Lal room in Gujarati Horror Stories by Kinjal Patel books and stories PDF | લાલ રૂમ​

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

લાલ રૂમ​

આજે હુ મારો પોતાનો એક એવો અનુભ કહેવા માંગુ છુ જેને હુ હજીએ નથી ભૂલ્યો. મને એમ લાગે છે કે દિવસ હજી કાલે બન્યો છે અને હુ થથરી જઉ છુ. મારા બધા સારા અનુભ પર એક અનુભ ભારી થઈ પડ્યો.
સમયની વાત છે જ્યારે ભણતર પતાવી વી જોબ શરુ કરી હતી અને પહેલીવાર ઘરથી દુર રહેવા રહ્યો હતો. મન તો નતુ થતુ પણ વિષ્યની ચિંતાએ નિર્ણય લેવો પડ્યો. આખરે હુ અજાણ્યા શહેરમા રહેવા આવી ગયો. અહિ આવ્યો પહેલા રહેવાની વ્યવસ્થા તો થઈ હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને હુ મારા દોસ્ત સાથે રહેવાનો હતો એટલે ફરવાના પણ પ્લાન અત્યારથી બની રહ્યા હતા.
જ્યારે હુ અહિ આવ્યો ત્યારે શરૂ શરૂમાં ઑફિસ વાનુ અને પછી બીજા કામ. શહેરને જાણતા વધારે સમય ના લાગ્યો છતાંય હજી એકલા ક્યાય જતા ડરતો. ખરેખર હુ ભુત પ્રેતમા વિશ્વાસ નહોતો રાખતો પણ એકલા રહેતા થોડુ અજીબ લાગતુ. દિવસ ઘણી સરળતાથી વિતી રહ્યા હતા. ઘરે પણ બધાને શાન્તિ હતી કે મને વે અહી ગમવા લાગ્યુ છે.
મને અહિં ગમવાનુ કારણ હતું શ્વાતિ અને હું શ્વાતિનો પ્રષાંત. શ્વાતિ મને અહિં મળી અને મળતાની સાથે બન્નેને એકબીજા સાથે ગમવા લાગ્યુ. ઑફિસમાં અમે સાથે કામ કરતા સિવાય જમવા પણ સાથે જતા અને ઑફિસ પતાવીને સાથે નિકળવાનુ. શ્વાતિનો રૂમ ઑફિસથી થોડે દુર હતો એટલે એના રૂમ સુધી અમે સાથે જતા અને પછી હુ મારા રૂમ સુધી પણ ચાલતા જતો.
આમ દિવસો, મહિનાઓ અને એક વર્ષ વિતી ગયુ. હુ અને શ્વાતિ બન્ને ઘરે વાનું નક્કી કર્યુ, ઘરે જઇને પણ અમે બન્ને વાત કરતા રહ્યા. ઘરે મજા આવી અને આખરે પાછા આવવાનો સમય થઇ ગયો. પાછા આવી પાછા રોજિન્દા કામમા લાગી ગયા. દિવસ પણ રોજની જેમ પસાર થઇ ગયો અને રોજની જેમ હુ શ્વાતિને મૂકીને ઘરે આવી રહ્યો હતો.
મારો રૂમ દસમા માળે હતો, હુ લિફ્ટથી ઉપર પહોચ્યો. દરેક માળ પર દસ ફ્લેટ હતા જ્યારે હુ મારા ફ્લેટ પાસે પહોંચ્યો ત્યારે સામેના ફ્લેટ માથી રડવાનો અવાજ આવ્યો પણ ફ્લેટ બહારથી બન્ધ હતો એટલે મને લાગ્યુ કે કદાચ મારો ભ્રમ હશે. રૂમમાં હુ ફ્રેશ થઈ મારા કામમાં લાગ્યો. પણ વે રડવાનો અવાજ રોજ આવવા લાગ્યો ત્યારે મે નીતિશને પુછ્યુ કે સામેના ફ્લેટમા કોઈ રહેવા આવ્યુ છે? ત્યારે એને કહ્યુ કે ના ફ્લેટ તો ઘણા સમયથી બન્ધ પડ્યો છે અને એમાં કોઈ નથી રહેતુ.
