Jawabdari - 1 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | જવાબદારી - ભાગ ૧

Featured Books
Categories
Share

જવાબદારી - ભાગ ૧

મારે કાઈક કરવુ છે પણ શુ કરવુ એ ખબર નથી
મારે કાઈક બનવુ છે પણ શુ બનવુ એ ખબર નથી
મારે કરોડો રૂપિયા કમાવા છે લક્ઝરી કારમા ફરવુ છે મોટા બંગલામાં રહેવુ છે
પણ આ બધું કેવી રીતે મેળવવુ કાઈ ખબર નથી પડતી
આકાશ મનોમન વિચારી રહ્યો હતો.
તે કોઈને પોતાની દિલની વાત જલ્દી શેર નહોતો કરી શકતો અને અંદરોઅંદર મનમા કાઈને કાઈ વિચાર્યા કરતો પણ શુ કરવુ જેનાથી તે પોતાના આ સપના પુરા કરી શકે.
જીદંગી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી પણ જીદંગીએ તેનો સાથ ક્યા આપ્યો જ હતો
તે સમજતો થયો તેની પહેલા તેના પિતાનુ એક્સિડન્ટમા મ્રુત્યુ થયુ હતુ, તેના શીક્ષક તેની સાથે ભેદભાવ કરતા કેમ કે તેની પાસે ફી ભરવા પૈસા નહોતા, તેનો બેસ્ટ ફ્રેન્ડ કરણ પણ તેનાથી દુર જતો રહ્યો હતો કારણ તેને બીજા પૈસા વાળા મીત્રો મળી ગયા હતા.
શુ આ સમાજમા વ્યક્તિનુ મુલ્ય પૈસા દ્વારા જ માનવામાં આવતુ હશે? શુ સંબંધ પણ પૈસા સામે કાઈ નહી હોય?
સમાજમા જ રહીને જો આપણે બીજા લોકોની મદદ ના કરીએ, બીજા માટે હમદર્દ ના બનીએ, બીજાને સાથ અને સહકાર ના આપીએ તો આ સમાજમા રહેવાનો અર્થ શુ?
આ બધા વિચાર આકાશને પોતાના કામમાં, તેની એકાગ્રતામા ખલેલ પહોચાડતા હતા.
તે હંમેશાં પોતાના મન સાથે વાર્તાલાપ કરતો
મારે કાઈ કરવુ છે આ જોબ મને બિજાની ઓળખાણ દ્વારા મળી છે અને હુ કોઈના અહેસાન હેઠળ દબાઈને કામ કરવા નથી માગતો, એક સામાન્ય કો ઓપ બેંકમા પણ કોઈની લાગવત દ્વારા જોબ મેળવવાની એ પણ ૧૦-૧૨૦૦૦ની જોબ માટે. હુ આઝાદ પંખીની માફક આકાશમાં ઉડવા માંગુ છુ કોઈના હાથ હેઠળ દબાઈને કામ કરવા નથી માગતો આકાશ પોતાના જ મન સાથે વાતો કરતો હતો.
આ તેની નાનપણની ટેવ હતી તે પોતાના મન સાથે એકલતા માણતો.
હુ તો કહુ આવી ટેવ દરેકને હોવી જોઈએ.
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમા કલાકો સુધી સમય બગાડવા કરતા થોડો સમય આપણા મન માટે પણ આપવો જોઈએ. જીવનમાં આગળ શુ કરવુ તે અંગે વિચારવા.
આકાશની આ નાનપણથી ટેવ હતી તે નાનપણમાં ક્યારેક એકલો એકલો વાતો પણ કરતા જેને લીધે સગાવહાલા અને પડોશીઓ તેને ગાંડો પણ કહેતા.
આજે આકાશ પચ્ચીસ વર્ષનો થયો છે તેની જવાબદારી શુ છે તેનુ તેને ભાન નહોતું અત્યાર સુધી અને હવે અચાનક તેને તેની જવાબદારી નુ ભાન થાય છે. પોતાની કરેલી ભુલ પર પસ્તાવો થાય છે કેવી રીતે?
આ બધુ જાણવા તેના અતીથ પર નજર નાખવી જરૂરી છે તેની પહેલાં તને અમુક સવાલ કરૂ કે તમે ૨૪ કે ૨૫ વર્ષ થયા બાદ તમને તમારી જવાબદારી નુ ભાન થાય તો તમે શુ કરો?
વર્ષો બાદ તમને તમારી ભુલો પર પસ્તાવો થાય તો તમે શુ કરો?
આ સમાજ પર, સગા-સંબંધી પર તમને અચાનક નફરત થવા લાગે તો શુ કરો?
તમારી હાલની હાલત કે પરીસ્થીતી માટે બીજા જવાબદાર હોય પછી ભલે તે સગા-સંબંધી હોય તો તમે તેની સાથે કેવુ વર્તન કરો?

