Patnini padojan in Gujarati Moral Stories by Matangi Mankad Oza books and stories PDF | પત્નિની_પળોજણ

Featured Books
Categories
Share

પત્નિની_પળોજણ



મુજે મેરી બીબી સે બચાઓ... આજે તો સવાર થી આ ત્રીજું ગીત હતું જે પત્નિ માટે નું હોય. આજે કોઈ એ પત્નિ દિવસ તો નથી ને જો કે પત્નિ ના ખાલી દિવસ થોડા હોય રાત પણ હોય સાંજ પણ હોય સાલું આમ તો પરણ્યે એટલે ૨૪*૭ અને બારે માસ એનાં જ તો દિવસો હોય. મેં જોરૂ કા ગુલામ બનકે રહુંગા... આ ગીત શરૂ થયું ને પરાગ ને આજ થી સાત વર્ષ પહેલાં થયેલાં તેના અને નુપુર ના લગ્ન યાદ આવી ગયા. લવ કમ એરેંજ મેરેજ હતાં. ખૂબ ધામધૂમ થી લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલાં લગભગ ત્રણ વર્ષ ઉપર તો એકબીજા ને ઓળખતાં જ હતાં. નુપુર પોતે સામાન્ય ઘરમાં ઉછેરેલી બે ભાઈઓ ની એક બેન હતી. એક ભાઈ નાનો અને એક મોટો, સામાન્ય ઘર હોવા છતાં પોતાની રહેણીકેહણી તો તે તેની મિત્ર રૂપાલી સાથે રહી એવી જ રાખતી. નુપુર ને મેકઅપ કપડાં ઘરેણાં ચંપલ અને પર્સ નો શોખ હતો. તેનો ભાઈ ઘણી વખત કહેતો કે જો નુપુર અત્યારે તો તને પપ્પા કે અને બને ભાઈઓ તારી દરેક જરૂરિયાત અને મોજશોખ ને પૂરા કરવાની પૂરતી કોશિષ કરીએ છીએ પણ કાલ સવારે તારા લગ્ન થશે. જરૂરી નથી તારા પતિ પાસે એટલી આવક હોય તારે ચાદર જોઈ ને પગ ફેલાવવા જોઈએ. ત્યારે નુપુર જવાબ આપતી કે ભાઈ એ જમાના ગયા જ્યારે ચાદર જોઈ પગ ફેલાવતા હવે તો ચાદર ને મોટી કરવાનો જમાનો છે.

પરાગ શરૂઆત માં તો એમ સમજતો કે નુપુર ની માથે ઘરની જવાબદારી આવશે એટલે તે બધું સંભાળી લેશે. લગ્નનાં બે ચાર વર્ષ ચાલ્યા ગયા પણ પરાગ ના પૂરતા પ્રયત્ન છતાં નુપુરના ખર્ચમાં તે પહોંચી નહોતો શકતો. માત્ર આડો અવળો ખર્ચો જ નહિ પરંતુ દર રવિવારે બહાર જવા નું પિકચર જોવા સાથે જો ક્યારેય પરાગ ને મોડું થાય તો પણ કકળાટ કરી મૂકતી. દર મહિને પાર્લર નો ખર્ચો તો અલગ જ .. હોય ક્યારેક તો મહિના ના આખર માં પરાગ ને મિત્ર પાસે થી રૂપિયા ઉછીના લેવા પડતાં હતાં.

પરાગ ભલે એમ સારી એવી કંપની મા નોકરી કરતો હતો. કંપની એ ગાડી ઘર બધું જ આપેલું હતું પણ નુપુર ને સંતોષ હતો જ નહીં તે જ્યારે હોય ત્યારે બીજા ની સાથે તુલના માં જ સમય પસાર કરતી એક વખત તો બહાર ફરવા ગયા હતાં . ત્યાં તેણે હોટેલ સ્ટે બાબતે જે માથાકૂટ કરી હતી આખો ફરવાનો મૂડ જ ચાલ્યો ગયો હતો. નુપુર ની પસંદગી હંમેશા ઊંચી જ રહી છે અને પરાગ હમેંશા વિચારી ને પગલાં લેવા વાળો વ્યક્તિ, બહુ દેખાડો ગમે નહીં. આમ તો દર બે ચાર દિવસે નુપુર ની માંગણી ઓ હોય જ એની બહેનપણી રૂપાલી જે અબજોપતિ ના ઘરમાં પરણી હતી તે કોઈ ફોટો મૂકે કે કોઈ પ્રોગ્રામ ની વાત કરે એટલે તે તેને પણ લેવી જ હોય. પરાગ ધીમે ધીમે ઘરમાં ઓછું ઑફિસમાં વધુ રહેવા લાગ્યો અને ઘરે હોય તો પણ કામ પૂરતું જ કામ. કંપની ગાડી આપતી હતી છતાં નુપુરે એક મોટી ગાડી લેવડાવી. લોન લઈ પરાગે નુપુર ની ઈચ્છા તો પૂરી કરી પણ પ્રેમ ઓછો થવા લાગ્યો હતો. હવે જે નુપુર સાથે સુંદર સંસાર નું સપનું જોયું હતું તે તો મૃગજળ જ સાબિત થઈ રહ્યું હતું.

એક દીવસ તો હદ જ થઈ ગઈ પરાગ ઓફિસ થી થાક્યો પાક્યો ઘરે આવ્યો ને જોયું તો નુપુર તૈયાર બેઠી હતી. પરાગને પૂછયા વગર જ રૂપાલી સાથે વિથ ફેમિલી ક્લબમાં જવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. નુપુર પૂછવું તો જોઈએ ને આજે તને ખબર છે શનિવાર હોવા છતાં મિટિંગ ને લીધે હું થાકેલ છું તેમાં આ કોઈ અજાણ્યા લોકો સાથે , પરાગ નું મોઢું બગડ્યું. આમ પણ તમને તો તમારા પેલાં ટપોરી જેવા મિત્રો જ ગમે છે સારા લોકો સાથે સારી જગ્યા એ બેસવું ઉઠવું તો તમને ત્રાંસ લાગે છે. પરાગ ની ઈચ્છા ન હોવા છતાં ફ્રેશ થઈ ને નુપુર સાથે ઉપડ્યો. જ્યાં જે ન હોય તે દેખાડવાનું , સોફેસ્ટીકેશન માં રહેવું પડે પણ પરાગ હવે નુપુર સાથે ની માથાકૂટ થી કંટાળી ને ફોલોવ કરતો હતો. આજે રાત્રે પાછા આવતાં નુપુરે બસ રૂપાંગી ના વર એના ક્લબમાં હોદો ને રૂપિયા ને એ જ વાત ચાલુ રાખી. પરાગ ઘરે પહોંચી એક શબ્દ બોલ્યાં વગર સૂઈ જ ગયો.

બે ચાર અઠવાડિયા આવું જ ચાલ્યું. પરાગ ને આ કંપનીમાં કામનું પ્રેશર વધતું જતું હતું એટલે તેણે વિચાર્યું કે આ નોકરી છોડી નાનકડો ધંધો શરૂ કરી દે. આજે ઘરે આવી તેણે નુપુર ને વાત કરી અને નુપૂરે જે ત્રાંડવ કર્યું. પરાગ ને પોતાનો વિચાર પડતો જ મૂકવો પડયો અને આટલા પ્રેશર વચ્ચે નોકરી ચાલું રાખી. ઘણી વખત પરાગ ને થતું કે પત્ની એ તો પતિ ની હિંમત બનવાનું હોય. કદાચ પતિ ને નાણાકીય કમાણી કરવા મદદ ન કરે તો પણ માનસિક સપોર્ટ કરી સાથ ન આપી શકે. જેમ ઘરકામમાં પતિ મદદ કરે તેમ શું ઘર ખર્ચ માં પતિ ની જ જવાબદારી હોય. ઘણી સ્ત્રીઓ પતિ સાથે દરેક પરિસ્થિતિમાં કેવી ઉભી હોય છે.

ફરી એ જ નોકરી ને એ જ પ્રેશર વચ્ચે પરાગ ને ૩૫ વર્ષની ઉંમરે જ બ્લડ પ્રેશર ઘર કરી ગયું હતું ડોકટરે કડકપણે કહેલ કે બહુ જ ધ્યાન રાખવું નહીં તો બ્રેઇન સ્ટ્રોક આવતાં વાર નહીં લાગે. નુપુર ને તો આમાં પણ ડોકટરે ટેવ પડી કહી સામાન્ય જ વર્તન લાગ્યું. થોડા દિવસો જેમ જતાં હતાં એમ ગયાં. પરાગ ને કંપની માં પ્રમોશન મળવાનું હતું પણ કોઈ ના રાજકારણ નો ભોગ બનતાં તે પ્રમોશન ન મળ્યું. આજે તે વાત થી તકલીફ માં ઘરે આવ્યો ત્યાં નુપુરે એક ફોર્મ આપ્યું ક્લબમાં મેમ્બરશિપ માટે રૂપાલી ના વર ના કહેવાથી આપણને પંદર લાખમાં આજીવન મેમ્બરશિપ મળી જશે. (#MMO) આમ તો ઓન માં પચ્ચીસ લાખ ચાલે છે. પરાગ ને છાતી માં ગભરામણ શરૂ થઈ ગઈ પણ દવા ખાઈ લીધી. બીજે દિવસે પી. એફ ઉપર લોન ના કાગળિયા કર્યા અને ક્લબની મેમ્બરશિપ માટે પ્રોસિઝર શરૂ કરી.
આમ જ પૂરું જીવન પૂરું થવાનું એટલે વાર્તા અહીં પૂરી થાય છે