Sang rahe sajan no - 15 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સંગ રહે સાજન નો -15

Featured Books
Categories
Share

સંગ રહે સાજન નો -15

વિરાટ રાત્રે સુતા વિશાખા સાથે વાત કરતો હોય છે.તે કહે છે રિપોર્ટ તો બધા નોર્મલ છે એટલે હવે એ તો શાતિ થઈ ગઈ. પણ હવે કાલે ઓડીશન લીધુ તેમાંથી કોઈ એકને પસંદ કરવાનુ છે..મને કંઈ સમજાતુ નથી .

વિશાખા : કેમ એવું શુ કન્ફ્યુઝન છે ?? જે સારુ લાગે વધારે બધી રીતે તેને હા પાડી દેવાની.

વિરાટ તેને આવેલી આજની બધી વાત કરે છે. મને આ આયુષીને હા પાડવી કે નહી કંઈ સમજાતુ નથી .તે ખરેખર સાચુ કહેતી હશે ?? તેને અનુભવ નથી બહુ આ કામનો પણ તેના આત્મવિશ્વાસ પરથી એવુ લાગે છે કે તે જલ્દી સેટ થઈ જશે.

જ્યારે બીજી રોશની હતી તે અનુભવી છે અને સાથે સારા પૈસાવાળા ઘરની છે. મને એમ થાય કે જેની પાસે આવડત હોય, અને ખરેખર જરૂર હોય તો તેમને  પહેલી વાર કોઈએ તો મોકો તો આપવો જોઈએ ને ??જેનુ બેકગ્રાઉન્ડ સારૂ હોય એ તો આમ પણ આગળ આવવાના જ છે ને ??

વિશાખા : હા પણ સાચુ છે.હવે તમને જે બરાબર લાગે તેને હા પાડી દો. બીજા ને  કહી દેવાનુ કે જરૂર હોય તો બોલાવીશુ.

વિરાટ : પણ હુ જેને બોલાવીશ એ જ આવશે ને આમ પણ. સારૂ કાલે નકકી કરી દઉ ફાઈનલ.....

                 *         *         *          *         *

નિવેશ કેબિનમાથી બહાર નીકળી થોડી વાર પોતાની કેબિનમા થોડું કામ પતાવી ત્યાંથી નીકળી જાય છે. તેઓ ઘરે આવીને તેમના રૂમમાં જાય છે. પ્રેમલતા ત્યાં જ હતી.તે નિવેશ ને ઉદાસ જોઈ પુછે છે , શુ થયું તમને ?? તમારી તબિયત તો સારી છે ને ??

નિવેશ : હા...પણ

પ્રેમા : પણ શું ?? શુ થયું મને તો કહો ?

નિવેશ: શુ કહુ તમને ?? ખબર છે આપણે ત્રણેય દીકરાઓ ને એક સમાન રાખ્યા છે કોઈ સાથે ભેદભાવ નથી રાખ્યો. તો પછી તેઓ આપણી સાથે કેમ આવુ કરી શકે??

પ્રેમા : કોણે શુ કર્યુ એ તો કહો ??

નિવેશ : નિર્વાણે આપણી જાણ બહાર બિઝનેસ શરૂ કર્યો છે અને એ પણ પોતાના નામે પણ એનુ પાર્ટનર બીજું કોઈ નહી પણ આપણા સૌથી મોટા કોમ્પિટિટર કહો કે જે હંમેશાં આપણી વિરુદ્ધમા જ હંમેશા હોય છે તેની સાથે ધંધો શરૂ કર્યો છે.

પ્રેમા : કોણ છે એવુ ??

નિવેશ : ધનરાજ નાયક... અને મને પાકો વિશ્વાસ છે કે એ નિર્વાણ ને વિશ્વાસમા લઈને તેને આપણા વિરુદ્ધ કરીને તેની ખરેખરની તાકાત ને ખોખલી બનાવી રહ્યો છે.

પ્રેમા : નિર્વાણ ને વાત કરવી પડશે.

નિવેશ : નિર્વાણ એમ થોડી કંઈ આપણી વાત હવે માનશે??અને લંડનમા છે બિઝનેસ તો અને નિર્વાણ તો હમણાં છેલ્લા એક વર્ષથી ઈન્ડિયાની બહાર ગયો નથી. તો ત્યાં બિઝનેસ કોણ સંભાળી રહ્યું છે એ જાણવુ પડશે ને ??