૨૦ વર્ષ પહેલાં
આકાશ જોશી ચાર વર્ષનો હતો તેના પિતા જીજ્ઞેશ જોશીનુ એક્સિડન્ટમા મ્રુત્યુ થયુ હતુ તેની ઉમર એટલી નાની હતી કે તેની સાથે શુ બન્યું છે તેની તેને જાણ જ નહોતી.
તેના પિતાની ડેડ બોડી તેની સામે પડી છે તેમની મમ્મી જોરજોરથી રડતી હતી તે થોડી વાર તેના પિતા તરફ જોતો હતો તો થોડી વાર તેની રડી રહેલી મમ્મી તરફ.
શુ થઈ રહ્યું છે તેની તેને જાણ જ નહોતી તેને ખબર નહોતી કે તે અનાથ થઈ ગયો છે. તેની ઉપરથી તેના પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે
તેના ઘરની આર્થિક સ્થિતિ એક સમયે સારી હતી. જીજ્ઞેશને પોતાની કાપડની ફેકટરી હતી પણ તેના ભાગીદારે કરેલી છળકપટના કારણે તે રાતોરાત રોડ પર આવી ગયો હતો. ધંધા માટે બીજા પાસેથી ઉછીના લીધેલા પૈસાનુ વ્યાજ ભરતો હતો તેને હતુ કે તેનો ભાઈ, તેના પપ્પા તેમને સાથ- સહકાર આપશે અને ફરી પાછો નવો ધંધાની શરૂઆત કરશે.
ભુતકાળ ભુલી જઈ વર્તમાનમાં કામ કરી ભવિષ્યમાં સફળતા મેળવશે પણ આવુ કાઈ થયુ નહી.
જ્યારે જિજ્ઞેશે પોતાની વાત ઘરમા કરી ત્યારે તેના ભાઈએ તેની મદદ કરવાન ચોખ્ખી ના પાડી દિધી. તેના પિતાએ પણ તેના તરફથી નજર ફેરવી લીધી અને જીજ્ઞેશને સાથ આપવાને બદલે તેનાથી જુદા પડી તેના મોટા ભાઈ સાથે રહેવા લાગ્યા
તેના મીત્ર એ કરેલા વિશ્વાસઘાતને કારણે તે ભાંગી પડ્યો હતો તેમા ઉપરથી તેના મિતા અને ભાઈએ મુસીબતમાં તેનો સાથ છોડી દીધો હતો.
દિવસ રાત એક જ વિચાર કરતો કે મારી કઈ ભુલને લીધે મારા પપ્પા અલગ થઈ ગયા? મારો શુ વાંક હતો?તે ધીમે ધીમે નશાનો બંધાણી થઇ ગયો હતો. તે દારૂપીતો, ઘરે રાત્રે મોડો આવતો, તેની વાઈફ દિવ્યા સાથે ઝઘડો કરતો, સટ્ટો, જુગાર, દારૂએ તેને સાવ પાયમાલ કરી નાખ્યો હતો.
તેની જવાબદારી પ્રત્યે કોઇ ભાન જ રહ્યું નહોતું