Swastik - 19 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 19)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 19)

સુરદુલે ટેબલ પર એક હીરો મુક્યો, સોપારીના કદના એ હીરાનુ તેજ માશાલોના અજવાળાને પણ ફિક્કું બનાવતું હતું. ઓબેરીએ પોતે જીતેલા સોના, હીરા, અને કેટલીક અન્ય કિમતી પત્થરોનો ઢગલો કર્યો. એ ગોરો મોટા હીરાની કિંમત અચ્છી તરહ જાણતો હતો. તેણે પણ તેની પૂળા જેવી મૂછો ઉપર હાથ ફેરવ્યો. હિન્દુસ્તાનના લોકોને જોઇને તે મૂછોને તાવ દેતા શીખ્યો હતો. તેના મનમાં એવી ગ્રંથી બંધાઈ હતી કે કામ ગમે તે કરો મૂછો એ પુરુષાતનનું પ્રતિક છે.

કર્ણિકાએ હાથમાં પાસા રોલ કર્યા પણ એ પાસા ફેકે એ પહેલા જ સત્યજીતે એનો હાથ કાંડામાંથી પકડી લીધો. કર્ણિકા અને ગોરો બંને ચમકી ગયા.

“શું થયું સ્વામી?” કર્ણિકાએ બનાવટી સ્મિત જાળવી રાખવાનો પ્રયાસ કર્યો.

માલિકાની ગરદન પણ એ તરફ ફરી.

“એમ નહિ ડીયર, પાસા પર મારો હાથ રહેશે.” સત્યજીત વળી પોતાને ફાવતો એક ગોરાઓની જુબાનનો શબ્દ બોલ્યો.

“આપ કહો એમ મારા કામદેવ..” કર્ણિકાને થયું વેપારીને કઈ શક થયો છે હવે એને વધુ અંધ બનાવવો પડશે, “મારો હાથ જ આપના હાથમાં કેમ આ રતી તો કામદેવને સમર્પિત થવા બેઠી છે..” કર્ણિકા સત્યજીતની જાંધ પર ગોઠવાઈ.

આ એનો ખાસ પેતરો હતો. એક બે રમત હાર્યા પછી કોઈ વેપારીને શક જેવું લાગે તો એ ઉભો ન થઇ જાય એ માટે કર્ણિકા આ દાવ અજમાવતી. દેવ રમતનું નામ આપી અહી બહુ ગાંડી રમતો રમાતી. સત્યજીત સમસમી ગયો. આપણા ભારતમાં જે સ્ત્રીઓને ચારિત્ર્ય માટે પૂજવામાં આવે છે તેમાંથી કેટલીક આવી તુચ્છ છે? પણ તે કઈ બોલ્યો નહી.

તેણે કર્ણિકાના હાથને કાંડા પાસેથી પકડી રાખ્યો. કર્ણિકાએ પાસા રોલ કરી ફેક્યા.

“ટ્વેલ્વ...” ગોરો બરાડ્યો અને પાસા ટેબલ પર પડ્યા એ સાથે જ એનો સાથી પણ બરાડ્યો, “લક ઈઝ વિથ અસ..”

પાસા બારનો આંકડો બતાવતા હતા.

“તમે નાહક મારા પર શક કર્યો સ્વામી, આ સાહેબ દરિયાદેવના આશીર્વાદ લઈને આવ્યા છે.” કર્ણિકાએ પોતાની ગરદન સત્યજીત તરફ ફેરવી કહ્યું, સત્યજીતના ચહેરા પર એનો શ્વાસ ફેકાયો અને સત્યજીત ધ્રુણાથી સળગી ઉઠ્યો.

એ અપવિત્ર ઓરતનો શ્વાસ પોતાના શ્વાશમાં ભળ્યો એ વિચારે જ એની આંખોમાં આગ સળગી ઉઠી. બિંદુએ એ આગ નોધી લીધી હોય એમ કહ્યું, “સ્વામી એ બળિયા નશીબ લઈને આવ્યો છે.. હું તમારું લક છુ ને..?”

સત્યજીતે પોતાના ગુસ્સા પર નિયંત્રણ લાવતા કહ્યું, “મારી પાસે હારવા માટે હવે કઈ નથી..”

“યોર હેડ...” ઓબેરીએ કહ્યું, “આર યું ઇન્ટરેસ્ટેડ ઇન મોર્ટલ ગેમ..?”

“સ્વામીને એમની જુબાનમાં સમજાવ કર્ણિકા...” મલિકાના શબ્દો સંભળાયા.

ગોરાઓમાં એક આ શોખ અજીબ હતો. તેઓમાંથી ઘણા ઘાતકી અને ક્રૂર હતા. મોતની રમતોના શોખીન હતા. અખાડામાં પણ તેઓ હારજીતનો ફેસલો મોતથી થાય આવી રમતોને વધુ પસંદ કરતા.

“એ મોતનો દાવ લગાવવાનું કહે છે..” કર્ણિકાએ કહ્યું, “જો એ જીતે તો આપનું માથું આપનો માણસ ટેબલ પર ઉતારી આપશે અને આપ જીતો તો એનું માથું ટેબલ પર ઉતારશે..”

સત્યજીત જાણતો હતો આખરી દાવમાં એ જ થવાનું હતું કેમકે ગુપ્તચર ભોમેશે એને કેપ્ટન ઓબેરીની ખાસિયત કહી હતી. એ ચાંચીયો લોહીયાળ લુટ ચલાવતો અને લુંટ્યા પછી પણ કોઈને જીવતા ન છોડતો અને રમતમાં બધું જીતી લીધા પછી સામેવાળાનું માથું પણ જીતવાનો એને શોખ હતો.

“શું વિચારમાં પડી ગયા સ્વામી..?” કર્ણિકા ઉભી થઇ, “આ રમત વેપારીઓની નથી, વીરોની છે...”

“હું તૈયાર છું...”

“ધેટ્સ મેન...” ઓબેરી મલક્યો.

કર્ણિકાએ પોતાના હાથમાં પાસા રોલ કર્યા, એ પાસા ફેકે એ પહેલા સત્યજીતે ઉભા થઇ એનો હાથ કાંડામાંથી પકડી લીધો, કર્ણિકાએ એની તરફ જોઈ એક સ્મિત આપ્યું, સંગીતના સુર બદલાયા અને પાસા ફેકાયા.

આખરી દાવ હતો - જીવન અને મૃત્યુનો સોદો.

“ટ્વેલ્વ...” ઓબેરી પાસા ટેબલ પર સ્થિર થાય એ પહેલા બરાડ્યો.

એ થાપ ખાઈ ગયો હતો, સત્યજીતે કર્ણિકાના હાથની સફાઈ ગયા દાવમાં જ એના કાંડા પર હાથ મૂકી જાણી લીધી હતી. એણે સંગીતના સુરો સમજી લીધા હતા, કયો રાગ શું કહેતો હતો એ સમજતા એને વાર લાગી નહિ.

ઓબેરી ફાટી આખે ટેબલ તરફ જોઈ રહ્યો. સત્યજીતે છેલ્લી ઘડીએ કર્ણિકાનો હાથ કાંડામાંથી એ રીતે મચકોડી દીધો હતો કે એ સંગીતના સુરો મુજબ બારનો આંકડો ન લાવી શકે.

પાસા આઠ પડ્યા હતા.

હવે શું થવાનું છે એ બધા જાણતા હતા. સુરદુલે પોતાની કમર પરથી તલવાર નીકાળવા એની મૂઠ પર હાથ મુક્યો એ જ સમયે કર્ણિકાએ ખંજર એની પીઠમાં ભોકવાનો પ્રયાસ કર્યો. એ અણધાર્યો હુમલો હતો. સુરદુલે વિચાર્યું પણ ન હતું કે એ વાઈટ સ્લેવ હુમલામાં પણ ગોરાનો સાથ આપતી હશે. સત્યજીત પણ એ સંભાવનાથી બેખબર હતો.

સુરદુલનો હાથ તલવારની મૂઠ પર પહોચ્યો એ જ સમયે ખંજર તેની પીઠને વીંધી નાખવા ઉગામાઈ ચુક્યું હતું.

