Swastik - 26 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 26)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 26)

જાગીરદાર જોગસિહે પોતાના ખજાનામાં એટલું ધન ભેગું કરેલું હતું કે એ એની સાત પેઢીઓ સુધી ખૂટે એમ ન હતું છતાં એની લાલચ ઓછી થઇ નહોતી. દુનિયામાં કદાચ બે ચીજો એવી છે જેનાથી માનવ મન ક્યારેય ધરાતું નથી - એક ધન અને બીજી સત્તા.

ધન અને સત્તા માટે આજ સુધીનો લોહીયાળ ઈતિહાસ લખાયો છે. એ બાબત જોગસિંહ જાણતો હતો છતાં પોતાની એ લાલચ રોકી શકવામાં નિષ્ફળ રહ્યો હતો અને એની બગી રાતના અંધકારમાં મંદિર પરની ગુપ્ત ચર્ચામાં ભાગ લેવા એને લઇ જવા દોડી રહી હતી.

નવરાત્રીનો ઉત્સવ મનાવી લોકો થાકીને પોતાના ઘરે ગયા. જયારે આખું નાગપુર ઘસઘસાટ ઊંઘતું હતું એ મધરાતે એ જ મંદિરમાં એક ભયાનક ષડ્યંત્ર રચાયું હતું.

જોગસિહની બગી સાથે જોડેલા ઘોડાની તેજ દોડની સાથે એના વિચારો પણ દોડી રહ્યા હતા. મંદિર સુધી જવા માટે એણે રાતનો સમય અને ખાસ ન વપરાતો ટેકરાળ રસ્તો પસંદ કર્યો હતો. કામ જ કઈક એવું હતું. નાગપુર રાજ પરિવાર વિરુદ્ધના ષડ્યંત્રમાં ગોરાઓની મદદ કરવી એ કોઈ ઓછું જોખમી કામ નહોતું. જોગસિંહ જાણતો હતો કે જો કોઈ સમસ્યા થઇ તો ગોરાઓ વચ્ચેથી ખસી જશે અને રાજમાતાનો પ્રકોપ એને સહન કરવો પડશે.

મારી એ જન્મની મા એક રાણી તરીકે મારા એ જન્મના અવતાર સુબાહુને જેટલો પ્રેમ કરતી હતી તેટલો જ પ્રેમ નાગપુરના લોકોને તે કરતી હતી.

એ આ કામ માટે ક્યારેય તૈયાર થયો ન હોત, એ માટે નહિ કે એને રાજ પરિવાર પર્ત્યે કોઈ લાગણી હતી પણ એ માટે કે એ ગોરાઓની અસલ નિયત જાણતો હતો. કર્ણિકા અને મલિકા જેવા એનો સાથ આપનારા મરી પરવાર્યા હતા. એ કામમાં રાજ પરીવારે બાગીઓની મદદ કર્યાનો શક ગોરાઓની જેમ એને પણ હતો જ. શક શું એને તો ખાતરી હતી કે એ કામ પણ મંદિર પર એણે વજ્ર ખડગનું રહસ્ય જાણવા ફોડેલા રાજ સીપહીઓનું કામ તમામ કરનારા એ બે અજાણ્યા બાગીઓનું જ હશે. એણે ગોરાઓ સાથે એ બાબતે ચર્ચા પણ કરી હતી.

એના મનમાં રાજ પરિવાર પર્ત્યે ખાર હતો પણ એ ગોરાઓની મદદ કરે એમાંનો વ્યક્તિ ન હતો. એ ગોરાઓના ગુલામીના બદ ઈરાદાને સારી રીતે ઓળખતો હતો પણ મલિકા અને કર્ણિકા મરી પરવાર્યા પછી જેકલ તરીકે ઓળખાતા ગોરા જોન કેનિંગ અને ડેવિડ મેસીએ એને આબાદ ફસાવ્યો હતો.

કર્ણિકા અને મલિકાએ એની સાથે દગો કર્યો હતો, એ જાણભેદુ બની ગઈ હતી. જેકલે એમને પોતાના પક્ષે લઇ લીધી હતી અને જોગસિંહે અન્યાયી રીતે કમાયેલો ખજાનો ક્યા છુપાવ્યો હતો એ જેક્લ તરીકે ઓળખાતા જોને જાણી લીધું હતું.

જોગસિહ પાસે ગોરાઓ સાથે ભળી જવા સિવાય કોઈ રસ્તો વધ્યો નહોતો. એણે હવેલીના તેહખાનામાં છુપાવેલા ખજાના બહાર ગોરાઓ ચાંપતી નજરે પહેરો ભરી રહ્યા હતા. ગોરાઓની દુશ્મની હવે એને ભારી પડે એમ હતી. એ ખજાનો બીજી જગ્યાએ ખસેડી શકે એમ ન હતો. નાગપુર પ્રિન્સ્લી સ્ટેટ હતું. એમાં એક ગોરો પ્રતિનિધિ રહેતો જે બધા પર ચાપતી નજર રાખતો હતો. એ ચાહે તો જોગસિંહને નાગપુર રાજ સિપાહીઓ પાસે ખજાના સાથે પકડાવી શકે એમ હતો અથવા તો પોતે એની ધરપકડ કરી ખજાનો નાગપુર રાજ પરિવારને હવાલે કરી શકે એમ હતો. ગમે તે થાય જોગસિંહની જીવનભરની મહેનત - એણે કરેલા કાળા કામોથી મેળવેલ ખજાનો લુંટાઈ જાય એમ હતો. એની જાગીરી છીનવાઈ જાય અને એને અંગ્રેજ જેલમાં ચક્કી પીસવા દિવસ આવે એમ હતો.

જોગસિંહ જાણતો હતો કે એ ભયાનક ખેલ ખેલી રહ્યો છે. એ ખેલ નાગપુરનો ઈતિહાસ બદલી શકે એમ છે. નાગપુર જ કેમ પુરા હિંદનો ઈતિહાસ બદલી શકે એમ છે. કદાચ એ ગુપ્ત સભા એ દિવસે ન ભરાઈ હોત અને જોગસિંહ જેવા લોકોએ એમાં ભાગ ન લીધો હોત તો અઢારસો સત્તાવનનો વિપ્લવ કરવાની પ્રજાને જરૂર પડોત જ નહિ. એ પહેલા હિંદની તવારીખ બદલાઈ ગઈ હોત.

પણ ફરી એ જ ‘જો અને તો’ વચ્ચે આવતા હતા જેમને ઈતિહાસ બદલવાની આદત છે.

તે મંદિરે પહોચ્યો ત્યારે આચાર્ય નંદ સ્વામી, જોન કેનિંગ, ડેવિડ મેસી, મેકલ અને નાગપુર હથિયાર ગૃહનો સંચાલક રાજોસિહ તેની રાહ જોઈ રહ્યા હતા.

“તાતકાલીક તેડું શા માટે?” જોગસિહ ધોતીના છેડો પકડીને મંદિરની સીડીઓ ચડી ગયો અને અંદર પ્રવેશતા જ પૂછ્યું. એની નજર જંગલની સીમા રક્ષતા સેના નાયક હુકમ તરફ ગઈ. એ ત્યાં હાજર હતો મતલબ નાગપુર રાજ પરિવારનો અંત હવે નજીક હતો. જોગસિંહ મનોમન મલક્યો કેમકે રાજ પરિવાર માટે એનો દ્રેષ અગણિત હતો.

“જોન કનીગના હાથમાં એક રહસ્ય આવ્યું છે..” હુકમેં આગળ વધી કહ્યું, “એ કોઈ એવા વ્યક્તિને જાણે છે જે આ રાજ જાણે છે.”

“કોણ?”

“એ નામ આપવા તૈયાર નથી, એ વજ્ર ખંજરના બદલામાં એ રહસ્ય આપવા તૈયાર છે.” કનિંગે આગળ વધી કહ્યું.

“વાહ! આપણે રાજ પરિવારના હથિયાર ગૃહમાં જઈ આરામથી એ ખંજર લાવી શકીશું એમ તમને લાગે છે?” જોગસિંહ એમની મૂર્ખતા પર છછેડાયો.

“એ ત્યાં હોત તો ક્યારનુંય લાવી દીધુ હોત...” હુકમે પોતાની કમર પરથી ખંજર નીકળી એનો ઘા મંદિરના તાંબાના એક સળિયા પર કર્યો. સળિયા પર એની કોઈ અસર ન થઇ.

“આ ખંજરો તાંબાને કાપી નથી શકતા તો લોખંડને કઈ રીતે કાપી શકે...?” હુકમ બબડ્યો.

“મતલબ રાજ પરિવાર પાસે કોઈ વજ્ર ખંજર નથી...?” જોગસિંહની આંખો ચમકી. જો આવું હોય તો એ નકામો આજ દિવસ સુધી એમનાથી ડરતો આવ્યો હતો. જો એ હકીકત પોતે જાણતો હોત તો ક્યારનોય બળવો કરી પોતાની જાગીરી જેટલા ભાગને અલગ રજવાડું બનાવી ચુક્યો હોત. એની પોતાની પાસે ચૌદસો સિપાહીઓ હતા અને ગોરાઓ એની મદદે આવોત એની એને ખાતરી હતી.

કદાચ એ સમયે ગોરાઓને અરાજકતાને બહાને નાગપુર ખાલસા કરવાનો મોકો પણ મળી જાઓત.

“બગાવતનું સપનું છોડી દે જોગ..” હુકમે એનું મન વાંચી લીધું હોય એમ કહ્યું, “હથિયાર હથીયાર ગૃહમાં નથી પણ ક્યાય બીજે છુપાવેલા છે.”

“અને એની શું ખાતરી?” આચાર્ય નંદસ્વામીએ પૂછ્યું.

“એ હથિયાર બે વાર વપરાયા છે, એક તો મંદિર પર સિપાહીઓને બાગીઓએ મારી નાખ્યા ત્યારે અને બીજી વાર જયારે ઓબેરીની હત્યા થઇ ત્યારે.”

જોગસિંહ એ સાંભળી ચોક્યો.

“મતલબ કોઈ બાગી નથી રાજ પરિવાર બાગીના નામે એમને કનડગત રૂપ લોકોને મરાવી નાખે છે. મેં એ રહસ્યનો તાગ મેળવવા જે સિપાહીઓને ફોડ્યા હતા એમના પર મંદિરમાં હુમલો થયો હતો અને માર્યા ગયા હતા.” જોગસિહે અનુમાન લગાવ્યું.

“એ ફોગટ માર્યા ગયા હતા કેમકે ત્યાં બે અંગ્રેજ સિપાહીઓ માટે બાગીઓ આવ્યા હતા.”

“એમને અંગ્રેજ સિપાહીઓમાં કેમ રસ હતો?”

“કેમકે એ દિવસે તેઓ કોઈ ખાસ માહિતી મેક્લને આપવાના હતા. મેકલ મુંબઈ ગયેલો હતો માટે એમણે એને તાત્કલિક પાછા ફરવાનો સંદેશ મોકલાવ્યો હતો જે સંદેશ વાહક હિન્દી વ્યક્તિ રાજ પરિવારને વફાદાર હતો.” ડેવીડ મેસી એક અચ્છો જાસુસ હતો એણે ખાસી એવી બાબતોનો તાગ મેળવી લીધો હતો. તે બોલ્યો.

“તો કોઈ નિર્ણય થઇ શકે એમ નથી..” આચાર્યે નિરાશા દર્શાવી, “એમને?”

ચારે તરફ અંધકાર અને નીરવતા સિવાય કશું ન હતું એ છતાં જોન કનિંગ જરાક બધાની નજીક ખસ્યો, “એક ઉપાય છે.”

“શું?” અંધારામાં પણ મેસીની આંખોમાં જબકારો દેખાયો.

“વજ્ર ખડક હાસિલ કરી લઈએ તો એ અઘોરી આપણને એ રહસ્ય સુધી લઇ જશે..” તેણે તેના ખભા ઉપરના સ્ટ્રેપસમાં બંને હાથના અંગુઠા નાખ્યા અને સ્ટ્રેપ ખેંચીને બંને હાથના અંગુઠા છેક તેની પાતલુન સુધી લઇ ગયો અને એ સમયે તેણે બધા ઉપર એક નજર ફેરવી. એ તેની આદત હતી.

“ડુ યું રીયલી બીલીવ ઇન સચ થિંગ્સ?” મેસી ગુસ્સે થઇ જરા ઊંચા અવાજે બરાડ્યો.

“યું ફૂલ.. કુલ ડાઉન...” કેનિંગ ગુસ્સે થયો પણ એનો અવાજ ધીમો જ રહ્યો, “ધીસ ઈઝ ઇન્ડિયા, લેન્ડ ઓફ મેજિક.. હિયર એની થીગ કેન બી પોસીબલ..” કહીને તેણે બંને અંગુઠા ખેંચી લીધા. તેના વધેલા પેટ ઉપર સ્ટ્રેપસ દબાયાનો અવાજ આવ્યો.

“યસ યું નો ઇન ઇન્ડિયા પંડિત, અઘોરી, બ્રાહ્મણ, મદારી, નાગ ઈચ લેજેન્ડ ઈઝ અલાઈવ..” જોગસિંહ વિદેશી જુબાન જાણતો હતો, “ઇન ઇન્ડિયા ઈવન કિંગ્સ બોવ ટુ સચ પીપલ.. યું નો વાય બીકોઝ લેન્ગેન્ડસ આર રીયલ ઇન ધીસ લેન્ડ ઓફ મેજિક..”

“યું ઇન્ડિયન બીલીવ ઇન સચ સુપર સ્ટેશન બટ આઈ ડોન્ટ..” મેસી માટે હજુ એ અંધશ્રદ્ધા જેવી વાત માનવી મુશ્કેલ હતી. તે બંને હાથ ખિસ્સામાં નાખીને પીલ્લરને ટેકે ઉભો રહ્યો.

“આઈ નો સો આઈ હેવ એરેન્જડ ધીસ સેસન..” જોન ક્નીગે ફોડ પાડ્યો.

“ઓકેય ધેન પ્રૂવ ઈટ...” મેસી બરાડ્યો, એ ગોરાઓ ગુસ્સામાં મોટે ભાગે પોતાની જુબાનમાં જ વાત કરતા.

આચાર્ય ચુપચાપ ઉભો હતો કેમકે વેદોનું જ્ઞાન ધરાવતા એ વ્યક્તિને દેવ ભાષા સંસ્કૃત આવડતી હતી પણ અંગ્રેજી નહિ.

“તમે મને સમજાય એમ કઈ બોલસો..” આચાર્ય હવે ચુપ ન રહી શક્યો. એના પેટમાં ચિંતા હતી કે ક્યાય આ ગોરાઓ માંહેમાંહે બાજી પડ્યા તો આખી રમત બગડી જશે.

“એ પ્રૂવ કરવા માટે જ આ સભા છે.” કેનીગે હિન્દી જબાનમાં કહ્યું, બસ આપણે એક સ્થળે જવું પડશે જ્યાં એ પ્રૂવ થઇ શકે..”

“ક્યા?” આચર્યએ પૂછ્યું, “મલિકા અને કર્ણિકા તો મરી પરવારી છે માટે એ કોઠા પર હવે મીટીંગ ભરી શકાય એમ નથી..”

“સારું જ થયું..” જોગસિંહે એવા વાતાવરણમાં પણ જોક સંભળાવ્યો, “આમ પણ આપના જેવા જ્ઞાની પુરુષ માટે એ સ્થળ શોભનીય ન હતું.”

એના જોક પર આચાર્ય સહીત બધા હસ્યા.

“હજુ એ કોઠો આપના માટે સલામત જ છે..” આચાર્યએ કહ્યું, “અને મને ત્યાં જવામાં કોઈ વાંધો નથી.. મારો ઈતિહાસ તમારા છાનો નથી..”

“હા, પણ આજે ત્યાં નથી જવાનું...” કેનીંગે કહ્યું, “બિંદુ હજુ નવી છે અને એ ઘટના થઇ એટલે ત્યાં થોડુક જોખમ પણ છે..”

“તો કયા જવાનું છે?” જોગસિંહે ફરી વાતાવરણને ગંભીર બનાવ્યું.

“નાગપુર જંગલની હદ બહાર રહેતા અઘોરીને મળવા...”

“અઘોરી..?” જોગસિંહ નવાઈ પામ્યો, “એ જ અઘોરી જે પહેલા નાગપુરની હદમાં રહેતો હતો પણ નાગ જાતિના બાળકોને મારી નાખવાનો પ્રયાસ કરવા માટે રાજના સિપહિઓએ એને જંગલ બહાર તગેડી મુક્યો હતો.”

“હા, એ જ અઘોરી જેને જીવતો મુકવાની ભૂલ રાજાએ કરી જે ભારી પડી હતી..” મેકલે કહ્યું.

“મતલબ?” જોગસિંહ હકીકતથી અજાણ હતો એ એના પર્શ્ન પરથી સ્પસ્ટ દેખાયું.

“મહારાજા કોઈ કુદરતી બીમારીથી નથી મર્યા એ આખું નાગપુર જાણે છે, એ અઘોરીએ કોઈ અસરથી એમનું મોત નીપજાવ્યું હતું.”

“કેવી અસર..”

“કોઈ ભયાનક બીમારી મહારાજાના શરીરમાં એણે દાખલ કરી દીધી હતી. કહે છે અંગ્રેજ ડોકટરોએ પણ મહારાજાને ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિન્સ્લી સ્ટેટના પ્રર્તીનીધી તરીકે હું એ બધા ડોકટરના નામ જાણું છું અને મેં એમની મુલાકાત લઇ એક રીપોર્ટ તૈયાર કર્યો છે જે મુજબ એમના શરીરમાં કોઈ બીમારી ન હતી છતાં એમના શરીરની અંદરના અવયવો ખવાઈને સમાપ્ત થઇ ગયા હતા. જયારે મર્યા એ સમયે એમના શરીરનું વજન ત્રીજા ભાગનું થઇ ગયું હતું..”

“એ કેવળ પોકળ વાતો છે. જો એવું હોત તો રાજ પરિવારમાં બાકીના સભ્યો કેમ જીવતા છે?” જોગસિંહ એ વાત માની શક્યો નહી.

“એ ખબર નથી પણ આપણી સમસ્યાનું સમાધાન એ અઘોરી પાસે છે. એની મને ખાતરી છે.” કેનિંગે કહ્યું.

“શું સમાધાન..?” મેસી ઉતાવળો થયો.

“એ ત્યાં ગયા પછી સમજાઈ જશે..”

“તો હવે ત્યાં જવા માટે કોની રાહ જોવાની છે?”

“બિંદુ.” મેકલે કહ્યું.

“કર્ણિકા અને માલિકની દાસી...?” મેસીએ આંખો જીણી કરી પૂછ્યું, “એ વોર જે હવે આશ્રમ ચલાવે છે..?”

“હા..” કેનીગે કહ્યું.

“શું એના પર ભરોષો કરી શકાય...?”

“હજારો પત્નીવ્રતા પુરુષો જેનો ભરોષો કરતા હોય એનો ભરોષો કેમ ન કરી શકાય?” મેકલે કહ્યું, “તે ફરી આશ્રમને કોઠામાં ફેરવવા માંગે છે અને એ માટે તે ગમતે કરવા તૈયાર છે.”

“એ આપણને ઉપયોગી થઇ શકે કેમકે કર્ણિકા અને મલિકાના મરી હવે જો કોઠો ચાલુ રહે તો પૂરી કમાણી એની જ થાય..” જોગસિંહને થયું કે એ બાબત એના ધ્યાનમાં પહેલા કેમ ન આવી.

“તો પછી એ આશ્રમ કેમ ચલાવે છે?” આચાર્ય શાસ્ત્રો પઠન કરનારા જ્ઞાની હતા જે આટલી સહેલાઇથી કોઈનો ભરોષો કરી શકે એમ ન હતા, “એ રાજ ભક્ત તો નહિ હોય ને?”

“આપ મંદિરના આચાર્ય કેમ છો? આપ શાસ્ત્રો અને ભગવાનને કેમ સાથે રાખો છો?” મેકલે પૂછ્યું.

“કેમકે આ સ્થળ મારે ટકાવી રાખવું છે. રાજ પરિવારે મારા પિતાને સજા કરી નાગપુર બહાર જીવવા મજબુર કર્યા હતા એનો બદલો લેવા માટે આ પદ આ સ્થળ ટકાવી રાખવું જરૂરી છે.” આચાર્યની આંખોનો રંગ અંધકારમાં પણ બદલાયો. એના પિતા રૂપેશ્વરે શું ગુનો કર્યો હતો? માત્ર એક સામાન્ય ખેડૂતની પત્ની સાથે શારીરીક સબંધ. શું એ ગુનો હતો? ભક્તોના દુઃખ દુર કરવા બદલ એટલો ફેવર ગુનો હતો?

રાજ પરિવાર માટે આચાર્યને સામાન્ય લાગતી વાત ઘોર અપરાધ હતો. રૂપેશ્વરને અપરાધી ઠેરવી એમનો દેશ નિકાલ કરવામાં હતો ત્યારે આચાર્ય માંડ દસેક વર્ષનો હતો. રૂપેશ્વરના અપરાધમાં એના પરિવારનો કોઈ વાંક ન દેખાતા રાજ પરિવારે એમનો દેશ નિકાલ ન કર્યો.

આચાર્યની આંખ સામે એક એક દ્રશ્ય તાજું થયું. કઈ રીતે મુખ્ય મંદિરનું પુજારી પદ એમના પાસેથી છીનવાઈ ગયું. ત્રંબકેશ્વર કઈ રીતે એમના પરિવાર કરતા ઉંચો બની ગયો. એ સામાન્ય બ્રાહ્મણ રાજ પરિવારનો પુરોહિત બની ગયો અને આચાર્યના પરિવારે સામાન્ય જનતા માટે ગોરપદુ કરી એક સામાન્ય મંદિરમાં પોતાનું અસતિત્વ ટકાવી રાખવું પડ્યું.

“આચાર્ય ભૂતકાળને સંભારવાનો કોઈ અર્થ નથી...” જોગસિંહે તેના ચહેરાની રેખાઓ જોઇને કહ્યું, “મારી સાથે પણ કેટલાય અન્યાય થયા છે પણ એ બધાને યાદ કરવાથી કઈ વળવાનું નથી.. આ છોકરી બિંદુ પણ પોતાનો કોઠો છીનવાઈ ન જાય એ માટે ત્યાં આશ્રમનું નાટક ચલાવી રહી છે.”

આચાર્યને બિંદુ પણ પોતાની સમદુખિયા લાગી. માનવ મન કઈક છે જ આવું. માનવી ગમે તે કર્મો આચરવા છતાં પોતાની જાતને ગુનેગાર સમજવા તૈયાર નથી થતું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky