Swastik - 7 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 7)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 7)

વિવેક કથાનક

મારી સાથે ગ્રેટ ટ્રેચરી થઇ હતી. મને કોઈ આબાદ રીતે બનાવી ગયું હતું. દુશ્મન એક એવી ચાલ ચાલી ગયો હતો જે સમજવામાં હું બિલકુલ નિષ્ફળ રહ્યો હતો.

મેં એને ઓળખવામાં થાપ ખાધી હતી. એ એવી રીતે ડીસગાઈઝ થયેલો હતો કે હું એને ઓળખી ન શક્યો. જયારે મેં વૈશાલીને શોમાંથી ગાયબ કરી ત્યારે તેની આંખોમાં ડર ન હતો એની આંખોમાં અપાર ખુશી હતી પણ જે પળે એ ગાયબ થઇ એ પળે મેં એની આંખોમાં અનહદ વેદના જોઈ હતી. એ વેદના મને કહી ગઈ હતી કે કઈક ગરબડ છે.

હું સમજી ગયો કે કોઈ રમત રમાઈ હતી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. એ કાપડ વૈશાલીને ગળી ગયું અને ખુદ પણ હવામાં ઓગળી ગયું હતું. મારી પાસે સમય નહોતો.

મને કપિલ અને નયનાની આંખોમાં ચિંતા દેખાઈ પણ જવાબો આપવા રોકાવાનો સમય ન હતો. એ સમય સુધીમાં કાળ બની આવેલું કાપડ વૈશાલીને લઇ કઈ તરફ નીકળી જાય એ નક્કી નહોતું. એક વાર દુર ગયા પછી એની ભાળ મેળવવી અશકય હતી.

મારી પાસે સમય ન હતો. હું વૈશાલીને કોઈ પણ ભોગે ગુમાવવા તૈયાર ન હતો અને એ માટે મારે એ પગલું ભરવાનું હતું જેના માટે જાદુગરોની બિરાદરીમાંથી હકાલપટ્ટી થવાનો ડર હતો. મારે મ્યુઝીમ ઓફ મેજિક પર હુમલો કરી ત્યાંથી ક્રિસ્ટલ બાઉલ મેળવવાનો હતો.

એ કામ સહેલું ન હતું પણ એ સિવાય કોઈ રસ્તો પણ નહોતો. વૈશાલી ક્યાં છે અને એ જીવે છે કે નહિ એ જાણવાનો એક માત્ર રસ્તો ક્રિસ્ટલ બાઉલ હતો.

ક્રિસ્ટલ બાઉલ હાથમાં આવ્યા પછી હું સીધો જ ભાવસાર પી.જી. પહોચ્યો. હું એ પહેલા ક્યારેય એ સ્થળે ગયો ન હતો. વૈશાલી ત્યાં રહેતી હતી. એને નયનાએ પોતાના ઘરમાં રહેવાનું કહ્યું હતું પણ એ કોઈના પર બોજ બનવા માંગતી ન હતી. એને પી.જી.માં રહેવું પસંદ હતું. આમ પણ દિલ્હીમાં એ હોસ્ટેલમાં જ રહેતી હતી પણ અહી એને પી.જીમાં રહેવું વધુ માફક આવે તેમ હતું.

અમે પી.જી. બહાર જ મળતા. હું એને મળવા કોલેજ જતો પણ પી.જી.માં મળવા આવવાની એ જ ના કહેતી. અમેં બંને સારી રીતે જાણતા હતા કે એ ગર્લ્સ માટેનું પી.જી. હતું. જો ત્યાં છોકરાઓની અવર-જવર દેખાય તો એ પી.જી.ની પ્રતિષ્ઠા માટે યોગ્ય ન ગણાય.

પણ આજે એ સ્થળે ગયા સિવાય કોઈ છૂટકો ન હતો. જોકે હું લોકો જેમ દરવાજાથી દાખલ ન થયો એટલે કોઈ વાંધો ન હતો. હું સબવેથી સીધો જ એ રૂમમાં ઇમર્જ થયો.

