( આપણે આગળ જોયું કે ખુશી આયુષના પપ્પાને હોશમાં લાવવા માટે અવનવા પેતરા કરે છે પણ આ બધું જોઈ આયુષ ગુસ્સે થઇ જાય છે અને ખુશીને ત્યાંથી બહાર લઇ જઈ તેને ત્યાંથી જવા કહે છે ત્યાં જ આયુષના કાકા એને અંદર બોલાવે છે ડૉક્ટર નર્સ અને એના મમ્મી બધા બહાર ટોળું વાળીને ઉભા હોય છે આ જોઈ આયુષ ડઘાઈ જાય છે અને મનોમન વિચારે છે કે નક્કી પપ્પાની તબિયત વધુ બગડી લાગે છે હવે આગળ .......)
ખુશી ત્યાંથી ચાલી ગઈ ત્યાં જ કાકાએ મને અંદર બોલાવ્યો. હું પપ્પાની રૂમ પાસે પોહચ્યાં ડોક્ટર, નર્સ, મમ્મી બધા ત્યાં ટોળુ વળીને રૂમની બહાર ઉભા હતા પેહલા તો તેમને જોઈને મનમાં ધ્રાસ્કો પડ્યો કે પપ્પાને કશુ ....... ત્યા જ ડોક્ટરે મારી સામે જોઈ પૂછ્યું" કોણ હતી તે છોકરી ? અને એને અંદર કોણ લાવ્યું ?"
હું ડઘાઈ ગયો નક્કી ખુશીના કારનામાંથી પપ્પાની તબિયત બધું બગડી લાગે છે " સોરી ડોક્ટર એ મારી ફ્રેન્ડ ખુશી હતી એનાવાતી હું માફી માંગુ છું ડોક્ટર પણ પપ્પાની તબિયત.. "
"માફી ! માફી સુકામને તમારે એને થૅન્ક્સ કેહવું જોઈએ એને જે પણ કર્યું એના લીધે તમારા પપ્પા હોશમાં આવી ગયા છે પણ હા એમને બે દિવસ અંડર ઓબ્જર્વેશનમાં રાખવા પડશે" ડોક્ટરના ગયા પછી હું અને મમ્મી અંદર રૂમમાં ગયા મારી આંખોમા આવતા આસુઓને લૂછી મેં પપ્પા સામે જોયુ.
" રેવા દે ! રેવા દે ખોટા નાટક કરમા આમ રોતા ભૂંડો લાગે છો અને શું કેહતો હતો મને અમરેશપુરી, હિટલર ! મારી આંખો બંધ હતી કાન નઈ સમજો !" મમ્મી સામે જોઈ ફરી પપ્પા બોલ્યા " હું નો તો કેહતો રમા આ તારો લાડલો આપણને વેચીને ખાઈ જશે પણ હું ખોટો હતો મારો આયુષ લાખોમાં એક છે લાખોમા" આમ દુર જ ઉભો રહીશ કે ખાલી છોકરીઓને જ હગ થાય! બાપને પણ કરાય મારામાં કઈ કાટા નથી લાગ્યા " અને હું પપ્પાને વળગી પડ્યો હું એટલો ખુશ હતો કે ખુશી અને તેને કીધેલી વાત મારા મગજમાંથી નીકળી જ ગઈ.
આમને આમ એક અડવાડિયુ ચાલ્યું ગયુ પપ્પા હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયા હતા. હવે મારુ સંપૂર્ણ ધ્યાન પપ્પાની તબિયત સાચવામાં હતું. એક દિવસ સાંજે જમતા જમતા પપ્પાએ પૂછ્યું કે "એ છોકરી કોણ હતી આયુષ! એને એક વાર ઘરે તો બોલાવ મારે એનો આભાર માનવાનો બાકી છે "
આકાશમાં વીજળી ચમકે એમ મારા મગજમાં ચમકારો થયો. આ બધી વાત વચ્ચે હું ખુશીને તો ભૂલી જ ગયો. એ સાંજે મેં ખુશીને બહુ ફોન કર્યા પણ બધું નકામુ અરે મને તો એ પણ નહોતી ખબર કે ખુશીનું ઘર ક્યાં છે છેલ્લે મારી પાસે એક જ ઓપ્શન બાકી બચ્યો એ હતો બસ સ્ટેશન , હા કાલે પાછો ત્યાં જઈશ અને ખુશીને મળીને માફી માંગી લઈશ ખુશી મને જરૂર માફ કરી દેશે.
