યો.‌ મિસિસ સ્મિથ ને ડોક્ટર અમર ના ઘર માં હતા. અમર એ તેમને બોલાવ્યા. જોસેફ ને મૃત જોઈને મિસિસ સ્મિથ રડી પડ્યા.
***************
એક મહિના પછી....
સરલાબેન સ્વસ્થ થઈ ગયા હતા. આસ્થા જોસેફ ની દીકરી છે તે જાણ્યા છતાં તેમનો પ્રેમ આસ્થા માટે નો ઘટયો ન હતો.
શૈલા પણ હવે સ્વસ્થ હતી. તેની ઈષૉ ને લીધે તેનું શરીર મહેશ એ સહેલાઈથી વશ કરી લીધું હતું. પણ શૈલા જાણી ગઈ હતી પ્રેમ છીનવાની વસ્તુ ન હતી. મોહિત પણ આ વાત સમજી ગયો હતો.
મોહિત એ કબુલ કર્યું હતું કે તેણે અમર ને દુર કરવા તેનો એક્સિડન્ટ કરાવ્યો હતો. તેને આ વાત નો પસ્તાવો હતો. અમર એ તેને માફ કરી દીધો હતો.
અમર ને આસ્થા એ એકબીજા માટે ની લાગણી સ્વીકારી લીધી હતી. મોહિત ને શૈલા એ પણ એકબીજા ને ફરી થી એક મોકો દેવાનો નક્કી કર્યું હતું.‌
મિસિસ સ્મિથ , આસ્થા , સરલાબેન ને શૈલા તે જ ઘર માં રહેતા હતા. આજે રોઝી ના મૃત્યુ ની તિથિ હતી.

આસ્થા એ રોઝી નો ફોટો હાથ માં લીધો ને કહ્યું," મીસ યુ મમ્મી.." તેની આંખ માંથી એક આંસુ આવી ને ફોટા પર પડ્યું. તે સાથે હવા ની એક લહેરખી આવીને પસાર થઈ ગઈ.
આસ્થા એ તેની મમ્મી ની ડાયરી નો છેલ્લો પાનો ખોલ્યો તો તેમાં લખ્યું હતું..
" આસ્થા, આ ડાયરી તને ક્યારેક તો મળશે એવો મને વિશ્વાસ છે. ત્યારે હું જીવિત હશું કે મૃત તે મને ખબર નથી.પણ તું મારી જિંદગી ના અનુભવો માંથી ઘણું શીખીશ ને તું તારી મમ્મી ને સારી રીતે સમજી પણ શકીશ એવો મને વિશ્વાસ છે. તું હંમેશા મને તારી આસપાસ મહેસુસ કરીશ. તારા આવ્યા પછી મેં મારી જાત ને હમેશાં સંપુર્ણ મહેસુસ કરી છે.‌ તને દુનિયા ભર ની ખુશી મળે એવી મારી જિસસ ને પ્રાથૅના છે..
લવ યુ...

આસ્થા ના ચહેરા પર આ વાંચીને સ્મિત આવી ગયું ને આંખો ભીની થઈ ગઈ. તેણે દીવાલ પર લાગેલી જોસેફ ની તસ્વીર સામે જોયું . ત્યાં શૈલા એ આવીને કહ્યું," ચાલ આસ્થા, મોહિત ને અમર આવી ગયા છે."
આસ્થા એ ડાયરી સાચવીને અંદર મુકી દીધી. તે ચારેય જણા અનાથાશ્રમ મીઠાઈ ને કપડા વહેંચવા જઈ રહ્યા હતા. આસ્થા એ અમર નો હાથ પકડ્યો ને મોહિત એ શૈલા નો હાથ પકડયો. ચારેય જણા પોતાની જિંદગી ની નવી દિશા તરફ ચાલવા નીકળી પડ્યા.
*****************
હેલ્લો મિત્રો, ધ ડાર્ક સિક્રેટ અહીં પૂર્ણ થાય છે. તમને આ સ્ટોરી કેવી લાગી તે જરૂર થી જણાવજો.. આસ્થા ની સફર માં ને તેના ડાર્ક સિક્રેટ માં તેની સાથે રહેવા માટે ખુબ આભાર...
જલ્દી નવી સ્ટોરી ,નવા પાત્રો સાથે ફરી મળીશું.. ત્યાં સુધી keep reading..