Dil ka rishta - a love story - 15 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 15

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 15

ભાગ-15


( આગળ જોયું કે રોહન સાથે જ ટકરાઈ છે અને જેને પૂજા વાવાજોડું કહી રહી છે એ બીજું કોઈ નહિ પણ વરસાદી રાતે જે છોકરી ને જોઈ રોહન એના પ્રેમ માં પડી ગયો હતો એ જ છે રોહન ના હોશ ઉડી જાય છે એને સપને પણ ખ્યાલ ન હતો કે એ એને આ રીતે મળશે હવે જોઈએ આગળ )

રોહન પૂજા અજય રશ્મિ અને તેજલ બધા વિધિ થવાની હોઈ ત્યાં જાય છે ડીજે પર થી એનાઉન્સમેન્ટ થાય છે આપને જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે અને આપણી દુલ્હન ની શાહી એન્ટ્રી થવા જઈ રહી છે બધા પૂજા ના આવવા ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યાં જ ગીત વાગે છે

महेदी है रचनेवाली हाथो में गहरी लाली
कहे सखिया , आज कलिया हाथो में खिलने वाली है
तेरे मन को जीवन को नई खुशीया मिलने वाली है


ગીત વાગતા જ ગેટ પાસે 2 છોકરીઓ ડાન્સ કરે છે અને બધે લાઈટ બંદ થઈ જાય છે ખાલી ગેટ પર ફોકસ લાઈટ હોઈ છે

ओ हरियाली बन्नो ले जाने तुझको गुइयाँ
आनेवाले है सैया थामेंगे आकर बैया गूंजेगी शहनाई अंगनाई अंगनाई

मेहंदी है रचनेवाली...

વાગતા જ પૂજા ના ચેહરા પર લાઈટ ફોકસ થાય છે અને ઉપર ડ્રોન માં થી ગુલાબ ની પાંખડીઓ નો વરસાદ થાય છે વચ્ચે પૂજા એની બાજુ માં તેજલ બીજી બાજુ રોહન તેજલ ની બાજુ માં રશ્મિ અને રોહન ની બાજુ માં અજય આ 5 જણા એક સાથે આવે છે બધા તાળીઓ થી એનું સ્વાગત કરે છે જેમ જેમ આગળ વધે એમ ફૂલ નો વરસાદ થઈ રહ્યો છે બધા રેડ કાર્પેટ પર થઇ અને જ્યાં વચ્ચે મહેંદી ની વિધિ માટે સેટ તૈયાર કર્યો હોય ત્યાં આવે છે રોહન થોડીવારે ચોર નજર થી તેજલ ને જુવે છે જ્યારે એને જોવે ત્યારે જાણે ધબકારા વધી જતાં હોય એવું લાગે છે કોઈ નું ધ્યાન નથી પણ રશ્મિ નું ધ્યાન પડે છે કે બધા નું વિધિ અને પૂજા ની એન્ટ્રી માં ધ્યાન છે જ્યારે રોહન બધા થી અલગ જ તેજલ ને એકીટશે જોઈ રહ્યો છે એને થોડું અજીબ લાગ્યું પણ એને મન પર ના લેતા એ પણ એન્જોય કરે છે અજય એ જોયું કે રોહન ક્યાર નો સાઈડ માં જોઈ રહ્યો છે તો એને લાગ્યું એ રશ્મિ ને જોઈ રહ્યોંછે તો એને રોહન ની ટાંગખીચાઈ કરતા કહ્યું બસ હવે બહુ તને રશ્મિ ભાભી થઈ દૂર નહિ રાખીયે જલ્દી જ પરણાવી દેશું પણ અત્યારે તો સામે જો મમ્મી નું ધ્યાન પડ્યું તો પૂજા પેલા તમારા લગ્ન કરી દેશે અજય આમ કહેતાં રોહન નું ધ્યાન ભંગ થયું એ અજય પર ખોટો ગુસ્સો કરતા કહે :- શુ યાર હરિફરી ને લગ્ન પર આવી જા છો તને બહું ઉતાવળ છે મને પરણાવા ની એમ ને હું પરણું તો તારો જલ્દી વારો આવે એ માટે ને ઉભ મમ્મી ને કહું કે આના માટે પેલા ગોતો મમ્મી.... ત્યાં તો અજય કહે " ચૂપ ચૂપ મસ્તી કરું છું સોરી સોરી હવે નહિ કરું બસ અને બન્ને ભાઈ હસી પડે છે..

