Swastik - 55 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 55)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 55)

નયના કથાનક.

હું અદ્રશ્ય પાંજરાને તોડી બહાર આવવા મથી રહી હતી, અરુણ અને રૂકસાના પણ એ જ કરવા ઈચ્છતા હતા પણ એક સંપૂર્ણ નાગિન હોવા છતાં જો હું એ કેજને પાંજરું તોડી ન શકતી હોઉં તો રૂકસાના કે અરુણ કઈ રીતે કરી શકે.

કદાચ અન્યાને બચાવવા કોઈ ઈશ્વરીય શક્તિથી કપિલ પાંજરું તોડવામાં સફળ રહ્યો હતો પણ હવે વિવેક અને કપિલ આમને સામને હતા. હું જાણતી હતી મને નાગલોકમાં ઇયાવાસુએ આપેલા શ્રાપનું એ પરિણામ હતું. મને ક્યારેય કોઈનો પ્રેમ પૃથ્વી પર નહી મળી શકે એ એમના શબ્દો અક્ષરસ સાચા ઠર્યા હતા - વિવેક મને અન્યાને અને કપિલને પોતાના પરિવારની જેમ ચાહતો હતો પણ આજે એ પ્રેમ અદ્રશ્ય થઇ ગયો હતો.

વિવેક અને કપિલ એકબીજાની સામે ઉભા રહ્યા. મને કોઈ ખયાલ ન હતો કે એમના વચ્ચેની લડાઈનું શું પરિણામ આવશે - હું એ પરિણામ વિષે કલ્પના પણ કરી શકું એમ નહોતી.

કલ્પનામાં પણ મારે શું પરિણામ ઇચ્છવું? કપિલનું મૃત્યુ કે વિવેકનું મૃત્યુ - એકના મૃત્યુ પહેલા અ જંગ અટકે એમ પણ નહોતો.

રૂકસાના અને અરુણ પણ એ તરફ જોઈ રહ્યા હતા - ભેડા પર આજે જે જંગ થવાનો હતો એ કોઈ અટકાવી શકે એમ નહોતું. મેં સત્યજીત અને સુબાહુને એક વાર આમને સામને જોયા હતા એ પણ મારા લીધે અને આજે અનેક વર્ષો પછી બંને મિત્રો એકબીજા સામે આવ્યા તો એ પણ માત્ર મારા શ્રાપને લીધે.

હું મારા શાપિત જીવનથી નફરત કરવા લાગી - મને મારી પોતાની જાતથી નફરત થવા લાગી. હું લાચાર હતી જોવા સિવાય હું કઈ કરી શકું તેમ ન હતી.

વિવેક અને કપિલ બંને એકબીજા સામે થોડોક સમય જોઈ રહ્યા.

“વિવેક, ફીનીશ હિમ..”

ગોપીનાથના મોમાંથી શબ્દો નીકળતા જ વિવેક કોઈ યાંત્રિક રોબોટની જેમ કપિલ તરફ આગળ વધ્યો. કપિલ પણ સમજી ગયો હતો કે હવે લડીને પણ વિવેકને રોક્યા સિવાય કોઈ રસ્તો નથી કેમકે વિવેક સંપૂર્ણ પણે ગોપીનાથના કંટ્રોલમાં હતો.

બંને સામસામે આવતા જ વિવેકે એના જમણા હાથને મુઠ્ઠીમાં બંધ કરી કપિલ તરફ વીંઝ્યો. કપિલે બાજુમાં નમી એ ઘા ખાળ્યો અને વિવેકના ચહેરા પર બાજુમાં રહીને જ પ્રહાર કર્યો પણ કપિલનો હાથ વિવેકના શરીર આરપાર નીકળી ગયો. કપિલ સ્તબ્ધ બની જોઈ રહ્યો કેમકે જીવતો જાગતો દેખાતો વિવેક એક પડછાયાથી વધુ કઈ ન હતો. કદાચ એટલે જ વિવેકનો પડછાયો જમીન પર રચાતો નહોતો. કદાચ એટલે જ વરસાદ કે વીજળીની એના પર કોઈ અસર થતી નહોતી. કદાચ એટલે જ એ ઈલેમેન્ટને કાબુમાં કરી શકતો હતો.

