Maut ni Safar - 32 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 32

The Author
Featured Books
  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

Categories
Share

મોત ની સફર - 32

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 32

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને પાર કરી લીધાં બાદ બે વિશાળ કરોળિયાં ને મારીને આગળ વધે છે જ્યાં વિરાજ અમુક વસ્તુઓ જોઈને એવું કહે છે કે સાહિલનો જીવ જોખમમાં છે.. .તો બીજી તરફ એક વિશાળકાય અજગર થી બચીને માઈકલ અને એની ટુકડી આગળ તો નીકળી જાય છે પણ જોહારીને ના જોતાં અબુ અને સાહિલ માઈકલને પૂછે છે કે જોહારી ક્યાં છે.. ?

"વિરાજ તું આવું કેમ બોલ્યો કે સાહિલ નો જીવ જોખમમાં છે.. ?"સાહિલ ની તરફ જોઈ ગુરુ એ ચિંતિત મુખમુદ્રા સાથે પૂછ્યું.

"આપણી સાથે મોટી ગેમ રમાઈ ગઈ છે.. આ પાસપોર્ટ અને નકશો જોવો.. "આટલું કહી વિરાજે પોતાની જોડે રહેલાં પાસપોર્ટ અને નકશો ગુરુ, કાસમ અને ડેની તરફ લંબાવ્યો.

વારાફરથી વિરાજે આપેલો માઈકલ અને અબુ નો પાસપોર્ટ તથા હબીબી ખંડેર ની નીચેનો રસ્તો દર્શાવતો જૂનો પુરાણો નકશો ચકળવકળ આંખે જોઈ રહેલાં કાસમ, ડેની અને ગુરુની આંખમાં આ સાથે જ દુનિયાભરનું આશ્ચર્ય ઉભરી આવ્યું.

"આનો મતલબ કે માઈકલ આપણી જોડે જૂઠું બોલતો આવ્યો છે.. ?"માઈકલનો પાસપોર્ટ જોતાં જોતાં ગુરુ વિરાજની તરફ જોઈને બોલ્યો.

"હા, મને લાગે છે માઈકલે આપણ ને મૂર્ખ બનાવ્યાં છે અને એની પાછળનું કારણ આપણે ધારીએ એથી પણ ખૂબ મોટું છે.. એને આપણાં થી એ વાત છુપાવી કે એ પોતે પણ ઈન્ડિયા જઈ આવ્યો હતો અને બે વાર એ આ પહેલાં પણ ઈજીપ્ત આવી ચુક્યો છે.. "વિરાજ માઈકલ દ્વારા એમનાંથી છુપાવેલી વાતો વિશે જણાવતાં બોલ્યો.

"સાથે-સાથે એને આપણાથી એ પણ છુપાવ્યું કે અબુ હકીકતમાં ભલે અહીંનો મૂળ નાગરિક હશે પણ હાલ તો એને બ્રિટન નું નાગરિકત્વ પ્રાપ્ત છે.. "કાસમ પણ હવે એક પછી એક વાતો ક્લિયર કરતાં બોલી રહ્યો હતો.

"આ સાથે એની જોડે અહીંનો નકશો હોવાનું પણ એને છુપાવ્યું હતું.. નકશા મુજબ આપણે જે રસ્તે આવ્યાં ત્યાં કઈ-કઈ મુસીબતો આવવાની છે એની માઈકલ ને ખબર હોવાથી પોતે સરળ રસ્તો પસંદ કર્યો.. અને આ બધી મેલી રમત પાછળ જો એની લાલચ સમાયેલી હશે તો સાહિલ નો જીવ નક્કી જોખમમાં છે.. સાથે-સાથે જો જોહારી એમને સલામત મળી ગયો હોય તો એની જીંદગી પર પણ મુસીબત નાં વાદળો મંડરાઈ રહ્યાં છે.. "વિરાજ નાં ચહેરા પર એક અજાણ્યો ભય આ સાથે દેખાઈ રહ્યો હતો.

"તો ભાઈ હવે શું કરીશું.. ?"વિરાજ ની વાત સાંભળી ચિંતિત સ્વરે ગુરુ બોલ્યો.

"જોવો.. આ નકશા મુજબ માઈકલ જે રસ્તે આગળ વધ્યો એ રસ્તો અને આપણે આગળ વધીએ છીએ એ રસ્તો નક્કી આગળ જતાં ભેગાં થાય છે અને ત્યાં જ આપણી આખરી મંજીલ આવેલી છે.. "ગુરુ નાં સવાલનાં પ્રત્યુત્તરમાં વિરાજ બોલ્યો.

