Jaane-ajane - 20 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (20)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જાણે-અજાણે (20)

બીજા દિવસે સૂરજ ઉગવાની સાથે જ રેવા તેનાં ઘેરથી નિકળી ગઈ. વંદિતાને તેમે રસ્તામાં બોલાવી હતી કેટલોક સામાન સાથે એટલે વંદિતા રેવાની રાહ જોઈને રસ્તે ઉભી હતી. વહેલી સવાર હતી એટલે વધારે માણસોની અવરજવર નહતી. રેવાએ તેનો સામાન માંગ્યો અને વંદિતા પાસેથી વિનય સુધી પહોંચવાનો માર્ગ પણ જાણી લીધો. વંદિતા તેની સાથે આવવા માંગતી હતી પણ રેવાએ તેને આમ કરવા ના દીધું. " હું જ્યાં જઉં છું ત્યાં વધારે આફતનો ભય છે. મને ખબર છે તે ગામમાં આપણું જવાં પર રોક છે. એટલે તું ના આવે તે જ સારું. અહીંયા કોઈ ને કશું કહીશ નહીં. " આટલું બોલી રેવા ફટાફટ ત્યાંથી નિકળી ગઈ. ગામ તો પડોશમાં જ હતું એટલે ત્યાં પહોંચવું મુશ્કેલ નહતું. પણ મુશ્કેલી ઉભી થઈ શકે જો રેવાને કોઈ ઓળખી જાય.
રેવા સંતાતા સંતાતા તે ગામમાં પહોચી ગઈ. અને નસીબથી તેને વિનયનું ઘર પણ મળી ગયું. પોતાની ઓળખાણ સંતાડી તે ઘરની નજીક ગઈ અને વિચારવા લાગી કે અંદર જવું કેમનું! અને વિનય સાથે વાત કરવી કેવી રીતે?

બીજી તરફ વંદિતા ચિંતાતુર બની ચુકી હતી. તેને ધીરે ધીરે ધીરે વિચાર આવવાં લાગ્યો કે તેણે રેવાને એકલી મોકલી ભૂલ કરી છે. અને ચિંતામાં ડૂબેલી વંદિતા સામે આવતાં કૌશલ સાથે અથડાઈ ગઈ. એટલે કૌશલે પુછ્યું " શું થયું?.. કેમ આમ જોયાં વગર ચાલે છે? " વંદિતા એ વાત ટાળવાની કોશિશ કરી પણ વર્ષો જુની ઓળખાણ તેનો રંગ બતાવી જ દે. કૌશલ પણ સમજી ગયો કે કાલની વાતથી જ કદાચ વંદિતા હજું સુધી વિચારમાં છે. અને રેવાને આસપાસ જોઈ નહીં એટલે કૌશલે પુછ્યું " રેવા ક્યાં છે?" વંદિતા આ સાંભળી એકદમ ગભરાઈ ગઈ અને કશું બોલી શકી નહીં. તેનાં હાવભાવ જોઈ કૌશલને શક થયો કે જરુર કશુંક કર્યું છે આ બે જણાં એ.. એટલે વધારે ભાર દઈને પૂછવાં પર વંદિતા એ બધી વાત સાચી કહીં દીધી. કૌશલ રોષે ભરાયો કે "તેનાં ના પાડવાં છતાં કેમ ચાલી ગઈ!... તેને નથીં ખબર કેટલી મુશ્કેલી થઈ શકે છે! " વંદિતાને તેની ભૂલનો આભાસ હતો એટલે તેમે કહ્યું " હા કૌશલભાઈ ખબર છે મને. પણ હવે આ બધી વાત કહેવાં કરતાં તમેં પહેલાં રેવાદીદીને બચાવો. તે કોઈ આફતમાં તો નથી ને તે સુનિશ્ચિત કરો. " કૌશલ ત્યાથી માથું હલાવીને ચાલ્યો ગયો.

