Swastik - 56 - Last part in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 56) - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 56) - છેલ્લો ભાગ

વિવેક કથાનક

ગોપીનાથ સામે કઈ રીતે લડી શકાશે એ મને અંદાજ નહોતો પણ એકાએક મને યાદ આવ્યુ કે વ્યોમે કોઈ એક યંત્ર અને એક કાપડનો ટુકડો મારા માટે મોકલાવ્યો હતો. એ યંત્રની ગમે ત્યારે જરૂર પડશે એ મને અંદાજ હતો માટે એ મેં ત્યારનો મારી પાસે જ રાખ્યું હતું અને એણે આપેલા કેશરી કાપડને પણ મેં જમણા હાથ પર બાંધીને રાખ્યું હતું.

એ યંત્ર શું કામ કરી શકે એમ છે એ વ્યોમે કહ્યું નહોતું પણ હવે હું સમજી ગયો કે એ શા માટે હતું. મેં એ ડીશ આકારના યંત્રને કોટના ખિસ્સામાંથી બહાર નીકાળ્યું. એના પર દેખાતા એક નાનકડી પ્લેટ જેવા ભાગને ફેરવ્યો અને જમીન પર ફેકયું અને મારા અંદાજ મુજબ જે વીજળી મંદિર પર ત્રાટકી હતી એ ત્યાંથી જંપ કરી એ મશીન પર પડી, એના પર પડતા જ એ આકાશી વીજળી એ નાનકડા યંત્રમાં સમાઈ ગઈ.

ગોપીનાથ હજુ એના બંને હાથ આકાશ તરફ ફેલાવી વેધર કંટ્રોલ કરી રહ્યા હતા - એ મદારી કબીલાનો વજ્ર ખડગ બનાવવા માટેનો જુનો જાદુ આજે નાગપુરનો નાશ કરવા માટે વાપરવા માંગતા હતા - એમનો ગુસ્સો વાજબી હતો પણ ત્રણસો વર્ષો પહેલા કોઈએ કરેલી ભૂલની સજા હવેના નાગપુર વાસીઓને આપવી એ ન્યાય ન હતો. એ પાગલ થઇ ગયા હતા. બિંદુની હત્યા માટે જવાબદાર એક ઈચ્છાધારી નાગિન માટે ઈચ્છાધારી નાગ જાતીને સમુળગી ખતમ કરી નાખવી એ ન્યાય નહોતો.

એ યંત્ર ગોપીનાથના આદેશે નીચે આવતી દરેક આકાશી વીજળીને પોતાની તરફ ખેચી લઇ ગળી જવા લાગ્યું. નાગપુર શહેર તરફ ગોપીનાથ એક પણ લાઈટનીંગ સ્ટ્રાઈક કરાવી શકે એમ ન હતા. પણ એ છતાં એ શેડો જાદુગર એટલી જલ્દી હાર સ્વીકારે એ મતના ન હતા. એમની પાસે પડછાયાઓની ફોજ હતી. કપિલ અન્યાની જમણી હથેળીમાં પોતાના લોહીથી સ્વસ્તિક રચવા લાગ્યો હતો. નયના અને અરુણ એને નવાઈથી જોઈ રહ્યા હતા.

મેં એને લડતી વખતે એક ઈશારો આપ્યો હતો કે તારું લોહી નકામું નથી વહી જતું. મેં એના શરીર પર એક સ્વસ્તિક બને એવી રીતની ગોઠવણ લડતા જ કરી લીધી હતી. ગોપીનાથ મારું મન વાંચી શકે એમ હતા એટલે હું કપિલ સાથે માનસિક બોન્ડ કરી એને કોઈ સુચના આપી શકું એમ ન હતો.

પણ કપિલ મારો એ ઈશારો સમજી શક્યો નહી. જયારે નયનાએ કપિલના શરીર પર એના લોહીથી એક સ્વસ્તિક બનેલો જોયો અને એના ધ્યાનમાં લાવ્યું ત્યારે એને સમજાયું કે કેમ મેં એના શરીર પર સ્વસ્તિક રચી એને અન્યા નજીક મોકલ્યો હતો.

કપિલે અન્યાની હથેળીમાં સ્વસ્તિક રચ્યો એ સાથે જ એની નાનકડી હાથેલીમાંથી ચારે તરફ દૈવી પ્રકાશ પૂંજો ફેલાઈ ગયા. એ ઉજાસ દેવતાના ચહેરા આસપાસ હોય તેવા તેજ જેવો હતો. એ દૈવી પ્રકાશમાં ગોપીનાથના ગુલામ પડછાયા દ્રી-પરિમાણીય પડછાયા ન રહેતા ત્રી- પરિમાણીય બની ગયા.

રૂકસાના અને વેદ હોલી પિસ્તોલ સાથે પગથીયા ઉતરવા લાગ્યા. એ જોઈ મને રાહત થઇ કેમકે તેઓ એ પડછાયા માટે કાફી હતા. વેદને જ્યારે મેં વિલ ઓફ વિશ વાપર્યું ત્યારે જ શક પડી ગયો હતો કે કદાચ એ બધા પાછળ કોઈક મદારી જાદુગર જ હશે અને એ બધા પાછળ પોતાના એક વર્ષ પહેલા મરી ગયાની ખોટી અફવા ફેલાવનાર પિતા નીકળ્યા એ છતાં વેદ સાચા પક્ષે જ રહ્યો.

વેદ અને રૂકસાના સામે એ ત્રી - પરિમાણીય પડછાયા ટકી શક્યા નહિ કેમકે તેમની પિસ્તોલમાં પંચધાતુની બનેલી ગોળીઓ હતી જે એસ્ટ્રલના બનેલા એ પડછાયાઓ માટે જીવલેણ હતી, તેઓ ધુમાડાની જેમ વિખેરાઈ ગયા.

જયારે રુક્સનાની ગોળી એક પડછાયાનું ટાર્ગેટ મિસ કરી ગઈ અને ગોપીનાથ સાથે અથડાઈ એ ગોળી એમને કોઈ અસર ન કરી શકી. એ ગોળી જાણે કોઈ નાનાં બાળકે મારેલો કાકરો હોય એમ અથડાઈને નીચે પડી.

રૂકસાના અને વેદ પુતળા બની ગયા હોય એમ ગોપીનાથને જોઈ રહ્યા. ગોપીનાથે દુર સળગતા રાયણના ઝાડ તરફ હાથ કરી રૂકસાના તરફ હાથ કર્યો એ સાથે જ જાણે ત્યાંથી આગ તીર બની ગઈ હોય એમ રૂકસાના અને વેદ તરફ ગતિ કરવા લાગી.

વેદ કે રૂકસાના એક પણ ઈલેમેન્ટ કંટ્રોલ કરી શકે એમ ન હતા. મેં એ તરફ જંપ કરી એ આગને કંટ્રોલ કરી બીજી તરફ ફેકી. આગ તોપના ગોળા જેમ ભેડાના એક ખડક સાથે અથડાઈ. એક કડાકા સાથે એ ખડક છુટ્ટો પડી પાછળની ખીણમાં એક ધમાકા સાથે જઈ પડ્યો. જ્યાં આગનો ગોળો અથડાયો ત્યાં પથ્થર પર જવાળાઓ આમ તેમ ઘૂમરી લેવા લાગી.

હું આગને કાબુમાં કરી બીજી તરફ ડાયવર્ટ કરવા રોકાયો ત્યાં સુધીમાં ગોપીનાથ અદ્રશ્ય થઇ ગયા. પણ મને એમની હાજરી મહેસુસ થઇ શકતી હતી. હું એમની જેમ ઈલેમેન્ટ કાબુ કરી શકતો હતો. અમારી બંનેની શક્તિઓ સરખી હતી. હું હવામાં એમની ઉર્જા મહેસુસ કરી શકતો હતો.