પહેલીવાર હું એક છોકરીના એપાર્ટમેન્ટમાં એકલો હતો. એની રૂમ ખાસ્સી એવી મોટી હતી અને એમાં એટેચ્ડ કિચન પણ હતું.

એન્ડ ફોર વોટ આઈ વોઝ ધેર?

ઓન્લી ધ લાસ્ટ ડેમન થિંગ આઈ વોન્ટ ટુ ડુ. હું એ છેલ્લી તરકીબ રમી લેવા માંગતો હતો. હું રસોડામાં દાખલ થયો. કદાચ મારા નશીબ મારી સાથે હતા કેમકે કિચનમાં ખાસ મહેનત ન કરવી પડી. ફ્રીજરમાંથી અડધી ભરેલી બોટલ મળી ગઈ.

મારે પાણીની જરૂર હતી એ પણ વૈશાલીનું એઠું પાણી. એ પાણીથી મારે એ બાઉલ ભરવાનો હતો.

મેં બોટલની કેપ હટાવી. મને બોટલના ગળા પર વૈશાલીના હોઠ અડકેલા હોય એવું કલીયર દેખાતું હતું. હું એ ચીજો જોઈ શકતો હતો જે માનવું અશકય છે. બોટલ પર પડેલી વૈશાલીની ફિંગર પ્રિન્ટ પણ મને એકસ-રે ફોટોમાં તમને હાડકા દેખાય એટલી કલીન દેખાઈ.

કેવું પાણી જોઈતું હશે? ગરમ કે ઠંડુ?

મને એ ખબર નહોતી. મેં જીવનમાં ક્યારેય એ કામ કર્યું નહોતું જે હું કરવા જઈ રહ્યો હતો. બસ મેં એ વિષે સાંભળેલું હતું. કદાચ વર્તમાનના કોઈ જાદુગરને એનો અનુભવ નહી હોય. હું પણ ક્યારેય એ કામ કરવા માંગતો ન હતો. હું ક્યારેય બિરાદરીના નિયમો તોડવા માંગતો ન હતો પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો.

મને વિશ્વાસ થયો ન હતો કે હું એ કામ કરવા જઈ રહ્યો છું જેના વિશે મને પૂરી જાણકારી ન હોય. મેં ક્યારેય એવું કોઈ કામ કર્યું જ ન હતું જેના વિશે મને પૂરી જાણકારી ન હોય.

હું ઘણા બધા કામ કરી ચુક્યો હતો જે સામાન્ય માણસો માટે વિચારવા પણ અશક્ય હોય છતાં મને ડર લાગ્યો કેમકે આજે હું કઈક એવું કરવા જઈ રહ્યો હતો જે જાદુગરો પણ માત્ર વાતોમાં સંભાળતા આવ્યા હતા. કોઈએ છેલ્લા સો વરસથી એ જાદુનો ઉપયોગ કર્યો હોય એવું મેં સાંભળ્યું પણ નહોતું.

હું પાણીની બોટલ લઈને હોલમાં આવ્યો. ટેબલ પર ક્રિસ્ટલ બાઉલ મૂકી એમાં પાણી રેડ્યું અને ટેબલ સામેની લાકડાની ચેર પર ગોઠવાયો. ટેબલ પર ફોટો ફ્રેમમાં મારા અને વૈશાલીના ફોટા લગાવેલ હતા.

એક પળ માટે એ મને ભૂતકાળમાં ખેચી ગયા.

એ દિવસે અમે નવા રોડ ગાર્ડનમાં હતા. વૈશાલી મને ધારીધારીને જોઈ રહી હતી.

“શું થયું..?” મેં પૂછ્યું હતું, “મને આમ કેમ જોઈ રહી છે?”

“આજે તું કઈક અલગ જ લાગે છે?”

“શું અલગ..?”

“એ કહેવા મારી પાસે શબ્દો નથી..” વૈશાલી મારી નજીક સરકી, મારો હાથ એના હાથમાં લીધો, “તારી આંખમાં કઈક જાદુ છે..”

એના શ્વાસની સુવાસ હું અનુભવી શકતો હતો. બગીચામાં ખાસ માનવ મેદની ન હતી પણ જાણે જે હતા એ પણ હાજર ન હોય એમ મને લાગતું હતું. બચીચામાં મીઠા અવાજે ગાતા પક્ષીઓના સુર એક પળ માટે બંધ થઇ ગયા, ત્યાં વહેતી હવા થંભી ગઈ હતી.

“જાદુગરની આંખોમાં જાદુ ન હોય તો બીજું શું હોય?”

“મને એમાં કઈક બીજું પણ દેખાય છે?” ખરેખર તો મને વૈશાલીની આંખોમાં જાદુ દેખાઈ રહ્યું હતું, કોઈ એવું જાદુ જેનો ઉલ્લેખ દુનિયાની કોઈ જાદુઈ કિતાબમાં ન હોય છતાં એ જાદુ મેં અનુભવેલા દરેક જાદુ કરતા વધુ અસરકારક લાગ્યું.

“શું દેખાય છે?” મેં એની આંખોમાં જે જાદુ દેખાતું હતું એ વાત છુપાવતા કહ્યું, એક જાદુગર થઇ હું એમ પૂછું કે તારી આંખોમાં આ કયું જાદુ છે તો એ મારી પ્રતિષ્ઠાનો સવાલ હતો. કદાચ મને ઈગો નડી રહ્યો હતો.

“પ્રેમ..” વૈશાલીએ હળવા અવાજે કહ્યું, “એ પ્રેમ જેને મેળવવા હું એક નહિ અનેક જન્મ આ આંખોમાં તાકી રહું.”

“એની કોઈ જરૂર નથી...” મેં કહ્યું, “એક સહેલો રસ્તો છે એ પ્રેમને કાયમ માટે કેદ કરી લઈએ..”

“કેમ નહિ..” વૈશાલીએ એનો મોબાઈલ નીકાળી અમેં બંને દેખાઈએ એવી રીતે સેલ્ફી ખેચી હતી.

એક સાથે બે કામ થયા મારી આંખોમાં એને દેખાતું જાદુ અને એની આંખોમાં મને દેખાતું અજાણ્યું જાદુ બંને એ તસ્વીરમાં કેદ થઇ ગયા. અત્યારે એ તસવીર મારી સામે હતી.

વૈશાલીએ એ શેલ્ફી ફોટોની પ્રિન્ટ નીકાળી એને ફ્રેમ કરી પોતાના રૂમ પર લગાવી હતી. મને એ ફોટામાં પણ એનું આંખોમાં એક અજબ જાદુ દેખાયુ. એ જાદુ જે દુનિયાની કોઈ જાદુઈ કિતાબ વર્ણવી શકે એમ નથી. આંસુઓ ગાલ પરથી વહેવા લાગ્યા ત્યારે મને ભાન થયું કે હું અહી શા માટે આવ્યો હતો.

મેં લાગણીઓના પુરમાં મારી જાતને તણાતી રોકી. એ છતાં એ રૂમમાં લાગણીઓથી દુર રહેવું મુશ્કેલ હતું. ત્યાની દરેક ચીજ મને મારા અને વૈશાલીના સાથે વિતાવેલા સુખદ સમયની યાદ આપી જતો હતો.

અમે સાથે મળી ખરીદેલી વસ્તુઓ, વૈશાલીને મેં આપેલી ગીફ્ટો, એના ફેવરીટ કપડા, એવી અનેક ચીજો ત્યાં હતી જે લાગણીઓનું ઘોડાપુર બની મને એમાં તાણી જવા તૈયાર હતી.

મેં વૈશાલીની ફેવરીટ પિંક ટી-શર્ટ એના વોરડ્રોબમાંથી નીકાળી.

એ મેજિક પરફોર્મ કરવા માટે મારે વૈશાલીથી જોડાયેલી ચીજોનો ઉપયોગ કરવો જરૂરી હતો. હું જાણવા માંગતો હતો કે વૈશાલી ક્યા હતી. ખાસ તો એ જીવિત હતી કે કેમ?

હા, એ મુર્ખામીભર્યું હતું પણ મારી સ્થિતિ મહાભારતના યુધ્ધમાં અસ્વત્થામાંના મૃત્યુના સમાચાર જાણ્યા પછીના ગુરુદ્રોણની જે હાલત હતી એના જેવી હતી. ગુરુદ્રોણ જાણતા હતા કે અસ્વત્થામા અમર છે એ ઈમોર્ટલને કોઈ મારી ન શકે એ છતાં તેઓ સમાધિ લગાવી એ હકીકતને ચકાસવા માંગતા હતા.

વૈશાલી અમર તો ન હતી પણ મારું હૃદય ધબકી રહ્યું હતું એ વૈશાલીના જીવિત હોવાની સાબિતી હતી કેમકે જો એના શ્વાસ બંધ થઈ ગયા હોત તો મારું હૃદય પણ અટકી ગયું હોત. છતાં ગુરુદ્રોણ જેમ એ ચકસ્યા વિના હું જીવી શકું એમ ન હતો.

મેં રૂમમાં એક નજર કરી. એન્ટરટેન માટે રૂમમાં એક ટીવી અને સ્ટેરીઓ હતા. મારી જમણી બાજુની દીવાલ પર એલ.ઈ.ડી. ફ્લેટ ટી.વી. લાગેલું હતું. ટી.વી. નીચેના ભાગમાં શો કેશ બનાવેલું હતું જયારે ટીવીના બાજુની દીવાલ બૂક શેલ્ફ તરીકે વપરાઈ હતી. મને થયું વૈશાલી કયા પુસ્તાકો વાંચતી હશે..? એને કેવા પુસ્તકો પસંદ હશે..?

જોકે એની વાતો પરથી તો એને થ્રીલર અને જાસુસી પુસ્તકો કરતા અર્બન ફેન્ટાસી અને સુપર નેચરલ પુસ્તકો વધુ પસંદ હશે એમ લાગતું. કદાચ એના સુપર નેચરલ પ્રત્યેના અગાઢ પ્રેમને લીધે જ એ મારા તરફ આકર્ષિત થઇ હતી. કહે છે ને કે પ્રેમ થવા માટે પણ કારણની જરૂર પડે છે અને અમારા એક થવા માટે મારું જાદુ કારણ બન્યું હતું. એ દિલ્હીમાં પહેલીવાર મારો શો જોઈ મને ચાહવા લાગી હતી અને આજે મારું એ જ જાદુ અમારા એકબીજાથી દુર થવાનું કારણ પણ બન્યું હતું. મેં મારી જાતે એને મારાથી ક્યાય દુર મોકલી દીધી હતી. એટલે દુર કે એ ક્યા હતી એ મને ખબર જ ન હોય. એને પાછી કઈ રીતે મેળવવી એ પણ હું જાણતો ન હતો.

હવે જે કરવાનું હતું એ માટે સમય થઇ ગયો. મેં વૈશાલીની પિંક ટી-શર્ટ હાથમાં લીધી અને એક ઊંડો શ્વાસ લીધો.

હું ક્રિસ્ટલ બોવલના નિર્મળ પાણીને જોઈ રહ્યો. એ ધીમે ધીમે કોઈ સમુદ્રની જેમ ફેલાઈ જવા લાગ્યું. અને મારા અને પાણી વચ્ચે કોઈ સંબંધ બંધાઈ ગયો. અમારા વચ્ચે એક ગજબ કનેકશન રચાઈ ગયું. જાણે કે એ પાણી કોઈ બુસ્ટર એન્ટેના હતું.

એકાએક બાઉલ વાઈબ્રેટ થવા લાગ્યો અને રૂમમાં પંખો બંધ થઇ ગયો. વિજળીનો ગોળો ધડાકા સાથે તૂટી ગયો. ડાર્ક મેજિક પરફોર્મ થવા લાગ્યું હતું. ક્રિસ્ટલ બોલનો ઉપયોગ એ સફેદ જાદુગરો માટે પ્રતિબંધિત હતો માટે જ હું એના વિશે ખાસ જાણતો ન હતો. એનો ઉપયોગ ડાર્ક મેજીસિયન જ કરતા હતા. જે લગભગ હવે નામશેષ થઇ ચુક્યા હતા. ક્રિસ્ટલ બોલનો ખરો ઉપયોગ તો કોઈ વ્યક્તિ મર્યા બાદ સ્વર્ગમાં ગયો છે કે નરકમાં એ જાણવા માટે થતો હતો પણ આજે હું એનો ઉપયોગ સફેદ મેજિક તરીકે કરી રહ્યો હતો.

હું વૈશાલી ક્યા છે એ જાણવા એનો ઉપયોગ કરી રહ્યો હતો. કદાચ એ મારો વધુ પડતો આત્મવિશ્વાસ હતો કેમકે મને અંદાજ ન હતો કે ગમે તેટલા સારા દિલનો વ્યક્તિ પણ બ્લેક મેજિકની નજીક જાય તો તેનાથી બચી શકતો નથી. મને ખબર ન હતી કે એક સમયે એ જાદુ મને એ હદ સુધી ઘેરી વળશે.

રૂમમાં એસ્ટ્રલ ઉજાસ ફેલાઈ ગયો. અ ફૂલ સમ ગ્લેર કલર- કલર ઓફ ફાયર. એકદમ બધું બદલાઈ ગયું. રૂમ એ જ હતો પણ બધું અલગ હતું. જાણે સમય રીવાઈન્ડ થઇ ગયો હોય એમ મારી સામે મારા મેજિક શોનું દ્રશ્ય દેખાવા લાગ્યું.

વૈશાલી ખુરશીમાં ગોઠવાઈ. એ બહુ ખુશ હતી. એનો ચહેરો એની ખુશીથી ઉભરાઈ રહ્યો હતો. એ ટ્રીક પૂરી થાય અને હું એને પ્રપોઝ કરું એની રાહ જોઈ રહી હતી. એ વિચાર સાથે એના ધબકારા વધી રહ્યા હતા. એન્ડ અલાસ!

મેં એના પર કાળું કપડું ઓઢાડ્યું. એકાએક એ કપડું કોઈ પોર્ટલ હોય એમ વૈશાલી એમાં તણાવા લાગી. એ એમાં ખેચાવા લાગી અને હું એની પાછળ દોડી રહ્યો હતો.

હું એની પાછળ દોડી રહ્યો હતો અને એ પોર્ટલમાં ખેચાઈ રહી હતી.

“વિવેક મને બચાવી લે..” એના શબ્દોમાં અપાર વેદના હતી.

મારી ચારે તરફ મને આગ દેખાઈ રહી હતી. એ આગની જવાળાઓ મને દઝાડી રહી હતી પણ હું જાણતો હતો કે એ વાસ્તવિકતા નથી. એ માત્ર એસ્ટ્રલ-વર્લ્ડની ભ્રામકતા હતી. જો હું એ આગને આગ તરીકે ન સ્વીકારું તો એ મને દઝાડી શકે એમ ન હતી. એ માત્ર કાળા જાદુની ભ્રામક અસર હતી. મેં એને સ્વીકારી નહી.

મારે મારા લક્ષ પર ધ્યાન આપવાનું હતું. મારે વૈશાલીને એ પોર્ટલ ક્યા તાણી જાય છે એ જોવાનું હતું.

હું દોડતો જ રહ્યો, પણ મેં આંખને ખૂણે જોયું કે ચારે તરફ આગ વધી રહી હતી. જોકે એ મને દઝાડી શકતી ન હતી. હું દોડતા દોડતા ક્યા પહોચી ગયો એ મને જ ખબર ન હતી.

એ કોઈ ખંડેર જેવી જગ્યા હતી. મેં એ સ્થળ પહેલા ક્યારેય જોયેલું ન હતું. એકાએક એ કાપડનો ટુકડો જીવતા જાગતા માણસમાં ફેરવાઈ ગયો. એ હવામાં વૈશાલીને કેદ પકડી ઉભો હતો. એ બંને જાણે કોઈ ગુત્વકર્ષણ વિનાના ગ્રહ પર ઉભા હોય એમ હવામાં તરી રહ્યા હતા.

જાણે હું પૃથ્વી પર હતો જ નહિ. જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો હતો.

“દોડવાથી કઈ નહિ મળે જાદુગર..” એ કાળો પડછાયો બોલ્યો, “તું એને ક્યારેય નહિ બચાવી શકે..”

“હા, પણ હું ક્યારેય પીછો નહિ છોડું...” હું ગુસ્સાથી બરાડ્યો, “હું તને શોધીને જ રહીશ અને જયારે તું મારા હાથમાં આવીશ ત્યારે તને મળેલી સજાથી તને અંદાજ આવશે કે તે કેટલી મોટી ભૂલ કરી છે.”

“અત્યારે તારે વૈશાલી વિશે વિચારવું જોઈએ..” એકાએક એ પડછાયાનો હાથ વૈશાલીના ગાળા ફરતે વીંટાયો અને મને આસપાસની જવાળાઓ દઝાડવા લાગી.

એ એસ્ટ્રલ વર્લ્ડ હતું. ત્યાં મન પરથી સહેજ નિયંત્રણ જતા જ ભ્રામકતા વાસ્તવિકતા બની મન પર હાવી થઈ જાય છે.

“તું કોણ છે? અને શુ ઈચ્છે છે?” મેં પૂછ્યું, “તું મારી સાથે આ રમત કેમ રમ્યો?”

“હું કોણ છું એ મહત્વનું નથી. જાદુગરોની દુનિયામાં માણસને નહિ એના જાદુને ઓળખવામાં આવે છે.”

“તું શું ઈચ્છે છે?” મેં ફરી પૂછ્યું.

“રમત...”

“કેવી રમત?”

“તે જે નાગને બચાવ્યા છે એ બધાના જીવ હું ઈચ્છું છું.”

“એ અશક્ય છે.”

“તો વૈશાલીને ભૂલી જા.. એને હું અહીંથી નર્કના રસ્તે મોકલી દઈશ. ત્યાં મારી સારી એવી લાગવગ છે. મોટા ભાગના મને ત્યાં ઓળખે છે. હું ઘણા વર્ષો સુધી ત્યાં રહી આવ્યો છું.”

“અને ફરી હું તને ત્યાં જ મોકલી આપીશ.” મેં દાંત ભીંસીને કહ્યું.

“પણ એ માટે તારે મને ઓળખવો પડશે.. મને શોધવો પડશે...” એ પડછાયો રાક્ષસી અટહાસ્ય કરવા લાગ્યો, “અને મને ઓળખવા માટે મારાથી હાથ મિલાવવો પડશે કેમકે મને માત્ર મારા દોસ્તો જ ઓળખે છે. દુશ્મનો માટે મારું કોઈ નામ નથી..”

“શું ખાતરી કે હું તારી શરત માનીશ તો તું વૈશાલી ને છોડી મુકીશ?”

“અંતિમ કામ વખતે સોદો થશે, તું એક તરફ અંતિમ શિકાર કરીશ અને બીજી તરફ હું વૈશાલી તારા હવાલે કરીશ...” એની વૈશાલીની ગરદન પરની પકડ ઢીલી થઇ, “તમે એને શું કહો છો? આટા- પાટા..”

એના શબ્દો પછી ફરી એનું એ જ ગંદુ હાસ્ય સંભળાયું.

એ દુનિયા નર્ક જેવી હતી. ત્યાં દઝાડી નાખવા માટે જવાળાઓ અને ડરી જવા માટે અંધકાર સિવાય કઈ ન હતું. ફરી એ પડછાયો ઓગળવા લાગ્યો. મારે એના સુધી પહોચવું હતું. મેં આગનો સ્પ્રિંગ-બોર્ડ તરીકે ઉપયોગ કરી એ તરફ કુદકો લગાવ્યો, મારા હાથ આગળ લંબાવીને મેં લગાવેલ કુદકો વૈશાલી સુધી પહોચવા પૂરતો હતો, હવાને સ્પ્રિંગ-બોર્ડ તરીકે ઉપયોગ કરી કુદવાનું હું શીખેલો હતો. હું ફાઈનલી આર્ટ ઓફ મેજિક ઇન્સ્ટીટ્યુટનો સભ્ય હતો. જ્યાં હું આવી અનેક ચીજો શીખ્યો હતો.

પણ એ વ્યર્થ ગયું. મારા હાથ ત્યાં પહોચ્યા ત્યાં સુધીમાં એ પડછાયો વૈશાલી સાથે ઓગળી જવા આવ્યો હતો, મારા હાથમાં વૈશાલીનો હાથ આવ્યો, પણ એ હાથ જાણે ધુમાડો બની ગયો હોય એમ છટકી ગયો. મારી બંધ મુઠ્ઠી આરપાર એ નીકળી ગયો.

હું જમીન પર પટકાયો. મેં ફરી એ આગની જવાળાઓ સહન કરવાની માનસિક તૈયારી કરી લીધી હતી પણ હું આગને બદલે પાણીમાં પટકાયો.

હું ઉભો થયો. હું ફરી વૈશાલીના એ જ રૂમમાં હતો. અને બાઉલમાંથી વહીને પાણી આખા રૂમમાં ફેલાઈ ગયું હતું.

રૂમના બહારના ભાગમાં શોર સંભળાઈ રહ્યો હતો.

કદાચ પાણી બહાર પણ ગયું હતું. પી.જી. સંચાલકને લાગ્યું હશે કે બાથરૂમનો નળ ચાલુ જ રહી ગયો હશે કે પછી પાણીની ટાંકી ઓવર ફલો થઇ હશે.

એકાએક મારું ધ્યાન મારી બંધ મુઠ્ઠી પર ગયું. એમાં કોઈ વસ્તુ હતી. મેં મુઠ્ઠી ખોલી. એમાં વૈશાલીનું બ્રેસલેટ હતું. એ બ્રેસલેટ જે મેં એને એના છેલ્લા જન્મ દિવસ પર ભેટ આપ્યું હતું.

મેં ફરી મુઠ્ઠી ભીંસી લીધી.

મને દરવાજાના બહારના ભાગે કશુક અથડાવાનો અવાજ સંભળાયો. મેં બીજા હાથથી બાઉલ ઉઠાવ્યો અને જેવો દરવાજો ખુલ્યો અને પ્યુન સાથે બે ત્રણ મહિલાઓ અંદર દાખલ થઇ હું હવામાં ઓગળી ગયો. એ લોકો મને જોઈ શકયા નહી.

મને ક્રિસ્ટલ બોલની જળ સમાધિથી ખાતરી થઇ કે વૈશાલી હજુ જીવે છે પણ અફસોસ કે એ જીવન નર્ક જેવી કોઈ જગ્યાએ હતું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky