ગવર્મેન્ટ સ્કૂલ માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. હવે પંકજને ડિપ્લોમાં કરવાની ઇચ્છા હતી તે રહેતો હતો ત્યાં ડિપ્લોમા કોર્સ હતો નહીં એટલે ન છુટકે તેને બહાર જવું પડે તેમ હતું. પંકજ પપ્પાને વાત કરી. પપ્પાએ ડિપ્લોમા કરવાની હા પાડી પણ મારી પાસે પૈસા બહું નથી. બેટા તારે મેનેજ કરવું પડશે. પંકજ પપ્પાને કહ્યું તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ. બેટા તે મને ન ખબર હોય પણ મારો મિત્ર મોટા શહેર માં રહે છે તું કહેતો વાત કરું.
પંકજ ના પપ્પા તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી તેમને કહ્યું તું તેને અહીં મોકલી દે બાકીનું હું સંભાળી લઈશ. ખુબ ખુબ આભાર વ્યક્ત કરી ફોન મૂકી દે છે. પંકજ ને કહ્યું બેટા તું સવારે મારા મિત્ર ની ઘરે જા અને આલે તેનું એડ્રેસ અને તું ફોન કરતો રહેજે.
સવારે વહેલો ઊઠી ને ત્યાર થયો તેના કપડા અને ડોક્યુમેન્ટ એક બેગ માં ભર્યા. ભગવાન ની પૂજા કરી તેના માતા પિતા ને પગે લાગી પહેલી ટ્રેન પકડી. પંકજ ની આ પહેલી સફર હતી તે ગામડા અને નાના શહેરો માણી રહ્યો હતો. જે શહેર માં જવાનો હતી તે તેના માટે નવું હતું.
શહેર આવી ગયું હતું પંકજ તેનો સામાન લઈ ટ્રેન માંથી નીચે ઉતરી કિશોરભાઈને ફોન કર્યો. તેણે કહ્યું હું નહીં આવી શકું પણ મારી દીકરી ભૂમિ તને લેવા આવશે તું ત્યાં બેસી રહેજે. હું તને હમણાં મોકલુ છું.
પંકજ સ્ટેશન બહાર રાહ જોઈ આવતા જતા લોકોને નિહાળી રહ્યો હતો. થોડો સમય થયો ત્યાં બાજુમાં એક સ્કુટી ઉભી રહી. તે છોકરી પંકજ પાસે આવી બોલી.
તમે પંકજ છો ???
હા હું પંકજ છું.
તો આવો બેસી જાવ, ઘરે જઈએ.
રસ્તા માં ભૂમિ તેના વીસે વાતો કરવા લાગી. પંકજ બસ ચૂપ રહી ભૂમિ ની વાતો સાંભળતો રહ્યો. ભૂમિએ બહુ કીધું ત્યારે થોડી વાત કરી. ત્યાં ઘર આવી ગયું.
કિશોરભાઈએ ખૂબ આદર ભાવ આપ્યો. તું તારું ઘર જ માનજે એમ કહ્યું. અને તારી બધી મદદ આ મારી દીકરી ભૂમિ કરશે. ત્યાં ઉભેલી ભૂમિ હા માં હા મિલાવે છે. ઓકે પાપા કહી પંકજ ને તેનો રૂમ બતાવે છે.
સવારે વહેલો ઊઠ્યો ફ્રેશ થયો. ત્યાં કિશોરભાઈ આવ્યા બોલ્યા પંકજ તે તારી કૉલેજ જોઈ નહીં હોય. તને ભૂમિ તારી કૉલેજ સુધી મુકી જાસે. ભૂમિ સ્કુટી માં પંકજ બેસી કોલેજ તરફ રવાના થયા. ભૂમિ વાતો કરવા લાગી. પંકજ કઈ બોલે નહીં. એટલે સ્કુટી ઉભી રાખી ભૂમિ બોલી
મોઢામાં શું મગ ભર્યા છે કાંઈ બોલતો નથી.
આમ જો બિંદાસ થી જિંદગી જીવવાની. તું બોલીસ તો કોઈક ને ગમશે. બોલ્યા વગર તો કોઈ તને આપશે પણ નહીં.
ત્યારે પંકજ થોડી થોડી વાતો કરવા લાગ્યો. ત્યાં કૉલેજ આવી ગઈ. ભૂમિ એ પોતાનો નંબર આપી કહ્યું જો ઘર ન મળે તો મને ફોન કરજે. હા કહી પંકજ કૉલેજ માં પ્રવેશ કર્યો. કૉલેજ થી પાછો ફર્યો ત્યારે પૂછી પૂછી ને ઘર પહોંચ્યો.
બીજો દિવસ થયો ફરી ભૂમિ કૉલેજ સુધી મુકવા આવી બને હવે વાતો કરવા લાગ્યા હતા. કૉલેજ આવી ગયું તે કોલેજ મા પ્રવેશ કર્યો. કૉલેજ પુરી થઇ એટલે તેને આસાની થી ઘર મળી ગયું. હવે તે જાતે કૉલેજ જવા લાગ્યો. તેના માટે હવે શહેર જાણીતું થઈ રહ્યું હતું.
એક રાતે તે વાંચી રહ્યો હતો. રાત નાં અગિયાર થયા હતા બધા દસ વાગ્યે સૂઈ જાય એટલે ફક્ત પંકજ જાગી રહ્યો તે પણ પહેલી વાર નહિતર તે પણ દસ વાગ્યે સૂઈ જાય. ત્યાં ગેટ ના ખુલવાનો અવાજ આવ્યો. તેણે બારી માંથી જોયું પણ કોઈ દેખાયું નહીં. ને પંકજ સૂઈ ગયો.
બીજી રાત થઈ પંકજ અગિયાર થયા ત્યાં સુધી વાંચી રહ્યો હતો. ગેટ નાં ખુલવાનો અવાજ આવ્યો. પંકજ બારી માંથી જોયું તો ભૂમિ ગેટ બંધ કરી સ્કુટી બહાર લઈ ક્યાંક જઈ રહી હતી. પંકજ ને નવાઈ લાગી અત્યારે ભૂમિ ક્યાં જતી હસે. તે મોડે સુધી જાગ્યો ને એક વાગ્યો એટલે ભૂમિ ધીરે થી ઘરે આવી ગઈ. પંકજ વિચારવા લાગ્યો જો જાણ્યા વગર કિશોરભાઈ ને કહીશ તો ખોટું લાગશે એટલે પેલા જાણી લેવું તેને યોગ્ય લાગ્યું.
ફરી રાત થઈ પંકજ જાગી રહ્યો હતો. જેવો ગેટ ખૂલવા નો અવાજ આવ્યો એટલે નીચે આવ્યો. ભૂમિ ગેટ બંધ કરી સ્કુટી માં ગઈ કે તરત પંકજ બહાર નીકળીને રિક્ષા કરી તેનો પીછો કર્યો. ભૂમિ એક બાર પાસે સ્કુટી પાર્ક કરી અંદર ગઈ. પંકજ તેની પાછળ બાર માં ગયો. ભૂમિ તેની ફ્રેન્ડ સાથે એક ટેબલે બેસી ને ડ્રીન્ક કરવા લાગી. આ જોઈ પંકજ ઘરે આવી સૂઈ ગયો.
સવાર થયું ભૂમિ કૉલેજ તરફ જતી હતી એટલે પંકજ ને કહ્યું સાલ હું તને મૂકી જાવ. બને કૉલેજ તરફ જઈ રહ્યા હતા. રસ્તા માં પંકજ રાત ની વાત છેડે છે. ભૂમિ તું ડ્રીન્ક કરે છે. ભૂમિ સમજી ગઈ મારી પોલ ખુલ્લી ગઈ છે. એટલે પંકજ ને કહ્યું મહેરબાની કરીને કોઈને કહીશ નહીં. તું કહીશ તેમ કરીશ. પંકજ તેને સમજાવે છે તું આ છોડી દે. તારા માટે યોગ્ય નથી પણ ભૂમિ માનતી નથી. પંકજ વિચારે છે ભૂમિ ને ગમે તે ભોગે આ લત છોડાવી પડશે.
રાત થઈ બધાં સૂઈ ગયા, પંકજ નીચે આવી ગેટ ને લોક કરી સૂઈ જાય છે. ભૂમિ તેના સમય પ્રમાણે જાગી ને ગેટ પાસે જોવે છે તો ગેટ ને લોક કરેલ હોય છે તે ચાવી ગોતે છે પણ મળતી નથી. તે નિરાશ થઈ સૂઈ ગઈ. પંકજ વેલો જાગી લોક ખોલી આવે છે.
સવારે પંકજ ને લોક વીસે પૂછયું પણ પંકજ ના પાડે છે. મને ખબર નથી. ભૂમિ પંકજ સાથે મીઠો જગડો કરે છે. પંકજ તેને આ લત છોડવાની સલાહ આપે છે. પણ ભૂમિ માનતી નથી હું જે કરું તે મારે મારી લાઈફ માં દખલગીરી નહીં કરવાની કહે છે.
રાતે પંકજ ગેટ ને લોક કરી વાંચી રહ્યો હોય છે ત્યાં ગેટ નો અવાજ આવ્યો તેણે બારી માંથી જોયું તો ભૂમિ ગેટ પર ચઢી રહી હતી. પંકજ નીચે ગેટ પાંચે ગયો તો ભૂમિ ગેટ ઉપર લટકી રહી હતી તે આમ કે આમ ઉતરી શકતી ન હતી. બહાર તેની ફ્રેન્ડ રાહ જોતી હોય છે. પંકજ તેને તેડી ને નીચે ઉતરવા જાય છે ત્યાં બને નીચે પડે છે. ભૂમિ જેવી આવાજ કરવાં જાય છે ત્યાં પંકજ તેનું મો બંધ કરી દે છે. રાત અંધારા મા પંકજ ભૂમિ ને અજાણતા કિસ કરે છે. ભૂમિ કશું બોલી નહીં ને ઉભી થઈ તેના રૂમમાં જતી રહી. ભૂમિ ને આખી રાત પંકજ ની કિસ નોં અહેસાસ થાય છે.
સવારે પંકજ ભૂમિ ને પાસે જઈ કાનમાં પૂછે છે વાગ્યું તો નથી ને. ભૂમિ શરમ થી કઈ બોલી નહીં થોડી સ્માઈલ આપી ને જતી રહી.
પંકજ હવે કોઈ કોઈ કારણ સર ભૂમિ ને ડ્રીન્ક કરવા રોકવા લાગ્યો. રોજ સવારે ભૂમિ ને હસી મજાક કરી કાનમાં બે શબ્દો કહેતો. ભૂમિ ને પંકજ પ્રત્યે સારો ભાવ પ્રગટ થાય છે તે મીઠી સ્માઈલ રોજ આપે છે.
આમ ધીરે ધીરે ભૂમિ ડ્રીન્ક ની લત છૂટી જાય છે. તેને અહેસાસ થાય છે પંકજ મારા માટે કેટલું કરી રહ્યો છે. ભૂમિ ને ફીલ થવા લાગે છે. તેને પ્યાર નોં અહેસાસ થાય છે. તે હવે પંકજ સાથે વધારે વાતો કરે છે. કોઈ ને કોઈ બાનુ બનાવી તેની સ્કુટી માં ફેર છે. પંકજ ને ભાવતી રસોઇ બનાવે છે. ભૂમિ ના આ વર્તન થી પંકજ ને પણ ખબર પડી જાય છે કે તે પણ મને પ્રેમ કરવા લાગી છે.
એક દિવસ કૉલેજ બને જઈ રહ્યા હતા. કૉલેજ પાસે સ્કુટી રાખી વાતો કરી રહ્યા હતા ત્યાં બે યુવાનો ભૂમિ ની છેડતી કરવા લાગ્યા, પંકજ તેની સાથે જગાડયો તોય તે ગયા નહીં એટલે પંકજે તેને મારી ભગાડી દીધા. પંકજ ને થોડુ વાગી જાય છે. આ જોઈ ભૂમિ તેને ગળે વળગી ગઈ. તું મારા માટે કેટલું કરે છે. તું મારો લાઇફ સુધાર નાર ને લાઇફ બનાવનાર છે. હું તેને પ્રેમ કરવા લાગી છું. પંકજ તેના માથા પર હાથ મૂકીને એક કપાળ ચુંબે છે.
I love you ભૂમિ
I love you to પંકજ.
જીત ગજ્જર