સાંભળીને મને આશ્ચર્ય થયુ પણ મે એણે કહેવું ટાળ્યું, મને એમ હતુ કે કદાચ મારો ભ્રમ હોય કેમ કે રડવાનો આવાજ ફક્ત મને સંભળાતો હતો. એટલે મે બને એટલુ વાત ને જતુ કરવા વિચાર્યુ પણ એક દિવસ જ્યારે રોજના સમયે પાછો આવી રહ્યો હતો ત્યારે ફરી મને અવાજ ફરીથી સંભળાયો. થોડી વાર હુ ત્યા ઉભો રહ્યો રોજ રોજ ના નાટકથી હુ પણ કંટાળી ગયો હતો. મને એમ લાગતુ હતુ કે પાક્કુ કોઇ મારી સાથે મજાક કરી રહ્યુ છે એટલે મે ફ્લેટમા ચાવીના કાણાંમાથી જોવાનું વિચાર્યુ. હુ ધીમેથી આગળ વધ્યો અને કાણાંના બરોબર રૂમની અંદર જોયુ તો અંદરનુ દ્રશ્ય કઈક જુદુ હતુ.
આખો રૂમ લાલ રંગથી રંગવામાં આવેલો હતો. મને થોડુ અજીબ લાગ્યુ કે અત્યારના જમાનામા લાલ રંગ કોણ કરાવે, મે ફરીથી અંદર જોયુ કે રડચાનો અવાજ ક્યાંથી આવે છે પણ મને અંદર કોઈ ના દેખાયુ ત્યારે કોઈએ મારા ખભા પર હાથ મુક્યો. હુ એક્દમ ડરી ગયો જાણે કોણ આવી રીતે મારા ખભા પર હાથ મુકે. મે જોયુ તો બાજુ વાળા આન્ટી હતા.
પહેલા તો મને શુ બોલવુ ખબર ના પડી પણ પછી સ્વસ્થ થઈ મે આન્ટીને પુછ્યુ,
આન્ટી, તમને ખબર છે કે ફ્લેટમાં કોણ રહે છે?
બેટા ફ્લેટમાં અત્યારે કોઈ નથી રહેતુ પણ પહેલા અંકિતા નામની છોકરી અહી રહેતી હતી. બહુ સારી હતી બધા સાથે હસીને વાત કરતી પણ બેટા તુ શુ કરતો હતો?
આન્ટી, હુ બસ જોતો હતો કે અહિ કોઈ રહે છે કે કેમ. કારણ કે જ્યારથી હુ અહી રહેવા આવ્યો છુ ત્યારથી ફ્લેટ બંધ જોઉ છુ એટલે.
બેટા ફ્લેટના માલિકે ફ્લેટ ભાળે આપવાનો બંધ કરી દીધો છે.
આનાથી આગળ અમારી કોઇ વાત ના પણ વિચારમા પડી ગયો કે શુ થઈ રહ્યુ છે? મારૂ મગજ તો ઠેકાણે છે ને?
વાતને ઘણો સમય થયો અને હુ બધુ ભુલી ગયો. બધુ રાબેતા મુજબ ચાલતુ હતુ અને એક દિવસ મે રૂમનો દરવાજો ખુલ્લો જોયો એટલે મે નજીકથી જોવાનું વિચાર્યુ. મે ઈને જોયુ તો અંબર થોડા લોકો હતા, લોકો કોઇ પૂજા કરી રહ્યા હતા એટલે મને કઈ પુછવુ હિતાવહ ના લાગ્યું.
હું પાછો વળી રહ્યો હતો ત્યારે મારુ ધ્યાન રૂમની દિવાલો પર ગયુ. દિવાલો સફેદ હતી, હુ વિચારી રહ્યો હતો કે લોકો ફ્લેટમાં રંગ ક્યારે બદલાવ્યો. માટે મે નીતિશ ને પુછવાનુ વિચાર્યુ.
હુ મારા ફ્લેટમાં ગયો ત્યારે નીતિશ ટીવિ જોઈ રહ્યો હતો હુ એની બાજુમાં ઈને બેઠો. આમારી થોડી ઑફિસની વાત પછી મે નીતિશને પુછ્યુ.
નીતિશ, આપણી સામે વાળા ફ્લેટમાં કોઈ કામ ચાલી રહ્યુ છે કે શું?
નીતિશ પહેલા તો મારી સામે જોતો રહી ગયો પણ પછી કહ્યુ, ના પણ તુ આમ કેમ પુછે છે?
એટલે મે એણે કહ્યુ કે થોડા દિવસ પહેલા ફ્લેટમાં જોયુ ત્યારે એમા લાલ રંદ લગાવેલ હતો અને આજે ફ્લેટનુ બારણુ ખુલ્લુ છે અને દિવાલ નો રંગ સફેદ છે એટલે મને એમ લાગ્યુ કે કદાચ કોઇ કામ ચાલતુ હોય.
ત્યારે નીતિશે કહ્યુ કે ફ્લેટમાં પહેલાથી સફેદ રંગ કરવામાં આવેલો છે અને એના માલિક દર વર્ષે આવે છે પૂજા કરે છે અને ફ્લેટ બંધ કરી ને ચાલ્યા જાય છે. કોઈને ભાળે પણ નથી આપતા. હુ થોડો ગૂંચ-વાઈ ગયો કે આવુ કેવી રીતે હોઇ શકે? મે જોયુ ત્યારે તો એમા લાલ રંગની દિવાલ દેખાઇ હતી.
અચાનક નિતીશ બોલ્યો કે તે ક્યારે ફ્લેટ જોયો? છેલ્લા જ્યારે લોકો આવ્યા હતા ત્યારે તો તુ અહિ રહેવા પણ નહોતો આવ્યો?
ત્યારે મે એણે કહ્યુ કે મે ચાવી ના કાણામાથી જોયુ હતુ ત્યારે નીતિશના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા અને એણે મને કહ્યુ કે,
ફ્લેટમાં પહેલા અંકિતા નામની છોકરી રહેતી હતી અને એણે આત્મહત્યા કરી હતી, તો મને ખબર હતી પણ એના પછી નિતીશે જે કહ્યુ એના પછી મારા હોશ ઉડી ગયા.
એણે કહ્યુ કે જ્યારે અંકિતાની લાશને નીચે ઉતારવામાં આવી ત્યારે એણી આંખો લાલ હતી. એણુ લોહી આંખોમામ ભરાઈ ગયુ હતુ અને એવુ સાંભળ્યુ છે કે એણી આત્મા હજીએ ફ્લેટમા ભટકે છે.
સાંભળી મારી હાલત ખરાબ . રૂમ મને લાલ રંગનો દેખાયો એનો મતલબ કે હુ સમયે રૂમમાં નહિ પણ એની આંખમાં જોઈ રહ્યો હતો. મને ખબર નહોતી પડતી કે વે શું કરવુ. ભૂત પ્રેતમા ના માનતો હુ આજે મને બીક લાગી રહી હતી.નિતીશ પણ ડરી ગયો હતો એટલે છેવટે અમે નક્કી કર્યુ કે ઘર બદલી નાખવું.
વાતને ઘણો સમય થયો પણ હજીએ ઘટના વિશે વિચારુ છુ ત્યારે અસ્વસ્થ જાઉ છું. પછી વાત મે ક્યારેય કોઇને નથી કરી શ્વાતિને પણ નહિ. હા, હુ અને સ્વાતિ સાથે છીએ અને સુખેથી રહીએ છીએ પણ ક્યારેક ઘટના યાદ આવી જાય છે.
મારો પહેલો પ્રયાસ છે કઇક અલગ લખવાનો.
દરેક પ્રકારના પ્રતિભાવ આવકાર્ય છે.

- કિંજલ પટેલ (કિરા)