Nafrat se bani ek kahani pyar ki - 8 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | નફરત સે બની એક કહાની પ્યાર કી - 8

Featured Books
Categories
Share

નફરત સે બની એક કહાની પ્યાર કી - 8

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી જોબ કરવા હા કહી દીયે છે...હવે આગળ....
પાંખી બીજા દિવસ થી જોબ start કરી દીયે છે...2 દિવસ તો પાંખી ને બધું સમજવા માં જ જાય છે...પાર્થ ખૂબ જ સારી રીતે પાંખી ને બધું સમજાવે છે..અને કોઈ પણ problem થાય તો એ તરત જ પાર્થ ને જણાવે એવું પણ કહે છે...
પાંખી એક અઠવાડિયા માં તો સારી રીતે સેટ થઈ જાય છે...અને બધા સાથે હળીમળીને રહેવા લાગે છે..પોતાના થી નાના હોય કે મોટા બધા સાથે ખૂબ જ ફ્રેંડલી રહેવા લાગે છે....અને આ જ વાત સમર ને ખટકે છે...સમર હંમેશા એવું જ ઈચ્છે છે કે ઑફિસમાં માત્ર ઓફિસ નું જ કામ થવું જોઈએ....કોઈ પણ બીજા પ્રકારના કામ ન કરવા...અને પાંખી હંમેશા કામ ના સમયે ઓફિસ ના કામ સાથે સાથે બધા ને હસાવતી...વાતો કરતી રહે છે....અને આજ કારણે સમર હંમેશા પાંખી પર કોઈ ને કોઈ વાત પર ગુસ્સો થતો જ રહે છે...અને આ કારણે પાંખી ની નફરત સમર પ્રત્યે વધતી જાય છે....
એક અઠવાડિયું થઈ ગ્યું હોઈ છે તો પણ સમર અને પાંખી નું એક બીજા પ્રત્યે નું વર્તન બદલાતું નથી.... સમર નાની નાની વાત મા પાંખી પર ગુસ્સે થતો રહે છે અને દર વખતે પાર્થ જ પાંખી ને સમર ના ગુસ્સા થી બચાવે છે...શરૂઆતમાં તો પાંખી ને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે સમર એના પર ગુસ્સો કરે છે...પણ પછી ધીમે ધીમે તેને સમર ના ગુસ્સા ની આદત પડી જાય છે એના લીધે તે હવે વધારે સમર ના ગુસ્સા ને મન માં નથી લેતી અને એ ક્યારેક સમર ને સામે જવાબ પણ આપી દીયે છે...અને પાર્થ તો હંમેશા પાંખી નો જ સાથ આપે છે..આ કારણે પાંખી હવે ખુશ જ રહે છે અને બાકી બધા કર્મચારીઓ ને પણ ખુશ રાખવા ની કોશિશ કરતી રહે છે...
આમ જ થોડા દિવસ પસાર થઈ જાય છે...એક દિવસ પાંખી અને બીજા કર્મચારીઓ ઑફિસમાં આવી ગયા હોય છે..પાર્થ અને સમર હજી નથી આવ્યા હોતા...તો બધા મજાક મસ્તી કરતા હોય છે..પાંખી પણ બધા સાથે ગપ્પા લગાવતી હોઈ છે..અને અચાનક એક કર્મચારી કોઈ જોક્સ કરે છે અને બધા હસવા લાગે છે... પાંખી તે જ સમયે પાણી પીતી હોય છે....અને જોક્સ ના લીધે તેને પણ ખૂબ જ હસવું આવે છે...તે ક્યાંક મોઢા માંથી પાણી નીકળી ન જાય એ ડર ને લીધે પાછળ ફરી ને હસવા જાય છે...અને ત્યાં જ સમર આવે છે...અને તે જ સમયે અચાનક સમર ને જોઈ ને ભૂલ થી પાંખી ના મોઢા માંથી પાણી નો કોગળો થઈ જાય છે...અને બધું જ પાણી સમર ના ચેહરા પર ઉડે છે....સમર ખૂબ જ ગુસ્સે થાય છે...
બધા કર્મચારીઓ તો સમર ના ડર ના લીધે પોત પોતાના કામમાં લાગી જાય છે...પાંખી એક જ બચે છે...અને સમર ગુસ્સા માં બોલવાનું ચાલુ કરે છે...
"મિસ પાંખી આ બધું શું છે?તમને પહેલા જ કહ્યું હતું કે આ તમારું ઘર નથી.... હંમેશા તમે કોઈ ને કોઈ બહાને બીજા સાથે busy હોવ છો...તમારે કામ ન કરવું હોય તો..જોબ છોડી દયો... આ કોઈ રમત નથી..આમ,મજાક મસ્તી મારી ઓફિસ માં નહીં ચાલે....તમારે કામ ન કરવુ હોઈ તો દરવાજા ખુલ્લા જ છે..જઈ શકો છો...આમ સમર કેટલું બોલે છે..."
પાંખી કાંઈ પણ બોલ્યા વગર સાંભળે જ છે...સમર પાંખી પર ગુસ્સો ઉતારી ને ચાલવા લાગે છે ત્યાં જ પાંખી એને રોકતા બોલે છે....
"સમર સર...આ પાણી તો એટલું ગન્દુ નોહતું જેટલું તમે મને ઉડાડયું હતું એ હતું...જો થોડું પાણી ઉડવા થી તમે આટલા ગુસ્સે થઈ શકો તો તમે તો મને પુરી ગંદી કરી નાખી હતી...તો વિચારો મને કેટલો ગુસ્સો આવ્યો હશે...i am sorry સર .. મારા થી ભૂલ થી તમારા પર પાણી ઉડી ગયું....હું બીજી વાર ધ્યાન રાખીશ.... પણ સમર સર તમે તો જાણી જોઈને પાણી ઉડાડયું હતું....તમે sorry નહીં કહો... "
એ જ સમયે પાર્થ આવે છે...સમર કાઈ પણ બોલ્યા વગર એની કેબીન માં ચાલ્યો જાય છે....અને પાર્થ પાંખી ને પૂછે છે શું થયું??પાંખી બધું જણાવે છે...ત્યાં જ પાર્થ કહે છે કે...
"sorry મિસ પાંખી તે દિવસે પાણી સમર એ નહીં પણ મારી ભૂલ ને લીધે ઉડયું હતું...સમર એ તો મને સમજાવ્યો હતો કે હું ધ્યાન રાખું કોઈ ને અમારા લીધે મુશ્કિલ ન થવી જોઈએ...પણ મારી ભૂલ ને લીધે તમને મુશ્કેલી થઈ...i am sorry....."
પાંખી પાર્થ ને.... "it's ok પાર્થ સર..."કહી ને ચાલી જાય છે...
સમર એની કેબીન માં બેઠો બેઠો પાંખી એ કહ્યું હોય છે એના વિશે વિચારે છે અને એને પહેલી વખત પોતાની ભૂલ સમજાઈ છે...અને એવું પણ સમજાય છે કે આટલા દિવસ થી તે ખોટી રિતે પાંખી પર ગુસ્સે થતો હતો...કેમ કે પાંખી પોતાનું બધું કામ સારી રીતે જ કરતી હતી...અને મન માં જ નક્કી કરે છે કે હવે જ્યારે મોકો મળશે તે પાંખી ને sorry કહી દેશે...
બીજી બાજુ પાંખી ને પણ થોડું ખરાબ લાગે છે કે તેને બધા સામે આ રીતે સમર સાથે વાત ન કરવી જોઈએ... તેને પણ વિચાર્યું કે તે સમર પાસે માફી માંગી લેશે....
શું પાંખી અને સમર એક બીજા ની માફી માંગશે.....??
શું હવે બને એક બીજા વચ્ચે ની નફરત ભૂલી ને આગળ વધશે....??
જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી" દર મંગળવારે...