COMPLAIN BOX - 8 in Gujarati Fiction Stories by Vaishali Paija crazy Girl books and stories PDF | કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૮)

Featured Books
Categories
Share

કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૮)

(આપણે આગળ જોયું કે આયુષ ખુશીને મળીને માફી માંગવા માટે બસ સ્ટેશન જાય છે પણ ત્યાં તેને ખુશી મળતી નથી પણ ખુશીને ફ્રેન્ડ રાધી એના પર ગુસ્સે થતા કહે છે કે તે ખુશી વિશે કશુ જ જાણતો નથી આ સાંભળી આયુષને ઝટકો લાગે છે રાધી આયુષને વધી વાત કરે છે અને હકીકત સાંભળી આયુષ રાધીને કહે છે કે તે એને ખુશી પાસે લઇ જાય રાધીને બાઈક પાછળ બેસાડી આયુષ ગાડી સ્ટાર્ટ કરે છે અને સાથે સાથે એના મગજમાં રાધીએ કીધેલી વાત ઘૂમ્યા કરે છે હવે આગળ.......)

ખુશી સોરી ખુશી નહિ હિના ,જેને આજ સુધી હું ખુશી ખુશી કહીને બોલાવતો હતો એ ખુશીનુ સાચુ નામ હિના હતુ. મેં ખુશીને એક વાર કીધેલું કે એના મમ્મી પપ્પા લકી છે કે એને તારા જેવી છોકરી મળી પણ મને પોતાને ક્યાં ખબર હતી. ખુશી ના મમ્મી પપ્પા હતા જ નહિ , હા ખુશી અનાથ હતી.

જન્મતાની સાથે સરકારી હોસ્પિટલની બહાર એક કુમળી બાળકીને એક મેલાઘેલા કપડામાં વીંટીને કોઈ મૂકીને ચાલ્યું ગયું. હોસ્પિટાલવાળાઓએ એને અનાથ આશ્રમમાં આપી દીધી અનાથાશ્રમવાળાઓએ એને નામ આપ્યું હિના....! હિના દસ વર્ષની થઇ કે એક પરિવારે તેને અડોપ્ટ કરી,હિના ખુશ હતી...! કે હવે બીજાની જેમ એને પણ માં, બાપ, ભાઈ -બહેનનો પ્રેમ મળશે, બીજાની જેમ એનુ પણ પોતાનુ એક પરિવાર હશે. હિના ખુશ હતી કે હવે એના માથેથી એક ટેગ હંમેશને માટે જતો રહેશે એક અનાથનુ ટેગ! જે હમેશા એને બિચારી હોવાનો અહેસાસ કરાવતુ હતું પણ હીનાની આ ખુશી જાજા દિવસો ના ટકી ....

થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું એ લોકો હીનાને પોતાની દીકરીની જેમ સાચવતા એની તમામ ઈચ્છઓ પુરી કરતા હિના તો જાણે જાગતી આંખે મીઠા સપનાઓ જોઈ રહી હોઈ એવું લાગતું હતુ પણ ધીરે ધીરે એ લોકો હિના પાસે ઘરનું બધું કામ કરવા લાગ્યા. નાની નાની ભૂલો પર એને મારવા લાગ્યા અરે હદ તો ત્યાં થઇ ગઈ જયારે હિનાના સાવકા પિતાએ તેની સાથે શારીરિક સબંધ બાંધવાની કોશિશ કરી. આ ઘટના પછી હિના ત્યાંથી ભાગીને પાછી અનાથાશ્રમ આવી ગઈ. અનાથાશ્રમવાળાઓએ તેના પર કેસ પણ કરેલો

એક દિવસ હિનાએ તેના ટીચરને સવાલ કર્યો. આ ટપાલી ને કેમ ખબર કે આ ચિઠ્ઠી અહીં જ આપવાની છે ? ટીચરએ ટપાલ બતાવતા એને જવાબ આપતા કહ્યું "કેમ કે જો! આ ચિઠ્ઠી, પર એના પર સરનામું લખેલું હોય"

" અને જો સરનામું ના લખેલું હોય તો ? હિનાએ ફરી પૂછ્યું, એના માથે હાથ ફેરવી ટીચર બોલ્યા " તો ચિઠ્ઠી આમ તેમ ફર્યા કરે અને એના સાચા માલિક સુધી ના પોહ્ચે" એક હાથની હથેળીમાં બીજો હાથથી મુક્કો મારતા હિના બોલી " હ્હહહ હવે સમજી મારી જિંદગીમાં ખુશી કેમ નથી ટીચર"

