લાલચનો ભોગ બનેલ યુવાનના મરણનું કારણ રાજાએ કાને ન ધરતાં વાતની ખબર હોવા છંતા રાજા અજાણ બની રહેવા લાગ્યા એજ રીતે થોડા વર્ષો વીતી ગયા.....
રાજાને ત્યાં જન્મેલ પુત્રીઓ નું નામકરણ થઇ ગયું હતું, એક દિકરીનું નામ કામીની અને બીજીનું નામ રાગીની રાખવામાં આવેલ હતું એક દમ સુખી સંસારીક જીવન જીવતા રાજાના જીવનમાં ગ્રહણ આવ્યું....
બન્ને દિકરીઅોને પાંચ વર્ષ થયા હતા, રાજા પાંચ વર્ષ બાદ જન્મ દિવસની ઉજવણી કરવાનું વિચારતા હતા, આ વખતે રાજાઅે અેક નવો વિચાર કરેલો હતો કે નગરના લોકોને સોનાના સિક્કા ભેટ આપવા,સોનગીર નગરીના લોકોમાં અેક ઉમંગ હતો. રાજા ભુલી ગયો હતો કે કોઇ જાદુઇ સ્ત્રી નજર લાગી હતી તે, વહેલી સવારે રાજા નગર લોકોને અનમોલ ભેટ આપવા નગરમાં ઘોડા ઉપર નિકળ્યા હતા. થાળ ભરી સોનાની સિક્કા લોકો ઉપર સિક્કા વર્ષોવતો જાય સૈનિકો પાછળ ચાલતા જાય અેવા માહોલમાં અચાનક નગરની ગલીમાં અજીબ પ્રકારનો અવાજ અાવ્યો.....
હી.....હી.... હા....હા.....હા....
ઝડપથી પવન ફુકાવા લાગ્યો...ઝાંઝર...ના ઝમ...ઝમ...ઝમ... રણકાર... અને કોઇ ઉંચેથી જાણે પિતળની થાળ હાથમાથી પડી હોય અેવો અવાજ આવ્યો.
રાજા સૈનિકોને પુછતા ...તમે સાંભળ્યું ?
સેનાપતિ: ક્ષમા કરશો મહારાજ અમને કોઇ અવાજ સંભળાયો નથી..
અા વાત પરથી માથું ખંજવાળતાં વિચારમાં પડી ગયા કે પાંચ વર્ષ પહેલાં જે સ્ત્રીને નદિમાં ન્હાતા જોઇ હતી અેજ જાદુઈ સ્ત્રીનો અવાજ હતો.રાજા ઝડપથી લોકોને સિક્કાઓ ભેટમાં આપી મહેલમાં પહોંચી ગયો અને ગુરુને વાત કહેવા લાગ્યો કે ગુરુજી મારા કાનમાં અજીબ પ્રકારના અવાજો સંભાળાય છે, ગુરુજીઅે જવાબ આપતાં કહ્યું કે તે સ્ત્રીનો છાયો પાછો નગરમાં આવ્યો છે.....
રાજા દેવચંદ: ગુરુજી ફરી નગરમાં જાદુઇ સ્ત્રીનો પડછાયો ?
ગુરુજી: હા મહારાજ જાદુઇ સ્ત્રીનો પડછાયો ..
રાજાદેવચંદ: ગુરુજી અે કઇ રીતે સંભવે ? આપણે તેમની વિધી પૂર્વક નગરને બંધન કરેલ હતું ને ?
ગુરુજી: હા મહારાજ બંધન તો ખાલી પાંચ વર્ષ માટે જ કરેલ હતું આજે પાંચ વર્ષ પુરા થાય છે અને પાંચ વર્ષના કરારની બલી પણ ચઢાવી હતી.
પ્રેમીરાજા દેવચંદ આ વાત સાંભળી ચિંતામા પડી ગયા અને ગુરુજી પાસે ફરી બંધનના ઉપાય પુછવા લાગે છે.