“રન...” મેં રૂકસાના તરફ દોડતા કહ્યું, “વેદ ગો ઇન સાઈડ ધ ટેમ્પલ..”

વેદ અને રૂકસાના મંદિર તરફ દોડવા લાગ્યા. હું પણ એમની પાછળ જ દોડયો. મને મારા માથા પર જ અજબ અવાજ અને એનર્જી મહેસુસ થઈ, લેધર સાથે લેધર ઘસાઈ રહ્યું હોય એવો અવાજ મને સંભળાયો.

“વોટ ઈઝ ધેટ..?” રૂકસાનાએ પૂછ્યું. હું વેદ અને રૂકસાના નજીક પહોચી ગયો હતો.

“અંદાજ નથી..” મેં દોડતા જ જમણા હાથ પરથી વ્યોમે આપેલો કાપડનો ટુકડો છોડ્યો.

“તું શું કરવા જઈ રહ્યો છે?” વેદે મને એ કાપડ છોડતા જોઈ પૂછ્યું અમે મંદિરની સીડીઓ નજીક પહોચી ગયા હતા.

“અંદાજ નથી પણ કદાચ વ્યોમ જાણતો હતો કે આ કાપડની મને જરૂર પડશે..” મેં એ બંનેને મંદિરની સીડીઓ પર ચડતા જોયા એટલે હું ઉભો રહી ગયો. મારા એક હાથમાં એ કેશરી કાપડનો ટુકડો લીધો જેના પર મીસાચી ભાષાના શ્લોકો લેખેલા હતા. મેં બીજા હાથથી લાઈટર નીકાળ્યું અને કાપડના ટુકડાને છેડે આગ ચાંપી.

“કપિલ, નયના અન્યાની આંખો બંધ કરાવી નાખો...” મેં ચીસ પાડી, એમણે સાંભળ્યું છે અને મેં કહ્યું એ સૂચનાનું પાલન કર્યું છે કે નહિ એ જોવા રહેવાનો સમય ન હતો.

અમે દોડીને મંદિર તરફ ગયા ત્યારથી હું એ ઉર્જા અનુભવી શકતો હતો. ગોપીનાથ છેલ્લો પેતરો અજમાવી રહ્યા હતા. મેં કાપડનો જે છેડો સળગાવ્યો, ત્યાં એક નાનકડી આગ ફ્લેશ થઇ અને એ કાપડ આગની જવાળાઓમાં લપેટાઈ ગયું. જોકે એ હોલી ફાયર મને દઝાડતી નહોતી.

મેં કાપડ પકડેલા હાથને હવામાં વીંઝ્યો એ સાથે જ એના પરની આગમાં અનેક ગણો વધારો થયો. એક વીજળીના ઉજાસ કરતા પણ વધુ ઉજાસ જેટલો જબકારો થયો. મને વેદ અને રૂકસાનાની ચીસ સંભળાઈ હું સમજી ગયો કે એમણે હવે આંખો બંધ કરી હતી.

કાપડનો ટુકડો મારા હાથમાંથી છૂટો પડીને વર્તુળાકારે આકાશમાં ફેલાઈ ગયો, એ આગમાં ઘેરાયલ ગોપીનાથ દેખાવા લાગ્યા. એ આગમાંથી બહાર નીકળવા મથવા લાગ્યા પણ આગનું વર્તુળ વધુને વધુ મોટું થવા લાગ્યું. એ હોલી ફાયર હતી જે મીસાચી મંત્રોથી રચાઈ હતી. જેને કોઈ જાદુગર કાબુ ન કરી શકે, ભલે એનામાં ઈલેમેન્ટ કાબુ કરવાની શક્તિ કેમ ન હોય?

ગોપીનાથ માટે એ ઇન્ફીનીટ સર્કલ ઓફ ફાયરમાંથી બહાર નીકળવું અશક્ય હતું. આગ હવામાં સ્વેપ્ટ થઇ, સીઝલીંગ સાથે ગોપીનાથની મટેરિયલ બોડીને કોઈ નુકશાન ન પહોચાડતા તેમની બધી મેજીકલ પાવર પોતાનામાં સમાવી લીધી. એ સળગતું આગનું વર્તુળ સળગી રહ્યું એ સાથે જ ગોપીનાથ જમીન પર ફેકાયા.

હવે તેનામાં કોઈ જાદુઈ શક્તિઓ ન હતી. એ એક સામાન્ય માણસ બની ચુક્યા હતા. વેદ દોડીને એમની પાસે ગયો અને જમીન પર પાણીના કીચડમાં બેસી ગયો. ગોપીનાથની આંખો ભૂરા આકાશને તાકવા લાગી. એમના કપડા કાદવમાં ખરડાઈ ગયા. હું પણ વેદ અને ગોપીનાથની બાજુમાં કીચડમાં બેસી ગયો. મારું શરીર એકદમ થાકી ગયું હતું, વેદની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને ગોપીનાથના પણ એ જ હાલ હતા. જાદુઈ શક્તિ જતા જ એ એકદમ કમજોર પડી ગયા હતા.

“આ બધું મારા કારણે થાય છે..” મેં નયનાનો અવાજ સાંભળ્યો, “ગોપીનાથ દાદા જેવા મહાન જાદુગરના આ હાલ મારા લીધે થયા છે.”

કપિલ અને રૂકસાના પણ ત્યાં દોડી આવ્યા હતા.

નાગમંદિર પર વીજળીના કડાકા થતા જોઈ અમે ત્યાં ન આવવની સુચના આપેલી હોવા છતાં, નયનાના મમ્મી પપ્પા, પુનાવાળા માશી અને કપિલના મમ્મી પપ્પા પણ ત્યાં આવી ગયા.

“મારા શ્રાપને લીધે આ બધું થાય છે, હું પૃથ્વી પર ક્યારેય સુખી જીવન જીવી નહિ શકું અને મારા કે કપિલ માટે નાગલોકના દરવાજા ક્યારેય ખુલશે નહિ..” નયના ભૂરા આકાશને તાકી રહેતા બોલી, “અમે પૃથ્વી પર અનંત સમય સુધી જન્મતા રહીશું અને દરેક જન્મે અમારા લીધે નિર્દોષ માણસો જીવ ગુમાવતા રહેશે. ગયા જન્મે ઓઝસ અને બાલુ જેવા મિત્રો ખોયા તેના પહેલાના જન્મે લેખા અને સત્યજીત, આ જન્મે ગોપીનાથ દાદાને ખોયા અમારો શ્રાપ મદારી કબીલા માટે શ્રાપ બની ગયો છે.”

હું જાણતો હતો કે એ સાચી છે. કોઈ પ્રયત્ન એ શ્રાપને બદલી ન શકે. નાગલોકના રાજા ઇયાવાસુએ આપેલો એ શ્રાપ કોઈ બદલી ન શકે.

“એ શ્રાપ જો મદારી કબીલાની બરબાદી માટે જવાબદાર હોય તો હું એ શ્રાપને પણ બદલી નાખીશ...” ગોપીનાથ પોતાના શરીરમાં રહેલી બધી શક્તિઓ ભેગી કરી બેઠા થયા.

“એ અશક્ય છે..” વેદે કહ્યું.

“નાગલોકમાં એવી કોઈ વસ્તુ બની જ નથી જેને આપણો મદારી કબીલો કાબુ ન કરી શકે...” ગોપીનાથે કહ્યું, “વિવેક, એ દરવાજા ખુલશે...”

“દાદા, એ શાપ નાગલોકના રાજા ઇયાવસુએ આપેલો છે એ શ્રાપનો કોઈ તોડ નથી..” મેં કહ્યું. હું જાણતો હતો કે નાગલોકના રાજાના શ્રાપમાં કટલી શક્તિ હોય છે.

“એ દરવાજો નયના અને કપિલ માટે બંધ થયો હતો અન્યા માટે નહિ..” ગોપીનાથના ગળામાંથી માંડ અવાજ આવતો હતો છતાં એ બોલ્યા કેમકે મદારી કબીલાના વિનાશ માટે જવાબદાર ચીજોનો નાશ કરવાનું પાગલ જુનુંન એમના પર સવાર હતું, “અન્યાની બંને હથેળીઓમાં સ્વસ્તિકની રચના કરી ઈશ્વરના નામથી એ દરવાજાને ખુલવાનો આદેશ આપ.”

“એ શક્ય નથી...” મેં કહ્યું.

“જ્ઞાન પર્વતના રહસ્યનો સીધો વારસદાર હું છું તને જ્ઞાન પર્વતના રહસ્ય પર ભરોષો નથી...?”

હું ઉભો થઇ અન્યા પાસે ગયો, અન્યાના એક હાથમાં કપિલના લોહીથી સ્વસ્તિક બનેલો જ હતો, એના બીજા હાથમાં મેં મારા લોહીથી સ્વસ્તિક રચ્યો.

“હવે ઈશ્વરનું નામ લઇ એ બંને હથેળીઓને પ્રણામ મુદ્રામાં જોડ.”

ગોપીનાથના કહ્યા મુજબ મેં અન્યાની બંને હથેળીઓ ભગવાનના સામે હાથ જોડીએ એમ ભેગી કરી - એ પ્રણામ મુદ્રા હતી.

કઈ ન થયું.

નયના અને કપિલ મારી તરફ જોઈ રહ્યા. એમની આંખોમાં કેમ કેમ કઈ ન થયું એ સવાલ દેખાયો પણ બીજી પળે જાણે એ સ્થળ બદલાઈ જવા લાગ્યું. નયના, કપિલ અને અન્યા જ્યાં ઉભા હતા ત્યાં હવે ભેડો નહિ પણ જાણે નાગ પહાડી હોય, એ નાગ પહાડી જે વર્ષો પહેલા હતી, અને એજ પાતાળ પ્રવેશ ઝરણું – એ ઝરણું હમણાં જેમ જમીન પર વહેવાને બદલે જમીનમાં ઉતરી જઈ રહ્યું હોય.

એ બધું દ્રી - પરિમાણીય ચિત્ર જેવું લાગ્યું, નયના, કપિલ અને અન્યા એ ઝરણા તરફ દ્રી - પરિમાણીય ચીજ હોય એમ ખેચાઈ જવા લાગ્યા.

“અલવિદા...” હું એમની તરફ હાથ હલાવ્યો, નયના, કપિલ અને અન્યા પણ મારી તરફ હાથ હલાવવા લાગ્યા. સુનયના અને સુબાહુ - અનન્યા અને વરુણ અને હવે કપિલ અને નયના અનેક જન્મો સુધી એક શ્રાપને લીધે દુ:ખો ભોગવ્યા પછી આજ એક નાગ - નાગિનના જોડાને કાયમને માટે નાગલોકમાં સ્થાન મળી રહ્યું હતું.

હું જાણતો હતો સુનયના રાજા ઇયાવાસુની એકની એક રાજકુમારી હતી - ત્યાં નયના માટે આજે પણ ઇયાવસુના સામ્રાજ્ય રાજગાદી રાહ જોઈં રહી હશે - અન્યાને ઇયાવાસુ જેવા નાગલોકના વિશાળ સામ્રાજ્યની રાજકુમારી કલ્પીને મારું હ્રદય ખુશીથી ભરાઈ આવ્યું. મને એમના માટે બે વિશાળ કદના દરવાજા ઉઘડતા દેખાયા - તેઓ ઇયાવાસુના સામ્રાજ્યમાં દાખલ થયા ત્યાં સુધીનું દરેક દ્રશ્ય મને દ્રી- પરિમાણીય દેખાતું રહ્યું.

“બદલો લેવો કે બદલવું - એ બેમાંથી એક ફેસલો કરવો બહુ મુશ્કેલ છે, વિવેક..” ગોપીનાથના અવાજે મને ફરી પૃથ્વીલોકમાં લાવ્યો, હું નયના અને કપિલ સાથેની આત્મીયતાને લીધે આંશિક રીતે એમની સાથે નાગલોક પહોચી ગયો હતો.

“જાણું છું” મેં કહ્યું, “પણ દાદા, તમે અંતમાં સાછો ફેસલો લીધો.” મેં કહ્યું અને આંખો લુછી.

“લેખા..” ગોપીનાથે વૈશાલી તરફ જોઈ કહ્યું, વૈશાલી પાસે પોતાની લેખા તરીકેની કોઈ યાદો ન હતી માટે એ હજુ સત્બ્ધ બની બધું જોઈ રહી હતી.

“લેખા મને માફ કરજે...” ગોપીનાથે કહ્યું અને એમની આંખો આકાશ સામે જોઈ રહી. મેં આકાશ તરફ જોયું, આકાશમાં ક્યાય કાળાશ ન હતી, આખું આકાશ આસમાની રંગે રંગાયેલું હતું.

કદાચ આ કહાનીનો અંત આમ લખાયેલો હતો - જે સત્યજીત અને ચિત્રલેખા માટે સુબાહુ અને સુનાયાનાએ ભેડાઘાટ પર લડી મર્યા હતા એ જ અશ્વાર્થના મદારી કબીલાની બ્લડ લાઈન સિવાય બીજું કોણ એમને નાગલોકમાં મૂકી શકે?

ભેડા ઘાટના એ નાગ મંદિરે સુનયના અને સુબાહુ પહેલીવાર મળ્યા હતા એ જ મંદિરની એમની મુલાકાત પ્રેમમાં પરિણમી અને એ જ પ્રેમ એમના માટે એક શ્રાપ બની ગયો હતો પણ આજે એ જ મંદિર પર બથું ઠીક થઇ ગયું - વર્ષોનો એ શ્રાપ અન્યાને લીધે તૂટી ગયો. શ્રાપ આપીને જયારે રાણી ઇધ્યીએ ઇયાવસુને કહ્યું કે આ તમે શું કરી નાખ્યું ત્યારે એમણે શ્રાપનો એક જ તોડ નીકાળ્યો હતો - સુનયનાનું પહેલું સંતાન એ શ્રાપને તોડશે અને એ જ થયું.

આગળના એકેય જન્મોમાં સુનયના – અનન્યા કે બીજા કોઈ રૂપે તે મા બની જ નહોતી એટલે છેક ૩૦૦ વર્ષ પછી તે મા બની ત્યારે જ નાગલોકનો શ્રાપ ઉતર્યો.

હું આંશિક રીતે એમના સાથે નાગલોક સુધી ગયો હતો - એ સ્વર્ગલોક જેવી અમરત્વની દુનિયામાં હજુ કાઈ બદલ્યું ન હતું - નાગલોકના દરવાજા એમના માટે ખુલતા જ એમના સ્વાગતની તૈયારીઓ થવા લાગી હતી. મેં એક સાચા મદારી તરીકે એક નાગના જોડાને હમેશા માટે એક કરવાની મારી ફરજ પૂરી કરી હતી.!

ગોપીનાથની આંખો હમેશા માટે બંધ થઇ ગઈ. મારા પપ્પાએ તેમની બોડી સજળ આંખે ઉઠાવી. એ બંને દોસ્ત હતા. વેદ, અરુણ અને રૂકસાના ઉદાસ ચહેરે મારા પપ્પા પાછળ ગયા. નયના અને કપિલના બંનેના મા બાપના આંખોમાં આંસુ હતા પણ એ દુખના ન હતા કેમકે તેમની પૌત્રી અન્યા આખાય નાગલોકની રાજકુમારી બને તેનાથી વધારે આનંદ એક નાના નાની અને દાદા દાદી માટે શું હોઈ શકે? મેં તેમને સમજાવ્યા – એ બધા ક્યાય સુધી કપિલ નયના અને અન્યા અદ્રશ્ય થયા એ તરફ જોતા રહ્યા આખરે એ વૈશાલી સાથે નીચે ઉતર્યા. પોલીસોની ટીમો આવી. બહોશ સરલકર, કુરકુડે અને બાકીના પોલીસોને લઇ જવાયા. બધા નાગ અને નાગિનો પણ નીચે ઉતરી.

મેં આખરી નજર ભેડા ઉપર ફેરવી. મારા હૃદયમાં જે લાગણી થતી હતી તે મને સમજાઈ નહી. હું પણ આખરે નીચે ઉતરવા લાગ્યો. મેં એક જન્મમાં નહિ દરેક જન્મે મારી ફરજો પૂરી કરી હતી. આ જન્મે પણ મેં એક નાગ નાગિનના જોડાને નાગલોક મુક્યું. જોકે બાકીના નાગ હજુ અમારી સાથે રહેવાના છે એ વાતે મને થોડીક રાહત હતી....!

હું નીચે ઉતર્યો. ગાડીમાં બેઠો અને ગાડી ઉપાડી. ધીમેથી મારા મનના વિચારો જેમ ગાડી ભીના રોડ ઉપર સરવા લાગી...!

*** ટ્રુ લવ સ્ટોરીઝ નેવર હેવ એન્ડીંગસ્ ***

નમસ્કાર મિત્રો, હું વિકી ત્રિવેદી. ત્રણ ભાગમાં ફેલાયેલી અંદાજે ત્રણ લાખ શબ્દોમાં વણાયેલી આ કથા અહી પૂરી થાય છે. નગમણી સિરીજ પુસ્તક સ્વરૂપે આવી ત્યારે મને એવો અંદાજ ન હતો કે આટલા ટૂંકા સમયગાળામાં બધી જ કોપીઑ વેચાઈ જશે. પણ મારા બધા જ પુસ્તકો જેમ નગમણી સિરીજ ત્રણ ભાગની કથા હોવા છતા એટલા ટૂંકા સમયમાં વેચાઈ તેનો મને આનંદ છે. અલબત્ત એટલી કોપીઓ વેચાયા પછી પણ અહી માતૃભારતી ઉપર પણ એટલા બધા ડાઉનલોડ થયા છે એનો વધારે આનંદ છે કારણ હજુ હજુ પુસ્તક પ્રેમીઓ નવલકથાના રસિકો જીવે છે તેથી સાહિત્ય જીવતું રહેશે તેવી આશા છે.

જોકે આ નાગમણી સિરીજની પ્રિકવલ હજુ આવશે. અલબત્ત મારા બીજા પુસ્તકો તમે ઓનલાઈન ખરીદી શકો છો. કિંડલ ઉપર પણ ઉપલબ્ધ છે. તેમજ ત્રિવેદી પ્રકાશનના વોટશેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ પર મેસેજ કરીને પણ ખરીદી શકો છો. અથવા મારા નંબર પર મેસેજ કરી શકો છો.

- વિકી ત્રિવેદી (વોટ્સેપ : 9725358502)

મારી સાથે ફેસબુક તેમજ વોટ્સેપ પર જોડાઈ શકો છો. ફેસબુકમાં Vicky Trivedi નામથી મારી આઈડી છે.