Prem to prem chhe - 2 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ તો પ્રેમ છે - ૨

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

પ્રેમ તો પ્રેમ છે - ૨

હેતલ કેતન ને ફોન કરી જણાવે છે. મને કાલે છોકરા વાળા જોવા આવે છે ને તારે જરૂર થી આવવાનું છે. તું મારો નાનપણ નો મિત્ર છે. તું કહીશ તો જ હું લગ્ન કરીશ. તું આવી જા હું તારી રાહ જોઈશ કહી હેતલે ફોન મૂક્યો.

સવારે મહેમાન આવી જાય છે. હેતલ કેતન ની રાહ જોઈ રહી હતી. પણ હજુ સુધી આવ્યો ન હતો. હેતલ મહેમાન પાસે ન આવતા તેની મમ્મી તેની પાસે જાય છે. બેટા મહેમાન આવી ગયા છે તું ઝટ પાણી લઈ આવ. મમ્મી કેતન નહીં આવે ત્યાં સુધી તો હું નહીં આવું. હેતલ ના મમ્મી કેતન ને ફોન કરી બોલાવે છે.

કેતન હેતલ ની ઘરે પહોંચ્યો. કેતન ને જોઈ હેતલ ખુશ થઈ અને ફટાફટ ત્યાર થઈ મહેમાન પાસે ચા અને પાણી લાવી. કેતન બાજુમાં બેઠો. મહેમાન ને હેતલ પસંદ આવી સાથે આવેલ કિરીટ ને હેતલ ગમી. હેતલ અને કિરીટ બંને વાતો કરી એક રૂમમાં જઈને. બહાર આવી હેતલ કેતન ને છોકરા વિષે પૂછે છે. કેતન ને છોકરો સારો લાગ્યો એટલે હેતલ ને લગ્ન ની હા પાડી. બંને પરિવારોએ ગોળ ધાણા ખાઈ સગાઈ ની તારીખ નક્કી કરી. 

એક સારું મુહૂર્ત માં બને સગાઈ થઈ. અને હવે લગ્ન ની તારીખ લેવાય. કેતન હેતલ ની બધી પસંદ વીસે જાણતો હતો. એટલે હેતલ બધી ખરીદી મા કેતન ને સાથે રાખતી. ક્યારેક કિરીટ સાથે હોય તોય હેતલ કેતન ની પસંદગી ગમતી. જાણે કે બંને એક હોય તેવું લાગે.

હેતલ ના લગ્ન હતા. કેતન તેની સાથે હતો. વિધિ મા પણ બાજુમાં હેતલ કેતન ને બાજુમાં બેસાડયો. લગ્ન પુરા થયા વિદાય નો સમય હતો. મા બાપ કરતા હેતલ કેતન સામે બહું રડી દુખ હતું એક સાચો મિત્ર છોડી જવાની. જતા જતા પ્રોમીસ લેવડાવે છે. તું મને રોજ ફોન કરજે અને મને મળવા આવજે. હેતલ સાસરે જતી રહે છે.

હેતલ તેના લગ્ન જીવનમાં બહુ ખુશ હોય છે. કિરીટ તેને બહુ ખુશ રાખે છે. તો કેતન પણ સમય મળે એટલે હેતલ ને મળવા ઘરે જતો. કિરીટ ને પણ કેતન આવે તો ગમતું. આમ લગ્ન ને ત્રણ મહિના વીતી ગયા.

કિરીટ ની તબિયત ધીરે ધીરે બગાડવા લાગી. થોડો સમય તો તે દવા પણ ન લેતો થોડુ વધી ગયું એટલે હેતલ કેતન ને ફોન કરી બોલાવે છે. કેતન તેને સારી હોસ્પિટલમાં દાખલ કરે છે. ડોક્ટર ને રોગ જડતો નથી તે મોટી હૉસ્પિટલ માં દાખલ કરવાનું કહે છે. કેતન તેને મોટી હૉસ્પિટલમાં દાખલ કરે છે. રિપોર્ટ આવતા બહું વાર લાગે છે ત્યાં તો કિરીટ ની તબિયત નાજુક બની જાય છે ને આઇ. સી. યુ. મા ભરતી કરવી પડે છે. 

લાંબી બિમાર થી કિરીટ નું મૃત્યુ થાય છે. હેતલ વિધવા બને છે. કિરીટ ની બધી વીંધી પુરી કરી સાસરિયા વાળા હેતલ ને તેના ઘરે મુકી જાય છે. હેતલ ખૂબ આઘાત લાગી જાય છે. તે જીવન માંથી રસ ઉડી ગયો હોય તેવું તેના મા બાપ ને લાગે છે. તે કેતન ને બોલાવે છે. ને હેતલ સાથે રહેવાનું કહે છે. કેતન તેનો ખાસ મિત્ર હતો એટલે હેતલ ધીરે ધીરે ખુશ રહેવા લાગે છે. હેતલ સાચો મિત્ર કેતન સાથે તેને અહેસાસ થાય છે કે તે ખરેખર મારો જીવન સાથી બને તો. હેતલ કેતન વીસે ફીલ કરવા લાગી છે.

માં બાપ હેતલ ને ખુશ જોઇ તેને બીજે પરણાવી દેવાનું નક્કી કર્યું. એક દિવસ એક છોકરો તેને જોવા આવે છે. આ વખતે પણ
હેતલ કેતન સામે જુએ છે પણ કેતન કઈ જવાબ આપતો નથી. હેતલ ને ત્યારે પાકું ખબર પડી કે કેતન પણ મને પ્રેમ કરે છે. હેતલ તે છોકરા ને ના પાડે છે.

કેતન ને હેતલ પૂછે છે કેતન તું મને અપનાવીસ કેતન હા પાડે છે. હેતલ ના માં બાપ ને પણ કેતન પહેલી થી ગમતો એટલે તરત હા પાડી દીધી ને તે રૂમમાં જતા રહ્યા.

હેતલ કેતન ને પ્રપોઝ કર્યું.
તું મારી સાથે લગ્ન કરીશ.
બને ગળે વળગીયા.

કેતન : I love you હેતલ
હેતલ: I love you to my dear.

જીત ગજ્જર