"તો પછી ચલો હવે અહીં વાતોમાં અને વિચારવામાં સમય બગાડયાં વગર આગળ વધીએ.. વિરાજની વાત સાંભળી કાસમ બોલ્યો.

આ સાથે જ પોતાનાં મિત્રોને બચાવવાનાં ઈરાદા સાથે વિરાજ ની આગેવાનીમાં કાસમ, ગુરુ અને ડેની ચાલી નીકળ્યાં આગળની તરફ.

***

"ભાઈ.. બોલને જોહારી ક્યાં રહ્યો.. ?"માઈકલ ની જોડે જોહારીને ના જોતાં અબુ અને સાહિલે માઈકલને સવાલ કર્યો.

"મને બચાવવા જોહારી એ પોતાની કુરબાની આપી દીધી.. "નંખાયેલાં અવાજે આટલું બોલી માઈકલ હતાશ વદને ચુપચાપ ગરદન ઝુકાવી ઉભો રહી ગયો.

"મતલબ.. એ મરી ગયો.?"માઈકલ ની વાત સાંભળી સાહિલ આશ્ચર્ય સાથે બોલ્યો.

"હા.. જોહારી હવે આપણી વચ્ચે નથી રહ્યો.. "રડમસ સ્વરે માઈકલ બોલ્યો.

"પણ કેવી રીતે આ બધું બન્યું.. ?"અબુ એ ચૂપચાપ ઉભેલાં માઈકલને ખભેથી હલાવતાં કહ્યું.

જવાબમાં માઈકલે કઈ રીતે જોહારીનું મોત થયું એ વિશે જણાવવાનું શરૂ કર્યું.

"એ અજગર નાં શરીર માં અમે ઘુસાડેલા ખંજર નાં લીધે ગુસ્સામાં એ અજગર મારી તરફ આગળ વધ્યો.. મેં મારી શોટ ગનથી એ અજગરની બંને આંખો તો ફોડી નાંખી પણ એ અજગર પોતાની સૂંઘવાની શક્તિ વડે અમારો રસ્તો રોકીને ઉભો રહી ગયો.. હું અને જોહારી એ અજગરની બિલકુલ સામે આવીને ઉભાં રહી ગયાં.. પોતાની લપકતી જીભ વડે એ અજગર અમારાં શરીરનાં તાપમાન નો અંદાજો લગાવી અમારી નજીક આવી પહોંચ્યો હતો."

"અમે નજીકમાં એનો શિકાર બની જવાનાં હતાં.. મેં મારી શોટગન નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો.. પણ એ જામ થઈ ગઈ અને એ અજગર યમ બનીને અમારી સામે જીભ લપલપાવતો હતો.. નજીકમાં જ અમારી બંનેની મોત નિશ્ચિત હતી પણ આવાં સમયે જોહરીએ મને જે કહ્યું એ ખરેખર એની હિંમત નો અને દિલેરી નો પરિચય આપનારું હતું."

"જોહારી એ મને કહ્યું કે હું આ અજગર નો શિકાર બનવા તૈયાર છું.. હું આ અજગર સાથે મુકાબલો કરું ત્યાં સુધી તું અહીંથી ભાગી નીકળ.આપણા બંનેનો ભોગ લેવાય એનાં કરતાં હું એકલો જ આનાં હાથે મોતને ભેટું એ ઉચિત ગણાશે.. આટલું કહી એને મને ધક્કો માર્યો અને પોતે છરી લઈને એ અજગર તરફ આગળ વધ્યો.. "

"હું ત્યાંથી થોડે દુર આવી પહોંચ્યો ત્યારે મને જોહારી ની મરણતોલ આખરી ચીસ કાને પડી.. મને બચાવવા એ બિચારો મોત ને ભેટ્યો.. સલામ છે જોહારી ને.. "રડમસ સ્વરે આટલું બોલી માઈકલ અબુને ભેટી પડ્યો.

સાહિલ ની આંખમાં પણ માઈકલ ની વાત સાંભળી આંસુ ઉભરી આવ્યાં.. .પણ સાહિલ ની સમક્ષ નાટક કરતો હોય એમ માઈકલ અબુ ને ભેટીને કટુ મુસ્કાન કરતો રહી ગયો.એનાં ચહેરા પર મોજુદ શૈતાની ચમક દર્શાવતી હતી કે જોહારી ની મોત પાછળનું કારણ માઈકલે જણાવ્યું એ તો નહોતું જ.

થોડો સમય એ ત્રણેય જણા જોહારી ની મોત નું માતમ મનાવતાં ત્યાં જ ઉભાં રહ્યાં.. પણ હવે ત્યાં રોકાઈને કોઈ ફાયદો નથી એમ માની એ લોકો આગળ વધી ગયાં.

રસ્તામાં ચાલતાં ચાલતાં માઈકલ નાં મનમાં એક વાત ક્યારનીયે ઘુમરાવા લઈ રહી હતી.. જે વિશે અબુ જોડે ચર્ચા કરવી જરૂરી હતી.. પણ સાહિલની હાજરીમાં માઈકલ અબુ જોડે પોતાનાં મનની વાત કરી શકવાની સ્થિતિમાં નહોતો એટલે સાહિલને થોડો સમય પોતાનાંથી દુર કરવાનો કોઈ કીમિયો માઈકલ શોધી રહ્યો હતો.

થોડે દુર આગળ વધ્યા બાદ માઈકલે સાહિલને ઉદ્દેશીને કહ્યું.

"સાહિલ, તું જઈને આ પાણીની ખાલી થયેલી બોટલો ભરતો આવને.. થોડાં પાછળ જઈશ ત્યાં ગુફાની દીવાલમાંથી જે પાણી ઝરતું હતું એ પીવાલાયક લાગતું હતું.. "

"હા.. લાવ બોટલો હું જતો આવું.. "માઈકલનાં જોડેથી પાણીની બોટલો લેતાં સાહિલ બોલ્યો.

"ભાઈ.. sorry.. એ વખતે મારાં ધ્યાન બહાર જતું રહ્યું કે બોટલો ખાલી છે અને નાહકમાં તને તકલીફ આપવી પડી.. "એક્ટિંગ કરતાં દિલગીર સ્વરે માઈકલે સાહિલ ને કહ્યું.

"એમાં શું યાર.. મિત્ર જ મિત્ર નાં કામ આવે.. એમાં તકલીફ ની શું વાત.. "આમ કહી સાહિલ પાણીની બોટલો લઈ એ લોકો આવ્યાં હતાં એ રસ્તે પાછો ચાલતો થયો.

"અબુ.. સાંભળ એક અગત્યની વાત કહેવી છે.. "સાહિલનાં થોડે દુર જતાં જ અબુ નાં કાનમાં ફુસફુસાતાં માઈકલ બોલ્યો.

"હા.. એ તો મને લાગ્યું કે તે સાહિલ ને એટલે જ પાણી ભરવા મોકલ્યો છે.. બોલ શું કહેવું છે.. ?"અબુ એ પૂછ્યું.

"અબુ, મારી બેગ ભૂલથી વિરાજ જોડે રહી ગઈ છે.. જો વિરાજ બેગ ને કોઈ કારણોસર ફેંદશે તો એમાંથી આપણાં બે નાં પાસપોર્ટ અને અહીંનો નકશો એનાં હાથમાં આવી જશે.. અને વિરાજ એટલો ડફોર નથી કે આ બધી વસ્તુનો મતલબ નહીં સમજે.. "અબુની તરફ જોઈ ચિંતિત ભાવ સાથે માઈકલ બોલ્યો.

"પણ તે જે રસ્તે એ લોકોને મોકલ્યાં એ રસ્તો તારાં કહેવા મુજબ એટલો ખતરનાક છે કે ત્યાંથી જીવતું નીકળવું જ અશક્ય છે.. "માઈકલની વાત સાંભળી અબુ બોલ્યો.

"હા.. એ વાત તો ખરી.. પણ જો કોઈ તિકડમ ભીડાવી એ લોકો બચી ગયાં તો.. ?"અબુ ની તરફ જોઈ માઈકલે સવાલ કર્યો.

"તો તો મોટી ઉપાધિ આવી જશે.. એ લોકો જોડે સવાલો હશે જેનો જવાબ આપવાની ક્ષમતા આપણી જોડે નહીં હોય.. "અબુ બોલ્યો.

"પણ.. આપણે સૌથી પહેલાં રાજા અલતન્સ નાં ખજાના અને ખાસ તો ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના સુધી પહેલાં પહોંચી જઈએ તો કંઈક વાત બને.. અને મારી ગણતરી મુજબ શક્યવત એવું જ બનશે.. "માઈકલ વિશ્વાસ સાથે બોલ્યો.

"હું પણ વિચારું છું કે એવું જ બને.. પણ પછી આ સાહિલ નું શું કરીશું.. ?"પોતાની પાછળ ગરદન ઘુમાવી સાહિલ આવ્યો તો નથી ને એની ખાતરી કરતાં અબુ એ પ્રશ્ન કર્યો.

"શું કરવાનું હોય.. જેવું જોહારી નું કર્યું એવું સાહિલ નું કરીશું.. "ચહેરા પર ક્રૂર સ્મિત સાથે માઈકલ બોલ્યો.

"મતલબ.. .તે જોહારી ને માર્યો.. ?"માઈકલ ની વાત સાંભળી વિસ્મય સાથે અબુ બોલી પડ્યો.

"આમ જોઈએ તો મેં માર્યો નથી.. પણ એને મરતો જરૂર છોડ્યો હતો.. "આટલું કહી માઈકલે અજગર જોડેની લડાઈ વખતે જોહારીનું શું થયું એ વિશેની હકીકત અબુને જણાવતાં કહ્યું.

"જ્યારે મેં અજગરની બંને આંખો ફોડી ત્યારે મને એમ હતું કે અમે બંને એની પકડમાંથી બચીને નીકળી જઈશું.. પણ ખબર નહીં કઈ રીતે અમારાં શરીરની ગરમી અને ગંધ પરથી એ અજગરે અમે ક્યાં છીએ એનું અનુમાન લગાવ્યું અને અમારી સામે આવીને ઉભો રહી ગયો.. જે રીતે એ અમારો રસ્તો રોકીને ઉભો હતો એ પરથી તો અમારું ત્યાંથી બચી નીકળવું અશક્ય હતું.. "

"આ સમયે મને મારી જીંદગી બચાવવાનો એક અવસર દેખાયો.. મને થયું કે જો જોહારી ને અજગરની સામે ધરી દેવાય તો અજગર એનું ભક્ષણ કરવામાં વ્યસ્ત થઈ જશે અને હું બચી નિકળીશ.. આ વિચાર આવતાં જ મેં જાણીજોઈને મારી જોડે રહેલી છરીનો ઘા વારાફરથી જોહારી નાં બંને પગ ઉપર કરી દીધો.. પોતાની ઉપર થયેલાં આ હુમલાથી જોહારી તો બઘવાઈ ગયો.. એ મારી સામે પોતાને બચાવી લેવાની અરજ કરતો રહ્યો પણ હું એને અજગર નાં હવાલે કરીને ત્યાંથી ભાગી નીકળ્યો.. "

માઈકલ નો આવો ક્રૂર ચહેરો જોઈને અબુ તો રીતસરનો ડઘાઈ જ ગયો.. સીધો સાદો માસુમ ચહેરો ધરાવતો માઈકલ પોતાની મહત્વાકાંક્ષા પુરી કરવાં આટલો ઘાતકી બની શકે છે એ તો અબુ માની જ નહોતો રહ્યો.. અબુ તો બસ ખજાનાં ની લાલચે માઈકલે કહ્યું એ મુજબ અત્યાર સુધી અભિનય કરી રહ્યો હતો.. અને આગળ પણ ખજાનો મેળવવો હોય તો આ અભિનય ચાલુ રાખવો જરૂરી પણ હતો.

અબુ ની ઈજીપ્ત માં ઓળખાણો અને એનાં સ્થાનિક નાગરિક હોવાનાં લીધે જ અબુ ની પસંદગી માઈકલે પોતાનાં વિશ્વાસુ સાથીદાર કરી હતી.. હજુ સુધી અબુ એ નહોતો જાણી શક્યો કે આખરે માઈકલ નાં મનમાં શું ચાલી રહ્યું હતું.. ?

એટલામાં સાહિલ ને એ લોકોએ દૂરથી આવતો જોયો એટલે એમની વાતચીત પર આ સાથે જ પૂર્ણવિરામ મૂકી દીધું.. અબુ એટલું તો મનોમન સમજી ગયો હતો કે પોતાનું કામ નીકળી ગયાં બાદ માઈકલ સાહિલને પણ ઠાર મારવાનો હતો.

"લો આ પાણી ની બોટલો.. ખરેખર પાણી ચોખ્ખું અને ઠંડુ છે."પાણી ભરેલી બોટલો માઈકલ ને આપતાં સાહિલ બોલ્યો.

ચહેરા નાં ભાવથી સાહિલનો આભાર માની માઈકલે કહ્યું.

"ચલો ત્યારે આગળ વધીએ.. "

માઈકલ નાં આટલું બોલતાં જ માઈકલની પાછળ પાછળ સાહિલ અને અબુ ચાલી નીકળ્યાં એમની મંજીલ તરફ જતી આખરી સફરની વાટે.. !!

વધુ નવાં ભાગમાં.

★★★