હવે મહેંદી ની વિધિ ચાલુ થવાની હોઈ છે એટલે અજય અને રોહન બધા પુરુષો સાથે સોફા પર જઈ બેસે છે શરૂઆત પૂજા ના હાથ પર મહેંદી મુકવા થી થાય છે પૂજા ના મમ્મી એને કંકુ નો ચાંદલો કરે છે અને ઓવારણાં લઈ મોઢું મીઠું કરાવે છે
પછી મહેંદી મુકવા ની શરૂ થઈ છે પછી બધા બહેનો ફરતા બેસી જાય છે અને મહેંદી સ્પેશયાલિસ્ટ ટિમ બધા ને મહેંદી મુકવાની શરૂ કરે છે એક અનાઉન્સર ગર્લ અનાઉન્સ કરે છે
"હેલો એવરિવન તમારું બધા નું દિલ થી સ્વાગત છે આપ સૌ જાણો જ છો કે આપણે મિસ પૂજા ની મહેંદી રસમ નિમિતે મળ્યા છે તો એ મહેંદી ને યાદગાર બનાવીએ તો કેવું ?? શુ કહો છો આપ બધાં ?? બધા એક સાથે બોલી ઉઠ્યા

હા જરૂર...

તો ચાલો થઈ જાવ તૈયાર આજ આપણે એક ગેમ રમવાની છે અહીંયા પડેલા 2 બાઉલ માં બધી ચિઠ્ઠીઓ રાખવા માં આવી છે એક બાઉલ માં નામ લખેલી ચિઠ્ઠી છે અને બીજા બાઉલ માં એને શુ કરવા નું છે એ ચિઠ્ઠી છે તૈયાર છો બધા ???

બધા એક સાથે બોલી ઉઠ્યા :- હા તૈયાર છે

ગેમ શરૂ થઈ


બધા ના નામ નીકળે છે કોઈ ને ગીત ગાવાનું હોઈ છે તો કોઈ ને એકટિંગ કરવાની હોય છે તો કોઈ ને શાયરી બોલવાની હોઈ છે

જેના નામ નીકળે એ જે લખ્યું હોઈ એ કરે છે અમુક લોકો ની વાહ વાહ થાય છે તો અમુક લોકો ની હાસ્યાસ્પદ એક્ટિંગ ને લીધે બધા હસી પડે છે ફરી થી અનાઉન્સર એ કહ્યું કે હવે હું નામ વાળી ચિઠ્ઠી ઉપાડું છું જોઈએ કોનું નામ નીકળે છે બધા એકીટશે એની સામે જોવે છે કે હવે કોનું નામ હશે અનાઉન્સર એ કહ્યું હવે આપણી સમક્ષ પોતાના અવનવા અંદાજ સાથે પ્રસ્તુત છે હમ્મ કોણ હશે ?? બધા એ ઈશારો કર્યો કે ખબર નહિ અનાઉન્સર :- ઓકે તો હવે હું જેનું નામ લેવા જઇ રહી છું એ.... છે......અજય આખો હોલ તાળીયો ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો

અજય સ્ટેજ પર જાય છે અનાઉન્સર એ કહ્યું કે બીજા બાઉલ માંથી તમે જ ચિઠ્ઠી ઉપાડો અજય એ કહ્યું ઓકે
અજય બાઉલ માંથી ચિઠ્ઠી ઉપાડે છે અને અનાઉન્સર ના હાથ માં આપે છે


અનાઉન્સર એ વાંચી અને કહે છે કે અહીંયા થી અજય આપ સૌ ની સામે ...... એક......ગીત રજૂ કરશે બધા ની તાળી થી ફરી હોલ ગુંજી ઉઠ્યો

અજય એ થોડી વાર વિચારી અને પછી કહ્યું હું જે સોન્ગ અહીંયા થી ગાવા જઇ રહ્યો છું એ હું પૂજા ને ડેડીકેટ કરું છું પૂજા મારી બહેન જ નહીં પણ એ મારી ખાસ મિત્ર છે તો આ સોન્ગ પૂજા ખાસ તારા માટે પૂજા આંખ મિચકારી અને બિરદાવે છે
બધા નું ધ્યાન અજય પર છે અજય માઇક હાથ માં લે છે અને ગીત ગાઈ છે

ફૂલો કા તારો કા સબકા કહેના હૈ

એક હજારો મેં મેરી બહેના હે

સારી ઉંમર હમેં સંગ રહેના હૈ....

બધા તાળી પાડી અને બિરદાવે છે

અનાઉન્સર :- ખૂબ જ સુંદર ભાઈ બહેન ના પ્રેમ ને અભિવ્યક્ત કરતું ગીત ને આટલું સરસ રજૂ કરવા માટે ફરી વાર તાળીઓ થી વધાવવા જોઈએ બધા એ ફરી થી તાળી ઓ ના ગડગડાટ સાથે અભિવાદન કર્યું

અનાઉન્સર એ કહ્યું બધા નો ખૂબ ખૂબ આભાર હવે જોઈએ કોનું નામ નીકળે છે એમ કહી એ એક બાઉલ માંથી ફરી એક ચિઠ્ઠી કાઢે છે ચિઠ્ઠી ખોલી અને નામ વાંચે છે અને બધા ને કહે છે કે આપ સૌ જાણો જ છો કે હવે આ બાઉલ માં 3 જ ચિઠ્ઠી બાકી છે અને એ છે રોહન રશ્મિ અને તેજલ તો અત્યારે જેનું નામ આ ચિઠ્ઠી પર લખ્યું એ છે...... ઘણા એ કહ્યું રશ્મિ ...રશ્મિ.... તો ઘણા એ કહ્યું રોહન... રોહન..... તો ઘણા એ કહ્યું તેજલ. તેજલ..... અનાઉન્સર એ કહ્યું એક મિનિટ હું જ આપણે જણાવું છું કે એ કોણ છે તો અત્યારે જેનું નામ ચિઠ્ઠી માં થી નીકળ્યું એ છે ......રોહન

બધા ની ચિચિયારીઓ હોલ માં ગુંજી ઉઠી રોહન ઉઠે છે અજય એ કહ્યું જા મેરે શેર જા ફતેહ કર રોહન એની સામે જોઈ કહ્યું જી આભાર બીજું કાંઈ ?? અજય એ કહ્યું ના બસ આટલું જ.. બન્ને હસી પડે છે અને રોહન સ્ટેજ પર આવે છે અને એક બાઉલ માંથી ચિઠ્ઠી ઉપાડે છે અને અનાઉન્સર ના હાથ માં આપે છે અનાઉન્સર એ ખોલી અને વાંચે છે અને કહે છે કે વાહ રોહન આપને તો એવું કાર્ય મળ્યું છે કે જે કરવું એ લગભગ બધા જ છોકરા ને ગમતું હશે બધા આતુરતા થી જોવા લાગ્યા કે એવું શું કાર્ય હશે બધા ને આ રીતે જોતા જોઈ અનાઉન્સર હસી પડે છે અને કહે છે આપની આતુરતા ના વધારતા હું જણાવી જ દઉં છું કે રોહન એ શું કરવાનું છે રોહન તમારે.... કોઈ ... છોકરી... ને... પ્રોપોઝ કરવાનું છે ત્યાં તો અજય અને બધા સીટી વગાડે છે

અનાઉન્સર:- હા તો કહો રોહન તમે કોને પ્રોપોઝ કરવા માંગો છો ખૂબ જ સારી તક છે જવા ના દેતા તમારી સામે પણ એક ખુબસુરત છોકરી ઉભી છે તમેં ચાહો તો મને પણ કરી શકો છો અનાઉન્સર એ રોહન ની મજાક કરતા કહ્યું
રોહન શરમાઈ અને હસવા લાગે છે અજય નીચે થી રાડ નાખે છે વાહ ભાઈ તેરી તો નિકલ પડી અનાઉન્સર હસી પડે છે બધા મહેમાનો પણ હસવા લાગે છે અનાઉન્સર એ કહ્યું કે રોહન તો શરમાઈ છે તો શું કરીશું એક કામ કરીએ હજી 2 ચિઠ્ઠી બાકી છે અને એ બન્ને છોકરી જ છે તો એમાં થી એક ચિઠ્ઠી આપણે સિલેક્ટ કરીયે પૂજા રશ્મિ અને તેજલ ની સામે આંખ મિચકારે છે રશ્મિ શરમાઈ છે તો તેજલ એના આગવા અંદાજ માં જ કહે છે કે ઠીક હે જો ભી હોગા દેખા જાયેગા અનાઉન્સર એ કહ્યું રોહન તમે જ ચિઠ્ઠી ઉપાડો રોહન એ ચોરનજર થી તેજલ સામે જોઇ અને ચિઠ્ઠી ઉપાડે છે અને અનાઉન્સર ના હાથ માં આપે છે હવે બધા ખૂબ જ અધીરાઈ અને આતુરતા થી અનાઉન્સર સામે જુવે છે કે હવે એ કોનું નામ લેશે રશ્મિ અને તેજલ ના ધબકારા વધે છે સામે રોહન ના પણ એજ હાલ છે અનાઉન્સર નામ વાંચે છે અને મુસ્કુરાહટ સાથે કહે છે કે આપ સૌ ની આતુરતા નો અંત આવી ગયો છે તો જેને આજ રોહન પ્રોપોઝ કરશે એનું નામ છે.......

વધુ આવતા અંકે

( કોણ હશે એ જેને રોહન પ્રોપોઝ કરશે?? શુ થશે આગળ??? રોહન તેજલ ને એના દીલ ની વાત કહી શકશે??? રશ્મિ ને ખબર પડશે કે રોહન એને નહિ પણ તેજલ ને પ્રેમ કરે છે ત્યારે ??? શુ અંજામ આવશે રશ્મિ ના પ્રેમ નો ??? તેજલ અને રોહન એક થઇ શકશે ??? એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા A love story