Maut ni Safar - 36 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 36

The Author
Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

મોત ની સફર - 36

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 36

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ એક શૈતાની આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમ લોખંડનો દરવાજો વટાવી આગળ વધે છે જ્યાં મમી વોરિયર સામે મુકાબલો કરતાં કંઈક નવીન બને છે.જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં તરફ પહોંચવા એક કોયડો ઉકેલી આગળ વધે છે.

માઈકલ ખજાનાં સુધી પહોંચવાનો છેલ્લો કોયડો પોતે ઉકેલવામાં સફળ રહ્યો છે એવું માની બીજી હરોળનાં પથ્થર પર કૂદકો લગાવે છે.. સાહિલ અને અબુ તો રોકાયેલાં શ્વાસે માઈકલ ની અનુમાન સાચું હતું એ વિચારી જડવત ઉભાં હતાં.. માઈકલ નાં કૂદકો માર્યા ની દસેક સેકંડ બાદ પણ કોઈ જાતની હિલચાલ કે અણગમતી ઘટના ના બનતાં એ બંને ને પણ રાહત થઈ.

માઈકલે એ પથ્થર પર ઉભાં રહી સાહિલ અને અબુને ઉદ્દેશીને કહ્યું.

"હવે હું આગળ વધુ છું.. જેવો હું આગળ નાં પથ્થર પર પહોંચું એટલે સાહિલ તો આ પથ્થર પર આવી જજે.. ત્યારબાદ હું પુનઃ આગળ વધુ એટલે સાહિલ તો ચોથી હરોળનાં પથ્થર પર આવજે અને અબુ તું બીજી હરોળનાં.. "

"સારું.. "અબુ એ વળતો જવાબ આપતાં કહ્યું.

માઈકલે પોતાનાં શરીરનું વજન થોડું પાછળની તરફ લીધું અને ચોથી હરોળનાં પથ્થર પર છલાંગ લગાવી દીધી.. ત્યાં મહામહેનતે પોતાની જાતને ટેકવ્યાં બાદ માઈકલે ફરીને પાછું જોયું અને સાહિલને આગળ વધવા કહ્યું.. માઈકલ નાં કહેતાં ની સાથે સાહિલે પણ બીજી હરોળનાં પથ્થર પર છલાંગ મારી દીધી.. સાહિલ પણ સહી સલામત આગળ વધી ગયો હતો એનાં લીધે અબુ અને માઈકલનાં ચહેરા પર રાહત વર્તાઈ રહી હતી.

"હવે હું આગળ વધુ છું.. હું છઠ્ઠી હરોળનાં પથ્થર પર આવું એટલે સાહિલ તું ચોથી હરોળનાં પથ્થર પર અને અબુ તું બીજી હરોળનાં પથ્થર પર છલાંગ લગાવી દેજો.. "

આટલું કહી માઈકલે પુનઃ છલાંગ લગાવી અને છઠ્ઠી હરોળનાં પથ્થર સુધી પહોંચી ગયો.. ત્રીજી વખત પણ માઈકલની ગણતરી મુજબ કંઈ પણ જાતની હિલચાલ ના થતાં એનું અનુમાન સાચું હોવાનો અબુ અને સાહિલને વિશ્વાસ આવી ગયો.. હવે તો મનમાં રહી ગયેલો લેશમાત્ર ડર પણ દૂર કરી સાહિલે ચોથી હરોળનાં પથ્થર પર અને અબુ એ બીજી હરોળનાં પથ્થર પર છલાંગ લગાવી લીધી.. અબુનું શરીર ભારે હોવાની એને વ્યવસ્થિત છલાંગ લગાવી આગળ વધવામાં તકલીફ તો મહેસુસ જરૂર થઈ હતી.. છતાં એ હેમખેમ બીજી હરોળનાં માઈકલે કહેલાં પથ્થર પર ઉભો હતો એ જોઈ સાહિલ અને માઈકલને હાશ થઈ.

"હવે હું આઠમી હરોળનાં પથ્થર પર પહોંચું છું.. આ હરોળ નાં બધાં પથ્થરો પર પગ મુકવો સુરક્ષિત છે માટે હું અહીં પહોંચું એટલે તમે બંને પણ અહીં સુધી આવી જજો.. "માઈકલે સાહિલ અને અબુને સંબોધીને કહ્યું અને પછી ઊંડો શ્વાસ ભરી આઠમી અને સૌથી વધુ સુરક્ષિત એવી પથ્થરની હરોળ પર કૂદકો મારી દીધો.

માઈકલ ત્યાં સહી સલામત ઉતરાણ કરી ચુક્યો હતો.. અને એને જે અંદાજો લગાવ્યો હતો એ મુજબ એ હરોળનાં બીજાં પથ્થર પર પણ પગ મૂકીને એ વાતની ખાતરી કરી લીધી કે આ આખી હરોળ એકદમ સહી સલામત છે.

