Sapna advitanra - 42 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૪૨

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૪૨

શું બોલી ગયો કેયૂર? એનો અર્થ એ જ થાય જે પોતે કરી રહ્યો હતો, કે બીજો કંઇ?... આદિ નું માથું ચક્કર ચક્કર ફરતું હતું. આ બોલતી વખતે કેયૂર ના ચહેરા પર જે ભાવ હતા, એવા જ ભાવ આદિત્ય એ પહેલા પણ જોયા હતા... કે. કે. ના ચહેરા પર... અને અરીસામાં પોતાના ચહેરા પર પણ!

શું નહોતું તેની પાસે? એક વેલ સેટલ્ડ ડોક્ટર, પ્રેમાળ પરિવાર, ઘરનું ઘર... હા, ખન્ના જેવો બંગલો નહિ, પરંતુ ફ્લેટ પણ આલિશાન હતો. સંઘર્ષ નો સમય વીતી ગયો હતો. તેના સમાજમાં તો બધા તેને 'ઉગતો સુરજ' જ કહેતા હતા. છતાં, કે. કે. ની લાગણી સામે તેણે પોતાની લાગણી દફનાવી દીધી હતી... હ્રદય ના કોઇક અંધારીયા ખૂણે... છેક પેટાળમાં... પણ આ કેયૂર! તે જાણતો હશે કે. કે. ની લાગણી વિશે? રાગિણી સામે પોતાની ફિલીંગ્સ દર્શાવી હશે? અને રાગિણી... એનો નિર્ણય શું હશે?

આદિત્ય એ જોરથી માથું ધૂણાવ્યુ. તેનું મગજ બહેર મારી ગયું હતું. કંઇ સમજાતું નહોતું. અંતે તેણે મોબાઈલ માં કે. કે. નો નંબર ડાયલ કર્યો. પણ સામે છેડે રીંગ જાય તે પહેલા કટ કરી નાંખ્યો. થોડીવાર એમજ મોબાઈલ સામે જોયા કર્યું અને ફરી બીજો નંબર ડાયલ કર્યો.

"હલો, ઇઝ ધીઝ ડો. જોનાથન? આઇ એમ ડો. આદિત્ય ફ્રોમ ઈન્ડિયા. "

"ઓહ, હેલ્લો ડો. આદિત્ય. વ્હોટ અ કો-ઇન્સિડન્સ! આઇ વોઝ જસ્ટ થિંકિંગ ટુ ટોક વીથ યુ એન્ડ ડો. ભટ્ટ."

"રીયલી? ઇઝ ધેર એની ગુડ ન્યૂઝ? હાઉ ઇઝ ધ ઈમ્પ્રૂવમેન્ટ? "

"યસ, ધેર ઇઝ. ફર્સ્ટલી, લેટ્સ મૂવ ટુ કોન્ફરન્સ કોલ વીથ ડો. ભટ્ટ. ધેન આઇ વીલ એક્ષ્પ્લેઇન ઇન ડિટેઇલ. "

અને ત્યારબાદ પૂરા એક કલાક સુધી ડો. જોનાથન બોલતા રહ્યા અને ડો. ભટ્ટ તથા આદિની આંખો માં વિસ્મય અંજાતું ગયું. ડો. જોનાથન નું બોલવાનું પૂરું થયું એટલે જાણે તંદ્રામાંથી જાગ્યા હોય એમ ડો. ભટ્ટ બોલ્યા,

"ઓહ! આટલા વર્ષો મેં કેટલીય જાતના કેન્સર સાથે પનારો પાડ્યો, પણ આવો વિચાર તો મને આવ્યો જ નહિ! "

"ઇટ્સ ઓકે, ડો. ભટ્ટ. ઇટ્સ નેવર ટુ લેઈટ ટુ ગો ફોર અ બેટર ફ્યુચર. બટ, એઝ આઈ સેઇડ, ધેર ઇઝ અ બીગ પ્રોબ્લેમ. વી આર સ્ટીલ ઓન એક્સપરીમેન્ટ લેવલ. વી હેવન્ટ ટ્રાઇડ ધીઝ ઓન એની હ્યુમન. સો આઇ એમ લીટલબીટ હેઝિટેટેડ... બટ, ઇટ્સ અલ્સો અ ફેક્ટ ધેટ કે.કે.ઝ હેલ્થ ઇઝ બીઈંગ ક્રુશીયલ. વી ડોન્ટ હેવ મચ ટાઇમ. સો, મેઇન પ્રોબ્લેમ ઇઝ ધેટ ઓફિશિયલી આઇ કાન્ટ પ્રીસ્ક્રાઇબ ધીઝ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, બટ, ઇફ હી એન્ડ હીઝ ફેમિલી અલાવ અસ, વી કેન ગો ફોર ધીઝ અનઓફિશિયલી. "

"સો, વ્હોટ ડુ યુ વોન્ટ ફ્રોમ અસ? "

"જસ્ટ વન થીંગ. હેલ્પ મી ટુ કન્વીન્સ ધેમ. "

"એન્ડ વ્હોટ અબાઉટ ધ રીસ્ક ફેક્ટર? "

હવે આદિત્ય એ પણ ચર્ચામાં ઝુકાવ્યુ. બે સેકન્ડ ના સન્નાટા પછી ફરી ડો. જોનાથન નો અવાજ સંભળાયો.

"વેલ, એબ્સોલ્યુટલી ઇટ ઇઝ રીસ્કી એઝ હી વુડ બી ધ ફર્સ્ટ પર્સન ટ્રીટેડ અંડર ધીઝ થેરપી. બટ, વી આર ગોઇંગ ટુ ક્રિએટ અ મિરેકલ. "

"વેઇટ, ઇઝ ઇટ લાઇક હી વીલ બી અ માઉસ અંડર એક્સપરીમેન્ટ? "

આદિત્ય ના અવાજમાં ચિંતા ઝળકી ઉઠી.

"નો.. નો.. નો... નોટ એટ ઓલ. યુ શુડ નોટ થીંક ધીઝ વે. રાધર, ચેક કે.કે.ઝ રીપોર્ટ્સ. આઇ ફીલ ધેટ હી હેઝ ગીવન અપ. ધેર ઇઝ નો રીકવરી ફોર સમ ડેય્ઝ. હીઝ એનર્જી લેવલ ઈઝ ડાઉન કમ્પલીટલી એન્ડ સીમ્સ લાઇક ધ થર્સ્ટ ટુ સરવાઈવ ઈઝ ફિનિશ્ડ. ધેટ્સ વ્હાય આઇ એમ સજેસ્ટીંગ યુ ધીઝ. વન મોર થીંગ, વી હેવ ટુ ટેક ક્વીક ડિસીઝન એઝ માય સિક્સ્થ સેન્સ સેય્ઝ વી ડોન્ટ હેવ મચ ટાઇમ. રાધર ટુ સે, હી ડઝન્ટ હેવ મચ ટાઇમ. "

ડો. જોનાથને તો કોલ કટ કરી દીધો, પણ એ બંનેને વિચારતા કરી દીધા. ડો. ભટ્ટ અને આદિત્ય ના કોલની લાઈન હજુ ચાલુ હતી, પરંતુ બંનેમાંથી કોઈને શું બોલવું તે સમજાયુ નહી.

" હેલો, ડો. આદિત્ય, આઇ થીંક આપણે કાલે સવારે મળીએ. ડો. જોનાથને જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ બતાવી છે, તેની પર હું થોડું રીસર્ચ કરી લઉં, પછી આપણે મળીને નક્કી કરીએ. "

આદિત્ય એ ડો. ભટ્ટની વાતમાં સંમતિ આપી. આટલા સમયમાં તે પણ થોડું રીસર્ચ કરી લેવા માંગતો હતો, કે જેથી અજાણતા કોઇ ઉતાવળો નિર્ણય ન લેવાઈ જાય. કોલ કટ કરી તેણે પોતાની પાસે રહેલી ઓન્કોલોજી ની બુક રીફર કરવા માંડી. તો સામે પક્ષે ડો. ભટ્ટે નેટ પર સીધુંજ ડો. જોનાથન નું રીસર્ચ પેપર ખોલી તેનો ડિટેઇલ સ્ટડી કરવાનું શરૂ કર્યું.

***

"હેય, માય સન, વાત કેટલેક આગળ વધી? રાગિણી સાથે વાત કરી? "

કેદારભાઈ નો અવાજ ઉત્સાહ થી ભરેલો હતો. કેયૂર સાથે વાત કરતી વખતે તે હંમેશા ધ્યાન રાખતા કે અવાજ ઉત્સાહથી છલોછલ રહે, કે.કે. ની નરમ થતી જતી તબિયત ની અસર કેયૂર સુધી ન પહોંચે... કેયૂર અત્યારે ઢીલો પડે તે કોઇ સંજોગોમાં પોસાય તેમ નહોતું. પહેલાં જે બીઝનેસ પોતે, કે. કે. અને કેયૂર સાથે મળીને સંભાળતા હતા, તે બધુંજ કામ કેયૂર ને એકલા હાથે સંભાળવાનુ હતુ. વળી સિંગાપુરમાં નવુ એક્ષ્પાન્સન... જો કેયૂર ઢીલો પડે તો બધુંજ અટવાઈ જાય.

"નોટ એક્ઝેક્ટલી, ડેડ. "

"ઓહ, કમ ઓન માય બોય. કેમ આટલી બધી વાર? ડુ આઇ નીડ ટુ ટોક ટુ હર પેરેન્ટ્સ? "

"નો ડેડ શી ઈઝ ઓલ અલોન. "

"તો? હવે રાગિણી સાથે પણ મારે જ વાત કરવી પડશે?"

"ડે...ડ..,એક્ચ્યુઅલી, છે એક ડો. બાટલીવાલા. રાગિણી તેમને પોતાના વડિલ માને છે. એમની સાથે મેં વાત કરી છે... "

" એક મિનિટ... એક મિનિટ... એટલે તારો ઇંટરેસ્ટ રાગિણી માં છે કે બાટલીવાલા માં? "

"સ્ટોપ ઈટ ડેડ... આઇ હેવ અ પ્લાન. સીંગાપુરનો ફેશન શો થઈ જાય એટલે હું રાગિણી સાથે ત્યાંજ આવી જઈશ. ત્યાંજ, તમારા બધા સામે તેને પ્રપોઝ કરીશ. વ્હોટ સે?"

"નોટ અ બેડ આઈડિયા. આમ પણ અત્યારે એને એના કામ પર કોન્સન્ટ્રેટ કરવા દે. હમણાં પ્રપોઝ કરીશ તો બીચારી અમથી અમથી ડિસ્ટર્બ્ડ થઇ જશે. "

હવે તમને કેવી રીતે કહુ, ડેડ, એ તો બીચારી ઓલરેડી ડિસ્ટર્બ્ડ જ છે. પ્રપોઝ કરતા પહેલા એને નોર્મલ લાઇફ જીવતી કરવી પડશે... કેયૂર મનોમન વિચારી રહ્યો. ડેડનો કોલ કટ કરી તેણે રાગિણી ને કોલ લગાવ્યો.

"હેલો, રાગિણી, હાઉ આર યુ? "

"હેલો, કેયૂર. આઇ એમ ઓકે. "

"ઓન્લી ઓકે? "

"આઇ મીન મચ બેટર. "

"થેંકગોડ. તો આજે આપણે મળી શકીએ? સિંગાપુર નો ફેશન શો હવે દૂર નથી. તો થોડી ટેક્નિકલ મેટર ડિસ્કસ કરવી છે."

"ફાઇન. તો ક્યારે મળી શકીએ? "

"શાર્પ એટ ફાઇવ... એટ માય ઓફિસ. "

"ડન. "

રાગિણી નો અવાજ સાંભળીને કેયૂર ના મનમાં એક અજબ શાંતિ પ્રસરી ગઈ. વળી તેણે ઇમરાન ને કોલ કર્યો.

" હેલો, ઈમરાન, કેયૂર હિયર. "

"હેલો, કેયૂર. હાઉ આર યુ? "

"આઇ એમ ફાઇન. ટેલ મી, હાઉ ઇઝ રાગિણી? એની ઇમ્પ્રૂવમેન્ટ? "

"હા. તમારી ટેક્નીક કામ કરી ગઇ. સમીરા ની ગેરહાજરી માં પ્રોજેક્ટ ની બધી જવાબદારી તેના એકલીના માથે આવી ગઇ છે. હવે એ પ્રોજેક્ટ ના કામમાં એટલી ડૂબી ગઇ છે કે રાતના સપના પણ ખાલી ને ખાલી પ્રોજેક્ટ નાં જ આવતા હશે. અમારા તરફથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ તૈયારી થઇ ગઇ છે. બાકી નું પણ જલ્દી જ કોપઅપ થઇ જશે. "

"ગ્રેટ. આજે પાંચ વાગ્યે મારી ઓફિસમાં મિટીંગ રાખી છે. આપણે બધુ ફાઇનલાઇઝ કરી લઈએ... એન્ડ ધેન... ફ્લાય ટુ સિંગાપુર... વન મોર કીસ ટુ સક્સેસ... "