એકેટલી ધીરજ હશે એ "ટપાલ"
ના જમાના માં...
આજે બે મિનિટ મોડા રિપ્લાયમાં પણ લોકોને ખોટું લાગી જાય છે.
બસ કર યાર..આગળ ભાગ માં..
અરુણ મહેક નાં વોટ્સઅપ પર ટ્રાય કરે છે..પણ ઓફ્લાઇન આવે છે..છેવટે પોતાના ગામ જવા બસ નો સમય થઈ જતાં..પોતે બસ સ્ટેન્ડ જાય છે..બસ માં બેસે છે..ત્યાં જ બસ માં મહેક આવી પહોંચે છે..
આભાર મિત્રો..
આગળ ભાગ ૩૦...
અરે..હા, એ ખુશ્બૂ ની છોળો ઉડાડતી...ને આખાય વાતાવરણ ને પરાણે મુગ્ધ કરી દેતી... નમણી યુવતી બીજી કોઈ નહિ પણ..મહેક જ હતી..
મને હજુ સુધી કોઈએ કહ્યું જ નહોતું કે મહેક પણ આજેજ આ જ બસ માં અને મારી બાજુ ની જ શીટ પર બેસી ને જ એના શહેર જઈ રહી છે..
હા..તો આ ચાલ નેહા અને પવન ની હોઈ શકે..!
વારંવાર મને ટિકિટ બુક માટે પૂછ્યા રહેતા નેહા અને પવન આ સરપ્રાઈઝ માટે જ કઈક ગોઠવણ કરતા હતા..એ મને હવે સમજાયું ..
"ઓહ..મેડમ મહેક..વેલ કમ.!!"
"ઓકે..હવે, એકવાર ફોન કરી કહી દીધું હોત તો..કે મારી ટીકીટ બુકિંગ તે જ સેટિંગ કરી છે..તો હું નાં નાં પાડત.."
પણ, આમ છાના છાના સસ્પેન્સ માં...કોઈ ગલત ઈરાદો તો નથી ને .!!
કહેતા..મહેક જરાક હસી પડી..
એના દાડમ જેવા દાંત હાસ્ય ની સાથે ચમકી રહ્યા..આજુબાજુ બેઠેલા મુસાફરો માં થી ક્યાંક આ સીન જોઈ કલોઝ અપ બોલેલું..હા,મે સાંભળ્યુ પણ ખરું..
"અરે..મેડમ મને પણ ખબર નથી..આ બધું કોણે કર્યું..હું પણ એજ વિચાર કરું છું.. તારો ફોન પણ ક્યારનો બંદ આવે છે..નેટ ઓફ્લાઈન..!"
શું .છે યાર..આ બધું..?
"ઓહ..તો હવે સ્વીકારવું નથી..એમને..?"
અરે..?
પણ,મને ખબર જ નથી.."
"હા..હું જાણુ છું.. મારે પણ આજે જ જવાનું છે એ વાત તને નેહા એ જ કરી હશે..."
નેહા..?
"હા... નેહાડી..હાલ જ એ ને ફોન કરું છું ." મહેક થીડી ચિડાઈ ને ફોન ટ્રાય કર્યો .પણ નેહા એ ફોન કાપી નાખ્યો..
મહેક નો ગુસ્સો હવે પૂરેપૂરો ખીલી ઉઠ્યો હતો..હું ચૂપ ચાપ આ નજારો જોઈ રહ્યો હતો...
મહેક નાં વદન પર હવે તીવ્ર ગુસ્સા ની લાલાશ જણાઈ આવે તેના પહેલા જ મે પવન ને ફોન ટ્રાય કર્યો..
"હેલ્લો..પવન..?"
હા..બોલ યાર.."
હા..તો આ બધા નાટક..?
"આઈ એમ સોરી..અરુણ..!!
આ બધું..નેહા.."
મે કઈ જ સંભળાતું નથી એવો ડોળ કર્યો .અને ફોન લાઉડસ્પીકર
પર કરતા બોલ્યો..
"પવન, પ્લીઝ ઉતાવળું બોલ અવાજ નથી આવતો...મે ફોન થોડો મહેક ની બાજુ કર્યો જેથી એને સંભળાવી શકાય..
"અરુણ..આ બધું નાટક નેહા નું છે."
મહેક મારી બાજુ નજર કરી...એ સમજી ગઈ..જરૂર અમને નેહા એ જ નજીક લાવવા ડ્રામા કર્યો છે..
મે ફોન રાખ્યો..મહેક ધીમે થી બોલી .
"આઈ એમ સોરી.."
મે ન સાંભળવાનો ડોળ કર્યો..
એ સમજી ગઈ હું નાટક કરું છું..
"એ થોડી વાર ચૂપ રહી.. બસ એની મંજિલ તરફ રફતાર ભરતી પુરવેગે જઈ રહી હતી..સાંજ પણ..હવે રાત્રિ માં પરિવર્તિત થવા આવી હતી..
સહુ મુસાફરો..કોઈ પોતાના સાથી સાથે વાતો માં મગ્ન હતા..તો કોઈ ફોન પર...કોઈ શીટ નો ટેકો લઈ ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા હતા..
ત્યાં જ કંડકટર છેલ્લે થી સહુ મુસાફરો ની ખબર લેતા લેતા મારી શીટ પર આવી પહોંચ્યા..અમારી પણ કન્ફમ ટિકિટ ચેક કરી..મહેક સામે આમ ત્રાંસી નજર કરી "ગુડ નાઈટ" જેવુ મનમાં બબડ્યા..
મે જરીક સ્માઈલ થી રિપ્લાય આપ્યો..
ત્યાં જ બાજુ માં મહેક ફરીથી "આઈ એમ સોરી.." બોલી.
"શું .?"
મારી વાત પૂર્ણ થાય એના પહેલા જ મહેકે મારા પગ પર એક નાનકડી પણ એના સુવાળા નરમ નખો થી મસાલેદાર ચુટકી ભરી..
હું એકદમ સતર્ક થઈ ગયો..
ને એનો હાથ હાથમાં લઈ એક અવિસમરણીય ચુંબન કરી નાખ્યું..
મહેક પણ પોતાના પ્રેમ આવેગ ને એક સામટા ભેગા કરી બસ માં કોઈની પણ શરમ રાખ્યા વગર અરુણ નાં..ખભે માથું મૂકી...નિરાંત નો અનુભવ કરી રહી...
આભાર મિત્રો...
હસમુખ મેવાડા..
બીજી વાર્તા
એક દી તો આવશે..!!
જરૂર વાંચજો...હો..!
અને હા,વાર્તા વાંચી કઈક અભિપ્રાય ન આપો... એવું કોણ કરે હે..!!????