"અચ્છા કેમ !" ટીચરે હલકા સ્મિત સાથે પૂછ્યું

"કેમકે મારુ નામ હિના છે ! જો હું મારુ નામ જ ખુશી રાખી દવ તો ખુશીઓ મને ગમે ત્યાંથી ગોતતી ગોતતી આવશે ને !" તે દિવસથી હીનાએ પોતાનું નામ ખુશી રાખી દીધું. ખુશી કોલેજના બીજા વર્ષમાં હતી જ્યારે તેની વેરાન જિંદગીમાં મેહુલ ખીલતું કમળ બનીને આવ્યો અહી કોલેજમાં ખુશીને મેહુલ સાથે પ્રેમ પણ થયો ખુશી મેહુલ સાથે ખુશ હતી પણ જ્યારે મેહુલને ખબર પડી કે તે અનાથ છે ત્યારે ખુશી કોઈનુ પાપ છે ગંદગી છે અને કોઈ એક ગંદગી ને પોતાના ઘરની વહુ તરીકે ક્યારેય ના સ્વીકારે એમ કહીને ખુશીને મધદરિયે એકલી મૂકીને જતો રહ્યો. અજીબ છે આપણો સમાજ પણ કરે કોઈ ભરે કોઈ ....... ખુશી અનાથ હતી એમાં એનો શો વાક....

કોલેજ પછી ખુશી અનાથાશ્રમ મૂકીને અહીં માસ્ટર કરવા આવી ગઈ.એ ઉમ્મીદમાં કે અહીં એને એ ખુશીઓ જરૂર મળશે જે ખુશી માટે એ આજ દિન સુધી ભટકતી રહી છે અને સાચે બન્યું પણ એવુ ખુશીની અંધારી જિંદગીમાં આયુષ એક સોનેરી કિરણ લઈને આવ્યો હતો. ખુશીને એક મિત્રના રૂપમાં આયુષ મળ્યો આયુષના આવવાથી ખુશી ઘણી ખુશ હતી પણ કેહવત છે ને કે કોઈ પાસે માંગેલી વસ્તુ એકના એક દિવસ પાછી જરૂર કરવી પડે છે. ખુશીએ પણ ભગવાન પાસેથી ખુશીઓ ઉધાર માંગી હતી અને હવે સમય આવી ગયો હતો. એ ઉધાર વસ્તુ પાછી આપવાનો...

ખુશીની ખુશીઓને ગ્રહણ લાગવાની શરૂઆત થઇ ચુકી હતી. જે કિસ્મતથી ખુશી હમેશા દૂર ભાગતી રહી પણ ખુશીની ખરાબ કિસ્મતએ એનો પીછો ના છોડ્યો એને બ્રેન ટ્યુમર થયુ. હવે એની પાસે માત્ર ગણતરીના જ દિવસો બાકી હતા. આ વાત જાણવા છતા ખુશી જરાય દુઃખી નહોતી એ તો બસ હસ્તી ખેલતી લોકોને હસાવતી રહેતી પણ આ બધી વાતથી વધુ મહત્વની વાત એ હતી કે આટ આટલુ થયુ હોવા છતા ખુશીએ કોઈ દિવસ કોમ્પ્લેઇન નહોતી કરી અને આજ પણ મને ખબર ના પડી હોત જો રાધીએ મને ના કહ્યું હોત.

ખુશી હોસ્પિટમાં જિંન્દગી માટે એકલી લડી રહી હતી. કેવો ખેલ છે ને કુદરતનો જેને આપે છે એને કદર નથી અને જેને કદર છે એને આપતો નથી....

ખુશીથી વધુ દુઃખી વ્યક્તિ મેં આજ સુધી જોઈ નહોતી આમ તો આપણે ભલે આખી જિંદગી એકલા જીવતા હોય પણ જિંદગીના એવા બે સમય જરૂર છે જયારે લોકો આપણી આસપાસ જરૂર ઉભા હોય છે એક છે જન્મ જયારે લોકો આપણુ આ દુનિયામાં સ્વાગત કરવા ઉભા હોય અને બીજુ મૃત્યુ જયારે એ જ લોકો આપણને આ દુનિયામાંથી અલવિદા કેહવા ઉભા હોય પણ ખુશી ! ખુશીનું ના તો આ દુનિયામાં સ્વાગત માટે ના તો અલવિદા કેહવા માટે કોઈ હતુ જન્મથી લઈને મરણ સુધીની આ સફર ખુશીએ એકલા એ ખેડી હતી એ પણ કોઈ કમ્પ્લેન વિના....

" આયુષ અહીં જ ઉભો રહીશ! ખુશીને નહિ મળે " મારા ખંભા પર હાથ મુકતા રાધી બોલી , અને રાધીના એ શબ્દોએ મને ભુતકાળની એ ગલિયોમાંથી વાસ્તવિકતામાં પાછો લાવીને ઉભો રાખી દીધો

આ વાર્તા મારા દિલને બહુ નજીક છે અને તમારો પોઝિટિવ પ્રતિસાદ જોઈને મને પણ ખુશી થઇ આભાર....✍✍✍???