આ તરફ રેવાને કોઈ રસ્તો અંદર જવાં માટે મળતો નહતો. એટલે તેણે ઘરની પાછળનાં ભાગમાં એક નાની બારી હતી જે દેખાવે લાગતી હતી કે ઘણા વર્ષોથી ખોલી નથી. પણ તે બારી રેવાની ઉંચાઈથી લગભગ ડબલ હતી એટલે તે પહોંચી નહતી શકતી. આજુબાજુમાં કોઈ નિસરણી મળી નહીં એટલે જે ખાલી ડબ્બા કે કાટમાળ મળ્યો તેનો ઢગલો કરી તેણે ઉપર ચડવાનો રસ્તો બનાવ્યો. ઘરની પાછળ વેરાન જગ્યા હતી એટલે કોઈ આવવા જવાં અને રેવાને જોવાં માટે હતું નહીં. જેનો ભરપૂર લાભ રેવાએ ઉઠાવ્યો હતો. પણ છતાં તે ઢગલાં પર ચઢવું અને બારીમાંથી અંદર જવું તે મુશ્કેલ હતું. તેણે ધીમેથી ચઢવાનું શરૂ કર્યું. તેનાં પગ ધ્રુજી રહ્યાં હતાં પણ તેનું મક્કમ મન માત્ર રચના વિશે જ વિચારી રહ્યું હતું. નિયતિ નીડર હતી અને મનનાં ઉંડાણમાં તે વાત રેવામા દેખાતી હતી. પાછી પડે તે શક્ય જ નહતું. બારીની એકદમ નજીક પહોચી ગઈ હતી અને બારીને ખોલવાનો પ્રયત્ન ચાલતો હતો આટલાંમાં પાછળ થી અવાજ આવ્યો
" રેવા.શું કરે છે તું અહીંયા! " રેવા એકદમ પાછળથી કોઈ બોલ્યું એટલે ગભરાઈ ગઈ અને તેનો પગ લપસી તે નીચે પડવા લાગી. પણ નીચે કૌશલ હતો તેણે રેવાને પકડી લીધી. પાછળથી આવવા માટે રેવા ગુસ્સે થઈ ગઈ અને કૌશલને ધક્કો મારીને દૂર ખસેડી કહ્યું ,

રેવા: ઓય... દેખાતું નથી માણસ કામ કરે તો પાછળથી ના ટોકવુ જોઈએ... અને મારું છોડ.. તું અહીંયા શું કરે છે..?

કૌશલ: તારા લીધે આવવું પડ્યું. તને એકવાર સમજાવેલી વાત મગજમાં નથી જતી?!.. કહ્યું તું છોડી દે આ વાત.. પણ તું...

રેવા: તો છોડી જ દીધી'તી ને.. પણ વાત નહીં તારી પાસેથી આશા રાખવાની.

કૌશલ: તને આ બધું મજાક લાગે છે?.. ખબર પણ છે કે કોઈ તને ઓળખી જતું તો શું હાલત થતી તારી!..

રેવા: હા ખબર છે.. પણ જે થતું એ મારી જોડે થતું ને.. તને તો આરામથી ઘેર બેસવાનું જ હતું ને!..

કૌશલ: જે વાત સાચી હતી તે કહીં હતી. પણ તું માને જ નહીં ને.. શું કરવું!

રેવા: એક કામ કર.. ઘેર જા અને ઉંઘી જા. મને મારું કામ કરવાં દે. ઠેક ઉપર ચડી ગઈ હતી. પણ તારી લીધે ફરી ચઢવું પડશે. જા હવે મગજ ખરાબ ના કરીશ..

કૌશલ ( કટાક્ષમાં) : મારાં વગર પણ તું નીચે જ પડવાની હતી. આ બધાં તમારાં કામ નથી.

કૌશલ અને રેવા થોડી વારમાં તો જાણે જીવનભરનું ઝઘડી લીધું. પણ માહોલ ગરમ હતો અને બંનેનું મગજ પણ. રેવાએ બધી વાત પડતી મુકી ફરીથી ઉપર ચઢવાનું શરૂ કર્યું. પણ તે એમ કરી નહતી શકતી કૌશલ નીચે ઉભો તેનાં પ્રયત્નો જોઈ રહ્યો હતો. રેવાએ કૌશલ સામે જોઈ કહ્યું " આમ અદબ વાળીને શું જોવે છે!.. એનાં કરતાં તો મદદ કર.." કૌશલ જરાક હસીને બોલ્યો "જોયું!.. કહ્યું હતું ને કે તમારાં કામ નથી... પણ માને એ બીજાં " " એવું કશું નથી હાં.. અત્યારે ઉતાવળ છે એટલે કહું છું. બાકી તું જ વિચારી લે આપણને કોઈ અહીં જોઈ જશે તો...." રેવા કૌશલની વાતને તેની પર જ વાપરતાં કહ્યું.