રાજાદેવચંદ: ગુરુજી તો ફરી નગરને બંધન માટે ઉપાય!!
ગુરુજી: માફ કરશો મહારાજ આજની રાત પુનમની છે અને અે બંધનનો ખાલી અમાસના દિવસે જ કરી શકાય છે તો આવતી અમાસ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે
રાજા દેવચંદ: ત્યાં સુધી સોનગીર નગર અસુરક્ષિત છે, કઇ રીતે નગરના લોકો સુરક્ષિત રાખીશું ?
ગુરુજી: મહારાજ રાહ જોવા સિવાય કોઇ ઉપાય નથી...
રાજા રાણીઅોને સૂચના આપી કે પુત્રી કામીની અને રાગીનીને થોડા દિવસો સુધી બહાર નહી કાઢવી અને સૈનિકોને પુરતી નજર રાખવા જણાવ્યું, રાજાને બસ અેક જ ડર સતાવતો હતો કે આ જાદઇ સ્ત્રીનો છાયો અેમની દિકરીઅોના ઉપર ભુલથી પણ ન પડે.હાલના મહારાજા અને તેજ પહેલાના સમયનો પ્રેમીરાજા દેવચંદને પોતાના પ્રાણની જરાય ચિંતા ન'હોતી બસ ચિંતા તો અેમની રાણીઅો અને દિકરીઅોની સતાવતી હતી......
રાજા પોતાની જાતને ધિક્કારતો મનમાં વિચારતો હતો કે મેં આ જાદુઇ સ્ત્રીની જાદુઇ વિંટી લઇને આફતને આમંત્રણ અાપેલ છે.હું કેટલો સોનાનો લોભી કે અે બીજાની વિંટી લેવા માટે જરાય વિચાર કર્યા વગર લઇ લીધી ?
આવા વિચારો કરતો કરતો અેકલો મહેલના છત ઉપર બેસી ચિંતામાં ડુબેલો હતો. અેવામાં સેનાપતિ છત ઉપર દોડતો આવ્યો કહેવા લાગ્યો કે મહારાજ .... મહારાણી દેવબાઇને ચક્કર આવી છે તે ઢળી પડી છે અેમને દાસીઅે પાણી પાયું છે તો સામાન્ય અવસ્થામાં આવી ગઇ છે અને શયનખંડમાં આરામ કરે છે....
સેનાપતિની આ વાત સાંભળી રાજા દેવચંદ ઝડપથી દોડતો રાણી દેવબાઇના શયનખંડમાં પહો્ચ્યો તો રાણી સૂઇ ગયા હતા, તેમને જગાડ્યા વગર દોડતો પાછો બહાર નિકળ્યો પુત્રીઅોને શોધવા આમ-તેમ મહેલના ઝરુખા અને બગીચામાં ચકળ વકળ આંખો કરી શોધવા લાગ્યો, સૈનિકોને પુછવા લાગ્યો કે કામીની અને રાગીની કયાં છે ? તો સૈનિક દ્વારા વાત મળી કે તેઅો બન્ને પુત્રીઅો મહેલના પાછળના બગીચામાં રમત રમી છે આ વાત સાંભળી રાજાના ધબકરા સામન્ય થયા. રાજા બગીચામાં જઇ દિકરીઅોને રમતાં જોઇ ખુશ થઇ ખલેલ પાડ્યા વિના પાછો રાણી દેવબાઇના શયન ખંડ તરફ ચાલવા લાગ્યો ....
શયનખંડમાં જઇને રાજા જઇને જુઅે છે ત્યાં તો રાણી દેવબાઇ સૂતેલી જ હતી, પ્રેમીરાજા દેવચંદ તો અેક પ્રેમનો દરિયો હતો તે સૂતેલી રાણીને જગાડવા પ્રયત્ન કરતો રાણીના કાનના નીચે હાથથી વાળ સરખા કરી રેશમી રુંવાટીઅે હળવું ચૂંબન કરે ત્યાં તો રાણી જાગ્રત અવસ્થામાં આવી જાય છે.....(ક્રમશઃ )