પ્રેમા : કદાચ એવુ તો નહી હોય ને ઈન્વેસ્ટમેન્ટ અને કંપનીનુ બધુ નિર્વાણ ના નામે હોય અને અને બિઝનેસ ધનરાજ કરતો હોય??

નિવેશ : એવુ ના કહો, જો સાચે એવુ હશે તો એ આપણને બદનામ કરી નાખશે. હવે મારે સાચે આ ખેલ શું રમાઈ રહ્યો છે જાણવુ જ પડશે....

               *         *         *          *         *

વિશાખા : વિરાટ આજે જે પણ નિર્ણય કરો તમને દિલથી યોગ્ય લાગે તે કરજો...બાય...લવ યુ....!!

વિરાટ : હા, બકા. ત્યાં જઈને  સંયમ સાથે વાત કરીને ફાઈનલ કરૂ. યાર તુ હતી તો કંઈ વાધો જ નહોતો. અને કામની પણ કેટલી મજા આવતી હતી.

વિશાખા : એ તો છે જ ને. પણ દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે...

વિરાટ : હા બકા એ તો હુ પણ સમજુ છું. પણ હવે મારે પણ કોઈ નવી વ્યક્તિ સાથે સેટ થવુ પડશે ને ??

વિશાખા : હા થઈ જશે. એ તો શુટિંગ જ કરવાનુ છે ને બાકી તો હુ છું જ ને....

વિરાટ : હમમમ...એ તો તારા વિના હુ અધુરો છું... બાય...લવ યુ...ટેક કેર...કહીને વિશાખા ને એક ગાલ પર કિસ કરીને જાય છે...લગ્ન પછી હજુ સુધી એક દિવસ નથી આવ્યો કે તે વિશાખાને બહાર કામ માટે જતી વખતે તેને આ રીતે પ્રેમથી કિસ કર્યા વિના ગયો હોય...

અને એ સાથે જ તે સેટ પર જવા નીકળી જાય છે. ત્યાં પહોચતા જ તે રસ્તામાં સંયમ સાથે વાત કરવા ફોન કરીને બોલાવે છે અને જેવો તે તેની ઓફિસ પહોંચે છે ત્યાં આયુષી આવીને બેઠેલી જ છે..એ જોઈને વિરાટ કહે છે, તમે અહીં ?? મે તો તમને ફોન કરવાનુ કહ્યું હતુ ને ??

આયુષી : સાહેબ આ તો તમારે ફોન કરવાની તફલીક લેવી પડે એના કરતાં હુ જ આવી ગઈ. અને તમે જો હા કહી દો તો મારી માતાનો ઈલાજ શરૂ થઈ જાય.

વિરાટ ને કંઈ સમજાતુ નથી કે આ છોકરી કયા પ્રકારની છે.તે કહે છે, થોડી વાર બેસો પછી કહુ. એટલામાં સંયમ ત્યાં આવે છે. બંને વાતચીત કરે છે.

સંયમ : વિરાટ એક વાત કહુ કોણ જાણે એ ગમે તેટલી દેખાવડી, બધી જ રીતે આમ આપણા ક્રાયટેરિયા મુજબ પરફેક્ટ છે પણ મને તે બરાબર નથી લાગતી. બાકી તો તારી મરજી.તુ જે કહે તે ફાઈનલ.

વિરાટ : મને એમ થાય છે કે એને હવે ના પાડશુ તો એમ જશે ખરી ?? અને મને એવું થાય છે કે એને સાચે પૈસાની જરૂર હોય.

હુ એવું વિચારૂ છું કે આપણે આ એક આલ્બમમાં તેને લઈએ પછી જોઈએ કેવુ રહે છે ના બરાબર લાગે તો બીજા આલ્બમમાં ના પાડી દઈશું. એમ કહીને તે આયુષીને બોલાવીને હા પાડે છે.......

વિરાટનુ આ પગલુ સાચુ હશે કે પછી આ એક હા થી તેના જીવનમાં શુ ઝંઝાવાત આવશે ?? નિવેશશેઠ પોતાના દીકરા નિર્વાણના કરતુતો ઠીક કરવા શુ કરશે ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો - 16

next part.............. publish soon................