આ સાંભળી કૌશલ કાંઈ બોલ્યો નહીં અને રેવાને ઉપર ચઢવામાં મદદ કરી. તે બારો સુધી તો પહોંચી ગઈ પણ બારી ખુલતી નહતી એટલે કૌશલ કશું બોલે તે પહેલાં તેણે પોતાનાં થેલામાંથી એક સ્ક્રુ ડ્રાઇવર કાઢ્યું અને બારીનું લૉક તોડી નાખ્યું. આ જોઈ કૌશલને આશ્ચર્ય થયું અને પુછ્યું " ખરેખર રેવા?! ... તું તારાં થેલામાં સ્ક્રુ ડ્રાઇવર રાખે છે?... " રેવાએ પોતાને મહત્વ આપતાં કહ્યું " હા તમારાં જેવાં લોકો જોડે હોય તો રાખવું પડે ને. ક્યારે કામ આવે કોને ખબર.. ચાલ હવે અંદર... ફાલતું વાત છોડ.."

રેવા અને કૌશલ બારી કૂદી અંદર ગયાં. કૌશલ એ જોયું તો તે વિનયનો જ ઓરડી હતી. એટલે તેને ફરી આશ્ચર્ય થયું કે આમ કેમનું!. .. પણ આ વખતે કશું પૂછવું નહતું પણ રેવાએ તેનું મોં જોઈ કહ્યું " મેં પહેલાં જ તપાસ કરી લીધી હતી કે વિનયની ઓરડી કઈ છે.." કૌશલે હકારમાં માથું ધુણાવ્યું અને તે ત્યાં જ વિનયનો આવવાની રાહ જોવાં લાગ્યા.

થોડીવારમાં વિનય આવ્યો અને રેવા અને કૌશલને જોઈ તે ગભરાઈ ગયો પણ કશું બોલે તે પહેલાં કૌશલે તેનું મોં બંધ કરી અંદર ખેંચી લીધો અને રેવાએ ફટાફટ દરવાજો બંધ કરી દીધો. કૌશલને આટલાં વર્ષો પછી ફરીથી જોઈ ગુસ્સો આવી ગયો અને વિનય પણ કૌશલને ઓળખી ગયો હતો એટલે વધારે બીક લાગી રહી હતી. રેવાને ખબર હતી કે કૌશલનાં મનમાં કેટલો ગુસ્સો છે અને તે વિનય પર ફાટે અને વાત બગડી જાય તે પહેલાં તેણે કૌશલને કહ્યું દરવાજે નજર રાખે. કૌશલની થોડી આનાકાની પછી તે માની ગયો. અને રેવાએ વિનય સાથે વાત શરું કરી" વિનય, હું રેવા છું. રચનાદીદીની બહેનની જેમ જ સમજી લે. મને ખબર છે તું ઘણાં સમય પછી અમને જોઈને અચંબામાં છે. પણ તને ખરેખર દીદીની કોઈ ચિંતા નથી?.. શું તું તારાં જીવનમાં આગળ વધી શક્યો છે?.. જો મને ખબર નથી કે તેં એ સમયે જે કહ્યું એ કેમ કહ્યું હતું. પણ મને એટલી જરૂર ખબર છે કે તું રચનાદીદી ની ચિંતા કરતો હતો તેમને પ્રેમ કરતો હતો. હું બસ આ પ્રશ્નનો જ જવાબ લેવાં આવી છું કે તેં દીદીનો હાથ પકડવાની ના કેમ કરી હતી. " વિનય નીચું માથું કરી બધી વાત સાંભળી રહ્યો પણ કશું બોલ્યો નહી. કૌશલને આ જોઈ ગુસ્સો આવી ગયો અને તેણે વિનયનો કોલર પકડી જબરજસ્તી બોલાવવાની કોશિશ કરી. રેવાએ જેમતેમ કૌશલને અટકાવ્યો અને કહ્યું " કૌશલ હું વાત કરું છું ને.. તું શાંત રે.. વચ્ચે ના બોલીશ. દુર જઈને ઉભો રહે. " ગુસ્સામાં લાલચોળ કૌશલે વાત માની નહીં એટલે રેવાએ ફરીથી ભાર દઈને કહ્યું " કૌશલ જા..... દુર ઉભો રહે... મહેરબાની કર.. મારું નહીં તો દીદી વિશે વિચાર... " રેવાની આંખોમાં દીદી માટે માન જોઈ કૌશલે વાત માની લીધી . રેવાએ ફરી કહ્યું " જો વિનય. તું કેવું જીવન જીવે છે તેનું તો ખબર નથી પણ દીદીની હાલત ખરાબ છે... " આટલું સાંભળતા જ વિનય ચિંતામાં આવી ગયો અને અચાનક બોલ્યો

" શું થયું છે તેને?.. જલદી બોલ! " રેવાને આ જોઈ નિશ્ચિત થઈ ગઈ કે હજું મનનાં કોઈ ખૂણામાં વિનયને રચનાની લાગણી છે. એટલે તેણે પોતાનાં પ્રયત્ન ચાલું રાખતા " જે દિવસથી તારો અને તેમનાં પપ્પાનો સાથ છુટ્યો છે તે દિવસથી જ દીદી અંદરથી તુટી ગયાં છે. પોતાનું જીવન, વ્યવહાર અને વાતો તો જાણે ભૂલી જ ગયાં છે. તેમનાં જીવનની ખાલી જગ્યાને પુરવા અમેં સક્ષમ નથી. એ માત્ર તું જ કરી શકે છે. તેમને ના અપનાવો તો કઈ નહિ પણ માત્ર તારો જવાબ પણ દીદીનું જીવન સુધારી શકે છે.. પોતાનાં મનનાં ભારમાંથી મુક્તિ અપાવી શકે છે.. " રેવાની આંખો આંસુથી છલકાઈ ગઈ. પણ વિનય પોતાની આંખો નીચી રાખી માત્ર ઉભો જ રહ્યો.

" વિનય... કશુંક તો બોલ.. આટલી મુશ્કેલી માથે લઇને આવ્યા છે આમ ખાલી હાથે પાછાં ના મોકલીશ. તારી એક વાત કોઈકને જીવવાની શક્તિ આપી શકે છે. બોલ...." રેવા પોતાની ધીરજ ગુમાવી રહી હતી. આ જોઈ કૌશલથો બોલ્યા વિના રહેવાયું નહીં અને તેણે રેવા પાસે આવી કહ્યું " ચાલ રેવા. તારી લાગણીઓ એવાં વ્યક્તિ સામે ના બરબાદ કરીશ જેને કોઈની લાગણીની ચિંતા નથી. " કૌશલ રેવાનો હાથ પકડી તેને બહાર તરફ લઈ જઈ રહ્યો હતો એટલે ફરી એક છેલ્લો પ્રયત્ન કરતાં રેવાએ કહ્યું " એક મીનીટ કૌશલ. ( વિનય પાસે જઈ પોતાનાં થેલામાંથી એક કાગળ આપતાં) લે વિનય.. મારી પાસે શબ્દો તો ખુટી ગયા છે પણ કદાચ આ તને સમજાવવામાં મદદ કરે. " કૌશલને જાણવામાં રુચિ નહતી કે રેવાએ શું આપ્યું તેને બસ ત્યાથી બહાર નિકળવું હતું એટલે તેણે રેવાનો હાથ પકડી ચાલવા લાગ્યો. વિનયે તે કાગળ ઉથલાવીને જોયું.. અને આંસુભીની આંખો સાથે ગળગળા અવાજે કહ્યું " રેવા... તારો જવાબ લીધાં વગર જ જતી રહીશ?!" રેવાનાં કાને અથડાયેલાં આ શબ્દો તેને એક નવી ઉર્જા આપી રહ્યાં અને ફટાફટ તેણે પાછળ જોયું. વિનયની આંખોમાં આંસુ હતાં અને આંખો કાગળ પર...

શું હતું તે કાગળમાં?... અને ચુપ રહેવાં પાછળ વિનયનુું કારણ! ?....


ક્રમશઃ