સત્યજીતનું પૂરું ધ્યાન કેપ્ટન ઓબેરી અને તેની બાજુમાં ઉભેલા ગોરા તરફ હતું. એને દુશ્મનો એ તરફ જ દેખાયા હતા. પણ બિંદુ સચેત થઇ ગઈ હતી. બિંદુએ સત્યજીતના વિશાળ બાહુ પર કાળા રંગના કાપડમાં બાંધી છુપાવેલ નાનકડું ખંજર ખેચી કાઢ્યું અને કર્ણિકા તરફ એનો વાર કર્યો.

એ હુમલો કર્ણિકા માટે અજાણ્યો હતો. બિંદુ જેવી લાચાર અને બેબસ એના પર હુમલો કરી શકે એ એની ગણતરી બહારનું હતું.

બિંદુએ પારાવાર ઝડપે વીંઝેલુ ખંજર કર્ણિકાના ચહેરા પર મોટો ઘા કરી ગયું. એનું નાક અધ વચ્ચેથી કપાઈ ગયું. એનું ગંદુ લોહી એક ફુવારાની માફક છૂટ્યું. એ લથડી ગઈ, નિશાન ચુકી ગયુ છતાં એનું ખંજર સુરદુલના ખભામાં ઉતરી ગયું હતું. કર્ણિકા એ ખંજરને આધારે પોતાની જાતને સંતુલિત રાખવાનો પ્રયાસ કરતી રહી. એનો બીજો હાથ એના ચહેરા પર પડેલા મોટા કાપા પર મુક્યો.

કેપ્ટન ઓબેરી સ્થિતિને સમજી ગયો. એ ઉભો થઇ ભાગવા લાગ્યો. સત્યજીતે પણ ખુરશી છોડી. તે એને ભાગવા દઈ શકે એમ ન હતો. ફરીવાર હાથમાં આવે એમાંનો વ્યક્તિ કેપ્ટન ન હતો.

સત્યજીતે પોતાની કમરમાં છુપાવેલ પટ્ટા જેવી વીપ સ્વોર્ડ (પટ્ટા તલવાર) નીકાળી જે લગભગ ત્રણેક મીટર લંબાઈની હતી પણ એને ગોળ વાળીને વેપારીના કપડાના કમર બંધ તળે છુપાવેલી હતી. મૂળ સત્યજીતનો મદારી કબીલો દક્ષિણના ઘેરા જંગલોનો નેટીવ હતો પણ વર્ષોથી તેઓ ઉત્તરમાં વસ્યા હતા અને ત્યાંથી મહારાજાએ કબીલાને નાગપુર લાવ્યો હતો. એ કબીલો દક્ષીણની યુદ્ધ કળામાં પણ પારંગત હતો. એ ઉરુમી ચલાવી જાણતો હતો.

સત્યજીતે એક પગ ટેબલ પર મુક્યો અને એનો સ્પ્રિંગ બોર્ડ જેમ ઉપયોગ કરી બીજો પગ ઓબેરીના માણસની છાતી પર ઝીંક્યો.

સત્યજીતની પટ્ટા તલવાર સત્યજીત કરતા પણ ત્રણ મીટર આગળ વધી. તલવારે ઓબેરીની કમર આસપાસ ભરડો લીધો. સત્યજીતના પગ જમીન પર અડ્યા, એણે તલવારને એક આચકે પાછી ખેચી એ સાથે નેવું કિલો વજનનો ઓબેરી જાણે કોઈ રમકડાની ગુડિયા હોય એમ ઊંચકાઈ સત્યજીતના પગ પાસે આવીને પડ્યો.

કર્ણિકા ખંજરને સહારે સંતુલન જાળવવા મથતી રહી પણ એ ખંજર સુરદુલના ખભામાં ઉતરેલું હતું. સુરદુલના ખભામાં કોઈએ ધગધગતો લાવા રેડી દીધો હોય આવી બળતરા ઉપડી હતી. એના શરીરમાં હજારો વિછીઓના ડંખ જેવી બળતરા થવા લાગી.

એની પાસે નિયમ તોડવા સિવાય કોઈ રસ્તો ન હતો. એ ક્યારેય સ્ત્રીઓની હત્યા ન કરતો પણ આજે એનો તલવારની મૂઠ પરનો હાથ ચક્રાકારે ફરી ઉપર ગયો. મશાલના તેજમાં એક જબકારો થયો અને બીજી જ પળે કર્ણિકાનું માથું નીચે પડ્યું.

મલિકા એ સુધીમાં સચેત થઇ ગઈ હતી. એ ખંડ બહાર જવા દોડવા લાગી.

“અહીંથી બહાર નીકળવાના પાછળના ગુપ્તદ્વારની ચાવી એના ઝૂડામાં છે.” બિંદુએ છલાંગ લગાવી મલિકા તરફ દોડવાનું શરુ કરતા પહેલા કહ્યું.

સુરદુલ એ તરફ દોડ્યો પણ ત્યાં હજુ બીજા વેપારીઓના રક્ષકો હતા. જોકે વેપારીઓ તો ક્યારનાય ટેબલ નીચે ઘુસી ગયા હતા. એક બે તો મલિકાના આસન નીચે છુપાયા હતા.

રક્ષકો ગુંચમાં હતા. કોણ કોને મારવા માંગે છે એ એમને સમજાયું ન હતું પણ સુરદુલે કર્ણિકાની ગરદન ઉડાવી દેતા એ સમજી ગયા કે કોઠાનો દુશ્મન કોણ છે.

સુરદુલે એમનો સામનો કર્યા વિના મલિકા અને બિંદુ પાછળ જઈ શકાય એમ ન હતું. એણે પોતાના ખભામાંથી ખંજર નીકાળવા બીજો હાથ એ તરફ લંબાવ્યો પણ એ નીકળી શકે એમ ન હતું. એ બહુ પાછળની તરફ હતું. ત્યાં ભયાનક પીડાના સણકા ઉપડતા હતા.

એક રક્ષકને એ દરમિયાન સમય મળી ગયો હોય એમ એણે ભાલો સુરદુલ તરફ ફેકયો. હવાને ચીરતો ભાલો સુરદુલની છાતી વીંધવા આગળ વધ્યો પણ ખરા સમયે સુરદુલ પાછળની તરફ નમી ગયો. એકાદ પળ પહેલા જ્યાં સુરદુલની છાતીનો ભાગ હતો ત્યાની હવાને નિશાન બનાવી પાછળના પીલરમાં ઉતરી એમાં જ અટકી રહ્યો.

સુરદુલે મૂળ સ્થિતિમાં આવતા પહેલા ભાલો જે રીતે પોતાની છાતી જ્યાં હતી ત્યાંની હવાને વીંધીને પીલરમાં ઘૂસતો જોઈ લીધો હતો. સામે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એક અચ્છો નિશાનબાજ એની સામે છે તેની સમજ તેને સેકંડમાં આવી ગઈ.

એ રક્ષકે પોતાની કમર પરથી ચાબુક નીકાળ્યો. એના બીજા હાથે તેની કમરના બીજા ભાગે લટકતું ચક્ર બહાર ખેચી કાઢ્યું. એક ક્ષણ માટે કોયડાના છેડા અને ચક્રને ભેગા કર્યા અને પછી ચાબુક સુરદુલ તરફ વિઝ્યો, સુરદુલે ચાબુકના છેડે જોડેલું ચક્ર પોતાની ગરદન માટે આવતું નિહાળ્યું પણ કોઈ અર્થ ન હતો, ભાગવું શકય ન હતું, સ્વ-બચાવ માટે કોઈ હથિયાર ન હતું.

પાંચેક મીટરની લંબાઈના ચાબુકનો છેડો સુરદુલ કરતા દોઢેક મિટર જેટલો પાછળ ગયો, અને છેડો પૂરો થઇ પાનો ન વધ્યો હોય એમ ચક્ર એક આંચકો ખાઈ વળતી ગતિ કરી, સુરદુલે ટેબલ પરથી ડાઈસ માટેનું રોઝવુડનું બોક્ષ હાથમાં લઇ પોતાની ગરદનના આગળના ભાગમાં ધરી લીધું. ચાબુકે અજગરની માફક સુરદુલના ગળા આસપાસ ભરડો લીધો અને ચક્ર તેનું ગળું કાપવા આગળ વધ્યું પણ બોક્ષના ટુકડા કરી એની ગતિ સમી ગઈ.

સુરદુલ માટે બહુ કપરી સ્થિતિ ઉભી થઇ. એના એક ખભામાં ખંજર ઉતરેલું હતું. એ હાથ નકામો હતો. બીજો હાથ ગરદનને ચક્રથી બચાવવા બોક્ષને ગળા નજીક લઇ ગયો એ સમયે ચાબુકના આંટામાં ફસાઈ ગયો.

બસ હવે સામેનો રક્ષક એક આંચકો આપે એટલી વાર અને સુરદુલનું માથું ધડથી આગળ થઇ જાય એમ હતું. રક્ષકે આંચકો આપ્યો. ચાબુક પર એ આંચકાની અસર દેખાઈ. રક્ષકના હાથ તરફના છેડેથી એક વળ પડ્યો અને એ ચાબુક પર વળ એ રીતે આગળ વધ્યો જાણે કોઈ નાગિન જમીન પર સરકી જતી હોય.

સુરદુલે આંખો બંધ કરી લીધી. એની ગરદન અને વળ વચ્ચે એકાદ મીટરનું અંતર રહ્યું. ઇષ્ટદેવના નામ લેવા સિવાય કોઈ અંતિમ કાર્ય થઇ શકે એટલો સમય ન રહ્યો.

એકાએક સુરદુલે બંધ આંખે એક આંચકો અનુભવ્યો પણ એ અલગ હતો, પોતાની ગરદન કપાયાનો ન હતો. એણે આંખો ખોલી, એ આંચકો ચાબુકના અધ વચ્ચેથી કપાઈ ગયાનો હતો.

સુરદુલે સત્યજીત તરફ નજર કરી. સત્યજીતની ઉરુમી જેવી પટ્ટા તલવારે ચાબુકને સુરદુલની ગરદનથી અડધા મીટરના અંતરે કાપી નાખ્યો હતો. એ વળ સુરદુલની ગરદન સુધી પહોચી શક્યો જ નહિ.

ફરી દીકરાનો એક અહેસાન બાપ પર ચડી ગયો - બીજી વાર સત્યજીતે એનો જીવ બચાવ્યો. પોતે સત્યજીતને સારી તાલીમ આપી છે એનો ગર્વ લેતો સુરદુલ પાછળ પગે ત્રણેક કદમ ખસ્યો. એ પાછળ જોયા વિના જ પાછળ નમ્યો. એનો હાથ રક્ષકે ફેકેલા ભાલાના છેડાને અડ્યો. એણે એ ભાલાને ઉલટા હાથે જ ખેચી કાઢ્યો અને મૂળ સ્થિતિમાં આવ્યો.

એ જ સમયે રક્ષકે ગુસ્સાભરી નજર સત્યજીત તરફ કરી એની તરફ દોટ મૂકી. સુરદુલે ફરી એ જ સ્થળ પર કદમ મુક્યા જે ત્રણ કદમ એ પાછા પગે ગયો હતો, એણે ભાલાને ચક્રાકાર ફેરવી રક્ષક તરફ રવાના કર્યો. ભાલો વીજળીની ગતિએ હવાને ચીરી રક્ષકના પડખામાં ઘુસી ગયો. ભાલાએ તેની પાંસળીઓ વીંધી નાખી. એ જમીન પર ફસડાઈ પડ્યો પણ ભાલાએ અંતિમ સમયે એને ધરતીમાતાની ગોદ પણ નશીબ ન થવા દીધી. ભાલો એના શરીરમાંથી એક છેડે બહાર નીકળી પીલરમાંના કામશિલ્પોમાં ઘુસી ગયો. એ રક્ષક ભાલાને ટેકે ત્યાજ અટકી રહ્યો. એના પગ જમીન પર રહ્યા પણ એ જમીન પર પડી ન શક્યો. જે ગંદા ચિત્રો વચ્ચે, જે ગંદા ભાવો સાથે એણે જીવન વિતાવ્યું હતું એ જ ગંદા શિલ્પોમાં અટકી એણે અંતિમ શ્વાસ પુરા કર્યા.

સુરદુલે એના અંતિમ શ્વાસ નોધવામાં સમય બરબાદ કરવાને બદલે જમીન પરથી ચક્ર ઉઠાવી જે દરવાજા વાટે મલિકા અને એની પાછળ બિંદુ ગયા હતા એ તરફ દોટ મૂકી.

કેપ્ટન ઓબેરી હજુ જમીન પર પડ્યો હતો. એની કમર પર સત્યજીતની પટ્ટા તલવારે ઊંડો ઘા પાડ્યો હતો. એ ભાગી શકે એમ ન હતો. એ પોતાને ન મારવા માટે અંગ્રેજીમાં કરગરી રહ્યો હતો. આખરે તેણે ગાળ દીધી.

“લીવ મી..... લીવ મી યુ બાસટર્ડ્...”

એના ચહેરા તરફ જોઈ સત્યજીતે આદિવાસી કબીલા પર થયેલ લોહીયાળ અત્યાચાર યાદ કરીં એક પળ માટે હૃદયમાં વગ કરી ગયેલી દયાને ફગાવી નાખી. એ પળ યાદ કરતા જ એની આંખોમાં કોઈ બાવાની ધૂણી જેવો લાવા ધખ્યો, સત્યજીતે જરા પણ દયા કર્યા વગર તલવાર વિંઝી, એ જમીન પર ભાખોડીયાભેર ઉભો થવાનો પ્રયાસ કરતા કેપ્ટન ઓબેરીની ગરદન આસપાસ વીંટાઈ અને સત્યજીતના વળતા આંચકે ઓબેરીનું માથું હવામાં ઉછળ્યું. લોહીની એક છોળ ઉછળી.

સત્યજીતે પોતાનું અંગવસ્ત્ર ખેંચી લીધું. દુર ફંગોળાયેલા કેપ્ટન હેનરી ઓબેરીનું લોહીયાળ માથું અંગવસ્ત્રમાં ગાંસડીમાં બાંધ્યું. આદિવાસી કબીલા સામે એ માથું મુકવાનું વચન રાજમાતા કબીલાના બચેલા માણસોને આપી ચુક્યા હતા. સત્યજીત એ લોહી નીતરતી ગાંસડી લઇ સુરદુલ જે તરફ ગયો હતો એ દરવાજા તરફ દોડ્યો પણ સુરદલ અને બિંદુ એને સામેથી આવતા દેખાયા.

“મલિકા..?” સત્યજીતે સવાલ કર્યો.

“એ હવે નથી... બિંદુ ગુપ્તી ચલાવવામાં માહિર છે..” પિતાજીએ બિંદુના વખાણ કર્યા એ સાંભળી સત્યજીત સમજી ગયો કે મલિકાનું શું થયું હશે.

“તમે બંને નીકળો...” બિંદુએ ચાવીઓનો ઝૂડો સુરદુલના હાથમાં આપ્યો, “પાછળની તરફ ગુપ્ત માર્ગ છે. ત્યાંથી બહાર નીકળશો તો કોઈ સિપાહીનો સામનો નહિ કરવો પડે..”

“અને તું...?”

“મારી ફિકર નથી.. અહી જે બન્યું એનું સાક્ષી મારા સિવાય કોઈ નથી..” બિંદુ હસી, “બે વેપારીઓ કઈ રીતે આ બધાને મારી ગયા એનો કિસ્સો સંભળાવી એ ગોરાઓની ઊંઘતો મારે હરામ કરવી જ પડશે ને..”

“કોઈને તારા પર શક નહિ થાય..”

“ગોરાઓ ભારતીયોને કમજોર સમજે છે અને એમાય મારા જેવી એક યુવતી આટલા રક્ષકો અને ઓબેરી જેવા ચાંચીયાને મારી શકે એવી કલ્પના કોઈ કરી જ ન શકે..”

“પણ હવે તું અહી રહી ને શું કરીશ..?”

“કર્ણિકા અને મલિકાએ જે યુવતીઓને જ્યાં ત્યાંથી લાવી અહી મજબુર કરીને રાખી છે એમનું હવે કોઈ નથી. હું અહી એક અનાથ આશ્રમ ખોલીશ અને એમાં એ યુવતીઓ રહેશે..”

સત્યજીત પાસે હવે વધુ બોલવા માટે સમય ન હતો અને એ સમજી ગયો હતો કે એની સામે જે છોકરી ઉભી છે એ પણ એના જેવી જ જીદ્દી છે એ પોતાની જીદ છોડે એમ નથી.

સુરદુલ અને સત્યજીત ગુપ્ત દરવાજો ખોલી અંધકારમાં ગાયબ થઇ ગયા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky