Anhad - 10 in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | અનહદ.. - (10)

Featured Books
Categories
Share

અનહદ.. - (10)

તેની નજર બારી બહાર ફરતી રહી હતી,

બહાર નો નજારો એકદમ સપ્તરંગી હતો,
લોકો આમતેમ દોડી રહયા હતા, રસ્તાઓ પર ગાડીઓ દોડી રહી છે, કિલકારીઓ કરતાં પક્ષીઓ ઉડી રહ્યાં હતાં, થોડે દૂર સમુદ્રની લહેરો આવજા કરી રહી છે જેની મજા બીચ પર રહેલાં કેટલાંક લોકો માણી રહ્યા છે, પણ મિતેશ તો શૂન્યમનસ્ક થઈ ઉભો છે, તેને એ બધું નથી દેખાતું.!
કારણ કે, એતો વિચારો માં ડૂબેલો હતો.
તેને બહુ અફસોસ થતો હતો!

રાત્રે જે થયું તેના વિશે વિચાર કરી પોતાના પર ગુસ્સો આવ્યો, પોતાનો હાથ દીવાલ પર પછાડ્યો 'આશા તો નાદાન છે, નાસમજ છે, પણ હું?
હું મારી જાત પર કેમ નિયંત્રણ ન કરી શકયો, તે શું વિચારસે મારા વિશે?"

ફરી એવો પણ વિચાર આવતો કે,
'એમાં મારો શું દોષ! મે ક્યાં કોઇ જબદસ્તી કરી! જે થયું બંન્ને ની ઈચ્છાથી જ થયું ને! બંન્ને ની મરજીથી જ થયું ને!'
'મેં ક્યાં તેનો ફાયદો ઉઠાવ્યો છે!'
'જે હોઈ તે મારે આશાની માફી માંગવી પડશે, કદાચ આશા તો મને માફ કરી પણ દેશે, પણ હું! હું મારી જાતને કેવી રીતે માફ કરીશ? તેના પપ્પાએ મને અહીં તેની સંભાળ રાખવા બોલાવ્યો, પોતાના ઘરમાં રાખ્યો, આશા પણ મને પોતાનો ખાસ દોસ્ત માને છે, અને હું તો એ બધા ને લાયક જ નથી.'
મેં ભરોશો તોડ્યો છે, આશા નો અને તેના પપ્પા નો પણ.

બરાબર ત્યારેજ પાછળથી આશાનો અવાજ આવ્યો, "મિ..તે..... શ પ્લીઝ અહીં આ...વ...ને" મિતેશે પાછળ ફરી જોયું, આશાની આંખો તો બંધ જ હતી પણ એક હાથ થોડો ઉપર કરી આંગળીઓ વડે ઈશારો કરી મિતેશને પોતાની પાસે બોલાવી રહી છે, તેના ચહેરા પર સંતોષની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મિતેશ ત્યાં ગયો, તેના માથા પાસે બેસી આશાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહેવા લાગ્યો, "સોરી યાર આશા, હું મારા પર કંટ્રોલ જ ન કરી શક્યો, મને માફ કરી દે."

આશાએ આંખો ખોલી, મિતેશ નીચું જોઈ ગયો, આશાની સામે જોવાની તેની હિંમત જ નહોતી થતી.

"માફી! સા માટે?" બોલતાં આશા થોડી હસી મિતેશ ના ખોળામાં માથું રાખી કહેવા લાગી, "કેમ, તેં કોઈ ખોટું કામ થોડું કર્યું છે કે તારે માફી માંગવી પડે! જે થયું તે એક સાહજિક ઘટના હતી, એમાં માફી માંગવા જેવું કશું જ નથી."
"આપણે મિત્રો છીંએ એ સાચું પણ તે પહેલાં તો તું એક પરુષ છે અને હું સ્ત્રી. અને આ કોઈ અસામાન્ય ઘટના પણ નથી."
આશાના મુખે આ વાત સાંભળી તે થોડો અચંબિત થયો.
મોટાં શહેરમાં રહી તેના વિચારો માં ઘણું પરિવર્તન આવ્યું હતું.

"પણ મેં તને એ દ્રષ્ટિથી તો કદી જોઈ પણ નથી!" મિતેશની આંખો તેના કરતાં થોડું વધારે કહેવા તત્પર હોઈ એવું લાગતું હતું પણ આશાએ વાતને હળવી બનાવવા કહ્યું, "તો હવે જોઈ લે."
"તેં ક્યારેય 'ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ' શબ્દ સાંભળ્યો છે?"
મિતેશ વિચાર માં પડ્યો, "ના એવું તો કદી સાંભળ્યું નથી."

"તો ગૂગલ પર જોઈ લેજે." કહી તે હસવા લાગી. "અને તોયે ન સમજાય તો એજ નામ વાળું હોલિવૂડ મુવી પણ છે તે જોઈ લેજે એટલે બધું સમજાઈ જશે." કહી આશાએ ફ્લાઈંગ કિસ છોડી.
મિતેશ તો શરમનો માર્યો નીચું જોઈ ગયો.

આશા બેઠી થઈ મિતેશ ના ખભા પર માથું રાખતા બોલી, "જો મિતેશ હું પ્રેમબેમ નથી સમજતી અને એવી લાગણીઓ માં વહેવું મને ફાવશે પણ નહીં, પણ એક વાત સાચી કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, તારી સાથે હોંવ ત્યારે મને એક અલગ જ લાગણીનો અનુભવ થાય છે, તારા વગર હું મારી જાત ને અધૂરી સમજું છું, કદાચ લોકો તેને જ પ્રેમ કહેતા હશે."
"આપણે કોઈ નામ આપવાની જરૂર નથી આપણા સંબંધને પણ એકબીજા સાથે રહી એકબીજા ની બધી જરૂરિયાતો તો પુરી કરી જ શકીએ."

"આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ."


***** ક્રમશઃ *****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***