"હવે તમે બંને પણ અહીં આવી જાઓ.. "અબુ અને સાહિલને ઉદ્દેશીને માઈકલ બોલ્યો.

માઈકલ ની વાત સાંભળી અબુ અને સાહિલે પણ એક પછી એક પથ્થર પર કૂદકો લગાવી આઠમી હરોળ સુધી પહોંચવામાં સફળતા મેળવી લીધી.. આ સાથે જ એ લોકો પોતાની છેલ્લી સફર નાં મધ્ય સુધી પહોંચી ગયાં.. હવે બાકીની અડધી સફર પણ આમ જ પુરી થાય એવી ઈચ્છા એ લોકો મનોમન સેવી રહ્યાં હતાં.

"સાહિલ, હવે તું પહેલાં આગળ વધ અને અબુ તું એની પાછળ જા.. "માઈકલે આગળ વધવાનો ક્રમ બદલતાં કહ્યું.

માઈકલની વાત માની સાહિલે હકારમાં પોતાની ગરદન હલાવી અને આઠમી હરોળનાં પથ્થર પરથી દસમી હરોળનાં પથ્થર પર કૂદકો લગાવી દીધો.. ત્યારબાદ સાહિલે બારમી હરોળનાં પથ્થર પર કૂદકો લગાવ્યો.. સાહિલ નાં સલામત ઉતરતાં ની સાથે જ અબુ એ પણ એની પાછળ પાછળ કૂદકો માર્યો અને દસમી હરોળનાં પથ્થર ઉપર જઈ પહોંચ્યો.

સાહિલે ત્યારબાદ ચૌદમી હરોળનાં પથ્થર ઉપર છલાંગ લગાવી એટલે અબુ બારમી અને માઈકલ દસમી હરોળ પર આવી પહોંચ્યો.. હવે એક જ કૂદકો અને સાહિલ ખજાનો જ્યાં હતો એ રૂમની બિલકુલ નજીક પહોંચી જવાનો હતો.. સાહિલે પોતાનાં ઈષ્ટદેવ ને મનોમન યાદ કરી ચૌદમી હરોળ થી કૂદકો લગાવી સીધી પથ્થરોની પંદરમી હરોળને ઓળંગી સલામત ઉતરાણ કર્યું એ સાથે જ એ આનંદથી ઝૂમી ઉઠ્યો.

અબુ પણ સાહિલની પાછળ પાછળ સલામત જગ્યાએ પહોંચી ગયો.. હવે વારો માઈકલનો હતો એ પણ બારમી હરોળ પાર કરી ચૌદમી હરોળ સુધી પહોંચી ચુક્યો હતો.. હવે એક જ છલાંગ અને એ પણ અબુ અને સાહિલની સાથે સુરક્ષિત બીજાં છેડે ખજાનાં જોડે પહોંચી જવાનો હતો.

વધુ પડતાં આત્મવિશ્વાસથી ભરાયેલાં માઈકલે પોતાનાં સ્વપ્ન સમી મંજીલ ને નજીક જોઈને ચૌદમી હરોળનાં પથ્થર પરથી મંજીલ ને આંબવાનો છેલ્લો કૂદકો લગાવી દીધો.. પણ એની છલાંગ ટૂંકી પડી અને માઈકલનો પગ પંદરમી હરોળનાં પથ્થર પર પડ્યો.. પોતાની આ ભૂલથી ડરેલાં માઈકલનું બેલેન્સ પણ બગડ્યું અને એ ત્યાં જ પોતાની જાતને કંટ્રોલ કરતો ઉભો રહી ગયો.

બીજી જ ક્ષણે માઈકલની નજર પોતાની તરફ આવી રહેલાં ધારદાર તીર ની તરફ પડી અને એની વિચારવાની શક્તિ શૂન્ય બની ગઈ.

***

વિરાજ ની ટુકડી હિંમત સાથે મમી વોરિયરની સામે લડત આપવામાં તો સફળ થઈ હતી પણ મમી વોરિયર ને હરાવવા એ લોકો માટે અશક્ય વસ્તુ સાબિત થઈ રહી હતી.આ દરમિયાન ડેની ને બચાવવા વિરાજે છોડેલી બુલેટ ગુરુની બેગમાં ભરાવેલી પાણીની બોટલ સાથે અથડાતાં બોટલમાં છિદ્ર બની ગયું અને એમાંથી નીકળેલું પાણી ડેની પર હુમલો કરવાં જતાં મમી વોરિયર ની પીઠ ઉપર પડતાં એ મમી વોરિયર જોરજોરથી કરાહવા લાગ્યો.

એની પીઠ ઉપર પડેલાં પાણી નાં લીધે પીઠ નો ભાગ સળગતો હોય એમ એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો.. વીતતાં સમયની સાથે એ મમી વોરિયર ની પીડા વધી રહી હોય એવું એની ચીસો ઉપરથી લાગી રહ્યું હતું.. અન્ય ત્રણ મમી વોરિયર પણ પોતાનાં સાથીદાર ની આ હાલત જોઈ થોડો સમય લડાઈ પડતી મૂકીને અટકી ગયાં.

જેની ઉપર પાણી પડ્યું હતું એ મમી વોરિયર ની પીઠ નો ભાગ ધીરે-ધીરે રાખમાં પરિવર્તિત થઈ ગયો અને પીઠ થી લઈને છાતીનાં ભાગમાં એક મોટું બાકોરું પડી ગયું.દર્દથી બુમો પાડતો એ મમી વોરિયર રાખનાં ઢગલામાં પરિવર્તન પામી ગયો.. આ દ્રશ્ય જોતાં જ વિરાજ નાં મનમાં એક ઝબકારો થયો અને એ પોતાનાં બાકીનાં સાથીદારોને ઉદ્દેશતાં બોલ્યો.

"દોસ્તો.. પોતપોતાની પાણીની બોટલ કાઢો અને આ મમી વોરિયર પર પાણી નો છંટકાવ કરો.. "

વિરાજ શું કહી રહ્યો હતો અને કેમ કહી રહ્યો હતો એ વાત ડેની, ગુરુ અને કાસમ સમજી ગયાં.. ગુરુ ની બોટલથી તો ડેની સામે મુકાબલો કરી રહેલાં મમી વોરિયર નું કામ તમામ થઈ ગયું હતું.. એટલે ડેની એ પોતાનાં બેગમાંથી પાણીની બોટલ નીકાળી અને એનું ઢાંકણું ખોલી એમાંથી પાણી ગુરુ ની સામે લડી રહેલાં મમી વોરિયરનાં ચહેરા ઉપર જ ઉપર છાંટી દીધું.

આમ થતાં જ ગુરુ ની સામે લડતાં મમી વોરિયરનો આખો ચહેરો સળગી ઉઠ્યો અને એમાંથી ધુમાડો નીકળવાની સાથે એ મમી વોરિયરની પીડાદાયક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી.. એ મમી વોરિયર પણ રાખમાં પરિવર્તિત થઈને નેસતાનાબુદ થઈ ગયો.

કાસમ અને વિરાજે પણ પોતાની જોડે રહેલાં પાણીની મદદથી પોતાની સમક્ષ લડતાં મમી વોરિયરનો સફાયો કરી દીધો.. આમ થતાં જ લોહી અને પરસેવાથી તરબતર ચારેય મિત્રો એકબીજાને ખુશ થઈને ભેટી પડ્યાં.. અત્યાર સુધી એમની સફરમાં આવેલું આ સૌથી મોટું વિઘ્ન પાર કર્યાં બાદ એ ચારેય જણા એકબીજાને ગળે લગાવીને નાના બાળકની જેમ ખભે હાથ મૂકી વર્તુળ બનાવી ઝૂમી રહ્યાં હતાં.

"આખરે આપણે આ ઉપાધીને પણ હરાવી દીધી.. "રાખનાં ચાર ઢગલાં તરફ જોઈ વિરાજ શાંતિથી શ્વાસ લેતાં બોલ્યો.

"વિરાજ.. મને લાગે છે આપણું વધુ સમય અહીં રોકાવું યોગ્ય નથી.. કેમકે અહીં આવાં બીજાં મમી વોરિયર હોવાની શક્યતા રહેલી છે.. "કાસમે વિરાજને સલાહ આપતાં કહ્યું.

"અને આપણે સાહિલ અને જોહારી ને માઈકલ નામનાં એ ધુર્ત માણસથી પણ બચાવવાનાં છે.. તો હવે જલ્દી નીકળીએ.. "ગુરુ પણ પોતાનાં શરીર પર પડેલાં ઘા ને હાથથી સ્પર્શતા બોલ્યો.

ગુરુની વાત નો જવાબ આપવાનાં બદલે વિરાજે પોતાનું ડોકું ધુણાવ્યું અને આગળ તરફ જતાં રસ્તાની તરફ ડગ માંડ્યા.. ગુરુ, ડેની અને કાસમ પણ એની પાછળ પાછળ આગળ ચાલી નીકળ્યાં.. આ એમની સફરનું અંતિમ પગથિયું હતું જ્યાં એમનાં હાથમાં શું આવશે એ વાતથી એ લોકો સાવ બેખબર હતાં.

વધુ નવાં ભાગમાં.

★★★