Sang rahe sajanno -18 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સંગ રહે સાજનનો -18

Featured Books
Categories
Share

સંગ રહે સાજનનો -18

નંદિની અને નિર્વાણ બહાર આવેલા છે. ત્યાં જ નંદિની ગુસ્સામાં કહે છે, મને તો લાગ્યું કે તુ આજે મમ્મીજી મમતામા મોહીને બધુ જ કઈ દેવાનો છે સાચુ.

નંદિની : તને મમ્મીજી એ શુ કામ બોલાવ્યો હતો ?? તે કંઈ કહ્યું તો નથી ને ??

નિર્વાણ વિચારે છે હુ કંઈ પણ કહીશ તો નંદિની વધારે ગુસ્સે થશે. એટલે તે કહે છે એ તો મમ્મી ને એના એના રિપોર્ટ ની ફાઈલ જોઈતી હતી એ મને આપી હતી પણ અત્યારે મળતી નથી.અને એમને ફરી માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો છે માટે એમને જોઈતી હતી ડોક્ટરને બતાવવા જવા.

પ્રેમલતાને આવો પ્રોબ્લેમ થોડા વર્ષો પહેલાં થયો હતો એટલે નંદિની આ વાત સાચી માની જાય છે. અને કહે છે પણ નિર્વાણ તુ એની વાતોમાં આવતો નહી એ તો બસ તારી પાસે બધુ કામ કરાવી ને રૂપિયા તો એના બે વહાલા દીકરાઓ ને જ આપશે.

નિર્વાણ : હા નહી કહુ કંઈ.

પણ તે મનમાં વિચારે છે કે મમ્મી કહેતી હતી કે હજુ મારે પૈસાની જરૂર પડે છે પણ હવે હુ તો ક્યાં હવે અહીની કંપનીમાથી પૈસા ઉપાડુ છું. મારે તો ફક્ત શેઠ ઈન્ડસ્ટ્રીઝ ની મદદ વડે સ્વેપ ઉભી કરવી હતી. તો હવે કયા પૈસાની મમ્મી વાત કરે છે ??

મારી પાછળ કંઈ બીજું નથી ચાલી રહ્યું ને ?? હુ પપ્પાથી છુપાવીને કરતો હતો મારી પોતાની ઓળખ માટે, પણ કોઈ અમને બન્ને ને છેતરી નથી રહ્યું ને ??

નિર્વાણ હાલ નંદિનીને કંઈ કહેતો નથી પણ આની બને તેટલી જલ્દીથી જલ્દી તપાસ કરવાનુ વિચારે છે...

   
              *.       *.        *.        *.        *.

પ્રેમલતા ચિતામાં આમ તેમ આટા મારી રહી છે. ભલે આ બધુ કર્યું હશે નિર્વાણે પણ આ બધુ કરાવવા માટે તૈયાર કરનાર નંદિની જ હશે.આ બધા કાવાદાવા મા એનુ મગજ જ ચાલે. હુ મારા દીકરાને ઓળખુ ને.

નિવેશ : પ્રેમા કેમ આમ આટા મારી રહ્યા છો ?? ચિતામાં છો ??

પ્રેમા : શું કહુ તમને .આપણે ત્રણ ત્રણ દીકરા હોવા છતાં આપણી સાથે કોઈ નથી. નિર્વાણ ને તો આપણી કોઈ પડી નથી હવે. વિરાટ પણ આપણી સાથે નથી અને ઈશાન છે પણ એ એના કામમાં વ્યસ્ત હોય છે.

એટલામાં ઈશાન ઘરે આવે છે અને કહે છે , મમ્મી પપ્પા સારૂ થયું તમે અહીં જ છો મારે તમારી સાથે વાત કરવી હતી.

નિવેશ : હા બોલને ??

ઈશાન :  મારૂ પ્રમોશન થયુ છે...પણ...

પ્રેમા : પણ શું ??

શ્રુતિ : એની ટ્રાન્સફર થઈ છે પુના..

નિવેશ : પણ પુના ??  હજુ સુધી તારી કોઈ વાર બદલી નથી થઈ ??

ઈશાન : ચીફ ઓફીસરે કહ્યું કે ત્યાના અમુક બહુ મહત્વના કામ માટે તારી જરૂર છે એટલે લગભગ એકાદ વર્ષ માટે તો ત્યાં રહેવાનું થશે.

પ્રેમા : તો ક્યારે જવાનું ?? તારે રહેવાની પણ વ્યવસ્થા કરવી પડશે ને ??

ઈશાન : બે દિવસ પછી જ સોમવારથી ત્યાં ડ્યુટી ચાલુ થઈ જશે. અને રહેવા માટે તો ત્યાં ક્વાર્ટરસના બંગલો અને ગાડી બધુ જ ત્યાંથી વ્યવસ્થા થઈ જશે. અને શ્રુતિ ને પણ સાથે લઈ જવામાં ત્યાં વાધો નથી એટલે તમે કહો તો અમે બે જ જઈએ.

નિવેશ : હા તો એ તો એ જ ને. તો અમને તારા જમવા કરવાની બાકી કોઈ ચિંતા નહી...

પ્રેમલતા તો જાણે ઉભી રહે છે તેના દીકરા આગળ વધે એનાથી ખુશ છે, પણ તેમની પાસે કોઈ નથી એટલે તે હવે દુખી થઈ જાય છે.

              *        *         *         *        *

આજે થોડું વહેલા શૂટિંગ કરવાનુ છે જેથી રાત્રે મોડું ન થાય. ત્યાં સેટ પર બધા આવી ગયા છે. માત્ર કામ રોકાઈ રહ્યુ છે ફક્ત એક વ્યક્તિ ના લીધે...એ છે આયુષી... તે હજુ આવી નથી.

વિરાટ ત્યાંથી બે ત્રણ વાર ફોન કરાવે છે તો કોઈ સામેથી કહે છે તે તો નીકળી ગઈ છે પણ ફોન ભુલી ગઈ છે. હવે વિરાટ અને તેની ટીમ પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

વિરાટને આજે આયુષી પર ગુસ્સો આવી રહ્યો છે કે હુ તેના લીધે વિશાખા ને જરૂર હતી તો પણ જલ્દી અહી આવી ગયો અને આ આયુષી... એટલામાં ત્યાં સામેથી તે આવતી દેખાય છે...પણ આ શું હજુ સુધી એકદમ મિડલ ક્લાસની જેમ કુર્તી કે સિમ્પલ જીન્સ, ટીશર્ટ મા આવતી આયુષી આજે બ્લેક કલરનુ ઢીચણ સુધી પહોંચે તેવુ વનપીસ પહેરીને આવી છે. અને તૈયાર પણ થયેલી છે.

તે વિરાટ ને જોઈને એક કાતિલ સ્માઈલ આપે છે જાણે તે વિરાટ ને આકર્ષિત કરવાની કોશિષ કરી રહી છે. પણ વિરાટ તો એને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપ્યા વિના કહે છે, ચાલ શુટિંગ નુ વહેલો ટાઈમ હતો અને તુ કેમ આટલી મોડી આવે છે ફટાફટ રેડી થા.

આયુષી જાણે વિરાટ ને મનાવવા માટે થઈને કહે છે સોરી મને પહેલાં ઓટો ના મળી અને મળી તો તેને પંક્ચર પડ્યું એટલે બીજી ઓટો મળતા વાર લાગી...અમારે ક્યાં તમારી જેમ ગાડીમાં આવવાનું હોય ?? સોરી... હવે ઘરેથી વહેલા નીકળીશ.

એ જે રીતે વિરાટ સાથે વાત કરતી હતી સ્પષ્ટ દેખાતુ હતુ કે તે વિરાટને તેની ગરીબીના નામ થી તેની સહાનુભૂતિ મેળવવા માટે ફ્લર્ટ કરી રહી છે.

સંયમ વિચારે છે, પહેલાં તો મને લાગતુ હતુ કે દાળમાં કંઈક કાળુ છે...પણ આ તો આયુષી નામની આખી દાળ કાળી છે. કારણકે તે વિરાટનો બેસ્ટ ફ્રેન્ડ છે તે વિરાટ અને વિશાખા બંને ને અને તેમના અગાઢ પ્રેમને પણ જાણે છે...એટલે તે વિચારે છે આ આયુષી નો સાચો રાઝ મારે જાણવો જ પડશે ....

               *          *          *         *          *

વિશાખા તેની મમ્મી સાથે વાત કરી રહી છે  બહુ ખુશમા છે.તેની મમ્મી કહે છે, હવે તો શ્રીમંત પછી તો તુ અહીં અમદાવાદ આવીશ ને ??

વિશાખા : હા આમ તો કદાચ અમારા પરિવાર મા રિવાજ છે કે વહુ પહેલી વાર ડીલીવરી માટે પિયર જાય. પણ તે છતાં હુ વિરાટને પુછીને કહીશ.

તે વાતો કરતાં કરતાં દરવાજો બંધ કરવાનુ ભુલી ગઈ હતી એટલે તેને યાદ આવતા તે બંધ કરવા જાય છે તો સામે જુએ છે તો સંયમ ઉભો છે તે આ વાત સાભળીને કહે છે, ભાભી તમારે ક્યાય જવાનું નથી. પછી વિરાટ નુ ધ્યાન કોણ રાખશે ??

વિશાખા : સંયમભાઈ તમે અહીં ક્યાંથી ??  વિરાટ ક્યાં છે ??.તમારે શુટિંગ નથી ચાલુ ??

સમય ખરેખરમાં વિશાખા ને આયુષી વિશે થોડી વાત કરવા આવ્યો હતો પણ તેને થયું હાલ કોઈ પ્રુફ સિવાય કોઈ વાત નથી કરવી અને તેને થયું સારૂ થયું હુ બરાબર સમયે આવ્યો નહી તો વિશાખાભાભી અમદાવાદ જવાનું નક્કી કરી દેત અને પેલી આયુષી વિરાટને પોતાનો કરવાની એક પણ તક ચુકતી નથી .

વિશાખા : સંયમભાઈ ક્યાં ખોવાઈ ગયા ??.અને વિરાટ નુ ધ્યાન રાખવા તો આખો પરિવાર અને તમે છો.

સંયમ :  આ તો એક કામ માટે બહાર આવ્યો હતો થોડી વાર મને થયું હવે તો તમે ત્યાં આવતા નથી એટલે મળતા નથી એટલે ખાસ તમારી ખહર પુછવા આવ્યો. ભાભી તમે ના જાઓ તો સારૂ.તમે મને તમારા ભાઈ જેવુ રાખો છો તો હુ કહુ છું એ માની જાઓ અત્યારે મારી પાસે તમને કહેવા માટે બીજુ કોઈ કારણ નથી. પણ મે તમને આવુ કંઈ કહ્યું છે એ વાત પ્લીઝ વિરાટ ને ના કહેતા...

વિશાખા સારૂ કહે છે પણ તેને કંઈ સમજાતુ નથી કે સંયમ તેને આવુ કેમ કહી રહ્યો છે....

શુ સંયમ આયુષીનો ખેલ જાણી શકશે ?? આયુષી આ બધુ શુ કામ કરી રહી છે ??  તે ખરેખર વિરાટ માટે આવી છે ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો  - 19

next part.......... publish soon..........................