Runanubandh - 3 in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | ઋણાનુબંધ - પાર્ટ - 3

Featured Books
Categories
Share

ઋણાનુબંધ - પાર્ટ - 3

? ઋણાનુબંધ ?
પાર્ટ -૨ માં વાંચ્યું
★શૈલી અને શેખરની નાદાની ...
★શૈલીનું ચકરાવે ચડેલું મન ...
હવે આગળ પાર્ટ - 3 ?

સમય પણ એના સમયના હિસાબે જાણે ધીમા ડગલા ભરતો રહ્યો . મામી અને શૈલીનો મહિલા આશ્રમ જવાનો સમય નજીક આવી ગયો .
રાતની ટ્રેનમાં નીકળ્યા અને સવારે એક નાનકડા શહેરમાં પહોંચ્યા . ત્યાંથી છકડામાં બેસી એ લોકો મહિલા આશ્રમ પહોંચી ગયા .

શૈલી તો ત્યાનું વાતાવરણ જોઈને પાગલ થઈ ગઈ . હરિયાળી જ હરિયાળી , ગુલાબના ફૂલોની સુગંધથી મહેકતો બગીચો , આસોપાલવના ઉંચા ઝાડ , મોગરાની સુગંધ રેલાવતી મોગરાની વેલો , ગુલમહોરના વિશાળ વૃક્ષોથી સજેલી રોડની બાઉન્ડ્રિ ...
આશ્રમના એક ખૂણામાં સુંદર મજાનો પ્રાર્થના-હોલ ...અને ત્યાંથી પસાર થતા જ સુગંધી અગરબત્તીઓથી સર્જાયેલું પવિત્ર વાતાવરણ , ભગવાનની મૂર્તિઓ આગળ દીવાઓ તો જાણે ઝાકઝમાળ .... મંદિરમાં ધીમી લયમાં વાગી રહેલ પ્રભુનું ભક્તિમય સંગીત ....
આટલું શુદ્ધ અને સૌમ્ય અને એકદમ શાંત વાતાવરણ તો જિંદગીમાં પહેલી વાર જોયું .

આગળ જતાં એક સુંદર મજાની પવિત્ર વાતાવરણથી ભરપૂર એવી નાનકડી ઝૂંપડીના દેખાવની જેમ સજાવેલ એક નાનકડી ઓરડી આવી .
મામી ત્યાં જતા જ બોલી અહીં મારા કાકા રહે છે . હજી સુધી તંદુરસ્તી સારી છે એટલે એ આ બધી સંભાળ લઈ શકે છે . હા એમની મદદ કરવા વાળા એમના શિષ્યો પણ છે .
ઓરડામાં પહોંચતા જ મામી અને શૈલીએ કાકાને ચરણસ્પર્શ કર્યા . મામી બધી જ વાત કાકાને સવિસ્તાર સમજાવી .

કાકાએ પૂરી વાત સાંભળ્યા પછી હળવેથી શૈલીનો કાન પકડતા બોલ્યા ' તારી મામીનો પાડ માન કે કોઈને ખબર પાડ્યા વગર હિંમતથી આ બધું પાર પાડશે સમજી કે નહીં ?
તારી મામીને મેં બાળપણથી જિંદગી સાથે લડતા જોય છે . નાનપણમાં જ માઁ-બાપનો પ્રેમ ખોઈ બેઠી . આર્થિક પરિસ્થિતી પણ નાજુક ..અને અધૂરામાં પૂરું એનું લગ્નજીવન પણ લાબું ના ટક્યું . જીવનના ડગલે ને પગલે એણે મુસીબતોનો સામનો કર્યો છે .
પણ હા, તું હવે અહીં આવી છે તો ચિંતા છોડી દે . બધુ સારું થઇ જશે . ઈશ્વર સૌ સારા વાના કરશે .

બીજે દિવસે આશ્રમની વ્હેલી સવાર અને સુંદર સુગંધી વાતાવરણ
શૈલીને તો મજા આવી ગઈ તી
એ વિચારવા લાગી કાશ !!!!
કાયમ માટે અહીં રહેવાનું થાય તો? કેવો આનંદ જ આનંદ ....

થોડા સમયમાં તો શૈલી ત્યાં રહેતા બાળકો અને મહિલાઓ સાથે સારી એવી ભળી ગઈ .
આશ્રમથી થોડે દૂર એક શહેરમાં અહીં રહેતા બાળકોને ભણવા મોકલવામાં આવતા . એ પણ ખૂબ સારી સ્કૂલમાં ....આશ્રમની જ એક બસ જે બાળકોને લેવા મુકવા જતી . શૈલી અંદરથી ખૂબ ખુશ હતી . આટલા સુંદર અને પવિત્ર વાતાવરણમાં મારા બાળકનો ઉછેર થાય તો એના જેવું ભાગ્યશાળી કોઈ નહીં . શૈલી મનથી નિશ્ચિન્ત થઈ ગઈ . પોતાના ગર્ભમાં રહેલા બાળકને એક વ્હાલભર્યું ચુંબન કરતા રડી પડી . મારુ બાળક તો ભાગ્યશાળી પણ હું કેટલી અભાગી ....મારી મમતા , મારુ વ્હાલભર્યું ચુંબન હું કોને કરીશ ?
થોડીવારે પોતાના મનના વિચારોને સમેટતા ત્યાં રહેલા મંદિરમાં જઈને બેસી ગઈ .

સમય વીતતા જ શૈલીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો . શૈલી પોતાના બાળકને ખોળામાં લઈ ખૂબ રડી . પૂરો ચહેરો ચુંબનથી ભરી દીધો . આજે એને શેખરની યાદ આવી ગઈ .
મામીએ પણ વ્હાલથી આશ્વાસન આપતા કહ્યું તું તારા બાળકની ચિંતા બિલ્કુલ ન કરીશ અહીં તો એ ફૂલની જેમ સચવાશે .
અને હવે તો થોડા સમયમાં હું પણ આ આશ્રમમાં આવી જઈશ . પછી તો તું પણ રાજીને ?
અને ઘેર પહોંચ્યા બાદ એક વાતનું ખાસ ધ્યાન રાખજે . તું ' માં ' બનીને અહીં થી વિદાય લે છે . એટલે તારી ચાલ-ઢાલ અને તારા શરીરનો બાંધો આ બધું જ તારી માઁ ની નજરમાં આવશે જ ..કેમકે એ પણ તારી માઁ છે .
તારા શરીરને જોઈને એને પણ મનમાં સવાલો ઉભા થશે જ . આ દરેક વાતનું ડગલે ને પગલે ધ્યાન રાખજે સમજી ...
અને જો તારા બાળકના આવવાની ખુશીમાં કાકાએ આજે પુરા આશ્રમમાં મીઠાઈ વહેંચી છે . અને ભોજનમાં પણ લાડુ બનાવવાનું કહી દીધું .
નવજાત શિશુના રડવાની મીઠી અવાજથી આશ્રમમાં ચારે તરફ આનંદ ફેલાઈ ગયો .
શૈલીને પોતાના શહેર જવાના દિવસો નજીક આવી ગયા .
શૈલીએ ખૂબ ભારી હૈયે ત્યાંથી વિદાય લીધી . પોતાના મોબાઈલમાં પોતાના બાળકનો ફોટો પાડી ટ્રેનમાં બેસી રવાના થઈ ગઈ .
★ ★ ★

ટ્રેનમાં પોતાના જ ડબ્બામાં એની સામેની સાઈડ એક ભાઈ પોતાના બે નાના બાળકો સાથે સફર કરી રહ્યા હતા .
એ સિવાય બાકી પેસેન્જર એકલદોકલ હતા .
શૈલી પોતાની સામે બેઠેલા ભાઈ અને એના બાળકોને ક્યારની નીરખી રહી હતી . બાળકોના કારણે થોડી થોડી વારે એના પિતા થોડા ટેન્શનમાં આવી જતા હોય એવું લાગ્યું .
શૈલીએ નજર દોડાવતા ખ્યાલ આવ્યો કે એમની પત્ની એમની સાથે નથી . શૈલીએ સહજતાપૂર્વક એ ભાઈને પૂછી જ લીધું . તમારા વાઈફ સાથે નથી આવ્યા ?
પેલા ભાઈએ જવાબ આપતા કહ્યું મારી પત્ની કેન્સરની બીમારીમાં મૃત્યુ પામી છે એને હજુ ચાર મહિના થયા છે .
એટલે હવે હું બંને બાળકોને લઈ ફરી મારા જુના શહેરમાં જાવ છુ .

શહેરનું નામ પડતાજ શૈલી બોલી ' અરે હું પણ ત્યાં જ જઇ રહી છું .
લાવો તમારા એક નન્હા સા પ્યારા બાળકને મને આપી દો મારી પાસે અહીં બારી આગળ બેસશે.
નામ પૂછતાં ખબર પડી એ ભાઈનું નામ રવિ હતું . અને એના બંને બાળકો સાહિલ અને પૂર્વા

" जिंदगी की डोर इन्सान को कहाँ से कहाँ पहुंचाती है , एक तरफ अपने ही मासूम बच्चे का हाथ छोड़ दूसरे का थाम लिया "

બંનેને પોતાના શહેર પહોંચવાનો રસ્તો ઘણો લાંબો હતો . રવિ અને શૈલી બંને વાતોવાતોમાં એટલા ભળી ગયા કે બંનેમાંથી કોઈને એવું ન લાગ્યું કે પહેલી વાર મળ્યા છીયે . શૈલીને પણ એ નાના બાળકોમાં પોતાનું બાળક નજર આવતું હતું .
રવિ પણ શૈલીના વ્યવહારને જોઈને ખુશ થઈ ગયો . બંને એ આપસ માં પોતાના ફોન નંબરની આપલે કરી . રવિના ઘરનું એડ્રેસ ખબર પડતાં જ ખ્યાલ આવ્યો કે બંનેનું ઘર પણ નજીકમાં જ હતું .

શૈલીએ પોતાના પપ્પાને પેલાંથી જ ફોન કરીને કહી દીધું હતું કે હું સ્ટેશનથી મારી રીતે એકલી આવી જઈશ .
ટ્રેનના સફરમાં પણ કોઈ અટલી પ્રેમાળ દોસ્ત મળી જશે એવું રવિએ વિચાર્યુ પણ નહોતું . શૈલીએ પુરા સફરમાં બંને બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું . બંને બાળકો પણ શૈલી સાથે ખૂબ ભળી ગયા . પુરા રસ્તે બંને વચ્ચે ઘણી બધી વાતોની આપલે થઈ ગઈ .
શહેર આવતા જ બંને ઉતરીને એક જ ઓટોમાં રવાના થયા . રવિ અને શૈલી છુટ્ટા પડતી વખતે એકબીજાને મળવાનું પ્રોમિસ કર્યું . શૈલીએ ઓટો માંથી ઉતરતા પહેલા બંને બાળકોને ખૂબ પ્રેમભર્યું વ્હાલ કર્યું .

ઘણા લાંબા સમય પછી પોતાની માઁ ને મળતા જ શૈલી એની માઁ ને વળગીને ખૂબ રડી .
શૈલીની માઁ એ આજના જમણ માં શૈલીની બધી જ ભાવતી વાનગીઓ બનાવી હતી .
શૈલી એકસાથે આટલું બધુ બનેલુ જોઈને બોલી ...' માઁ આજે જ અટલું બધુ ...? હવે તો હું અહી જ રહેવાની છુ હો તારા સર પર સવાર સમજી ?

ત્યાં માઁ બોલી ' પણ હવે કેટલો સમય ?
એકદિવસ તો તું પણ સાસરે જઈશ ને , મારી દીકરી સાથે થોડું વ્હાલ તો હું કરીશ જ હો '

ત્યાં જ શૈલીના પિતા બોલ્યા
' બસ દીકરીના આવતા જ મારી બાદબાકી એમને '
શૈલીની માઁ જવાબ આપતા બોલી ' હા હો એ તો એવું જ સમજી લ્યો ....

થોડા દિવસના અંતરે શૈલીના પિતા રાતના ઘેર પહોંચતા જ બોલ્યા ' મારા એક જુના ખાસ મિત્રનો પુત્ર આ શહેરમાં રહેવા આવ્યો છે . લોકોના કહેવાથી ખબર પડી છે કે એની પત્નીનું થોડા સમય પહેલા કેન્સરની બીમારીને કારણે અવસાન થયું છે . એને બે નાના બાળકો પણ છે . જો તું કહે તો આવતી કાલે રવિવાર છે . તો એને આપણે ઘેર જમવા બોલાવી લઈએ . આ ચર્ચા ચાલતી હતી ત્યારે શૈલી બહાર ગઈ હોવાથી એને આ વાતની ખબર જ નો ' તી

બીજે દિવસે સવાર પડતા જ માઁ ખૂબ સરસ મજાની વાનગીઓનો રસથાળ બનાવવાની તૈયારીમાં લાગેલી હતી . શૈલીએ આ બધુ જોતા બોલી.
' આ આજે શુ ?
અટલી બધી સુગંધી અને સ્વાદિષ્ટ રસોઈ ?
કોઈ રાજા મહારાજા જમવા આવે છે કે શું ?

શૈલીની વાત સાંભળતા જ શૈલીના પપ્પા બોલ્યા ' હા શૈલી તું બરોબર બોલી ....
એ છોકરો રાજા મહારાજાથી કંઈ કમ નથી . મારા ખાસ મિત્રનો દીકરો છે .
શૈલીના પિતા હજુ આગળ બોલે ત્યાં જ કોલબેલ વાગી ....
શૈલી પપ્પાને હાથના ઇશારાથી ચૂપ રહેવાનું કહી ધીમી અવાજમાં બોલી ' લાગે છે એ તમારો રાજા જ આવ્યો હશે .
શૈલીએ દરવાજો ખોલતા જ એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા ' રવિ તમે ?

રવિની સાથે આવેલા બંને બાળકો શૈલીને જોતા જ તેને વળગી પડયા શૈલી પણ એ લોકોને વ્હાલથી ચુંબન કરવા લાગી .

શૈલીના મમ્મી-પપ્પા આવીને જોતાજ અચંભિત રહી ગયા .
બંનેના મોઢામાંથી એકસાથે શબ્દો નીકળી પડ્યા.....
' તમે બંને એકબીજાને પહેલેથી ઓળખો છો ?
શૈલી મમ્મીને ખભે હાથ મૂકતા બોલી ' હા માઁ રવિ મારી સાથે ટ્રેનમાં હતા . અને આ એમના પ્યારા બાળકો .....

શૈલીએ રવિની સાથેના ટ્રેનના પુરા સફરની વાત મમ્મી પપ્પાને કરી .

શૈલીના પપ્પાએ રવિને બેસવા કહ્યું અને એની સાથે એના મિત્રની જૂની વાતોની યાદને તાજી કરવા લાગ્યા .

શૈલી બંને બાળકોના હાથ પકડી ડાઇનિંગ ટેબલ તરફ લઈ ગઈ . અને બોલી ' ચાલો ચાલો આપણે એ બધાની પેલા જમી લઈએ . શુ કહેવું છે ?
'ત્યાં સાહિલ તરત બોલ્યો ' હા આન્ટી એમ પણ બવ ભૂખ લાગી છે હો ....શૈલીએ બંને બાળકોને પ્રેમથી જમાડયું .
શૈલીના પિતા રવિની સાથે અંદર જમવા માટે આવી ગયા . રવિએ જોયું શૈલી બંનેને ખૂબ પ્રેમથી જમાડી રહી હતી . શૈલીનો પ્રેમાળ સ્વભાવ રવિને ગમી ગયો હતો . બાળકો સાથે વાત કરવાની છટા એની પ્રત્યેનો સ્નેહ શૈલીની આંખોમાં દેખાતો હતો .

શૈલીના પપ્પાને આજે ઘણા સમય પછી પોતાના મિત્રની જૂની વાતોને યાદ કરવાનો મોકો મળ્યો હતો .જમવાનું પૂરું થતા થોડા સમય પછી રવિ બાળકો સાથે પોતાના ઘેર રવાના થયો .

એ લોકોના ગયા પછી પાછળનું કામ પતાવીને શૈલી જ્યારે ફ્રી થઈ ત્યારે મનમાં અચાનક એક વિચાર આવ્યો .
પોતાની જિંદગીના એક ખૂણે શેખરનું જે સ્થાન હતું . એ તો હવે કોઈ વ્યક્તિ પૂરું શકે એમ નથી . મારી આવનારી જિંદગીમાં પણ હું કોઈને ફરી પ્રેમ કરી શકું એવું પાત્ર તો શક્ય જ નથી .
તો કેમ નહીં રવિ અને એના બાળકોને સ્વીકારી લવ ....!!!

બપોરના સમયે મમ્મી-પપ્પા આરામમાં હતા ત્યારે શૈલીએ મામીને ફોન કરી બધી જ વાતની રજુઆત વિગતવાર કરી .
મામીએ જવાબમાં તુરંત કહ્યું તારો વિચાર ખૂબ સારો છે . બંને બાળકોને એની માઁ નો પ્રેમ મળી રહેશે અને તને ઘર ......

પણ તારા પપ્પાની આગળ આ વાતની રજુઆત કઈ રીતે કરીશ ?

શૈલી બોલી એ તો હું કરી લઈશ ,
અને મામી ખાસ વાત તો એ કે હું જ્યારથી આવી છું ત્યારથી મેં જોયું છે કે પપ્પાનો સ્વભાવ ઘણો નરમ પડી ગયો છે . પેલાની જેમ દરેક વાતમાં ગુસ્સે થઈ ગયા અને એ કહે એમ જ થવું જોઈએ . એવું નથી રહ્યું . માઁ પણ કહેતી હતી કે તું અહીં નહોતી ત્યારે મને ઘરના કામમાં પણ ઘણી મદદ કરતા . એટલે વિચારું છું કે હીમ્મત રાખી મમ્મી-પપ્પાને બધી વાતની રજુઆત કરી જ દવ ...

આખરે ત્રણ વર્ષ તમારી સાથે રહી છું . તો થોડી હિંમત તો મારામાં પણ આવી છે . એમ બોલતા બોલતા ફોન પર બંને હસવા લાગ્યા . અને મામીએ શૈલીને 'ઓલ ધ બેસ્ટ ' કહી ફોન મૂકી દીધો .

શૈલીએ જોયું આજે પપ્પા એમના મિત્રની જૂની વાતોને યાદ કરીને ઘણા મૂડમાં છે . તો આજે જ પુરી વાતની રજુઆત કરી દઉં .....

રાતનું જમવાનું પૂરું થતા જ ત્રણેય જણા ટી .વી . સામે ગોઠવાઈ ગયા .
એ વખતે શૈલીએ મનમાં ને મનમાં ઘણી હિંમત ભેગી કરી અને એકદમથી બોલી પડી .
મમ્મી-પપ્પા મારે તમને લોકોને એક વાત કહેવી છે . જે વાત મેં તમારા બંનેથી છુપાવી છે .
હું જે કહું છું એ પછી તમારા બંનેનો જે નિર્ણય હશે એ મુજબ કરીશ .
મને ડર છે કે તમે બંને મારાથી ખૂબ નારાજ થશો .

શૈલીના પિતા એકદમ ચિંતાતુર અવાજમાં બોલ્યા ' એવી શુ વાત છે કે જેનાથી તું અટલી ડરતા ડરતા બોલે છે . જલ્દી બોલ શુ વાત છે ?
શૈલીએ કોલેજમાં શેખર સાથે થયેલી મુલાકાત થી લઈને આશ્રમ સુધીનું બધુ જ વર્ણન કરી દીધું .

બધી વાત પૂરી થતા જ શૈલીના પપ્પાના મોઢામાંથી રાડ નીકળી ગઈ . તને કંઈ ભાન છે તે શું કર્યું છે ? તે આ બધી વાત તારી માઁ ને પણ કહેવાનું જરૂરી ના સમજ્યું ?
હદ કરી નાખી તે તો ....
માઁ ધીરે રહીને પિતાને શાંત પાડતા બોલી ' બસ હવે તમે શાંત થઈ જાવ પછી તબિયત પર અસર થશે .
શૈલીને એની જુવાનીએ ભાન ભુલાવી દીધું . અને શૈલીને કહેતા બોલી ' એ તો તારી મામી સારી કે કોઈને પણ કોઈ વાતની ગંધ ન આવે એ રીતે એણે બિચારીએ ચૂપચાપ આ કામ કર્યું .

શૈલીના પપ્પાતો વાત અધૂરી મૂકીને ગુસ્સામાં પોતાના રુમ તરફ સુવા ચાલ્યા ગયા .

પપ્પાના ગુસ્સાથી શૈલી રડવા લાગી હતી .
માઁ શૈલીના માથે હાથ ફેરવતા બોલી ' તે એકપણ વાર મને ફોનમાં પણ કંઇ કહ્યું નહી ?
શૈલી માઁ ના ખોળામાં માથું નાંખીને ક્યાંય સુધી રડતી રહી અને બોલવા લાગી માઁ મને માફ કરી દે ..... મેં ઘણી મોટી ભૂલ કરી છે ....
માઁ-દીકરી બંને પુરી રાત ત્યાને ત્યાંજ સુઈ રહ્યા .
સવાર ક્યારે પડી ગઈ ખબર જ ન રહી .
શૈલીના મનને આજે એક પૂર્ણ શાંતિ હતી કે મમ્મી -પપ્પા આગળ સચ્ચાઈ કબૂલી લીધી હતી .
હવે એ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી . મનનો ભાર આજે ઘણો હલ્કો થઈ ગયો હતો .
કેટલા લાંબા સમયથી પોતાના જ માઁ-બાપ આગળ જૂઠું બોલ્યાનો અફસોસ દબાવીને બેઠી હતી .

શૈલીએ ઉઠીને જોયું ફળિયામાં બેસીને ચા પી રહેલા પપ્પાને મમ્મી
ધીમી અવાજે સમજાવી રહી હતી .
રસોડાની બારીમાંથીવાત આરામથી સંભળાતી હતી .

શૈલીની મમ્મી બોલી રહી હતી
'શૈલી હવે લગ્નની તો ના જ પાડે છે . તો મારો વિચાર છે જો તમને યોગ્ય લાગે તો ....

શૈલીના પિતા બોલ્યા ' શુ વાત છે બોલતા બોલતા અટકી કેમ ગઈ ?

તમને વાંધો ન હોયતો મને શૈલી માટે એક પાત્ર ઘણું યોગ્ય લાગે છે . અને એમાં શૈલી પણ ના નહીં કહે ...

કોની વાત કરે છે તું ?

હું રવિની વાત કરું છું . એમ પણ તમે કાલે જોયું નહીં ... રવિ અને એના બાળકો સાથે એ કેટલી ખુશ દેખાતી હતી . રવિને પણ સહારો મળી જશે . અને આપણને પણ શૈલીની ચિંતા તો નહીં . અટલો સારો છોકરો ઘર આંગણે જ મળી ગયો છે ....તો....

ત્યાં એના પિતા બોલ્યા ' અરે તું કેવી વાત કરે છે ? બે છોકરાના બાપ સાથે હું મારી છોકરીના લગ્ન કરું ?
હું પણ માનું છું કે ખૂબ સંસ્કારી છોકરો છે પણ શૈલી પોતે શુ વિચારશે ? એનો સમય આવ્યે સારું પાત્ર મળી જશે તને શેની
ઉતાવળ છે ?

મને કોઈ ઉતાવળ નથી.... પણ શૈલીની આ વાતો ક્યાંકથી પણ કોઈને ખબર પડશે તો કોઈ એનો હાથ નહીં જાલે ....અને ખાસ તો શૈલી પોતે જ બીજા પાત્રની ચોખ્ખી ના જ કહે છે .
મારા હિસાબે આપણે એને આડકતરી રીતે પૂછી લઈએ .

શૈલીના પપ્પા પણ વિચારવા લાગ્યા ...વાત તો સાચી છે . કોઈને પણ આ વાતની ગંધ આવી ગઈ તો એનો હાથ જાલવા કોઈ તૈયાર નહીં થાય .

શૈલીની માઁ બોલી લોકો શુ કહેશે એ વિચારતા નહીં .લોકોની છોડો આપણી છોકરીનું વિચારો ...
એક વાત સમજી લ્યો આપણી છોકરીએ પોતાની ભૂલ તો કબુલ કરી લીધી ને ? એણે જો આપણને પણ આ વાત ન કરી હોત તો આપણને પણ ખબર ના પડી હોત . થોડું શાંતિથી વિચારો ....
બંને જણા અમુક વાતોની ચર્ચા પછી રૂમમાં પ્રવેશ્યા .

શૈલીના પપ્પા રુમમાં પ્રવેશતા જ મસ્તીના મૂડમાં બોલ્યા
' અરે મારી બીજી વારની ચા કોણ બનાવશે ?
શૈલીની માઁ હું વિચારું છું આજે તો સેકન્ડ ટી વિથ નાસ્તા હું જ બનાવીશ .
અને શૈલીની સામે તિરછી નજરે જોતા બોલ્યા કોઈને મારી મદદ કરવી હોયતો મારી સાથે રસોડામાં આવી શકે છે .

શૈલી પણ દોડીને પપ્પાને વળગી પડી . અને બે કાન પકડી પપ્પાને સોરી બોલતા રડી પડી .પછી બંને ભેગા મળી
ગરમાગરમ ચા અને સ્વાદિષ્ટ પૌવા બનાવી બહાર લઈને આવ્યા . ચા અને નાસ્તો કરતા કરતા પપ્પાએ રવિની વાતની શરૂઆત કરી ...

' દીકરા મારી અને તારી મમ્મીની ઈચ્છા છે કે તને જો વાંધો ન હોયતો રવિ સાથે .....
પપ્પા હજુ વાક્ય પૂરું કરે એ પહેલાં જ શૈલી બોલી ઉઠી
' પપ્પા તમે લોકો જે વિચારો છો હું પણ એ જ વિચારું છું .
રવિ મારા કરતાં ઉંમરમાં થોડા મોટા હશે . પરંતુ ભવિષ્યમાં મને પત્નિનું સ્થાન અને એમના બાળકોને માઁ મળી જશે .

એમના બાળકોને પણ મારી પ્રત્યે લાગણી થઈ ગઈ છે . અને ખાસ તો રવિ ઘણો સજ્જન માણસ છે .
શૈલીના પપ્પા બોલ્યા તો ઠીક છે આજે રાતે રવિને ફરી આમંત્રણ આપી દઈએ . અને એની ઈચ્છા જાણી લઈએ .

સંધ્યાનો સુરજ આથમતા જ શૈલીના જીવનનો સૂર્યોદય થવાનો હતો . રવિ બંને બાળકો સાથે ઘેર આવી પહોંચ્યો .
બંને બાળકો આવતા જ શૈલીની આસપાસ વીંટળાઈ ગયા . શૈલી બંનેને રમવા માટે ફળિયામાં લઈ ગઈ .
એ સમય દરમ્યાન શૈલીના પિતાએ રવિ આગળ શૈલીની વાતની રજુઆત કરી . રવિને પણ શૈલીની આંખોમાં પોતાના બાળકો પ્રત્યેની મમતા દેખાય રહી હતી .
રવિએ પણ પોતાના તરફથી હા કહેતા જ ઘરનું વાતાવરણ ફરી ખુશનુમા બની ગયું .
શૈલીના મમ્મી-પપ્પા ઉભા થઇ ફળિયામાં બંને બાળકોને રમાડવા પહોંચી ગયા અને શૈલીને કહ્યું તું પણ અંદર જઇ રવિ સાથે વાત કરી લે ....

શૈલીના અંદર પ્રવેશતા જ રવિએ શૈલીનો આભાર વ્યક્ત કર્યો . અને બોલ્યો ' કોઈ મારા બાળકોને આટલા પ્રેમથી સ્વીકારી શકે એવું તો મેં સ્વપ્નેય ધાર્યું નોતું . તમારો ઋણ હું જિંદગીભર નહી ચૂકવી સકુ .
રવિને વચ્ચેથી બોલતો અટકાવતા શૈલી બોલી ' પેલી વાત તો એ કે તમે મને શૈલી કહેશો તો મને વધારે ગમશે . અને આ તમે નું સંબોધન મને નહીં ગમે .
એક જરુરી વાત કદાચ મારા પપ્પાએ તમને નહીં કરી હોય ...

શેખર તુરંત જવાબ આપતા બોલ્યો ' તમારા પપ્પાએ તમારા અતીત વિશેની પુરી વાત મને કરી છે . એટલે એમ જોઈએ તો આપણા બંનેની લાઈફ સરખી જ કહેવાય .

વાતોવાતોમાં શેખરે જોયું શૈલી થોડી વિચારમાં હોય એવુ લાગ્યું
એણે તુરંત સવાલ કરતા પૂછ્યું
' શુ થયું ? કાંઈ પૂછવું છે ? '

શૈલી બોલી તમને કહું કે ના કહું એ વિચારું છું .

હા , તો બોલોને ?

શૈલી ઘણી હિંમત કરી ફટાફટ બોલી ગઈ ' હું તમને એક પત્ની તરીકેનું એક નામ આપીશ પણ સુખ નહીં આપી શકું , કેમ કે મને પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે . ....

શૈલી મારા બાળકોને સ્વીકારીને તું મારા જીવનમાં પ્રવેશે છે એનાથી ઉત્તમ શુ હોય શકે !!!!
હું મારા તરફથી એવો કોઈ ફોર્સ નહીં રાખું . 'So Don't wry B Hpy '

★રવિ સાથેના લગ્નજીવનની શરૂઆત કેવી રહેશે
★બંને બાળકોના ભવિષ્યના ઘડતરમાં શૈલીની મમતા શુ ભાગ ભજવશે

આવો જાણીશું પાર્ટ - 4 માં
?‍?‍?‍? ????‍?‍?‍?