તે વિચારતી રહી...
ગુસ્સે પણ થયો, ફર્સ્ટ એઇડ પણ કરાવી આપ્યું અને બ્રેક પણ ઠીક કરી આપી. એક જ મુલાકાત માં તેના અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યાં.
સાંજે પોતાના મમ્મીને બધી વાત કરી,
તેના મમ્મી એ કહ્યું, 'સારો છોકરો કહેવાય, પણ સાવચેત રહેવું અત્યારના છોકરાઓ નો કોઈ ભરોશો નહીં, આવીજ રીતે છોકરીઓ ની મદદ ના બહાને તેઓ ફસવાતા હોય છે.
'ના મમ્મી તે એવો તો નથી લાગતો.' તેના ચહેરા પર એક અલગ જ ભાવ ઉપસી આવ્યો જે સમજતાં તેમને વાર ન લાગી. પોતાની દીકરી ને એક માં થી વધારે કોણ સમજી શકે.
'એમ એક મુલાકાત માં કોઈને દિલ ના આપી દેવાય ગાંડી' તેના મમ્મી માથાં પર હાથ ફેરવતાં બોલ્યા.
'ક્યાં નું ક્યાં પહોંચી ગઈ મમ્મી તું પણ, એવું કસું જ નથી' કહેતી પોતાના રૂમમાં દોડી ગઇ.
....
બીજા દિવસે જ્યારે મીતેશ કોલેજ આવ્યો ત્યારે આશા પહેલેથી જ ત્યાં તેની રાહ જોતી ઉભી હતી, મીતેશને જોતાં જ તેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ.
તે બોલી ઉઠી , 'હાઇ, કેમ છો!'
હાઇ, હવે તો બ્રેક બરાબર થઈ ગઈ ને?, મીતેશે હળવાં સ્મિત સાથે પૂછ્યું.
હા, પણ તમને કેમ ખબર?, તે આશ્ચર્ય સાથે બોલી.
'કાનાભાઈ મારી પાસેજ લાવ્યા હતા, મેં જ કરી રિપેર.' મીતેશે જવાબ આપ્યો.
'વ્હોટ અ કો ઇનસીડન્ટ! તો મતલબ તમારું નામ મીતેશ છે.
પોતાનું નામ સાંભળી તે થોડો ચોંક્યો,
'બરાબરને ! કાનાભાઈ એ કહયું હતું. તમે ગેરેજ પણ ચલાવો છો એમ!' આશાએ ઉમેર્યું.
હંમમમ...., કહી તે ચાલતો થયો.
'મીતેશ એક મિનિટ' કહેતી આશા તેની પાછળ દોડી.
મીતેશ અટકી ને પાછો ફર્યો તો આશા ના હાથમાં એક ગિફ્ટ પેકેટ હતું. આશા તે મીતેશ તરફ લંબાવી બોલી, 'આ તમારા માટે.'
'નો, ઇટ્સ ઓકે, એની જરૂર નથી' કહી મીતેશ ફરી ચાલવા લાગ્યો. આશા ફરી તેની પાછળ દોડી.
'એમ ન ચાલે, તમે મારી આટલી હેલ્પ કરી તો તમારો હક બને છે.' કહેતા પેકેટ તેના હાથ માં પકડાવ્યું.
થેન્ક યુ, કહી તે જવા લાગ્યો, આશા પણ તેની સાથે ચાલતી રહી, 'બાય ધ વે, મારુ નામ આશા છે.' તે બોલી.
મીતેશે જવાબ આપ્યો, 'સરસ.'
'તમને વાતો કરવી જ પસંદ નથી કે છોકરીઓ સાથે વાતો કરવી પસંદ નથી?' તે મિતેશ ની આડે ફરતાં બોલી.
'એવું કંઈ નથી, અત્યારે મારે ક્લાસમાં જવું છે, મોડું થાય છે.'
કહી મિતેશ જવા લાગ્યો.
કોલેજ છૂટવા સમયે મળીશું ને? આશા તેની પાછળ પડી ગઈ પણ મિતેશ તેનાથી પીછો છોડાવી જતો રહ્યો.
તે રાત્રે મિતેશના ફોનમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.
"hii, how r u"
મિતેશે વાંચી ને ફોન બાજુમાં મૂકી દીધો. ત્યાં ફરી બીજો મેસેજ આવ્યો, "hello" અને પછી તો મેસેજ ની હારમાળા ચાલુ થઈ ગઈ.
"hello"
"hello"
"hello"
"hello"
મિતેશ સમજી ગયો કે કોનો મેસેજ છે. તેને રિપલાઇ આપ્યો.
"આશા?"
સામે થી 'સ્માઇલી' વાળું પીળું બાબુળું ચમકયું.
મિતેશ તેના રિપ્લાયમાં "ગુડ નાઈટ" મોકલી ફોન બંધ કરી સુઈ ગયો.
પણ આશા એનો પીછો છોડે એવી બિલકુલ ન હતી. મિતેશને સવારે કોલેજ ના દરવાજે જ પકડી પાડ્યો.
'કેમ પાછળ પડી ગઈ છે? અને હા મારો નંબર ક્યાંથી મળ્યો?' મિતેશે પૂછ્યું.
'તમારી દુકાનના બોર્ડ પર જે મોટા મોટા અક્ષરથી લખેલો એ બીજા કોઈનો તો ન હોઈ શકે!' કહી તે હસવા લાગી.
તો તું મારી ગેરેજ સુધી પહોંચી ગઈ એમને, કેમ ગળે પડી છે, બીજું કોઈ કામ નથી તારે? મારો પીછો છોડવાનું શું લેશો? કહી તે ચાલવા લાગ્યો.
'આપશો? માંગુ?' રમતિયાળ સ્મિત સાથે આશા એ કહ્યું.
'આપવા જેવું હશે તો જરૂર આપીશ' કહેતાં તે ઉભો રહ્યો.