બીજી સવારે હું બસ સ્ટેશન ખુશીની રાહ જોઈ રહ્યો હતો. નવ, નવ સાડા, અંતે દસ થવા આવ્યા પણ ખુશી ના આવી. હવે ખુશી નહિ આવે એમ સમજી હું ત્યાથી જવા ઉભો થયો કે પાછળથી અવાજ આવ્યો" આયુષ...." હું હરખાય ગયો જરૂર ખુશી લાગે છે મેં પાછળ ફરીને જોયું પણ ત્યાં ખુશી નહોતી. મારી સામે એની ફ્રેન્ડ (રાધી) ઉભી હતી.
મેં એને પૂછ્યું "આજ ખુશી નથી આવી?" ખુશીની ફ્રેન્ડ બોલી "નથી આવી અને ક્યારેય આવશે પણ નહીં "
" શું બકવાસ કરે છે તુ " ગુસ્સે થતા મેં એને તતડાવી
"બકવાસ હું નહિ બકવાસ તો તે કરી તી જયારે ખુશી તને હોસ્પિટલમાં મળવા આવી હતી તે એની સાથે કેવો વ્યવહાર કર્યો હતો યાદ છે કે ભૂલી ગયો! તને શુ લાગે ખુશી બહુ ખુશ છે એની જિંદગીમાં કોઈ પ્રોબલ્મસ નથી દરેક પીળી વસ્તુ સોનુ નથી હોતું આયુષ ! એમ જ દરેક હસ્તી વ્યક્તિ ખુશ નથી હોતી તે ખાલી એની હસ્તી જોઈ છે પણ ક્યારેય એ હસતા ચેહરા પાછળનું દુઃખ જોવાની કોશિશ કરી?" એ એકધારી બોલી રહી હતી
"તું જાણે જ શું છે ખુશી વિશે! તને તો એનું સાચું નામ પણ નથી ખબર " આ સાંભળી એક ઝટકા સાથે મારો ફ્યુઝ ઉડી ગયો એક છોકરી જેને હું મારી બેસ્ટ ફ્રેન્ડ માનુ છું હું એના વિશે કશુ નથી જાણતો.
અને પછી જે વાત રાધીએ મને કહી એ સાંભળ્યા બાદ હું ત્યાંને ત્યા જ બેસી ગયો. હું પોતે ક્યા છુ! શું કરુ છું ! બધુ ભૂલી ગયો થોડીવાર પછી હું ઝડપભેર ઉભો થયો અને રાધીને કહ્યું કે એ મને ખુશી પાસે લઇ જાય. રાધીને બાઈક પાછળ બેસાડી મેં બાઈક સ્ટાર્ટ કરી રાધી મને રસ્તો બતાવતી ગઈ પણ મારા મજગમાં સતત રાધીએ કીધેલા શબ્દો ગુંજી રહ્યા હતા. મારી ગાડીની ગતિ કરતા મારા વિચારોની ગતિ વધુ તીવ્ર હતી.
ખુશી સોરી ખુશી નહિ હિના , હા ,ખુશીનુ સાચુ નામ હિના હતુ.
कभी जिंदगी,
एक पल में गुजर जाती है
कभी जिंदगी का,
एक पल नहीं गुजरता
ગુલઝાર સાહેબની આ ગઝલ જેવી જ કઈ હાલત અત્યારે આયૂષની હતી ખુશીને મળવા માટે એક એક સેકન્ડ વિતાવવી પણ આયુષ માટે મુશ્કેલ હતી
શું થયુ હતુ ખુશીને ?
ખુશી કેમ પોતાની ઓળખ છીપાવી રહી હતી ?
વધુ આવતા અંકે...... ????✍✍✍