કપિલ સત્બધ બની એને જોઈ રહ્યો હતો.

“કપિલ હવે વાર કર...” સોમર અંકલે પોતાનું ચાંદીનું લાઈટર નીકાળી સળગાવ્યું એ સાથે જ ત્યાં એસ્ટ્રલ લાઈટ ફેલાઈ ગઈ જેના અજવાળામાં વિવેક પડછાયો ( દ્રિ- પરિમાણીય ) ન રહેતા થ્રી ડાયમેન્સન ( ત્રિ-પરિમાણીય ) બની ગયો પણ સોમર અંકલના શબ્દો કપિલના કાન સુધી પહોચ્યા એ પહેલા જ વિવેકની કોણી એના છાતીના પડખા પર અથડાઈ. મારી રાડ નીકળી ગઈ. મેં કપિલને જમીન પર પડતા જોયો.

આકાશ પણ જાણે મારી જેમ એ લડાઈનું દુ:ખ અનુભવી રહ્યું હોય એમ રડી રહ્યું હતું. રેઇન ઈઝ ટીયર ઓફ ગોડ એ લેખાનું વાક્ય મને સનાતન સત્ય હોય એવું લાગ્યું.

આખું આકાશ ખુલ્લું થઇ ગયું હતું અને વાદળા ચારે તરફ એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. જે સમયે કપિલ જમીન સાથે અથડાયો એ જ સમયે દુર રાયણના તોતિંગ જાડ સાથે વીજળી ત્રાટકી અને એક પળમાં ઝાડ આગની જવાળાઓમાં ઘેરાઈ ગયું. એ જવાળાએ એટલા ધુમાડામાં પણ ઉજાસ ફેલાવી દીધો.

કપિલે એક ઊંડો શ્વાસ લીધો. કદાચ એ તપાસી રહ્યો હતો કે એની પાંસળીઓ તૂટી તો નથી ગઈને? એણે જમીન પર પડ્યા પડ્યા ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા બે ત્રણ વાર દોહરાવી. એના હાથને જમીન પર ભીડાવ્યા અને ઘુટણ પર બેઠો થયો, એનું માથું ફરી રહ્યું હોય એમ મને લાગ્યું એ માંડ ઉભો થઇ શક્યો.

ઇન્દ્ર્દેવના પ્રકોપ જેવું દ્રશ્ય ઉભું થયું. ભેડાઘાટ પાણી અને વરસાદ બંનેને એકસાથે વિટનેસ કરી રહ્યો હતો - આજે એ જંગલમાં કોઈ મોર્ટલે ન જોઈ હોય એવો જંગ ખેલાઈ રહ્યો હતો.

વિવેકના એટલા વરસાદમાં પણ કોરા વાળ હવામાં વાઈલ્ડલી રીતે ફરફરી રહ્યા હતા. વરસાદના ટીપા પણ એની ભયાનકતાથી દુર રહેવા માંગતા હોય એમ આખો વરસાદ બીજી તરફ થઇ જતો હતો અને કપિલ પર ઝીંકાઈ રહ્યો હતો પણ વિવેકના શરીર પર એક ટીપું પણ પડતું નહોતું. વરસાદ પણ માત્ર કપિલ પર જ એટેક કરી રહ્યો હતો. ચારે તરફથી કપિલને વરસાદ ભીંજવી રહ્યો હતો.

વિવેક ફરી કપિલ તરફ ઝાપટ્યો પણ કપિલે એના હાથને કાંડા પાસેથી પકડી લઇ પોતાની તરફ આંચકો આપ્યો, બંને એકબીજા સાથે અથડાયા, ફરી કપિલ જમીન પર પડી ગયો.

કપિલના ટકરાવની વિવેક પર કોઈં અસર ન થઇ. કઈ રીતે થઇ શકે એનામાં હવે સત્યજીત જેટલી શક્તિઓ હતી. ચાલીસ હજાર સ્નાયુઓ ધરાવતી હાથીની સુંઢનો ફટકો પણ જેને કઈ ન કરી શક્યો હોય એને કપિલ સાથેની અથડામણની શું અસર થાય?

“વિવેક...” હું ચીસ પાડતી રહી, “વિવેક તું એમ ન કરી શકે..” પણ વિવેક જાણે મારી કે મારા જેમ જ ત્યાં ઉભા ચીસો પાડતા અરુણ અને રૂકસાનાનો અવાજ સાંભળી જ ન શકતો હોય એમ જમીન પરથી ઉભા થવા મથતા કપિલ તરફ નમ્યો. એને જાકીટથી પકડ્યો અને ઘસડીને એક વૃક્ષ તરફ લઇ જવા લાગ્યો. કપિલે ઉભા થઇ એના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ વિવેક સતેજ હતો. એણે ઉભા થવાનો પ્રયાસ કરતા કપિલને ઘુટણના એક વારથી ફરી જમીન દોસ્ત બનાવી દીધો.

આકાશમાં ફરી લાઈટનીંગ સ્લાઈડ થઇ. આખું આકાશ ઈલેક્ટ્રીફાયિંગ થયેલું હતું. આકાશમાં પણ વાદળો વચ્ચે જાણે કોઈ જંગ જામ્યો હતો - ભેડા જેવા જ હાલ આખા આકાશના હતા.

કપિલ જમીન પર પડ્યો કણસવા લાગ્યો. હું એના શરીરને થતી વેદના અનુભવી શકતી હતી. વિવેકે કપિલને જાકીટના પાછળના ભાગને પકડી ઉભો કર્યો એ જ સમયે કપિલે સ્વસ્થતા મેળવી લીધી હોય એમ એનો જમણો હાથ વિવેકની પાંસળીઓ પર જ્યાં સ્ટરનમ પૂરું થાય ત્યાં અથડાયો. એ ફટકાથી એક પળ માટે વિવેક પેરલાઈઝ થઇ ગયો.

હું વિવેકની વેદના અનુભવી શકી. એ માઈટી બ્લોના લીધે એનું ડિયાફ્રાગમ ક્ષણિક લકવો મારી ગયું હતું અને એ વેદનાથી રાડ પાડી ઉઠ્યો.

કપિલ એની વેદના જોઈ પોતે વધુ પ્રહાર કરી બેઠો છે એ ભાન થતા ચીસ પાડી ઉઠ્યો, “વિવેક...”

વિવેકને કળ વળી. કપિલ પાસે વિવેકને કળ વળી ત્યાં સુધીમાં વિવેક પર વાર કરવાનો મોકો હતો પણ એ ન કરી શક્યો. કઈ રીતે કરી શકે? અમારા માટે કદંબ જેવા ઘાતકી મદારી અને નવીન જેવા શક્તિશાળી નાગના ઘા પોતાના શરીર પર પચાવી જનાર પર એ બેધ્યાન હોય ત્યારે કપિલ કઈ રીતે વાર કરી શકે?

કપિલ એને કળ વળે એની રાહ જોતો ઉભો રહ્યો પણ વિવેક ગોપીનાથના કાબુમાં હતો. એ દોસ્તી ભૂલી ગયો હોય એમ કળ વળતા જ કપિલના જમણા હાથને કાંડા પાસેથી પોતાના ડાબા હાથ વડે પકડ્યું અને જમણા હાથની કોણી કપિલના લમણામાં ઝીંકી. એ કોણીનો ઘા કપિલની ખોપરી પર લમણાના ઉપરના ભાગે જે નાજુક ભાગ હોય ત્યાં અથડાઈ અને કપિલને એની કળ વળે એ પહેલા વિવેકે એનો જમણો હાથ છોડી દીધો અને પોતાનો ડાબો હાથ નવરો થતા જ કપિલના ચહેરા પર ખુલ્લા હાથે વાર કર્યો, કપિલ લથડી ગયો.

મને આશા હતી કે કદાચ વિવેક કપિલને પકડી લેશે એને પડવા દેશે નહિ પણ એવું કઈ ન થયું. વિવેક નિર્દય બની ગયો હતો. જે વિવેક કપિલના ચહેરા પર લોહી જોઈ ગુસ્સાથી પાગલ થઇ જતો એ જ વિવેક આજે કપિલનું લોહી વહાવી રહ્યો હતો.

આ બધું સ્વસ્તિક નક્ષત્રને લીધે જ થઇ રહ્યું હતું. કપિલ જમીન પર પછડાયો. તેનો ઉપરનો હોઠ અને જમણી તરફનો ગાલ ચિરાઈ ગયા હતા, ત્યાંથી લોહી વહીને એના સફેદ શર્ટને ભીંજવી રહ્યું હતું. એનુ જાકીટ જયારે વિવેકે એને જાકીટથી પકડીને ધસડ્યા પછી ફેક્યો ત્યાર નીકળી ગયું હતું.

કપિલ જમીન પરથી ઉભો થવા મથ્યો પણ એ ઉભો ન થઇ શક્યો. વિવેક નીચે નમ્યો અને તેને નજીકના એક પથ્થરને ટેકે બેસાડ્યો અને કહ્યું, “તારું લોહી મેં નકામુ નથી વહાવ્યું, એ મહાન કાર્ય માટે વહ્યું છે.”

“વિવેક તું જેને મહાન કાર્ય કહે છે એ અધમ છે - ઘોર પાપ છે.” કપિલે કહ્યું પણ વિવીકે એની વાત સાંભળી ન હોય એમ મંદિરના પગથીયા તરફ જવા લાગ્યો.

“વેદ અન્યાને બચાવ...” હું અને રૂકસાના ચીસો પાડવા લાગ્યા કેમકે હવે એક વેદ જ હતો જે અન્યાનું થોડીક પળો માટે પણ કદાચ રક્ષણ કરી શકે એમ હતો.

પણ હું અંદરથી જાણતી હતી કે અમારા બુમ બરડા નકામા છે. વેદ ગોપીનાથનો દીકરો હતો. એ આ રમતમાં એમના ભેગો જ હશે જે બસ અમારી સાથે હોવાનો ડોળ કરી રહ્યો હતો.

વિવેક વેદ પાસે ગયો. વેદે કોઈ પણ પ્રતિકાર વિના અન્યા એના હાથમાં સોપી દીધી. નાનકડી અન્યા હજુ ત્યાં શું થઇ રહ્યું છે એ સમજી શકતી નહોતી. એ વિવેક મામાના હાથમાં જતા જ ખુશ થઇ ગઈ પણ એના ચહેરા પરની એ ખુશી ખાસ ટકવાની ન હતી.

“વેદ, તું પણ એમની સાથે હતો?” કપિલે લોહી થૂંકીને બોલ્યો.

“વેદ, તું આવું ન કરી શકે?” અરુણ અદ્રશ્ય કેજ તોડવા ધમપછાડા કરવા લાગ્યો, “વિવેક એ નથી ઈચ્છતો, એ જયારે હોશમાં આવશે એણે જે કર્યું એ બદલ એ પોતાની જાતને માફ નહિ કરી શકે. હું એને વર્ષોથી ઓળખું છું એ એવું ક્યારેય ન ઈચ્છી શકે.”

વેદ કઈ બોલ્યો નહિ પણ મને એની આંખોમાં વાય નોટ એટીટ્યુડ દેખાયો. એ આખા કાવતરા વિશે જાણતો હતો એમાં બે મત ન હતો. અમે બધી રીતે હારી ચુક્યા હતા - ફરી એકવાર ભેડો મારી પાસેથી બધું છીનવી લેવાનો હતો. આકાશી નક્ષત્રોની ગોઠવણીથી રચાયેલું સ્વસ્તિક મુહુર્ત એની અસર કરી રહ્યું હતું.

વિવેકે અન્યાને તેડી લેતા જ અન્યાએ રોજની આદત મુજબ એના ગાલ ચુંબન કર્યું અને એની કાળી ભાષામાં કહ્યું, “મા... મા..”

આકાશમાં વીજળીનો કડાકો થયો – મેઘ ગર્જના થઇ.

“ગોપીનાથ...” વિવેકે ગોપીનાથ તરફ જોઈ કહ્યું અને એ સાથે જ અન્યા એના હાથમાંથી અદ્રશ્ય થઈ ગઈ.

“અન્યા...” હું ચીસ પાડી ઉઠી, મારા પગ ઘૂંટણમાંથી નબળા પડી ગયા હોય એમ હું વિક બની જમીન પર ઢળી પડી.

“યુ આર ટ્રેઈટર, વેદ..” મને કપિલની ગુસ્સાભરી ચીસો સંભળાઈ રહી હતી.

“વેર ઈઝ સિ?” મેં ન ધાર્યો હોય એવો અવાજ અને અનુમાન બહારના શબ્દો સંભળાયા, એ અવાજ ગોપીનાથનો હતો, “વોટ હવે યુ ડન..?”

“વૈશાલી ક્યા છે ગોપીનાથ..?” વિવેકે એના સવાલનો જવાબ આપવાને બદલે સમો સવાલ કર્યો. તેનો ચહેરો એકાએક બદલાઈ ગયો.

“એ સલામત છે..” ગોપીનાથે કહ્યું, “અન્યા મને સોપી દે..”

“વૈશાલી...” વિવેકે જીદ્દી બની પોતાનું માથું નકારમાં હલાવ્યું અને આકાશ તરફ વજ્ર મુદ્રામાં હાથ લંબાવ્યો. આકાશના વાદળોમાં એક પ્રચંડ ધમાકો થયો. ઇન્દ્રના આદેશ જેમ વરસાદ મુશળધાર વરસવા લાગ્યો.

એક ઘડીમાં બધું બદલાઈ ગયું. ગોપીનાથ અને વિવેક આમને સામને થઇ ગયા પણ હજુ ત્યાં શું ચાલી રહ્યું છે એ અમને કોઈને સમજાયુ નહિ.

“વિવેક, અન્યા કયા છે..?” હું ઉભી થઇ હવે મારી આસપાસ કોઈ અદ્રશ્ય દીવાલ નહોતી, હું મારી જગ્યાએથી આગળ વધી વિવેક તરફ દોડી.

“સ્ટોપ ધેર....” વિવેક બરાડ્યો, “અન્યાને જીવતી જોવા માંગતી હોય તો હું કહું એમ કરો..”

હું ત્યાજ ઉભી રહી ગઈ. મેં વિવેકને અનેક દાવ પેચ અજમાવતા જોયો હતો. શું આ પણ એનો કોઈ દાવ હશે?

“મંદિરમાં જા...” વિવેકે કહ્યું.

હું મંદિર તરફ જવા લાગી એ જ સમયે મને ગોપીનાથનો અવાજ સંભળાયો, “તું શું કરવા માંગે છે વિવેક? હું આમ પણ આ કોઈને મારવા નથી માંગતો...”

“તો વ્યોમને કેમ માર્યો?” વિવેકે પૂછ્યું.

“ઓહ! વિવેક... એ મર્યો નથી, માત્ર મદારી મર્મ વિધાથી મેં એને કોમામાં મૂકી દીધો છે, એનું ચેતાતંત્ર બંધ કરી નાખ્યું છે.”

“મેં એને મારી આંખે મરતા જોયો છે...” વિવેકે કહ્યું.

“એ મર્યો નથી...” રૂકસાનાના આસપાસનું અદ્રશ્ય પાંજરું હટી ગયું હતું. એ પણ બહાર આવી.

“તો કેમ એના મોતની ખબર ફેલાવવામાં આવી?”

“કેમકે મને ડર હતો કે જેણે વ્યોમને મારવાનો પ્રયાસ કર્યો છે એ ફરી એને મારવા આવી શકે..” રૂકસાનાએ કહ્યું, “ખૂનીને એમ જ લાગે કે એ મરી ગયો છે તો કોઈ મરેલા પર એને ફરી મારવા હુમલો ન કરે. કોણ ગુનેગાર છે એ ખાતરી ન હોવાથી મેં આ બાબત નયના અને કપીલથી પણ છુપાવીને રાખી હતી. ઇવન સોમર અંકલને પણ હકીકત નથી કહી.”

“વિવેક હું એક મદારીની હત્યા કેમ કરું?” ગોપીનાથે કહ્યું, “મારી દુશ્મની નાગ અને નાગપુર સાથે છે, મારે કોઈને મારવા જ હોત તો શું ભૈરવ ગુફામાંથી નયના, રૂકસાના કે તારો એ થોડુ ઘણું જાદુ જાણતો દોસ્ત અરુણ જીવતા બહાર નીકળી શકે?”

વિવેક ચુપ રહ્યો. બધા જોતા રહ્યા.

“પહેલા અન્યા મને આપી દે એ ચર્ચા કરવા માટે બહુ સમય છે.”

“પહેલા વૈશાલી...”

“ઠીક છે જેવી તારી મરજી...” ગોપીનાથે એમના ખિસ્સામાંથી એ જ કાળો કપડાનો ટુકડો નીકાળ્યો જે જાદુના શોમાં વિવેકે વાપર્યો હતો. અમે બધા સમજી ગયા કે શું થયું હતું. વૈશાલી ગોપીનાથના કબજામાં હતી માટે વિવેક એનો હુકમ માની રહ્યો હતો.

ગોપીનાથે એ કાપડનો ટુકડો જમીન પર મૂકી એનો એક છેડો ઉંચકયો. એ કાપડ મોટું બનતું જ ગયું. એ કાપડ પાંચ છ ફુટ જેટલું ઊંચકાયું અને અદ્રશ્ય થઇ ગયું. ત્યાં વરસતા વરસાદમાં એ કાપડના ટુકડાને બદલે વૈશાલી એકાએક પ્રગટ થઇ. ઘડીભર તો હું તેને જોતી રહી કારણ યજ્ઞમાં મેં લેખાને જોઈ હતી.

“વિવેક...” વૈશાલી વિવેકને જોતા જ એની તરફ જવા લાગી.

“સ્ટે અવે!” વિવેક બરાડ્યો, અને પોતાના ખિસ્સામાંથી એક બ્રેસલેટ નીકાળી વૈશાલી તરફ ફેક્યું, “આ બ્રેસલેટ પહેરી લે.”

વૈશાલીએ નીચે નમી એ બ્રેસલેટ લીધું અને પહેર્યું.

“વિવેક હું તારી સાથે કોઈ રમત નથી રમી રહ્યો..” ગોપીનાથે કહ્યું, “એ બ્રેસલેટ પહેરાવ્યા પછી હવે તો તને ખાતરી છે ને કે એ અસલ વૈશાલી જ છે..”

“એકવાર જેને રૂપ બદલી છળ કર્યું હોય એનો ભરોષો હવે ચકાસ્યા વિના કઈ રીતે કરી શકાય?”

“હું વૈશાલીને કઈ રીતે નુકશાન પહોચાડી શકું?” ગોપીનાથની આંખોમાં મને પાણી દેખાયું, “એ જ તો લેખા છે. જયારે પહેલીવાર મેં તમને બંનેને કાર્તિક કોફીશોપમાં જોયા ત્યારે જ હું સમજી ગયો કે નીયતી એક જંગ ઈચ્છે છે. નક્ષત્રોની ગોઠવણી સ્વસ્તિક મુહુર્ત રચે એ પહેલા આપમેળે લેખા અને સત્યજીત મારી સામે આવીને ઉભા હતા અને મારા મનમાં આ આખું આયોજન તૈયાર થયું.”

વૈશાલી બુત બની ઉભી રહી. આસપાસ શું થઇ રહ્યું છે એ કદાચ હજુ એને સમજાયું નહોતું.

હું મંદિરના પગથીયા પર પહોચી ગઈ હતી, વેદ હજુ ત્યાં જ ઉભો હતો, મેં એક નફરત ભરી દષ્ટિ એની તરફ ફેકી. હી વોઝ ટ્રેઈટર.

“વૈશાલી, કપિલ, રૂકસાના તમે બધા મંદિરમાં જાઓ...” વિવેકે કહ્યું.

“તું શું ઈચ્છે છે વિવેક?” ગોપીનાથ પણ હવે બેબાકળા બની ગયા હતા.

“આ બધાની સલામતી..”

“હું આમાંથી કોઈને નુકશાન પહોચાડવા નથી માંગતો. મારો બદલો નાગપુર સાથે છે અને નાગ જાતી સાથે છે. મેં તને કહ્યું તો ખરા.” ફરી ગોપીનાથ બરાડ્યા.

“પણ હું આ બધાની સલામતીની ખાતરી મેળવી લેવા ઈચ્છું છું.”

“ઠીક છે તને હજુ મારા પર વિશ્વાસ નથી.”

વૈશાલી, રૂકસાના, અને અરુણ બધા જ મંદિરના પગથીયા સુધી પહોચ્યા. કપિલ સોમર અંકલને લેવા રોકાયો. તેઓ કપિલની મદદ વિના ચાલી શકે એમ નહોતા. કપિલ અને સોમર અંકલ મંદિરના પગથીયા ચડ્યા ત્યારે ગોપીનાથે કહ્યું, “હવે અન્યા મને સોપી દે વિવેક. મારો નાગ જાતી સાથેનો બદલો મને પૂરો કરવા દે..”

વિવેક ચુપ ઉભો રહ્યો. એ કઈ બોલ્યો નહિ.

“અન્યા ક્યા છે?” ગોપીનાથ બરાડયા, “તારે આ બધાને જીવતા જોવા છે કે મરેલા..?”

“અન્યા એની મા પાસે છે.” વિવેકે કહ્યું અને એ સાથે જ મને મારા બાજુમાં સેજલ ઉભેલી દેખાઈ, અન્યા એના હાથમાં હતી, શ્લોક અને બાકીના બધા નાગ પણ મારી આસપાસ દેખાયા.

“તે બધા નાગને એસ્ટ્રલ વર્ડમાં નથી મુક્યા..?” ગોપીનાથની આંખો બધા નાગને જોતા જ પહોળી થઇ ગઈ, “એ કઈ રીતે શક્ય છે તારો પડછાયો બંધ થયા પછી તે જેને અદ્રશ્ય કર્યા એ લોકો એસ્ટ્રલ દુનિયામાં ચાલ્યા જાય ત્યાંથી અમુક સમય પછી કોઈ પાછુ ન આવી શકે... મારા સિવાય કોઈ ત્યાં ગયેલાને પાછું ન લાવી શકે..”

“ગોપીનાથ તમેં જ તો મારા પપ્પાને કહ્યું કે સાચો જાદુગર અર્ધો ભગવાન હોય છે. તો મારા માટે એ શક્ય કેમ ન બને?” વિવેકે કહ્યું અને આકાશ તરફ હાથ કરી વજ્રમુદ્રા રચી એ સાથે જ આકશમાં મચી રહેલો ઉત્પાત બંધ થઇ ગયો, વરસાદ પણ જાણે ક્યાય ચાલ્યો ગયો અને આખું આકાશ શાંત થઇ ગયું. સુરજના કિરણો ફરી જમીનને નવડાવવા લાગ્યા અને એ કિરણોમાં બધાએ વિવેકનો પડછાયો જમીન પર રચાતો જોયો.

“તારો પડછાયો કઈ રીતે પડી શકે..?” ગોપીનાથ મુઝાયા અને સાથે એમનો ગુસ્સો પણ ઉછળ્યો, “તે ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કર્યો હતો, તું અંધકારમાંથી છટકી ન શકે...”

“કોઈ જાદુ ખરાબ નથી હોતું, બસ તમારી જેમ જાદુગરો પોતાના પરનો કાબુ ગુમાવી બેસે છે અને એ જાદુ કાયમના માટે કાળા જાદુ તરીકે બદનામ થઇ જાય છે. શુદ્ધ હ્રદય સાથે વ્યક્તિ ગમે તે જાદુનો ઉપયોગ કરે એના મનને કોઈ કાબુ કરી શકતું નથી...” વિવેક ગોપીનાથ તરફ જવા લાગ્યો.

“હવે તું મને સલાહ આપીશ...?” ગોપીનાથ આગળ વધ્યા, “તારા દગો કરવાથી શું હું હારી જઈશ..?”

“કેમ નહિ..?” વિવેકે જરા પણ ખચકાટ વિના કહ્યું.

“આજે ભેડા પરથી કોઈ જીવતું નહિ જાય, લેખાની જેમ આ ભેડો આજે બધાને ગળી જશે અને નાગપુર પર આગના શોલા વરસશે...” ગોપીનાથે આકાશ તરફ હાથ કર્યો અને આકાશ ફરી ધ્રુજી ઉઠ્યું, વિના વાદળે આકાશમાં વીજળીના જબકારા દેખાવા લાગ્યા.

પહેલી વીજળી જમીન પર વિવેકથી થોડેક દુર અથડાઈ, કપિલ દોડીને એ તરફ ગયો પણ વિવેકે એને વચ્ચે જ રોકી નાખતા કહ્યું, “નયનાને લઈને મંદિરમાં જા...”

“મંદિર એમને બચાવી નહિ શકે...” ગોપીનાથે કહ્યું અને આકાશમાંથી વીજળી મંદિર પર ત્રાટકી.

કપિલ દોડીને મારી પાસે આવ્યો, એનો ચહેરો લોહીથી ખરડાયેલ હતો. એનો નીચેનો હોઠ ચિરાઈ ગયેલ હતો અને ત્યાંથી લોહી વહીને એના સફેદ શર્ટને ભીંજવી રહ્યું હતું. એનું શર્ટ પણ ઠેક-ઠેકાણેથી ફાટી ગયેલ હતું. એ મારી નજીક આવ્યો એ પહેલા જ મેં એનો અવાજ સાંભળ્યો.

“નયના મંદિરમાં જા... નયના અન્યાને લઈને મંદિરમાં જા...”

હું ભાગી ન શકી કેમકે હું એને એ હાલમાં કઈ રીતે છોડીને જઇ શકું? હું ત્યાજ ઉભી રહી. એક ડગલું પણ આમ કે તેમ ખસ્યા વિના હું ત્યાજ ઉભી રહી. કપિલ મારી તરફ દોડીને મારી નજીક આવ્યો ત્યાં સુધી હું એમ જ ઉભી રહી.

“કપિલ તારા શરીર પર આ શું છે?” મેં એનું શર્ટ જ્યાંથી ફાટેલ હતું એ તરફ જોતા કહ્યું.

કપિલે પોતાની છાતી તરફ નજર કરી ત્યાં તેના ચહેરા પરથી ટપકીને લોહી ભેગું થઈને જમા થઇ ગયું હતું. એ નવાઈ પૂર્વક એની છાતી પર જમા થયેલ લોહીને જોઈ રહ્યો.. એ લોહી એક આકૃતી રચી રહ્યું હતું. એ આકૃતિ સ્વસ્તિકની હતી - એક લાલ લોહીથી બનેલ સ્વસ્તિક.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky