Astyavan ni Savitri in Gujarati Short Stories by Ca.Paresh K.Bhatt books and stories PDF | અસત્યવાન ની સાવિત્રી

Featured Books
Categories
Share

અસત્યવાન ની સાવિત્રી

# ચાર્ટડ ની વ્યંગ નોટ્સ # CA.Paresh K.Bhatt

***** અસત્યવાન ની સાવિત્રી *****

સ્વર્ગમાં હલચલ મચી ગઈ હતી . સ્વર્ગ BBC , સ્વર્ગ CNN , સ્વર્ગ આજતક , સ્વર્ગ ટીવી, સ્વર્ગ ન્યુઝ ૨૪ વગેરે દરેક ચેનલ પર બસ એક જ ચર્ચા હતી . કોઈ નો ઇન્ટરવ્યુ કે કોઈ ની મુલાકાત બધા ના મુખે એક જ ચર્ચા કે આજે અસત્યવાન ના મૃત્યુ પછી ફરી સાવિત્રી જંગે ચડી છે . તેણે સુરજ દાદા ને , બ્રહ્માજી ને , યમ રાજા ને , ચિત્રગુપ્તજી ને બધા ને અપીલ કરી છે કે અસત્યવાન જીવતો થવો જ જોઈએ . એ જીવતો નહી થાય તો હું પ્રાણ ત્યાગ કરીશ . હું સમગ્ર મીડિયા પાસે જઈશ , એક અબળા ને આ રીતે અન્યાય ! હું મહિલા આયોગ પાસે જઈશ , હું હ્યુમન રાઈટ્સ વાળા પાસે જઈશ , મારે મારો અસત્યવાન જોઈએ એટલે જોઈએ . આમ કહી તેણે પ્રેસ કોન્ફરન્સ ભરી છે પ્રિન્ટ મીડિયા , ટીવી મીડિયા વગેરે દરેક લોકો ને તેણે હાકલ મારી . પબ્લિક ખુબ જ ભેગું થઇ ગયું, બધા પોત પોતાના મોબાઈલ માં ફોટા લેવા લાગ્યા , વિડીઓ ઉતારવા લાગ્યા . બી.બી.સી અને સી.એન.એન ને પૌરાણિક સત્યવાન કોણ હતો એ ખબર ન હતી એટલે એમના રિપોર્ટરો સત્યવાન ને સાવિત્રી ની પૌરાણિક કથા સમજવા નો પ્રયત્ન કરી રહ્યા હતા. એક બાબા તેમને આ કથા ની વિગેતે માહિતી આપતા હતા . આ બધા વચ્ચે સાવિત્રી રડતા હતા. આંસુ ઓ વચ્ચે પણ આ અસત્યવાન ની સાવિત્રી પોતાનું પર્સ ખોલી ને કાચ માં પોતાનું મોઢું જોઈ લે અને રૂમાલ થી પોતાનો મેક અપ ઠીક થાક કરી લેતી હતી અને ટીવી ના કેમેરા સામે જોતી હતી . સૌ દેવો ની ઈમરજન્સી મીટીંગ બોલાવાઈ . ચિત્ર ગુપ્તે બ્રહ્માજી ને કહ્યું સાવિત્રી નું આયુષ્ય તો ઘણું લાંબુ છે. જો એ પ્રાણ ત્યાગ કરશે તો આપણો ચિત્ર ગુપ્ત નો ચોપડો ખોટો ઠરશે . સ્વર્ગ લોક માં આપણી વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે . અસુરલોક વાળા રાહ જોઈ ને જ બેઠા છે કે દેવલોક નો કોઈ ચર્ચા નો મુદ્દો હાથ આવે. અને મીડિયા વાળા તો આમ પણ ટાંપી ને જ બેઠા હોય છે . ધીમે ધીમે પબ્લિક વધતી જાય છે . સાવિત્રી ખોળા માં અસત્યવાન નું માથું લઈ ને બેઠી છે . તેના બે બાળકો પણ તેની પાસે રડે છે. ક્લાઈમેક્સ એકદમ જોરદાર છે. દેવો પણ ચિંતિત છે કે ભૂતકાળ માં પણ સાવિત્રી ની હઠ આગળ નમતું જોખવું જ પડેલું . પણ એ વખતે તો મીડિયા હતું નહી એટલે એટલી પબ્લીસીટી નહોતી થઇ પણ હવે જો આવું થાય તો આબરૂ ના કાંકરા થાય. સૌ દેવો ખુબ ચિંતિત છે . કોઈ ઉપાય સુજતો નથી.

ત્યાજ નારદજી પ્રેવેશે છે , નારાયણ નારાયણ કહે છે . સૌ દેવો ને ચિંતિત જોઈ ને વિગત જાણે છે. નારદજી કહે પ્રભુ આપ આટલા ચિંતિત ન થાવ હું હમણાં ઉકેલ લાવી આપું છું . એમ કહી ને મંડપ પાસે જઈ ને સાવિત્રીના કાન માં કશું કહે છે ને સાવિત્રી એ તરત જ સત્યાગ્રહ સંકેલી લીધો . બધા જ મીડિયા વાળા ને નવાઈ લાગી . દેવો પણ આશ્ચય ચકિત થઇ ગયા . ભગવાન કૃષ્ણ નારદજી ને એક બાજુ લઈ જઈ ને પૂછે છે શું કહ્યું તમે કાન માં ?

નારદજી કહે કે મેં ફક્ત એટલું જ કહ્યું કે “ બેટા સાવું , તને ખબર નહી હોય કે અસત્યવાને બે નમ્બર ના ધંધા ની કમાણી માંથી તેનો ૧૦૦ કરોડ નો જીવન વીમો લીધેલો છે .

अस्तु .