ઓવ માય શોના ! અવલેલે.. કુ ચી કુ ચી કુ…!
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સૌથી વધુ આંનદ ને ઉમળકો ક્યારે આવે ..?
ઉમ, બારી વાળી સીટ, કાનમાં હેડફોન , મજાના મૂડી ગાયનો અને જો સાથે એક મસ્ત મજાની બુક હોય તો મજજો મજજો પડી જાય...! બરાબર ને ?
બારીની હવા , મસ્ત મ્યુઝિક ને મસ્ત વાર્તા ...આહાહા...!!
પણ યાર, બુક વાંચવામાં મજા આવે , પણ લાંબી મુસાફરી હોય , તો બુક ગમે તેટલી ઇન્ટરેસ્ટિંગ હોય, એક સમયે થાય ઘણી વાર , કે ચલો 20 ચેપટર છે, 10 અત્યારે 10 પછી...!! આંખોની પણ કેપેસિટી હોય ને..!!
ચલો માનો કે બુક વાંચતા વાંચતા કોઈ સ્ટેશન પર એક 'સુંદર યુવતી વિથ ક્યૂટ સ્માઈલ' તમારી જ સામેની સીટ પર આવે ..તો કેવું લાગે ?
મન માં ઉમળકા આવ્યા ભાઈને હો...હા હા હા...!!
ને એમા ય તમારી બુક નું ટાઇટલ વિચિત્ર હોય કે જે એને ન વાંચી હોય, અને તે સામેથી તમને પૂછી લે ,
"Excuse me, આ કયો ઓથર છે , કઈ બુક છે ..?? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ લાગે છે..!"
તો તો ભાઈ , ઉમળકાનો વરસાદ પડી જાય જો એ પણ તમારા જેવી બુકીશ હોય તો...!!
પણ બોસ , આવું બધું થવા માટે બવ સારા કર્મો કરેલા હોવા જોઈએ , બધાને ન મળે આવો સીન કાઈ !
ને એમાંય જો તમે મારા જેવા શરમાળ હોવ ને વાત કરતા ન આવડતી હોય તો બુક નું ટાઇટલ ને નાની હાય હેલો થી જ થઈ જાય EOC...!
EoC મંજે end of conversation ???
આ ઉપરાંત તમે થોડા દેખાવડા પણ હોવા જોઈએ ,
વાત ચાલુ કરતા પણ આવડતી હોવી જોઈએ...!!
બાકી આપણે ને આપના ભૂંગરા કાનમાં...! (ભલે ને એક બાજુના જ હાલત હોય..!) ને ક્યારેક વળી ટીરછી નજર બુક માંથી કાઢી લેવાની..!! આ તો લાંબી લચક થઈ ગઈ, વિવિધ સંભાવનાઓ જોવાની , બધી જ સાનુકૂળ પરિસ્થિતિઓ જોવાની ..!
આ બધું ક્યાં હવે ?? કંઈક નવું વિચારીએ...!!
ચલો હવે ત્રીજી વાત કરું ,
જ્યારે મન મગજ બધું જ ગાર્ડન ગાર્ડન થઈ જાય , સાથે સાથે તમને ફૂલ ઓફ ઇંટ્રેટેઇનમેન્ટ અને લાગણીનો ડોઝ પણ મળી જાય...!!
જ્યારે તમે મસ્ત કાન માં ભૂંગરા નાખીને બુક વાંચતા હોય ને તમારી સામેની સીટ પર એક યંગ કપલ આવે એક 6-8 મહિના ના ક્યૂટ બેબી સાથે ...!!
ને થોડી વારમાં તમે તમારી બુકમાં થોડું વાઈબ્રેશન અનુભવો વિથ એક સ્વીટ અવાજ,
બાઅ ..બાઅ...! ????
ને બુક હતાવતા એનું એક નિર્દોષ હાસ્ય વાળો ચેહરો આવે , ત્યારે જે અંદરથી આનંદની લાગણી આવે , આ હા હા હા....!!
હાથમાંથી બુક કાઢી , ભલે ગમે તેટલું ઇન્ટરેસ્ટિંગ ચેપટર ચાલતું હોય , સાથે સાથે કાનમાથી હેડફોન સાઈડમાં રાખી, ભલે ગમે તેટલું ફેવરિટ સોંગ ચાલતું હોય...!
પણ તે પાગલની સ્માઈલ અને કાલા નખરા માટે બધું જ કુરબાન હો બોસ...!!!
આમાં તો કોઈ સંભાવનાઓની ગણતરી કરવી પડતી નથી,
ન તો તમારે કોઈ હેન્ડસમ ચેહરાની જરૂર છે , ન તો અહીં તમારે કોઈ વાત કરવાની આવડત જોઈએ ...! હમ કાલે હૈ તો ક્યાં હુઆ દિલવાલેેે હૈ !
અહીં જો તમે દેખાવે ભૂત જેવા છો, ને એમાં ય તમે ચશ્મા પહેરો છો, તો તો બાપ...!! ચશ્મા બચાવજો હો...એનો પેલો શિકાર તારા ચશ્મા જ હશે...!
એની તે ઇનોસેન્ટ સ્માઈલ,
એની તે કોરી પાટી ની ક્યુર્યોસિટી,
દરેક નવી વસ્તુ ને એક અલગ નજરથી જોવાની રીત,
અરે યાર મારી સામે નીરખી નીરખી ને જોતા એના મોટા મોટા ડોરા ...અરે યાર ...! ઉહ...
તેને હાથમાં ઉપાડીને "અલેલેલેલે" કરવાની મજા...!
એના ગાલો ને ખેંચીને "કૂચી કુ ચી કુ ...!" કરવાથી એના ચહેરા પર આવતું એ આહલાદક હાસ્ય, જેને જોઈને આવતી એક આહલાદક લાગણી...!!
મારા ઉપરના ખિસ્સા તરફ તીરછહી નજર કરીને મારા મોબાઈલને હાથમાં લેવાની કાલાવેલી...! ને જે કોઈને પોતાનો ફોન અડવા સુુદ્ધા દેેતો હોય, એય ફોન એના હાથમાં આપી દે , માત્ર તેનું તે હાસ્ય સાંભળવા , ને તેની હસતી આંખોને માણવા માટે...!!
હા..કારણ કે ખબર છે કે જો નહિ આપીએ તો જટી લેશે ને એમાં ફોન પડી પણ જાય કે એ રોવા પણ લાગે...!
અને આ બધા પછી હવે ધારો કે,
તમે પેલા બેબીને મસ્ત રમાડી રહ્યા છો અને થોડી વારમાં તમારી બાજુમાં આગળના સ્ટેશનથી કોઈ ક્યૂટ છોકરી આવે છે અને તે પણ તમારા હાથમાં રહેલા પેલા હસતા બાળકના ગાલ ખેંચીને ,
"શોનું , કુ ચી કુ ચી કુ...! કેવું ક્યૂટ છે યાર...!" બોલે છે ને તમારી તીરછી નજર તેના આ બોલ અને હસતા ગાલ પર અટકી જાય છે ..!
વેઇટ, તમે કોના ક્યૂટ ગાલ ની વાત કરી રહ્યા છો..??
એલા મન મેં લાડડું નહિ, ચાસણી ફૂટી આખી ને આખી....!!!
બન્ને નિર્દોષ હાસ્યો , ઉફ..સોરી સોરી, હવે ત્રણ થઈ ગયા...! બરાબર ને…!
કુ ચી કુ ચી કુ ચી……! હા હા હા હા…!!
મુસ્કુરાતે રહો.....!!!